Skip to main content

Posts

Showing posts with the label Vadapav ki Maya [ વડાપાઉંની માયા ]

Vadapav ki Maya [ વડાપાઉંની માયા ]

  બોલ શું ખાઈશ ? એક કામ કર ગરમાગરમ વડાપાઉં મંગાવ...અને કટિંગ ચા.   મિત્રો , વડાપાઉં નાં નામથી કોઈ અપરિચિત નથી , મુંબઈ નગરીમાં બહાર નીકળ્યા હોઈએ અને ભૂખ લાગે ત્યારે કોઈ ટીપીકલ મહારાષ્ટ્રીયન સ્ટોલ પર ઉતરતા ગરમા ગરમ વડા જોઇને વડાપાઉં ખાવાનું મન થઇ આવે , એમાંય વરસાદની સીઝન હોય તો તો વડાપાઉં અને ગરમા ગરમ કાંદાનાં ભજીયા , જય હો...જો કે આ માયાનગરી મુંબઈમાં ફિલ્મી દુનિયામાં સ્ટ્રગલ કરવા આવતા સ્ટ્રગલર કલાકાર માટે વડાપાઉં એ વરદાન છે , સવારથી સાંજ સુધી ટીવી અને ફિલ્મ નાં પડદે દેખાવાની દોડમાં સ્ટ્રગલ કરતાઆ કલાકારોનું જમણવાર એટલે વડાપાઉં અને કટિંગ ચા.   મુંબઈ અને વડાપાવ વચ્ચેનો સંબંધ જાણીતો છે. વડાપાવ માયાનગરી મુંબઈની શેરીઓથી લઈને બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે. માત્ર મુંબઈકર જ નહીં , વિદેશીઓ પણ તેના ચાહકો છે. સામાન્ય મુંબઈકરથી લઈને મોટી હસ્તીઓ તેને હસતા હસતા ખાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે વડાપાઉંની શોધ કોણે કરી હતી ? મુંબઈમાં દાદર રેલવે સ્ટેશનથી આખાય દેશભરમાં ફેલાયેલા આ અદ્ભુત વડાપાવનો ઈતિહાસ બહુ જૂનો નથી , માત્ર 53 વર્ષ જૂનો છે. આનો શ્રેય અશોક વૈદ્ય નામના મહાર...