Skip to main content

Miracles is happen..[ ચમત્કાર થાય છે ]

 મિત્રો,

વાત કરવી છે ચમત્કારની,  નાં નાં જાદુ કે મેજિક શો નાં ચમત્કાર નહિ આપણા જીવનમાં અચનાક જ થતાં ચમત્કારની, જેની તમે કલ્પના પણ ન કરી હોય અને એ કામ થઇ જાય ત્યારે મોઢામાંથી અચૂક બોલાઈ જાય "યાર ચમત્કાર થઇ ગયો..."

જાદુ થઇ ગયો યાર , ચમત્કાર થઇ ગયો..મેં જે ભગવાન પાસે માંગ્યું એનાં કરતા વધારે અચાનક જ એમણે મને આપી દીધું. 

 
હા જી , આ શબ્દો છે મારા એક મિત્રના જે ઘણા સમયથી નિરાશ હતો..લોકડાઉન નો વગર દેખાતો તમાચો પડ્યા બાદ પણ ગાલ લાલ રાખીને ફરતો હતો અને શ્રદ્ધા, ભક્તિથી એનો આખો પરિવાર ભગવાન ને પ્રાર્થના કરતો કે બસ પ્રભુ તમે જ કઈક ચમત્કાર કરો અને આજે એનો ફોન આવ્યો..એકદમ ખુશ ખુશાલ એણે ધાર્યું નહોતું એવો ચમત્કાર એની લાઈફમાં થયો..મને મળવા આવ્યો ત્યારે પણ વાત કરતા કરતા એની આંખમાં ખુશીનાં આંસુ હતા. 

હા મિત્રો, ચમત્કાર ક્યારેય કહીને નથી થતા, એ થઇ જાય ત્યારે આંખો પર વિશ્વાસ નથી થતો અને એ ચમત્કાર કોણે કર્યો એ તો જેના જીવનમાં ચમત્કાર થયો હોય એ જ કહી શકે . મારા જીવનમાં મનેય ઘણા ચમત્કારના અનુભવ થયા છે જો કે હું એનો બધો જ જશ ઈશ્વરને આપું છું કે એના ઉપરની શ્રદ્ધા જ મને હારવા નથી દેતી અને અટકું ત્યાં એ જ કોઈ એવો ચમત્કાર સર્જે છે કે બધું હેમ ખેમ પાર ઉતરે જ છે. 

ચમત્કાર નાં પ્રકાર પણ અનેક છે દોસ્તો તમે જેને ખુબ જ પ્રેમ કરતા હો, સતત યાદ કરતા હો, એના ડીપી જોઈ જોઈ ને એની સાથે વાતો કરતા હો..અથવા તો દર સેકેન્ડે એનું "લાસ્ટ સીન" સ્ટેટસ જોતા હો અને એ અચાનક જ રસ્તામાં સામે મળી જાય તો સૌથી પહેલા શું બોલવું એ જ ન સુઝે, અને ઈશ્વરે કરેલો ચમત્કાર જોયા જ કરવાનું મન થાય. વાત તો ત્યારે શું થાય એ નથી ખબર પણ મનમાં કઈક તો થાય. 

જે કામ માટે આપણે વર્ષોથી મહેનત કરતા હોઈએ અને અંતે હાર માનીને એ કામ પડતું મૂકી બીજા કામ માં ધ્યાન કેન્દ્રિત કરીએ અને સાવ હતાશ થઈને ન છુટકે નવું કામ કરીએ  અને અચાનક જ જે કામ છોડી દીધું હોય એની જ ડિમાન્ડ આવે અને એક ફોન મિટીંગનો અને મિટીંગ પછી ઘરે આવતા જ પત્ની નાં હાથમાં કોન્ટ્રાક્ટ સાઈન થયા ની કોપી અને એક સરસ મજાની સાઈનીંગ એમાઉન્ટ નો ચેક આપીએ ત્યારે ઉપરવાળાનો ચમત્કાર જોઈ આંખો ભીની થઇ જ આવે.

ખુબ જ મહેનતથી લખેલા નાટક ની સ્ક્રીપ્ટ જે ઘણા નિર્માતા ને સંભળાવી હોય અને જોઈએ..કરીએ..હમણા નહિ..એવા જવાબ મળ્યા હોય અને અચાનક જ એક મોટા નિર્માતાનો કોલ આવે, બોલાવે અને એજ સ્ક્રીપ્ટ સાંભળે અને તરત જ સાઈનીંગ અમાઉન્ટ આપે ત્યારે ચમત્કાર લાગે જ સાહેબ. 

હોસ્પિટલ માં આપણા પરિવારના કે નજીકના સગા જેમની સાથે ખુબ આત્મીયતા બંધાઈ ગઈ હોય અને ડોક્ટર આવી ને કહે કે અમે અમારા પ્રયત્નો કરીએ છીએ બાકી પ્રભુ ઈચ્છા..ત્યારે ભગવાન સામે ખરા અંતરથી બે હાથ જોડી એમના સાજા થવાની પ્રાર્થના કરીએ અને ડોક્ટર કહે કે હવે એ ખતરાની બ્હાર છે..અને જલ્દી સાજા થઇ જશે..ત્યારે ઈશ્વરના ચમત્કારને માનવો જ પડે.

સારો ફ્લેટ લેવાની ઈચ્છા હોય પણ બજેટ ન બેસતું હોય અને અચાનક જ કોઈ સારો પ્રોજેક્ટ મળે જેના થકી વરસમાં સારી ઇન્કમ થાય અને ફ્લેટ નું સપનું પૂરું થાય એને ચમત્કાર જ કહેવાય. 

નેશનલ સ્કુલ ઓફ ડ્રામા નાં ટોપના વિદ્યાર્થી હો ઓફિસે ઓફિસે ફરીને ઓડિશન આપ્યા હોય પણ ક્યાય કામ ન મળે અને અચાનક કોઈ મોટા પ્રોડક્શન હાઉસમાંથી કોલ આવે અને તમને લીડ રોલ મળી જાય તો એને ચમત્કાર જ કહેવાય અને આવા ચમત્કાર કરનારા મુંબઈમાં ઘણા છે..જેના દરવાજે લોકો અચૂક જાય જ છે. જેને આપણે સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મહાલક્ષ્મી, હાજી અલી, માહિમ દરગાહ, બાંદ્રા માઉન્ટમેરી, આવા અનેક નામથી ઓળખીએ છીએ..શ્રદ્ધાથી એમના દરવાજે જઈએ છીએ અને હા ચમત્કાર થતા જોઈએ છીએ. 

મિત્રો, તમારા જીવનમાં પણ અનેક ચમત્કારો થયા જ હશે તો એનું કારણ તમે, નહિ હો તો તમારા ઘરની કોઈ એવી વ્યક્તિ કે જેના પુણ્યકર્મથી તમને લાભ થયો હોય.થયો જ હશે.ઈશ્વર આપવામાં મોડું કરે પણ આપે ત્યારે મોટું જ આપે.આપણને લાગે કે કોઈ જોતું નથી પણ કોઈક તો આપણને જોતું જ હોય છે. આપણું સ્ટેટસ જાણવાની જોવાની બધાને ઈચ્છા થાય પણ આપણે આપણું સ્ટેટસ એવું બનાવવું કે જોનારા માત્ર જુએ..આપણા જેવા બની ન શકે. 

શ્રદ્ધા,વિશ્વાસે જ થાય ચમત્કાર.

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા..અચાનક સૂઝેલી એક રચના. 

છે તું આસપાસ અને માણે  છે.

મારા વિષે તું બધું જ જાણે છે.

તારા પરની શ્રદ્ધાથી ટકી રહ્યો છું,

અટકું જ્યાં તું મારગ બતાડે છે.

છે બધું પળમાં અને નથી એક ક્ષણમાં,

મસ્ત સમંદરમાં તો ક્યારેક વમળમાં.

ઉગારીને બ્હાર તું જ લાવે છે.

નથી દેખાતો પણ સામે  દેખાય છે.

ચમત્કાર એવો તું કરી જાય છે.

છે તું આસપાસ અને  જુએ છે.

મારા વિષે તું બધું જ જાણે છે.

સમજે તે સમજદાર 

 

Friends,


We want to talk about miracles, not magic or magic show miracles, miracles that happen all of a sudden in our life that you have not even imagined and when the work is done, a miracle happens when it is spoken from the mouth ...

The magic happened man, the miracle happened .. all of a sudden he gave it to me more than what I asked from God.

Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either, Looks like BT aint for me either, Looks like BT aint for me either Her phone rang..A very happy Khushal A miracle happened in her life that she did not expect..Even when she came to meet me, there were tears of happiness in her eyes while talking.

Yes friends miracles never happen by saying, eyes do not believe when it happens and time and circumstance decide who did that miracle. I have experienced many miracles in my life. However, I give all the glory to God that faith in Him alone does not allow me to lose and the only miracle that happens is that everything transcends.

There are also many types of miracles. Friends, the ones you love the most, you constantly remember, look at their DP and talk to them..or every second you see their "last scene" status and all of a sudden on the road If it is found, the first thing to do is not to know what to say, and to see the miracle performed by God. I don't know what happens then but something happens in my mind.

The work for which we have been working hard for years and finally give up and focus on other work and do new work without getting frustrated and suddenly the demand for the work that has been left comes and after a phone meeting and meeting As soon as we come home, we give a copy of the contract signed in the hands of the wife and a check for a nice funny signing amount, then the eyes get wet seeing the miracle of the above.


A script of a play written with a lot of effort that many producers have heard and want..do..not now..same answer and suddenly a big producer's call comes, calls and hears the same script and immediately gives the signing amount. I think so sir.

In the hospital, our family or close relatives with whom we have a very close relationship and the doctor comes and says that we are doing our best, God willing..then pray to God for his recovery with both hands from a real distance and the doctor says that now it is dangerous Is out..and will recover soon..then the miracle of God must be believed.

If you want to get a good flat but the budget does not fit and suddenly you get a good project through which you can get a good income in a year and the dream of a flat is fulfilled, it is called a miracle.

Ho, a top student of National School of Drama, has auditioned from office to office but nowhere to find work and suddenly a call comes from a big production house and you get a lead role, it is called a miracle and there are many people in Mumbai who perform such miracles. Inevitably goes away. We know him by many names like Siddhivinayak, Babulnath, Mahalakshmi, Haji Ali, Mahim Dargah, Bandra Mount Mary, we go to his door with faith and yes we see miracles happen.

Friends, many miracles must have happened in your life too, if it is not because of you, but because of someone in your household whose good deeds have benefited you. It must have happened. God is late in giving but He gives big. Someone is watching us. Everyone wants to know our status, but we have to make our status such that the viewers can only see .. cannot be like us.

Finally, before pausing the blog..a composition that suddenly swelled.


You are around and enjoying.

You know everything about me

I am enduring faith in you,

Stop where you show the way.

Everything is in a moment and not in a moment,

In the ocean, sometimes in a whirlpool.

You are the one who brings salvation out.

Not visible but visible in front.

You do miracles.

You look around and see.

You know everything about me


Understandably sensible

©

google translate 




 







Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...