કાગડો...
મિત્રો, ગણપતિ બાપ્પા
એમના ઘરે ગયા અને પિતૃઓ નો મહિનો આવ્યો, આ મહિનામાં કાગડાની
ડિમાન્ડ વધી જાય, આ ‘પહોંચેલા’ સમાજમાં
સૌથી ‘પહોંચેલો’ કાગડો કહેવાય કેમકે કાગડાની પહોંચ તમારા - મારા પિતૃ સુધી હોય
છે...એટલે જ શ્રાદ્ધ પર્વમાં કાગવાસ નાખી પિતૃ સુધી એમને મનગમતી વાનગી
"કાગવાસ" નાં નામે મોકલાય છે.
ભાદરવી પુનમથી
ભાદરવી અમાસ સુધી આ શ્રાધ્ધનું પર્વ મનાવાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો
મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ આ દિવસો મહત્ત્વના છે. ઘરોની છત કે બિલ્ડીંગની પાળીઓ પર ખીર પુરી
સહિતનાં સંપુર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાધ્ધ પક્ષમાં જોવા મળે છે.
આપણા દરેક
વાર-તહેવાર કોઈ વિશેષ તિથિ રીતિ-રિવાજોની પાછળ આપણા ઋષિમુનિઓનું ખુબ ઊંડુ ચિંતન
થયું છે, જેના વૈજ્ઞાનિક કારણો પણ
છે.
આજની આવનારી
પેઢીને આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને અંધશ્રદ્ધામાં ખપાવવાની ટેવ પડી છે, કદાચ એ યુવાનો શ્રાદ્ધની પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્ય આપણાથી
અજાણ હશે, ઘણી બધી વસ્તુ કદાચ એવી
પણ હોય જે એ વખતનાં સમય સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હોય.
શ્રાધ્ધ કરવાની
પરંપરા આજકાલની નથી. મહાભારત કાળ પહેલાં થઈ ગયેલાં રામાયણ કાળમાં પણ શ્રાદ્ધ
વિધિનું વર્ણન સાંભળવા મળ્યું છે. રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે
રાજા દથરથનું શ્રાદ્ધ કર્યું હતું. માતા સીતા પાસે ગયાજીમાં નદીમાંથી બે હાથ
પિંડદાન લેવા માટે લંબાવવામાં આવ્યા હોવાનું સુવિદિત છે. રામ સાધન સામગ્રી લેવા
ગયા હોવાથી નદી કિનારે બેઠેલા સીતા માતા પાસે કશું જ ન હોવાથી રેતનાં પિંડનું દાન
કર્યું હોવાનું અને રાજા દશરથની મુક્તિ થઈ હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
આ ઉપરાંત
મહાભારતનાં અનુસાશન પર્વમાં પણ ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી એવી
વાતો જણાવી હતી જે વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારત પ્રમાણે, સૌથી પહેલો શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ
મુનિએ આપ્યો હતો. આમ સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી. ત્યારબાદ
અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીમે ધીમે ચારે વર્ણનાં લોકો શ્રાદ્ધમાં
પિતૃઓને અન્ન આપવા લાગ્યા. લગાતાર શ્રાદ્ધનું ભોજન કરતા-કરતા દેવો અને પિતૃઓ પૂર્ણ
તૃપ્ત થઈ ગયા.
હિન્દુ ધર્મમાં
ત્રણ પ્રકારનાં ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ
ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાધ્ધવિધિ હિન્દુ
ધર્મનુ અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર તેમાં થોડા ફેરફાર ચોક્કસ આવ્યા છે, પરંતુ શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નાખવાની પ્રથા હજી આજે પણ
યથાવત છે.
શ્રાદ્ધ પક્ષમાં
જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે એની પાછળ એનું વૈજ્ઞાનિક તથ્ય
રહેલું છે. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક સમન્વયની ભાવના છે. ભાદરવા મહિનામાં
કફ અને પિત્તનાં રોગો વધુ પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનું કામ કરે છે.
વરસાદ પછી પડતાં આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે જેના
ભરાવાથી વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે અને તેનું શમન
અનિવાર્ય છે. માટે જ દૂધપાક કે ખીર બનાવીને આ ૧૫ દિવસ સુધી ખાવામાં આવે છે જેથી આ
બધા વિકારોનું શમન થઈ જાય.
હવે પ્રશ્ન એક જ
કે શ્રાદ્ધ માં પિતૃ ને તૃપ્ત કરવા ભોજન કાગડાને જ કેમ બીજું કોઈ પક્ષી કેમ નહિ? હિન્દુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે
છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રનાં પુત્ર જયંતે જ સૌથી પહેલાં કાગડાનું સ્વરુપ ધારણ
કર્યું હતું.
આ કથા ત્રેતા
યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને
સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી
નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે શ્રી રામે તેને વરદાન આપ્યું
કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધું જ પિતૃઓને મળશે.
ત્યારથી શ્રાદ્ધ
નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. કાગડાને ભોજન
કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે કે કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે
છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે. આ તો થઇ આપણી
ધાર્મિક માન્યતા પણ નવી પેઢીને હંમેશા ધાર્મિક માન્યતાની સાથે પર્યાવરણ સબંધિત કે
વૈજ્ઞાનિક તથ્ય વધુ મગજમાં બેસે છે.
તો એની પાછળ આ
પક્ષીનું મહત્વ પણ જાણીયે. મોટા ભાગે કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે. આ નાના
નાના બચ્ચા હજી જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા. તેથી કાગડાનાં બચ્ચાઓ કાગવાસ
થકી પોષણ મેળવે છે અને તેના બચ્ચાઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી જાય છે અને
કાગડાઓની નવી જનરેશન ઉછરી જાય છે.
કાગડાઓ સૃષ્ટિને
સ્વચ્છ કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ
મદદ કરે છે. આ બંને વૃક્ષોનાં ટેટા કાગડો ખાય છે અને તેના પેટમાં પ્રોસેસ વડે તેને
બહાર કાઢે છે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે. આ બંને
વૃક્ષોનું મહત્વ આપણે ક્યાં નથી જાણતા.
શક્ય હોય તો આ
બધી માન્યતા કે રીતિ-રિવાજો વિશે આપણે પણ માહિતી મેળવીયે અને આપણી સંસ્કૃતિનો આ
અમૂલ્ય વારસો આવનારી પેઢી પણ જાળવે એ માટેની સાચી સમજ આપીયે. કોઈ પણ ધાર્મિક પર્વ
કે રીતિ-રિવાજો પાછળ એની સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કે પર્યાવરણીય પાસાઓ સંબંધિત
સાચી માહિતી આપીએ તો આવનારી પેઢીમાં શ્રદ્ધાનાં બીજ ચોક્કસ રોપાશે.
અંતમાં કાગડા
વિશેની ચાર લાઈનો સાથે અસ્તુ
દેખાતો રોજ એ
બેસતો બારીએ ફાંકડો,
કાળો ભમ્મર
ચમકદાર શાનદાર કાગડો,
કાં કાં કાં
કરીને કહેતો કંઈક અટપટું,
કદાચ અહીંનું તહી
કરતો એ બાપડો.
મારો બેટો કાગડો.
ટૂંકમાં આપણી
આસપાસ એકાદ કાગડો તો હોય જ.
સમજે તે સમજદાર.
कौआ...
दोस्तों, गणपति बप्पा
अपने घर चले गए और पितरों का महीना आ गया, इस महीने में
कौए की डिमांड बढ़ जाती है, इस 'पहुंचे हुए'
समाज में सबसे ज्यादा 'पहुंचा हुआ' कौआ कहा जाता है I क्योंकि कौए की पहुंच आपके - मेरे से ज्यादा होती है इसलिए श्राद्ध
पर्व में पूर्वज तक मिस्ठान या उनकी पसंदीदा डिश "कागवास" के नाम से
भेजी जाती है।
आस्था का यह पर्व भाद्रपद पुनम से
भाद्रवी अमावस्या तक मनाया जाता है। हिंदू संस्कृति के अनुसार, इन
दिनों को किसी भी अन्य हिंदू त्योहार की तरह ही पवित्र माना जाता है। ये दिन न
केवल धार्मिक बल्कि खगोलीय और पर्यावरण की दृष्टि से भी महत्वपूर्ण हैं। श्राद्ध
पक्ष में हम घरों या भवन की छतों पर खीर-पूड़ी सहित संपूर्ण भोजन का एक छोटा सा
हिस्सा पाते हैं।
हमारे ऋषियों-मुनियों ने हमारे
प्रत्येक विशेष त्यौहार और रीति-रिवाज के पीछे गहन विचार किया है, जिसके
वैज्ञानिक कारण भी हैं।
आज की आने वाली पीढ़ी अंधविश्वास में
हमारे धर्म से जुड़ी किसी भी चीज का सेवन करने की आदी हो गई है, हो
सकता है कि उन युवाओं को आस्था के पीछे के वैज्ञानिक तथ्यों की जानकारी न हो, कई
बातें उस समय की परिस्थितियों को ध्यान में रखकर भी तय की जा सकती हैं।
पूजा-अर्चना की परंपरा आज की नहीं है.
महाभारत काल से पहले हुए रामायण काल में भी श्राद्ध कर्म का वर्णन सुनने को मिला
है। रामचरित मानस में उल्लेख है कि भगवान श्री राम ने राजा दतरथ का श्राद्ध किया
था। कहा जाता है कि गयाजी में नदी से पिंडदान प्राप्त करने के लिए माता सीता को दो
हाथ फैलाने पड़े थे। सीता के नदी के तट पर बैठने का भी उल्लेख है क्योंकि राम
उपकरण लेने गए थे, उन्होंने रेत का एक ढेला दान कर दिया क्योंकि उनके पास कुछ भी नहीं
था और राजा दशरथ मुक्त हो गए थे।
इसके अलावा महाभारत के अनुशासन पर्व
में भीष्म पितामह ने युधिष्ठिर को श्राद्ध के बारे में कई बातें बताई थीं जो आजकल
बहुत कम लोग जानते हैं। महाभारत के अनुसार प्रथम श्राद्ध का उपदेश महर्षि अत्रि
मुनि ने किया था। इस प्रकार सबसे पहले महर्षि निमि ने श्राद्ध का प्रारम्भ किया।
फिर अन्य महर्षि भी श्राद्ध करने लगे। धीरे-धीरे चारों वर्णों के लोग श्राद्ध में
पितरों को भोजन देने लगे। लगातार श्राद्ध का भोजन खाने से देवता और पितर तृप्त हो
गए।
हिंदू धर्म में तीन प्रकार के ऋण बताए
गए हैं, देव ऋण, ऋषि ऋण और माता-पिता ऋण। इन तीन ऋणों
में पितृ ऋण से मुक्ति पाने के लिए श्राद्ध किया जाता है। पूजा-पाठ हिंदू धर्म का
अभिन्न अंग है। समय और परिस्थिति के अनुसार इसमें कुछ बदलाव जरूर हुए हैं, लेकिन
श्राद्धपक्ष में कागज डालने की प्रथा आज भी कायम है।
इस बात के पीछे एक वैज्ञानिक तथ्य भी
है कि श्राद्ध पक्ष में भोजन में दूध या खीर ही खाने की सलाह दी जाती है। इसके
पीछे स्वास्थ्य और प्राकृतिक सद्भाव की भावना है। भाद्रव मास में कफ और पित्त रोग
अधिक होते हैं। खीर उसे शांत करने का काम करती है. बारिश के बाद तेज धूप के कारण
शरीर में पित्त की मात्रा बढ़ जाती है, जिसके जमा होने
से व्यक्ति में पित्त या रक्त विकार जैसे रोग हो जाते हैं और इसका शमन अपरिहार्य
है। इसीलिए दूधपाक या खीर बनाकर 15 दिनों तक खाया जाता है ताकि ये सभी
विकार दूर हो जाएं।
अब सवाल वही है कि श्राद्ध में पितरों
को तृप्त करने के लिए कौए को ही भोजन क्यों दिया जाता है, किसी
अन्य पक्षी को नहीं? हिंदू धर्मग्रंथों के अनुसार कौए को भगवान का पुत्र माना जाता है। यह
भी माना जाता है कि इन्द्र के पुत्र जयन्त ने सबसे पहले कौवे का रूप धारण किया था।
यह कहानी त्रेता युग की है. जब राम ने
अवतार लिया और जयन्त ने कौवे का रूप धारण कर सीता को घायल कर दिया। तब राम ने
ब्रह्मास्त्र की चिंगारी से जयंत की आंख पर प्रहार किया। जब उन्होंने अपने कृत्य
के लिए क्षमा मांगी तो श्री राम ने उन्हें वरदान दिया कि ‘तुम्हें अर्पित किया गया
भोजन सीधे पितरों को मिलेगा’
तभी से शास्त्रों में श्राद्ध के लिए
यह भोजन कौओं को देने का उल्लेख किया गया है। कागवास के रूप में कौवे को भोजन देने
की मान्यता है कि कौए द्वारा खाया गया भोजन सीधे पितरों तक पहुंचता है और इससे
पितर तृप्त होते हैं और उनका आशीर्वाद मिलता है। यही कारण है कि हमारी धार्मिक
आस्था में भी नई पीढ़ी के मन में हमेशा धार्मिक आस्था के साथ-साथ पर्यावरणीय या
वैज्ञानिक तथ्य भी अधिक रहते हैं।
तो आइए जानते हैं इसके पीछे इस पक्षी
का क्या महत्व है। कौवे अधिकतर भाद्रव माह में अंडे देते हैं। ये छोटे चूज़े अभी
कीड़ों को पचाने में सक्षम नहीं हैं। तो कागज से कौवे के बच्चों को पोषण मिलता है
और खीर के भोजन से उसके बच्चों को पोषण मिलता है और कौवों की नई पीढ़ी बड़ी होती
है।
कौवे पर्यावरण को स्वच्छ बनाने में
महत्वपूर्ण भूमिका निभाते हैं। इसके अलावा वे कसावा और बरगद उगाने में भी मदद करते
हैं। कौआ इन दोनों पेड़ों के बलूत के फल खाता है और उन्हें अपने पेट में
प्रक्रियाओं के माध्यम से बाहर निकाल देता है, और जहां उसका मल
गिरता है वहां नरकट और पीप उग आते हैं। हम इन दोनों पेड़ों का महत्व नहीं जानते।
यदि संभव हो तो हमें भी इन सभी
मान्यताओं और रीति-रिवाजों के बारे में जानकारी प्राप्त करनी चाहिए और अपनी
संस्कृति की इस अनमोल विरासत को अगली पीढ़ी के लिए संरक्षित करने की सही समझ देनी
चाहिए। यदि हम किसी भी धार्मिक उत्सव या रीति-रिवाज के पीछे के वैज्ञानिक या पर्यावरणीय
पहलुओं के बारे में सही जानकारी देंगे तो अगली पीढ़ी में आस्था के बीज अवश्य रोपित
होंगे।
अंत में कौवे के बारे में चार
पंक्तियों सहित अस्तु
वह रोज खिड़की की दरार में बैठा नजर
आता था,
काली कलूटा पर था चमकीला कौआ,
का का का करते वो कहेता कुछ अटपटा सा I
यहा की वहा करता शायद बहका बहका सा I
मेरा बेटो कौवा.
हमारे आसपास भी कई कौवे होते है।
समझे वो समझदार I
Informative nice🙋
ReplyDeletesaras ..... informative blog. thanks Ashokji ...god bless you.
ReplyDeleteWahh
ReplyDelete