લાંચ , રિશ્વત મિત્રો , માણસ ‘આગળ’ વધવા માટે કેટલો ‘પાછળ’ જઈ શકે છે એની ઘણાને ખબર નહિ હોય , કેમકે દરેકની લાઈફમાં આવા ‘પ્રસંગ’ નહીં આવતા હોય , હા પ્રસંગ. કેમકે લાંચ આપવી એ પણ આપણા સમાજમાં એક પ્રસંગ જ કહેવાય , જે પ્રસંગ રંગે ચંગે પાર પડે તો ઘરમાં આનંદની ઉજાણી થાય પછી એ લાંચ પેન્શન લેવા આપવી પડે , બેંક માં પોતાનું કામ કઢાવવા આપવી પડે, નોકરીમાં બઢોતરી મળ્યા બાદ મોટા સાહેબને આપવી પડે કે સ્કુલ કોલેજમાં પાસ થવા આપવી પડે...જો કે લાંચ આપવાવાળા અને લાંચ લેવાવાળા બન્ને શરમને સેફ વોલ્ટ માં મુકીને જ આગળ વધતા હોય છે , મોટા ગજાના મજાના લોકો પોતાની કંપનીમાં એક ડીપાર્ટમેન્ટ રાખતા હોય છે, જેમાં અમુક તમુક સાહેબોને કેમ પટાવવા, કેમ લાંચ આપવી અને કેમ કામ કઢાવવા એનાં સામ , દામ , દંડ અને ભેદનાં જાણકાર ચાણક્યની ચોપડી ડાઉનલોડ કરી વાંચી ગયેલા આજના મહારથીઓ બેઠા હોય છે. જેમની પાસે માલ છે એ માલામાલ માણસને વધુ માલામાલ કરી ગોલમાલ કરી શકે છે. પણ જેની પાસે કઈ છે જ નહિ એ માણસ ભીખ માંગીને પણ લાંચ આપવા મજબુર થાય છે. પી.કે. ફિલ્મ માં પોતાના પેન્શનનાં રૂપિયા માટે લાંચ માંગતા પોસ્ટકર્મચારી સામે શરીરન...
something new