Skip to main content

Independence Day Excitement [ સ્વતંત્રતા દિવસનો ઉભરો ]

 

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હતો અને 14 મી ઓગસ્ટે જ અમારી સોસાયટીનાં લોકોના મનના ઉભરા બહાર નીકળી રહ્યા હતા. સાંજે મિટિંગ થઈ, સોસાયટીની મિટિંગમાં જેવા વાર્તાલાપ થયા એવા કદાચ તમારી સોસાયટીમાં પણ થયા હશે, પ્રસ્તુત છે એક નાનકડી ઝલક



અરે તારી પાસે સફેદ ઝભ્ભો છે ને..? અલ્યા ખાલી શોક સભામાં જ સફેદ લેંઘો ઝભ્ભો ન પહેરાય, સ્વતંત્રતા દિવસે પણ પહેરાય, અને હા નાના નાના તિરંગા લઈ લેજે, સોસાયટીના જેટલા છોકરાઓ છે એ બધાને એક એક નાનો તિરંગો આપીશું, અને મોટા ઝંડા પણ લેજેને બધાને ઝંડા પણ આપીશું, અને હા બધી લેડીઝ ને કહેજે કે તિરંગા રંગના ડ્રેસ હોય ને, તો ઝંડા વંદન વખતે એ પહેરીને આવે, અરે એક કામ કરને...સોસાયટીની બધી લેડીઝ પાસે લગભગ વ્હાઈટ પંજાબી તો હશે જ આપણે બધાને તિરંગા રંગનો દુપટ્ટો ગિફ્ટ આપીએ અને હા...મોટા ઝંડા લઈને આપીએ, બધાના ઘરની બારી પર મોટા ઝંડા દેખાવા જોઈએ...આપણી સોસાયટી એકદમ દેશભક્ત લગાવી જોઈએ...સવારે લાલ કિલા પરથી મોદી સાહેબ નું ભાષણ સ્પીકર પર લગાડીશું...અને દેશ ભક્તિ નાં ગીતો આખો દિવસ વાગવા જોઈએ. 

બધા પાસે ૫૦૧/ લીધા છે, સવારે 8:30 વાગે આપણે બધા મળીશું અને ઝંડા વંદન કરીશું અને પછી જલેબી ફાફડા, વણેલા ગાંઠિયા, ઢોકળા, ખાંડવી અને ચા કૉફી ની પાર્ટી કરીશું, સોસાયટીમાં જેટલા પાસે બાઈક, સ્કૂટર છે એ બધાના સ્કૂટર પર એક એક ઝંડો બાંધી સોસાયટી થી લઈને બોરીવલી સ્ટેશન સુધી આંટો મારી આવશું, પાછા આવ્યા પછી ફરી ચા, કૉફી અને ઈડલી વડા...અને પછી બપોરના સરસ જગ્યાએ જમણવાર, યાર 15 મી ઓગસ્ટ છે ભાઈ જલસા તો કરવાના ને...દેશ માટે આપણને ગર્વ હોવો જોઈએ, સ્વતંત્રતા દિવસ આનંદ પર્વ હોવો જોઈએ. સાંજે કરાઉકે પર જેને દેશભક્તિના ગીત ગાવા હોય એ ગાય, હું હાજર નથી ભાઈ, હું મારી ફેમિલી સાથે ગદર જોવા જવાનો છું.

અને હા સાંજે છ વાગ્યાની આસપાસ વોચમેનને કહેજે કે ઝંડો ઉતારી લે, અને આપણા સોસાયટીની ઓફિસમાં સ્ટોર રૂમ માં મૂકી દે અને બીજા સોસાયટીમાં નીચે, આડા અવળા...નાના મોટા ઝંડા પડ્યા હોય કે ગેટની બહાર પણ આજુબાજુ રસ્તામાં કોઈ ઝંડા પડ્યા હોય ને તો એ લઈને સાઈડ પર મૂકી દે અને જેટલાના ઘરે ઝંડા આપ્યા છે, જો એ લોકો સાચવીને રાખતા હોય તો ઠીક છે, અને ઝંડા પાછા આપે ને તે બધા ઝંડા સોસાયટીના ઓફિસમાં સ્ટોર રૂમમાં મુકાવી દેજો, આવતા વર્ષે કામ આવશે. સ્વતંત્રતા દિવસ વર્ષમાં એક વાર તો આવે છે યાર.

આમ અમારી સોસાયટીમાં એક દિવસનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો...

સમજે તે સમજદાર 

તમારે ત્યાં કેમ હતો ? કહેજો યાર...


15th August Independence Day was coming and on 14th August itself, the minds of the people of our society were coming out. An evening meeting was held, the conversations that took place in the society meeting may have taken place in your society too, here is a small glimpse.
Hey you have a white robe right..? Alya, don't wear white lehengas only in mourning meetings, wear them on independence day too, and yes carry small tricolors, we will give small tricolors to all the boys in the society, and also carry big flags and give flags to all, and yes all the ladies. Let's say if there is a tricolor dress, then wear it during the flag salutation, oh by doing one thing...all the ladies of the society will have almost white Punjabi, we should gift all of them a tricolor dupatta and yes...carry a big flag. , big flags should be displayed on the windows of everyone's house...our society should be very patriotic...we will play Modi sahib's speech from red fort on the speaker in the morning...and patriotic songs should be played throughout the day.
All have taken 501/, at 8:30 AM we will all meet and salute the flag and then have a party of jalebi fafda, woven knots, dhokla, khandawi and cha coffee, all who have bikes, scooters in the society one by one on their scooters. We will march from society till borivli station with flag tied, after coming back tea, coffee and idli vada again...and then lunch at a nice place, yaar 15th august bro bhai jalsa to karina...we should be proud of the country Independence Day should be a celebration. Who wants to sing a patriotic song on karaoke in the evening sing, I'm not here bro, I'm going to watch Ghadar with my family.
And yes, around six o'clock in the evening, ask the watchman to take down the flags, and put them in the store room in our society's office, and down in the other society, horizontally...small flags, or even outside the gate, if there are any flags lying on the road around. Take it aside and put the flags in the houses of those who have given them, if those people keep them then it is okay, and return the flags and put all the flags in the store room in the office of the society, it will come in handy next year. Independence day comes once in a year man.
Thus one day independence day was celebrated in our society...
He who understands is wise
Why were you there? tell me man...



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...