Skip to main content

wow..water..ohh..water..[ વાહ પાણી..આહ..પાણી ]

 મિત્રો, 

આવોને સાહેબ..કેમ છો..શું લેશો ચા પાણી, અરે રામુ [ વર્ષોથી આ એક જ નામ યાદ છે નોકરનું ] ગ્લાસ પાણી લાવજે. અરે..રે..તમે તો પાણી પાણી થઇ ગયા, આ બ્હાર વરસાદ તો જુઓ..કેટલું પાણી પડે છે. 

બસ..આજે ચારેબાજુ પાણી પાણી પાણી ની જ વાત છે એટલું પાણી વરસ્યું છે મુંબઈમાં. મહારાષ્ટ્રમાં ખેડૂતો પહેલા વરસાદ આવે એના માટે પ્રાર્થના કરતા હતા હવે વરસાદ રોકાય એના માટે ઈશ્વરને આજીજી કરે છે. 

એક તરફ કોરોના બીજી તરફ વરસાદ ત્રીજી બાજુ કામકાજ ની સમસ્યા ચોથી બાજુ ઓનલાઈન ભણતર પાંચમી સમસ્યા ખર્ચા દર મહીને જે બીલ આવે છે એ તો આવે જ છે એ રોકાવાના નથી. સરકાર ભલે કહે કે તમારા બેંક હફ્તામાં  રાહત કરી આપીશું. પણ એ રાહતનું વ્યાજ તો બેંક લેશે જ. એનીવે..આ આખી વાત પર પાણી રેડીએ અને આપણે પાણીની વાત કરીએ. 

મુંબઈને પાણી સાથે રક્ષાબંધન જેવો સંબધ છે જ્યારે જ્યારે પાણીબેન મુંબઈ ભાઈ ને મળવા આવે કે અનરાધાર આવે અને આખું મુંબઈ ફરી વળે. આ વખતે તો એટલું પાણી વરસ્યું છે કે વ્હોટ્સ એપ પર વિડીયો જોઈ જોઈને એક જ વાત નીકળે "હે ભગવાન". જો કે પાણી એ આપણી પ્રથમ જરૂરિયાત છે અને પાણી વગરનું જીવન શક્ય જ નથી પણ આપણને પણ બધું માપસર જોઈએ છે. જરૂરીયાત ચાર બાલ્દી ની હોય અને કોઈ આખું ડ્રમ આપી જાય તો બાકીનું પાણી આપણે વેડફી નાખીએ.જેમ અન્નનો બગાડ ન થાય એમ પાણીનો પણ અનાદર ન થઇ શકે. એક્ચ્યુલી મુંબઈ ને પાણી સાથે લેવા દેવા છે પણ જેમ જેમ મુંબઈ થી દુર થાવ તો પાણી પણ દુર થતું જાય. પ્રોપર મુંબઈમાં ઘરે ઘરે ચોવીસ કલાક પાણી મળે..પણ બોરીવલી દહીસર ક્રોસ કરો કે પાણી રીસાવા માંડે અને નાલાસોપારા કે વિરાર સુધી તો પાણી તમને પ્રાર્થના કરવા પર મજબુર કરી દે. પાણી મળે પણ ટેન્કર માફિયા દ્વારા. આલીશાન અમેરિકન સ્ટાઈલનાં ઘર લઈને એમાં પાણી ન હોય તો કલ્પના કરો કેવી હાલત થાય.?

ચા પીવી હોય કે હોળી રમવી હોય, સ્વિમિંગ કરવું હોય કે  સાઈકલ  ધોવી હોય, ડોગી ને નવડાવવો હોય કે તમારે કોઈનું નહાવું હોય. પોતપોતાની જરૂરિયાત મુજબ સૌ પાણી વાપરતા હોય. લીક થતા નળમાંથી ટપકતા જળને જોઈને લોકો જીવ પણ બાળતા હોય. પોતાનો ના હોવાને કારણે તમે નળને રીપેર ના કરાવો એ સ્વાભાવિક છે, 

મુંબઈમાં અનરાધાર પાણી કદાચ ઈશ્વરની જ નિરાશા નું પરિણામ છે કેમકે કદાચ આપણને પાણીની સાચવણ નથી માણસોએ પીવા-ધોવા-નહાવા કરતા વહાવવામાં પાણીનો ઉપયોગ વધારે કર્યો બિન્દાસ વાપરો અને હે..ય વહાવો ગટરમાં કોણ જુએ છે આપણને રોજ પાણી મળી રહે છે ને..પણ મિત્રો જે એક ગ્લાસ પાણી આપણે ઢોળી દઈએ છીએ એ બ્હાર બાટલીમાં દસ રૂપિયાનું મળે છે. હું નાનો હતો ત્યારે દેશમાં જવા વિરમગામ ગાડી બદલાતી, જ્યારે વિરમગામ ગાડી ઉભી રહેતી ત્યારે બ્હેનો નાં અવાજ સંભળાતા..પા...ણી....લે ને પાણી..માટલાનું  ઠંડુ પાણી.... ત્યારે પાણી પી ને દસીયું આપતા..અને બેન રાજી રાજી થઇ જાતા...અને આજે પાણીને બચાવવા માટેની ચળવળો કરવી પડે છે. આમ તો ટીપે ટીપે સરોવર ભરાય પણ, મારા એકલાના બાલદી પાણી બચાવવાથી સરોવરને ઝાઝો ફરક પડવાનો નથી. આવું દરેક જણ માનતા હોય છે. આપણે પીવા માટે કોઈની સામે હાથ-પગ ધોવા જેટલું પાણી ધરી દેતા હોઈએ, હાથ-પગ ધોવા માટે નહાવા જેટલું અને નહાવા માટે તરવા જેટલું, પાણીની જેમ પાણી વાપરવાની માણસની આદતમાં પાણી બચાવવાનો ક્યાં મેળ ખાવાનો. વળી પાણી બચે કે ના બચે વધે કે ના વધે વપરાશ તો વધતો જવાનો.મળે છે ને ચોવીસ કલાક..વાપરો...

મિત્રો મુંબઈમાં વરસાદના પાણીએ હાહાકાર મચાવ્યો પણ આ જ પાણી જ્યારે વરસાદ નહિ પડે ત્યારે પણ હાહાકાર મચાવશે જ. એ સમય પણ દુર નથી માટે..ભલે અત્યારે આપણે મુંબઈમાં ભરાયેલા પાણીને ગાળો આપતા..પણ જો પાણીને ખોટું લાગી ગયું તો પાણી માટે આપણે પ્રાર્થના કરવી પડશે. માટે આજથી પાણી લ્યો કે હું જ્યારે જ્યારે પાણી હાથમાં લઈશ એને માન આપીશ. જેટલું જોઈએ એટલું જ વાપરીશ.કેમકે "જળ છે તો જીવન છે..જળ વિના પ્રાણ નહિ."



છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા..

અછતે કિંમત જાણી ખુદ જીવન છે પાણી,
બુંદ બુંદ જીંદગી આણી જીવન છે પાણી.
બે વર્ષ ૠત રોકાણી ખુદ જીવન છે પાણી,
વરસ્યો ત્યારે અવગણ્યુ કે જીવન છે પાણી.
સર્જી ન શકે તું પાણી,જાણ જીવન છે પાણી,
તો કેમ વેડ્ફ્યુ તેં આ પાણી જીવન છે પાણી.
બચત જ સર્જન માન કેમકે જીવન છે પાણી,
ટીપે ટીપે સર ભરાય જાણ જીવન છે પાણી.
બુંદ રેલો ઝરણુ નદી કે સમુદ્ર જીવન છે પાણી,
‘દેવાંગ’ કહે જીવન બચાવો જીવન છે પાણી. 

સમજે તે સમજદાર. 

Friends,

Come on..why are you..what will you take tea water, hey Babu bring a glass of water. Hey..re..you have run out of water, look at this heavy rain..how much water falls.

Just..today water is all about water, it has rained so much in Mumbai. Farmers in Maharashtra used to pray for rain to come but now they are praying to God for rain to stop.

Corona on the one hand, rain on the other hand, the problem of working on the third side, the fourth problem, online learning, the fifth problem, the cost, the bill that comes every month, it doesn't stop. Even if the government says that your bank will give relief in a week. But the bank will take the interest of that relief. Anyway..let's pour water on this whole thing and let's talk about water.
Mumbai has a Rakshabandhan-like relationship with water whenever Paniben comes to meet Mumbai Bhai or Anradhar comes and the whole of Mumbai turns again. This time it has rained so much that the only thing that comes out after watching the video on WhatsApp is "Oh my God" although water is our first need and life without water is not only possible but we also need to measure everything. If the requirement is not four buckets and someone gives a whole drum, we waste the rest of the water. Just as water is not wasted, water cannot be disrespected. Actually, Mumbai has to be taken with water, but as you move away from Mumbai, the water also goes away. Proper water is available 24 hours a day at home in Mumbai..but cross Borivali Dahisar or the water will start leaking and the water will force you to pray till Nalasopara or Virar. Water is also available through the tanker mafia. Imagine for a second you were transposed into the karmic driven world of Earl.

Whether it's drinking tea or playing Holi, swimming or washing a bicycle, bathing a doggie or taking a bath. All use water according to their needs. People also burn their lives when they see water dripping from a leaking tap. It is natural that you do not repair the faucet because it is not your own.

The torrential rains in Mumbai are probably the result of God's despair as we may not be able to save water. Friends, the glass of water we pour is worth ten rupees in a heavy bottle. ... then giving water to Dasi..and Ben would be happy ... and today we have to make movements to save water. Even if the lake fills up drop by drop, saving my single bucket of water will not make a difference to the lake. This is what everyone believes. We are pouring as much water as washing our hands and feet in front of someone to drink, as much as taking a bath to wash our hands and feet and swimming as much as bathing, where to match water in a man's habit of using water like water. In addition, whether water is saved or not, whether it is increased or not, the consumption will increase.

But friends, the rain water in Mumbai made me cry, but this same water will make me cry even when it is not raining. That time is not far away..even now we are giving a break to the water in Mumbai..but if the water feels wrong we have to pray for the water. So take water from today that I will respect it whenever I take water in hand. I will use as much as I want. Because "if there is water then there is life..not life without water."

Before finally pausing the blog ..

Knowing the price of scarcity is life itself, water
Water is the lifeblood of life.
Two-year investment is life itself water,
Ignored when it rained that life is water.
You can't create water, you know life is water,
So why waste this water life is water.
Savings are the only respect for life because life is water,
Tip Tip Sir fill life is water.
Bund Relo is a spring river that is the life of the sea, water
‘Dewang’ says save life, water is water.

Understandably sensible
google translate 
©

Comments

  1. સાવ સાચી વાત...વધારે વરસાદ થાઈ તિયારે પાણી ને જાકારો આપવા કરતા...સંગ્રહ મહત્વનુ છે..વાહ..અશોકભાઈ...

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...