મિત્રો,
નવા વર્ષની શરૂઆતનો આ પ્રથમ બ્લોગ લખવાની આજે ઈચ્છા થઇ, ૨૦૨૦ માં ઘણું જોયું અને જ્વાળામુખી ફાટ્યા બાદ એનાં અંગારા ચારેબાજુ દઝાડતા રહે એમ ૨૦૨૦ નાં અંગારા આજેય ૨૦૨૧માં આસપાસ લોકોને દઝાડતા દેખાય છે. દરેકના ચહેરા હસે છે પણ મન રડે છે, નાં છુટકે મોઢું હસતું રાખી કેમ છો મજામાં ? પૂછે છે, કામકાજ ક્યારે સારા થશે એની આશાએ બીજા ક્યા કામ કરવાથી પગભર સરભર થવાય એનાં રોજ નવા નવા વિચારો કરે છે, ગાડી ક્યારે પાટે ચઢશે એના વિચારમાં ચાલતી ગાડી અટકીને પડી ન જાય એની સંભાળ પણ રાખે છે.
બધા રોજ સવારે ઉઠે છે સમય સાથે લડે છે અને સાંજે ભગવાનને પ્રાર્થના કરે છે કે "આવતી કાલ સારી દેખાડજે પ્રભુ." પ્રગતિ કોને ન ગમે, જિંદગી માં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે. કોઈ ને ઓછી ઉમર માં સફળતા મળી જાય છે તો કોઈ લાંબા સમય સુધી સફળ નહીં થઈ શકતા.આટલું જ નહીં કેટલા ને તો સફળ થવામાં આખી જિંદગી નીકળી જાય છે. પણ.
નસીબથી વધારે અને સમયથી પહેલા નાં કોઈને મળ્યું છે અને નાં કઈ મળવાનું છે. આ વાત તો વિધિ લિખિત છે અને રહેશે જ. ગમે તેટલો સંઘર્ષ કરો પણ નસીબનો સાથ વધુ નહિ પણ થોડો તો અવશ્ય જોઈએ જ. એક નાનકડી વાર્તા દ્વારા કદાચ આ વાત સારી રીતે કહી શકીશ.
એક ૧૭ વર્ષનો ગરીબ છોકરો જે વિચારે છે કે એ ખૂબ મહેનત કરશે
અને મોટો થઇને કરોડપતિ બનશે...
છોકરો કોલેજ પૂરી કરીને નોકરી લાગે છે પણ નોકરીથી ઘર ચાલે
છે ઘર બને નહી.. એટલે એ નાનો ધંધો કરવાનું વિચારે છે...
સખત મહેનત કરે છે પણ ધંધો બરાબર ચાલતો નથી...
૨-૩ ધંધા બદલીને
જોવે છે, પણ એ ખાસ કંઇ
કમાઇ શકતો નથી.. એને લાગે છે એના નશીબમાં જ નથી કદાચ કરોડપતિ થવું...
આમ કરતા કરતા એની ઉમંર ૨૫ વર્ષ થઈ જાય છે...
પૈસા કમાવાની
લાલચમાં જુગારની આદત લાગી જાય છે અને જેટલુ પણ કમાયું હોય છે એ બધુ હારી જાય છે
અને રસ્તા પર આવી જાય છે...
કરોડપતિ થવાનું સપનુ રાખનાર અને મહેનત કરનાર હવે રસ્તા પર
આવી જાય છે એક ગરીબ ભિખારી બની જાય છે...
જે ભીખ માંગીને
ખાય છે અને રસ્તા પર જ રહે છે...
આમ ને આમ એની
ઉમંર 55 વર્ષની થઇ જાય
છે..
બધા એને ગાંડો
કહે છે અને એ પણ ગાંડાની જેમ ગીતો ગાતો ફરે છે
એક રાતે આવી જ રીતે એ ગીત ગાતો હોય છે અને ત્યાંથી ચેનલ V નો એક રિપોટર
નિકળે છે અને એનુ વિડિયો બનાવીને યુટયુબ પર મૂકે છે.. અને સારો રિસ્પોનસ મળે છે
એટલે ચેનલવાળા
એનુ આખું આલ્બમ બનાવાનું વિચારે છે
અને એ ભિખારીને
એક વર્ષ માટે સાઇન કરીને એક કરોડ નો ચેક આપે છે...
Well said
ReplyDelete