હિન્દી દિવસ મિત્રો , આજે હિન્દી ભાષા દિન છે , સવારથી ઘણા મેસેજ આવ્યા હશે , અને એના જવાબો આપ્યા વગર એ જ મેસેજ બીજાને ફોરવર્ડ પણ કર્યા હશે , આ સરસ મજાની હિન્દી ભાષાને જ્યારે ગુજરાતી પરિવાર બેઝ હિન્દી ફિલ્મ કે સિરિયલમાં કોઈ ફેમસ ચેનલ પર જોઉં છું ત્યારે એ ગુજરાતી પરિવાર કે એના અમુક પાત્ર હાસ્યની દ્રષ્ટીએ હિન્દી ભાષાનું જે પોસ્ટમોર્ટમ કરે છે, એ જોઇને લાગે કે જો હિન્દી ભાષા સાક્ષાત માનવ સ્વરૂપે અવતરે તો ચેનલનાં ક્રિએટીવ અને લેખક કલાકાર ને દંડવત કરાવે એ નક્કી. અરે કયો ગુજરાતી આવી અજુગતી હિન્દી ભાષા બોલે ? અને પછી એ જ હિન્દી ભાષી પાણીપુરી કે ભેલવાળો , શાકવાળો , ધોબી બનીને ગુજરાતી ભાષા ના ધજાગરા ઉડાડે. ટૂંકમાં કોઈપણ ભાષાની ગરિમા, ગૌરવ જળવાય એ લેખક અને ચેનલના ક્રિએટીવ ટીમ ની ફરજ છે. વેલ આજે આપણે બીજી વાત કરીએ શું તમે જાણો છો હિન્દી ભાષા માં એવા 20 શબ્દો જે સ્થાનિક લાગે છે પરંતુ વિદેશી છે! અને લગભગ ઘણા લોકોને એની ખબર નહીં હોય હિન્દી ભાષા દિવસ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. હિન્દી એટલી મધુર ભાષા છે કે તેણે ઘણા વિદેશી શબ્દો...
something new