"વક્રતુંડ
મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા"
ગણપતિ બાપ્પા મોરિયા, મિત્રો મોરિયા આપણે બોલી તો દઈએ છીએ પણ શું
તમે જાણો છો ? મોરિયા એટલે શું ? ગણપતિ નાં સૌથી મહાન ભક્ત નું નામ મોરિયા, જી હા, મોરિયા એક કર્ણાટકના સંત હતા. મરાઠી ગ્રંથોમાં ઉલ્લેખ
મુજબ આ સંત ગણેશજીના બહુ મોટા ભક્ત હતા અને બાપ્પાએ જાતે તેમને આશીર્વાદ આપ્યા
હતા. મોરિયા ગોસાવી શાલિગ્રામ કર્ણાટકના બિડાર ગામમાં 14મી સદીમાં જન્મ્યા હતા. તેમણે
આકરુ તપ કરીને ગણપતિ દાદાની આરાધના કરી હતી. એવું મનાય છે કે ગણપતિ દાદાએ
મયુરેશ્વરના સ્વરૂપમાં સાક્ષાત મોરિયાને દર્શન આપ્યા હતા. ગણેશજીએ જ્યારે મોરિયાને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે
કહ્યું કે તે ગણેશજી સાથે એક થવા માંગે છે. આથી તે દિવસથી મોરિયાનું નામ ગણપતિ
દાદાના નામ સાથે જોડાઈ ગયું છે. અને તહી ગયું ગણપતિ બાપ્પા મોરિયા,
બાપ્પા
નાં શરીરની રચના પરથી અનેક ગુઢ રહસ્યો સમજાય છે,
ગણપતિનું
માથું
ગણપતિનું માથું ઘણું મોટું છે. જે શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની
બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. બુદ્ધિ અને વિવેકબુદ્ધિની મદદથી વ્યક્તિ મોટામાં મોટી
સમસ્યાઓને પણ સરળતાથી ઉકેલી શકે છે. આ સિવાય તમારી વિચારસરણી હંમેશા મોટી રાખવી
જોઈએ.
ગણપતિની નાની આંખો
ભગવાન ગણેશની આંખો ખૂબ નાની છે, જે ગંભીરતા સાથે વિચારવાનું ચિંતન નું પ્રતીક
છે. ચિંતન વ્યક્તિના સ્વભાવમાં ગંભીરતા લાવે છે અને તેને દરેક પરિસ્થિતિના ઉકેલ
તરફ દોરી જાય છે.
ગણપતિના કાન
ગણપતિના કાન ખૂબ મોટા હોય છે. જે વ્યક્તિને સતર્ક રહેવાની પ્રેરણા આપે છે. આ
સિવાય ગણપતિના કાનથી એ પણ જાણવા મળે છે કે જે કોઈ પણ જ્ઞાનની વાત કરે છે તેને
ધ્યાનથી સાંભળો. મનન કરો અને પછી કોઈ પણ નિર્ણય પોતાની વિવેકબુદ્ધિના આધારે લો.
જેમ સુપડાથી અનાજ નો કચરો કાઢી શકાય એમ સુપડા જેવા કાનથી સારી વાતો ગ્રહણ કરી ન
ગમતી વાતોને સાફ કરી શકાય.
ગણપતિની સૂંઢ
ગણપતિની સૂંઢ હંમેશા હલતી રહે છે જે શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં સક્રિય
રહેવું જોઈએ. સક્રિય વ્યક્તિ શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રહે છે અને કોઈપણ
પરિસ્થિતિમાં સરળતાથી કાબુ મેળવી શકે છે.
ગણપતિનું પેટ [ લંબોદર ]
ગણપતિનું પેટ ઘણું મોટું છે. આમાંથી આપણે શીખીએ છીએ કે જીવનમાં ઘણું શીખવા, જોવા અને
સાંભળવા મળશે. જે યોગ્ય છે તે તમારી પાસે રાખો અને તેને પચાવી લો. જો તમે આ કળા
શીખી જશો, તો તમે દરેક નિર્ણય સમજદારીથી લેતા શીખી શકશો.
ગણપતિનું વાહન
આટલું ભારે શરીર ધરાવતા ગણપતિએ ઉંદરને પોતાનું વાહન બનાવ્યું છે. જે મન નું
પ્રતિક છે, ઉંદર મામા ની જેમ મન પણ અહી તહી ભાગે છે, એટલે એના ઉપર કાબુ જરૂરી છે.
જો કે હવે ગણપતિ કેટલા મોટા એ એમની મૂર્તિ ની સાઈઝ પરથી નક્કી થાય, અને દરેક નાં પોતાના ‘રાજા’
લાલબાગ ચા રાજા, ગણેશ ગલ્લી ચા રાજા, નવજીવન ચા રાજા...કાંદિવલી ચા
રાજા, આ બધા રાજા નાં આશીર્વાદ લેવા દોડે પ્રજા. બાકી તો
દરેક ઘરમાં બાપ્પા છે જ. જય હો...
સમજે તે સમજદાર.
"वक्रतुंड महाकाय सूर्यकोटि
समप्रभ: निर्विघ्नं कुरुमेदेव सर्वकार्येषु सर्वदा"
गणपति बप्पा
मोरिया, मित्रों
मोरिया, हम बोलते तो
हैं, लेकिन क्या
आप जानते हैं? मोरिया क्या
है? गणपति के
सबसे बड़े भक्त का नाम मोरिया था, जी हां, मोरिया कर्नाटक के संत थे। जैसा कि मराठी ग्रंथों में बताया गया है, यह संत भगवान गणेश के बहुत बड़े
भक्त थे और बप्पा ने स्वयं उन्हें आशीर्वाद दिया था। मोरिया गोसावी शालिग्राम का
जन्म 14वीं शताब्दी में कर्नाटक के बीदर गांव में हुआ था।
उन्होंने कठोर तपस्या करके गणपति दादा की आराधना की। ऐसा माना जाता है कि गणपति
दादा ने असली मोरया को मयूरेश्वर के रूप में दर्शन दिये थे। जब गणेश ने मोरया से
वरदान मांगने को कहा तो उन्होंने कहा कि वह गणेश से मिलना चाहते हैं। इसलिए उस दिन
से मोरिया का नाम गणपति दादा के नाम के साथ जुड़ गया। और विलीन हो गए गणपति बप्पा
मोरिया,
बप्पा के
शरीर की संरचना से कई गहरे रहस्य समझ आते हैं I
गणपति का
सिर
गणपति का
सिर बहुत बड़ा है. जो सिखाता है कि हर परिस्थिति में अपनी बुद्धि का प्रयोग करना
चाहिए। बुद्धि और विवेक की मदद से व्यक्ति बड़ी से बड़ी समस्या को भी आसानी से हल
कर सकता है। इसके अलावा आपकी सोच हमेशा बड़ी होनी चाहिए.
गणपति की
छोटी-छोटी आंखें
भगवान गणेश
की आंखें बहुत छोटी हैं, जो चिंतन, गंभीरता से सोचने का प्रतीक हैं।
चिंतन व्यक्ति के स्वभाव में गंभीरता लाता है और उसे हर स्थिति के समाधान की ओर ले
जाता है।
गणपति के
कान
गणपति के
कान बहुत बड़े हैं. जो व्यक्ति को सतर्क रहने के लिए प्रेरित करता है। इसके अलावा
गणपति के कानों से यह भी पता चलता है कि जो भी ज्ञान की बात करता है उसे ध्यान से
सुनना चाहिए। विचार करें और फिर अपने विवेक के आधार पर ही कोई निर्णय लें।
गणपति का
सुंड
गणेश जी की सुंड
हमेशा चलती रहती है I जो हर परिस्थिति में सक्रिय रहने
की सीख देती है। एक सक्रिय व्यक्ति शारीरिक और मानसिक रूप से फिट रहता है और किसी
भी स्थिति से आसानी से निपट सकता है।
गणेश जी का
पेट [लंबोदर]
गणपति का
पेट बहुत बड़ा है. इससे हमें यह सीख मिलती है कि जीवन में सीखने, देखने और सुनने के लिए बहुत कुछ
है। जो सही है उसे रखो और पचाओ. अगर आप यह कला सीख लेंगे तो हर फैसला सोच-समझकर
लेना सीख जाएंगे।
गणपति का
वाहन
इतने भारी
शरीर वाले गणपति ने चूहे को अपना वाहन बनाया है। जो मन का प्रतीक है, चूहे मामा की तरह मन भी हमें मामा
बनाकर इधर-उधर भागता रहता है इसलिए इसे नियंत्रित करना जरूरी है।
वैसे तो
गणपती की आराधना का कोई अंत नहीं पर मन पर काबू रखकर यहा विराम ले रहा हु I
हांलाँकि, अब गणपति कितने बड़े हैं यह उनकी
मूर्ति के आकार से तय होता है, और हर किसी का अपना 'राजा' है लालबाग
चा राजा, गणेश गली चा
राजा, नवजीवन चा
राजा... कांदिवली चा राजा, ये सभी लोग
उन्हें ढूंढने के लिए दौड़ते हैं। राजा का आशीर्वाद. वरना हर घर में एक पिता होता
है. जय हो...
समझे वो
समजदार I
માહિતીપ્રદ લેખ છે. ગણપતિ બાપ્પા મોરિયા વિષે ઓછી જાણીતી વાતો કરી છે. છેલ્લે છેલ્લે ટકોર કરી છે કે ઘરમાં જે બેઠા છે એને ભૂલીને બહાર દોટ મૂકો છો એ બાબતે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
ReplyDeleteતા.ક.
"અને તહી ગયું ગણપતિ બાપ્પા મોરિયા"
જોડણી સુધારવા વિનંતી છે.
"અને થઈ ગયું ગણપતિ બાપ્પા મોરિયા" હોવું જોઈએ.