Skip to main content

Posts

Showing posts from January, 2021

Luck and lucky [ નસીબ અને નસીબદાર ]

મિત્રો, નવા વર્ષની શરૂઆતનો આ પ્રથમ બ્લોગ લખવાની આજે ઈચ્છા થઇ, ૨૦૨૦ માં ઘણું જોયું અને જ્વાળામુખી ફાટ્યા બાદ એનાં અંગારા ચારેબાજુ દઝાડતા રહે એમ ૨૦૨૦ નાં અંગારા આજેય ૨૦૨૧માં  આસપાસ લોકોને દઝાડતા દેખાય છે. દરેકના ચહેરા હસે છે પણ મન રડે છે, નાં છુટકે મોઢું હસતું રાખી કેમ છો મજામાં ? પૂછે છે, કામકાજ ક્યારે સારા થશે એની આશાએ બીજા ક્યા કામ કરવાથી પગભર સરભર થવાય એનાં રોજ નવા નવા વિચારો કરે છે, ગાડી ક્યારે પાટે ચઢશે એના વિચારમાં ચાલતી ગાડી અટકીને પડી ન જાય એની સંભાળ પણ રાખે છે.  બધા રોજ સવારે ઉઠે છે સમય સાથે લડે છે અને સાંજે ભગવાનને પ્રાર્થના કરે છે કે "આવતી કાલ સારી દેખાડજે પ્રભુ." પ્રગતિ કોને ન ગમે,  જિંદગી માં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે. કોઈ ને ઓછી ઉમર માં સફળતા મળી જાય છે તો કોઈ લાંબા સમય સુધી સફળ નહીં થઈ શકતા. આટલું જ નહીં કેટલા ને તો સફળ થવામાં આખી જિંદગી નીકળી જાય છે.   પણ. નસીબથી વધારે અને સમયથી પહેલા નાં કોઈને મળ્યું છે અને નાં કઈ મળવાનું છે. આ વાત તો વિધિ લિખિત છે અને રહેશે જ. ગમે તેટલો સંઘર્ષ કરો પણ નસીબનો સાથ વધુ નહિ પણ થોડો તો અવશ્ય જોઈએ જ. એક નાનકડી વાર્તા ...