Skip to main content

Har Har Mahadev ( હર હર મહાદેવ )

 હર હર મહાદેવ, 

અધિક, ગદર, ઓહ માય ગોડ, શ્રાવણ...

આવ્યો આવ્યો શ્રાવણ શુભ માસ...કૈલાશે લખવી કંકોતરી, આ ભજન બાળપણમાં અમે ગાતા, મંદિરે જતા, સોમવારે ખબર ન પડે એમ એકટાણું કરતા.                                             


મિત્રો,, આ મહિનામાં દેવાધિ દેવ મહાદેવ પાસે જે માંગશો એ મળશે જ,  એની ગેરેન્ટી, શ્રાવણ મહિનો શિવને અતિ પ્રિય છે.કારણ ?  આખા શ્રાવણ માસમાં દેવી પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તેની પૂજા કરી, જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા, તેથી આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ માસમાં શિવની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસને સૌથી પવિત્ર મહિનો મનાય છે. એમાંય ચાલુ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. 

આ શ્રાવણમાં પ્રથમ સોમવારે અક્ષત-ચોખા, બીજા સોમવારે સફેદ તલ, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે, સામાન્ય રીતે પ્રત્યેક માસમાં ૪ સોમવાર હોય છે પણ કવચિત પાંચમો સોમવાર શ્રાવણ માસમાં આવતો હોય તો અલગથી એક ભોગસામગ્રી અથવા સત્તુ સિધ્ધ કરાવીને ધરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્ર અને રુદ્રાક્ષ પણ ભગવાન શિવને સમર્પિત કરાય છે. એક માન્યતા અનુસાર રુદ્રાક્ષનું પ્રાગટ્ય ભગવાન શિવનાં અશ્રુઑમાંથી થયું છે. શિવપુરાણમાં કહ્યું છે કે ભસ્મ, રુદ્રાક્ષ, દૂધ, જલ, ભાંગ, બિલ્વપત્ર, શમીપર્ણ, ધતૂરો, કરેણ, અને કમળ એ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તેથી આ વસ્તુઓ દ્વારા ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તજનોને ભગવાન શિવની પ્રસન્નતા મળે છે, અને ભક્તજનોનાં પૂર્વ જન્મોનાં પાપોનો ક્ષય થાય છે. પુરાતન કાળમાં શત (સો), સહસ્ત્ર (એક હજાર), કોટિ (એક કરોડ) બિલ્વપત્રથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવતું હતું. એક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં એક અખંડ બિલ્વપત્ર વડે શિવાર્ચન કરવાથી કોટિ બિલ્વપત્ર ચડાવવાનું ફળ મળે છે. બિલ્વપત્રની જેમ પુરાતન કાળમાં કમળપત્રથી પણ ભગવાન શિવનું પૂજન થતું હતું તેવો ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એક સમયે ભગવાન શિવનું કોટિ કમળદલ વડે પૂજન કરતાં હતાં, ત્યારે એક કમળ દલ ઓછું પડતાં તેમણે પોતાના નેત્રકમળ કાઢીને ભગવાન શિવને ધરાવેલ, ભગવાન શિવની જેમ રાવણે કરેલ કમળપૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. ૧૭ મી સદીથી ૧૯ મી સદી દરમ્યાન ચારણો અને બારોટ પ્રજા દ્વારા ભગવાન શિવ માટે કરેલ શીશ કમળ પૂજનનો ઉલ્લેખ સાહિત્યોમાં થયેલો છે.

આપણા વડા પ્રધાન મોદી સાહેબ આ મહિનામાં દર સોમવારે ઉપવાસ કરે છે અને મહાદેવ ની આરાધના કરે છે, હવે તહેવારો ની વણઝાર શરુ થશે, શ્રાવણ બાદ પિતૃ મહિનો, પર્વાધિરાજ પર્યુષણ, ગણપતિ, નવરાત્રી, દશેરા, દિવાળી...આપ સૌના આ બધા જ તહેવારો ધમાલ કમાલ અને શાનદાર જાય એવી પ્રાર્થના. 

સમજે તે સમજદાર 

Har Har Mahadev,

Adhik, Ghadar, Oh My God, Shravan...

aavyo aavyo Shravan Shubh Maas...Kailash Lakhvi Kankotari, we used to sing this bhajan in our childhood, going to the temple, chanting it so that we don't find out on Monday.

Friends, in this month, you will get whatever you ask from God Mahadev, it is guaranteed, the month of Shravan is very dear to Shiva. Why? Throughout the month of Shravan, Goddess Parvati worshiped Lord Shiva to get her, pleased with which Lord Shiva accepted Parvati as his wife, hence this month is very dear to Lord Shiva. Shiva is worshiped in this month. Shravan month is considered as the holiest month. This year, after 19 years, the month of extra hearing has come.

In this Shravan, unripe rice is offered on the first Monday, white sesamum on the second Monday, whole mug on the third Monday, barley on the fourth Monday, usually there are 4 Mondays in each month, but if the fifth Monday falls in the month of Shravan, then a separate Bhogamsama or Sattu is done. is carried out. Bilvapatra and Rudraksha are also dedicated to Lord Shiva in this month. According to a belief, Rudraksha originated from the tears of Lord Shiva. It is said in Shiv Purana that Bhasma, Rudraksha, Milk, Water, Bhang, Bilvapatra, Shamiparna, Dhaturo, Karen, and Lotus are very dear to Lord Shiva, so by worshiping Lord Shiva through these things, the devotees get the pleasure of Lord Shiva, and the sins of the devotees from previous births are removed. Decays. In ancient times, Lord Shiva was worshiped with shat (hundred), sahasra (one thousand), koti (one crore) Bilvapatra. According to a belief, performing shivarchan with one unbroken bilvapatra in the month of Shravan gives the fruit of offering koti bilvapatra. Like Bilvapatra, it is mentioned that Lord Shiva was worshiped with lotus leaf in ancient times. It is mentioned in Vishnu Purana that once Lord Vishnu was worshiping Lord Shiva with a lotus flower, when one lotus flower fell, he took out his lotus and held it to Lord Shiva. Shisha Kamal Poojan performed by the Charans and Barots to Lord Shiva during the 17th to 19th century is mentioned in the literature.

Our Prime Minister Modi sir fasts every Monday in this month and worships Mahadev, now the series of festivals will begin, after Shravan, Pitru Mahino, Parvadhiraj Paryushan, Ganapati, Navratri, Dussehra, Diwali...all these festivals are yours. Praying that the hustle and bustle goes well.

कर्पूरगौरं- कपूर के सामान सफ़ेद और शुद्ध
करुणावतारं- चिन्ता और करुणा के अवतार हैं
संसारराम- ब्रह्मांड की सच्ची आत्मा
भुजगेंद्रहारम्- नागों की माला धारण किए हुए
सदावसंतम् ह्रदयारविन्दे- कमल के समान पवित्र हृदय में निवास करने वाले
भवं भवानीसहितं नमामि- जो भगवान शिव माता पार्वती समेत मेरे ह्रदय में निवास करते हैं, उन्हें प्रणाम है। 

samaje te samajdaar 

Comments

  1. ખૂબ સરસ અને માહિતીપૂર્ણ લેખ.

    ReplyDelete
  2. Beautiful writeup, keep it up, Har Har Mahadevi.

    ReplyDelete
  3. namah shivaay ...bolenath sabko ashirwaad de ... very nicely written Ashokji ... keep writing more entertaining n full of informations blogs. god bless u

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા