Skip to main content

Remember childhood? [ બાળપણ યાદ છે ? ]

 મિત્રો, 

ગઈકાલે તસવીરની વાત કરી અને સાચે જ સાંજે બાળપણની એટલી બધી યાદો લઈને બેઠો હતો કે એક પછી એક પ્રસંગો આંખ સામે આવી હૈયે સુખ અને મોઢે સ્મિત વેરી જતા હતા. અમુક ફોટાઓ જોઈ આજે પણ હસવું કે રડવું એની સમજ ન પડે. ફોટામાં મિત્રોને જોઈ જે સાથે છે એને મળવાનું મન થઇ આવ્યું અને જે દુર છે એની સાથે વાત કરવાની ઈચ્છા રોકી ન શક્યો..સાચે જ બાળપણની યાદો આપણા માનસ પટ ઉપર એવી અમીટછાપ છોડી જાય છે કે જયારે જ્યારે બાળપણની વાતો આવે કે આંખ સામે એ તસવીરો ઉભરાઈ આવે..

એવી જ બાળપણની વાત આપની સાથે શેયર કરવાનું મન થયું જેના દરેક શબ્દો મારા બાળપણ સાથે એકરૂપ થાય છે. કદાચ તમે પણ આવું બાળપણ જોયું કે માણ્યું હશે. યસ, મેં આ બાળપણ અનુભવ્યું છે.માણ્યું છે અને આજે પણ યાદ કરીને ખુશ થાઉં છું. 

બાળપણની હકીકત, સાચે જ ધોરણ પાંચ સુધી સિલેટ [ પાટી ] ની પટ્ટી ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ કાયમી ટેવ હતી, પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક  એ પણ લાગતી હતી કે સિલેટ ચાટવાથી કઈ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..અને હા ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.મિત્રોને ચિત્રો દોરી આપવા અને સરકારી સ્કુલમાં ચણા, બ્રેડ અને દૂધ વહેચાતા ત્યારે પ્યુન શાંતાબેન કે ગોવિંદ ભાઈ આપણને એ વસ્તુ કેમ વધારે આપે એની આજીજી. સ્કૂલમાંથી ખોપ્રા અને ચના શીંગ ની ચીક્કી અથવા તો નાનકડી દસ પૈસાની કુપનો વેચી આંધળા ઓની સ્કુલ માટે મદદ ભેગી કરવી. અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌.અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક  તનાવ ઉભો કરવા વાળો બોજ હતો.

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારે અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે. યુનિફોર્મમાં છોકરાઓ ખાખી ચડ્ડી અને સફેદ બુશકોટમાં, છોકરીઓ સફેદ ફ્રોક અને કેસરી પટ્ટો, બે ચોટલી કાળી કે બ્લ્યુ રીબીન કમ્પલસરી, એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારે ક્યારે અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.સ્કૂલનાં મોટા હૉલ માં એક બોક્સમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. જેમાં અઠવાડિયે એકાદ ફિલ્મ કે દુરદર્શન નાં પ્રોગ્રામ જોવાતા. એક એક હાથનાં અંતરે ઉભા રહી પ્રાર્થના થાય અને છેલ્લે પ્રતિજ્ઞા ભારત મારો દેશ છે..સર્વે ભારતીય મારા ભાઈબહેન છે..

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારે શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હર્ટ નહોતો થતો. કારણકે અમને ખબર જ નહોતી કે  ઇગો કઈ બલાનું નામ છે.? માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.અને મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણકે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.એ સત્ય છે કે અમો દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાલ્યા હતા અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા. અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આજીવન કાંઈ જ નથી.

ટૂંકમાં અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

કદાચ તમે આવું બાળપણ ન માણ્યું હોય પણ મેં માણ્યું છે..એનો મને ગર્વ છે અને રહેશે..

છેલ્લે બોલ્ગ ને વિરામ આપતા પહેલા..

મારુ મન બાળપણ ના એ દિવસો ખોળે છે.

જયાં બા કાંસકો લઇ મારા વાળ ઓળે છે.

કોઇ પણ ભુલે મારા બાપુજીનો એકજ ઠ્પકો

અલ્યા શું કામ મારુ નામ બોળે છે?

પાડોશી હ્ંમેશા ફરીયાદ લઇ ને આવતો

તમારો છોકરો વાડા ની બદામ તોડે છે.

મોંઘા ગાલીચાઓ માં ક્યાં ઊંઘ આવે છે.

પોઢવાની મજા તો બસ બા ના ખોળે છે.

ખાવામાં આડાઈ કરું તો બા બીક બતાવે,

“ખાઈલે બાકી બહાર બાવો તને ખોળે છે.


સમજે તે સમજદાર 

Friends,


Talked about the picture yesterday and really sat down with so many memories of childhood in the evening that one after another occasions came in front of his eyes and he was leaving with a happy smile on his face. Even today, there is no need to laugh or cry after seeing some photos. Seeing friends, I felt like meeting those who are with me and I couldn't stop wanting to talk to those who are far away. Truly, the memories of childhood leave such an indelible mark on your man that when you talk about childhood, those pictures come up Come on

                               
I wanted to share with you one such childhood story whose every word coincides with my childhood. Perhaps you too have seen or enjoyed such a childhood. Yes, I have experienced this childhood. I am happy and I am happy to remember even today.

The fact of childhood was that it was a permanent habit to make up for the lack of calcium by licking a slate bandage up to standard five, but I didn't know that it would make up for the lack of calcium. And this was our permanent habit. There was no Vidya Mata getting angry by licking Sylhet ... and the stress of studying was relieved by pressing the back of the pencil with the key..and yes there was a firm belief that by placing the branch of Vidya tree and the peacock's feather between the books we would become smarter .. And arranging books in a cloth bag was our leading skill and arranging books was considered a skill in those days. I begged why Pun Shantaben or Govind Bhai would give us more of that thing while drawing pictures to friends and distributing chickpeas, bread and milk in government schools. To collect help for the school for the blind by selling copra of khopra and chana shing or small ten paisa coupons from the school. And when we came to the new standard, putting books on the books was the annual festival of our lives. 3. And the parents didn't have any worries about our studies but our studies were a financial burden on them.

Over the years, the holy steps of our parents never fell on our school. And how fun our friends were too. We don't remember how many floors we would have had when we rode a bicycle, one on a pole and the other on a carrier, but a few vague memories are on our memory. There were new televisions in those days. There was a television in someone's house. Sometimes we were fired, but we did not feel insulted and we went back the next day.

I have never felt ashamed to beat the teacher in school and hold his toes because at that time our ego was never hurt. Because we didn't know what ego was. Eating was part of the daily routine of our lives. And both the one who was beaten and the one who was beaten were happy because one said that he was beaten less and the other said that our hands were cleansed, so we were both happy. Couldn't show how much we love them because we don't know how to speak ILVU.

Today we have become a part of the world under the ups and downs of the world. Some friends have found their destination. So no friends know where they got lost in the crowd of this world while searching for a destination. It is true that we are in any part of the world but we were fed up with truth and facts. We lived in a world of truth. We are dreaming today with our own destiny. Those dreams are keeping us alive. Otherwise, the present life is nothing compared to the life we ​​have lived.


In short we didn’t know if we were good or bad but it was just as important that our family and our friends were together.

Maybe you haven't enjoyed this childhood but I have enjoyed it .. before finally giving a break to Blog ..


My mind opens those days of childhood.

Take a comb and comb my hair.

Anyone can forget my Bapuji's only rebuke

What work does my name say?

The neighbor always came with a complaint

Your boy breaks the nuts of the fence.

Where to sleep in expensive carpets.

It's just fun to cook.

If I am stubborn in eating, it shows fear,

"Khail opens the rest of the way out.


Understandably sensible


 




Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા