Skip to main content

Become a Thief [ ચોર બની થનગાટ કરે...]

 મિત્રો, ચોરી આ શબ્દ લખતા જ કેટલા પ્રકારની ચોરી આંખ સામે આવે, કોઈ દિલ ચોરી જાય, કોઈ પૈસા ચોરી જાય, કોઈ દાગીના ચોરી જાય, કોઈ ગાડી ચોરી જાય, કોઈ રાતના ગોડાઉન, દુકાન કે ઘરના તાળા તોડીને ઘરમાં ચોરી કરી જાય, તો મંદિરની બહાર કોઈ ચપ્પલ ચોરી જાય, કેટલા પ્રકારના ચોર, ડાકુ, લુંટારા, ઠગ, બદમાશ સરકારી અધિકારી, પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ, વગેરે...વગેરે... અનેક જગ્યાએ અગણિત અવનવા એન્ટિક ચોર મળતા હોય છે, આવા ચોરોનો કોઈ ડ્રેસ કોડ હોતો નથી, એ આપણી સાથે જ આપણી આજુબાજુ, આપણી આસપાસ રહેતા હોય છે, ભટકતા હોય છે, ક્યારેક ક્યારેક આપણું જ ખાતા હોય છે અને આપણું જ ખોદતા હોય છે. 

ફિલ્મ, સીરીયલ કે નાટક લાઈનમાં પણ આવા ચોરો ભટકાતા હોય છે. જેને તમે પોતાની નાનકડી વાર્તા લેખ કે કોઈ નવા જ વિષયનો આઈડિયા, સબજેક્ટ સંભળાવો તો પ્રથમ તો જાણે પોતે સાહિત્યકારોમાં ભારત રત્ન મેળવી ચૂક્યા હોય એવી રીતે તમારા વિષયમાં સલાહ સૂચનો આપે અને એ વિષયને બદલવામાં અથવા તો એની અંદર કંઈક નવીનતા નાખવાના વાહિયાત દાખલા ને ઉદાહરણો આપે, ચોરીના એક પ્રકારમાં વિષયની ચોરી આવી જાય જેમાં જુની ફિલ્મો પરથી નવી ફિલ્મો બને, જુના ગીતોની ધૂન પરથી નવા ગીતો રચાય, જૂની ફિલ્મો ના પ્લોટ પરથી સીરીયલ લખાય અને જેનું ફિલ્મ ના વિષય ચોરી કરીને મૌલિકતાના નામે નાટકો લખાય...આવા ઘણાં જૂની કથાવસ્તુ પરથી " ઇન્સ્પાયાર " થાય, આવા ચોર એ પણ નથી વિચારતા કે ભાઈ નવી પેઢીને કદાચ ના ખબર હોય પણ જૂની પેઢી તમારા વિષય વસ્તુને જોતાની સાથે જ સમજી જાય છે કે આ પરાક્રમ તમે ક્યાંથી કર્યું છે, એક જ મીઠાઈ ને તમે અલગ અલગ રંગ,રૂપ, પેકિંગ, ફેન્સી બોક્સ અને નામ આપી કેટલી વાર વેચી શકો, માર્કેટમાં મીઠાઈ ખરીદતા ગ્રાહક ને ખબર હોય કે આ માલ જૂનો છે તોય બજાર ની ડિમાન્ડ પ્રમાણે માંડ માંડ ન છૂટકે આવી મીઠાઈ પોતાના સ્વજનોને વહેંચે અને તાત્પૂર્તી ગરજ પૂરી કરે, 

ચોરી કરવાની પણ આવડત હોવી જોઈએ જે વસ્તુ પરથી ચોરી થાય છે એની એ જ વસ્તુ બેઠી, શબ્દસઃ ચોરી લો તો ઘણા લોકોને હસવું આવી જાય કે ભાઈ આ તો ચોરની સાથે સાથે મૂરખ છે, જેને ચોરી કરતા પણ નથી આવડતી, આવા કંઈક ચોરો ઇન્ટરનેટ પર ગૂગલ પર રખડતા ભટકતા જૂની વસ્તુ માંથી નવું વીણવાની કોશિશ કરતા લખતા હોય છે. અને ક્યારેક પબ્લિકમાં પ્રસિદ્ધિ પામતા હોય છે તો ક્યારેક હાંસીનું પાત્ર બનતા હોય છે.

ચોરી કરીને દાનેશ્વરી બનેલો ચોર પબ્લિકમાં પૂજાય, પણ અરીસા સામે તો મુંઝાય.

અસ્તુ...

સમજે તે સમજદાર


Friends, as soon as you write this word theft, how many types of theft come to your mind, someone steals a heart, someone steals money, someone steals jewelry, someone steals a car, someone steals a house by breaking the lock of a godown, shop or house at night, then the temple. No matter how many types of thieves, bandits, robbers, thugs, crooked government officials, private company officials, etc...etc... there are innumerable antique thieves in many places, such thieves have no dress code. They live with us, around us, around us, wandering around, sometimes eating our own and digging our own.

Such thieves are wandering in the film, serial or drama line as well. To whom you write your short story or the idea of a new subject, first of all, he gives advice and suggestions in your subject as if he himself has won Bharat Ratna among the writers and gives examples of absurd examples of changing the subject or introducing something new in it. One form of plagiarism is theft of subject in which new films are made from old films, new songs are composed from the tunes of old songs, serials are written from the plots of old films and dramas are written in the name of originality by stealing the subject of the film... Inspire ", such thieves don't even think that the new generation may not know, but the old generation, as soon as they see your subject matter, understand from where you have done this feat, the same sweet, you have different colors, shapes, packing. , fancy box and how many times you can sell it by giving a name, if the customer who buys sweets in the market knows that this product is old, then according to the market demand, he should distribute such sweets to his relatives and fulfill the immediate need.


One should also have the ability to steal. The same thing that is stolen from is sitting, if you literally steal, many people will laugh that brother, this is a thief as well as a fool, who does not even know how to steal, something like thieves on the Internet. They are wandering around trying to weave new things out of old things and writing. And sometimes they become famous in the public and sometimes they become a laughing stock.

A thief who has become a Daneshwari by stealing is worshiped in public, but mocked in front of a mirror.

Astu...

He who understands is wise

GOOGLE TRANSLATE 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...