Skip to main content

Love Letter [ પ્રેમપત્ર ]

 



મિત્રો, 

ઘણાં કહેતા હોય કે બ્લોગ લખવાના વિષય મળવા અઘરા છે, જો...કે જેને લખવું હોય એના માટે વિષય શોધવા અઘરા ન હોય, વિષય મળે ત્યારે મનમાંથી અસ્તુ ને બદલે તથાસ્તુ નીકળે તો મજા પડે.

આજે એક મજેદાર વિષય મળ્યો જે બહુ જૂનો અને જાણીતો છે, સાથે અજુગતો છે, "પ્રેમ પ્રકરણ" , યસ, હમણાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાંચ્યા "૬૦ વર્ષના દાદા નું 30 વર્ષથી ચાલતું પ્રેમ પ્રકરણ એમની પત્નીએ ( દાદીએ )પકડી પાડ્યું,  60 વર્ષે પણ દાદાના દિદાર જવાનના શાહરુખ ખાન જેવા હતા, દાદીને એમ કે મારા એ તો રામ જેવા છે, પણ આ રામ, આરામના સમયમાં ક્યાં ક્યાં નામ લખાવી આવ્યા છે એની હમણાં ખબર પડી, દાદીને દાદાના પરાક્રમ 60 માં વર્ષે તિજોરીના કોક ખૂણા માંથી એક કવરમાં બીડાયેલા પ્રેમપત્રો દ્વારા પ્રગટ થયા, દાદી દાદાના પ્રેમપત્રો વાંચતા બેભાન થઈ ગયા અને દાદા સભાન અવસ્થામાં આવી ગયા. 60 વર્ષના સહેજાદા સલીમ એ પોતાની ઓરીજીનલ અનારકલીને પાણી છાંટીને ઉઠાડી અને અનારકલીએ તલવાર ખેંચી, કાકાની બોચી પકડી અને આખો મામલો પોલીસમાં ગયો, દાદાએ આખું પ્રેમ પ્રકરણ કબુલ કર્યું અને જણાવ્યું કે હા આજે પણ હું એ ભાવના બેન ને ( નામ બદલ્યું છે, અને ભાઈ આપણા માં દરેક નામ પાછળ ' બેન ' કહેવાનો રીવાજ છે. ) ચાહું છું, પણ મેં મારી પત્ની અને સંતાનો સાથે ગદ્દારી નથી કરી, હવે દાદા નાં દિલને શું સમજવું ? આમાં જો કે મને લાગે છે ત્યાં સુધી દાદા ઓશો ચાહક હોવા જોઈએ, કેમ કે ઓશો એ કહ્યું છે ' મન મારીને જીવવા કરતા, મન ભરીને જીવવું સારું ' અને દાદા 60 ને વર્ષે પણ મોબાઈલના જમાનામાં મન ભરીને જીવતા હતા...પણ યાર પ્રેમ પત્રો નહોતા સાચવવા જોઈતા...તમે સાચવ્યા હોય તો સંભાળજો...

જોકે મોબાઈલ નહોતા ત્યારે પ્રેમ પ્રકરણ પત્ર વ્યવહાર દ્વારા જ આગળ વધતા, મારા એક મિત્ર સુંદર કન્યાને પ્રેમ કરતા હતા, પોતાની પ્રેયસી ને પ્રેમપત્રો દ્વારા એ અડધી ચોકલેટ પણ મોકલતા, જે એમની પ્રેયસી ને ગમતી, એકવાર પ્રેમિકાના પપ્પાએ પ્રેમ પત્ર પકડી પાડ્યો, ચોકલેટ પેલી ખાઈ ગઈ, અને પ્રેમનો પરપોટો ફૂટી ગયો. આજે બન્ને સુખી છે.

સ્કૂલના સમયમાં આવા કિસ્સા અનેક જોવા મળતા હું દસમીમાં ભણતો ત્યારે મારા એક મિત્રને ગુજરાતી વિષય ભણાવતા ટીચર સાથે પ્રેમ થયો હતો, એ હંમેશા ચોપડીમાં જોવાને બદલે ટીચરને જોયા કરતો કાળા બોર્ડ ની આગળ શ્યામ રંગના શ્યામલા બેન, અમે એને ખૂબ મનાવ્યો પણ નહીં માન્યો, આખરે એણે પ્રેમ પત્ર લખીને ગુજરાતી ટીચરના રજીસ્ટર માં મૂકી દીધી, ટીચરે પ્રેમ પત્ર વાંચ્યો અને મારો મિત્ર બધા વિષયમાં નાપાસ થયો, કેમકે પ્રેમપત્ર ટીચરે વાંચ્યા પછી પ્રિન્સિપલ સાહેબે વાંચેલો.

ફરી આપણે દાદા અને દાદી પર આવીએ તો દાદા ના પ્રેમપત્રો દાદીએ વાંચ્યા એના પછી પોલીસે વાંચ્યા અને આ સમાચાર અખબાર દ્વારા આખી દુનિયાએ વાંચ્યા. ટૂંકમાં પ્રેમ કરો તો સંભાળીને એમાં એ લગ્ન પછી પ્રેમ કરો તો બહુ સંભાળીને. ક્યારેક દીકરો જેને પ્રેમ કરતો હોય એની મમ્મીને પપ્પા છુપાઈ ને જોતા હોય...આવું થાય ત્યારે...ભવિષ્ય વિચારવા જેવું થાય...

જય હો...

સમજે તે સમજદાર



Friends,

Many people say that it is difficult to find a topic for writing a blog, but for those who want to write, it is not difficult to find a topic.

Found an interesting topic today which is very old and well-known, also strange, "Love affair", yes, just read a news on social media "60 year old grandfather's 30 year love affair caught by his wife (grandmother), 60 years But grandfather's grandfather was like Jawan's Shah Rukh Khan, grandmother thinks that I am like Ram, but this Ram, in the time of rest, I found out now where the names have been written, grandmother's love letters stuck in a cover from the corner of the vault in the 60th year of grandfather's feat. Revealed by, Grandmother faints while reading Grandfather's love letters and Grandfather regains consciousness. 60-year-old Sagitada Salim splashes water on her original Anarkali and Anarkali draws sword, grabs uncle's bochi and the whole matter goes to the police, Grandfather confesses the entire love affair and tells Yes, even today I still love Ben (the name has been changed, and it is customary to say 'Ben' after each name, brother), but I have not betrayed my wife and children, now what is the heart of grandfather to understand? In this though I think Dada Osho must be a fan, because Osho said 'It's better to live with your mind than to kill yourself' and Dada lived with your mind even in his 60s in the age of mobiles...but yaar love letters Shouldn't have saved it... if you saved it, handle it...

Although love letters were not mobile, moving through the transaction, a friend of mine was in love with a beautiful girl, even sending half a chocolate through love letters, which his lover liked, once the lover's father caught the love letter and ate the chocolate. And the bubble of love burst. Today both are happy.

Many such cases were seen during school time. When I was studying in class 10, one of my friends fell in love with a teacher who taught Gujarati subjects. Instead of looking at the book, he always looked at the teacher in front of the black board. He was a dark-skinned boy. After writing the letter and putting it in the Gujarati teacher's register, the teacher read the love letter and my friend failed in all the subjects, because after the teacher read the love letter, the principal read it.

Again, if we come to grandfather and grandmother, after grandfather's love letters were read by grandmother, the police read them and the whole world read them through the news paper. In short, if you love with care, then love after marriage with a lot of care. Sometimes the father secretly watches the mother of the son whom he loves...when this happens...it's like thinking about the future...

Jai Ho...

It is wise to understand

Comments

  1. આ બ્લોગ વાંચ્યા પછી અને ઓરિજીનલ અનારકલીની તલવારના ડરથી કોણ જાણે કેટલાય કાકાઓ સંતાડી રાખેલાં પ્રેમપત્રોને ફાડવા લાગ્યા હશે. અને કોણ જાણે કેટલાય પોલીસ અધિકારીઓ કાકાનાં પ્રેમપત્ર વાંચીને પ્રેરણા પામ્યા હશે. ☺️😍🌹

    ReplyDelete
  2. Ati sunder 🎉🎉🎉

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...