Skip to main content

dear mom,dad..love u.. [ જન્મદાતા.. ]

મિત્રો ,

નાનપણમાં જ્યારે પાઠશાળા જતો ત્યારે સૌ પ્રથમ શીખવાડતા કે સત્યં વદ, ધર્મંચર, માતૃ દેવો ભવઃ,પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ....સત્ય બોલવું, ધર્મ નું આચરણ કરવું , માતા દેવ તુલ્ય છે, પિતા દેવ તુલ્ય છે..આચાર્ય પણ દેવ તુલ્ય છે..વાત સાચી માતા પિતા નું સ્થાન તો દેવ કરતા પણ પ્રથમ આવે.. જેમના થકી આપણને આ જગત જોવા મળ્યું એ માતા પિતા વંદનીય છે જ અને હંમેશા રહેવા જ જોઈએ. પણ...


આજના આ જેટ,નેટ યુગમાં સંતાનોની સમજ જેમ જેમ વધતી જાય છે એમ એમ માતા પિતા નું મહત્વ ઘટતું જાય છે. નાટક માં એક જોક્સ અવાર નવાર આવતો હોય છે કે એક બાળક ગુગલ પર સર્ફિંગ કરે છે “ બાળકોને ઉછેરવાની સાચી રીત” અને મમ્મી બાળકને પૂછે છે કે દીકરા આ શું વાંચે છે..? ત્યારે બાળક કહે છે કે હું જોઉં છું તમે મારો ઉછેર બરાબર કર્યો છે કે નહિ..? આમ તો આ મોઢે સ્મિત લાવતો એક જોક્સ છે પણ માતાનાં મોઢે ન દેખાતો તમાચો છે. જે માતા પિતાએ બાળકને ભણાવવા, મોટો કરવા એમના સુખ દુ:ખની પરવા ન કરી હોય એ બાળક જ્યારે મમ્મી ને કહે કે “હું ચેક કરું છું કે તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહિ..?” ત્યારે લાગી આવે યાર...માતાપિતા હંમેશાં એના બાળકને સફળ જોવા ઈચ્છતા હોય..દરેક બાપની એક ઈચ્છા હોય કે ભવિષ્યમાં મારા દિકરા થકી મારી ઓળખ હોય..

જો કે આધુનિક સમયમાં, લોકો પોતાને સેટ કરવામાં માતાપિતાના અપસેટ મુડ ને નથી સમજી શકતા અને તેમની સાથે યોગ્ય રીતે વાત પણ કરતા નથી. બાળકો મોટા થાય ત્યારે સ્માર્ટ ફોન ની સાથે સાથે એ પણ વધુ સ્માર્ટ થઇ જાય છે..જો કે માં બાપ અને સંતાનો વચ્ચે નાં જનરેશન ગેપ નો વિષય આદિકાળથી લોકોને આકર્ષતો આવ્યો છે..પછી એ ફિલ્મો હોય, સીરીયલ હોય કે નાટકો..સંતાન અને માં બાપ વચ્ચેનાં ઘર્ષણ ને ગંભીર કે હાસ્ય રસ ની કલમે લખી પ્રેક્ષકો સમક્ષ હંમેશા પીરસાતા રહ્યા છે. એમાય જનરેશન ગેપ માં જીવતી કે સહન કરતી સાસુ વહુ ની જોડી તો બહુ ફેમસ થઇ ગઈ છે. જો મારા જ લખેલા નાટક “અમે તો આમ જ જીવીશું” માં એક વૃદ્ધાશ્રમ માં રહેતા મનમોજી વૃદ્ધો ની વાત હતી જેમણે સંતાનો માટે પોતાનું જીવન આપી દીધું અને સંતાનો દ્વારા જ અલગ અલગ કારણો થકી આશ્રમમાં રહેવા મજબુર થયા હતા...હસતા હસતા આંખો ભીની થતી અને ઘણાં લોકો ને પોતાની આપવીતી દેખાતી. આજ નાટક બાબતે હું ગોરાઈ ખાતેના ઓલ્ડ એજ હોમ [ વૃદ્ધાશ્રમ ] માં ગયો હતો..ત્યાના વૃદ્ધોને જોઈ આંખો ભીંજાઈ આવી હતી. એમના અનુભવો, આપવીતી સાંભળી ઈશ્વર ને ફરિયાદ કરવાનું મન થઇ આવ્યું કે આ લોકોનો શું વાંક ? પણ નસીબની ડાયરી ભલે વિધાતા લખે પણ એનું છેલ્લું પાનું આપણે અહિયાં જ સહી કરીને જવાનું હોય છે.

ટુકમાં.. ટૂંકમાં.. કરતા હું તો લખતો જ ગયો..હવે ફાઈનલી ટૂંકમાં...તમારા ઘરમાં મમ્મી પપ્પા ને ખુબ પ્રેમ કરજો..અને એ બોલે તો માત્ર સાંભળજો...એમને કોઈ સાંભળે એ બહુ ગમે..એમના અનુભવો શેયર કરવા કોઈ ન મળે ત્યારે તમે જો જો એ એકલામાં બડબડ કરતા હશે...જેમના થકી તમે છો એમને ક્યારે દુર નહિ કરતા..છેલ્લે નાનકડી કવિતા સાથે બ્લોગ ને વિરામ..

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો?

અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો?

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? 

હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો?

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
પ્રેમથી હાથ ફેરવીને બકાકહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો?

સમજે તે સમજદાર.

 

 Friends,

As a child, when I went to school, I was first taught that Satya Vad, Dharmanchar, Matru Devo Bhava, Pitru Devo Bhava, Acharya Devo Bhava .... God is equal .. the place of true parents comes even before God, through whom we saw this world, the parents are admirable and must remain forever. Also ...

In today's age of net, the importance of parents decreases as the understanding of children increases. In the play, a joke comes from time to time that a child is surfing on Google "the right way to raise children" and the mother asks the child what the son is reading ..? Then the child says that I will see if you have brought me up properly or not ..? So this is a joke that brings a smile to the mouth but a blow that is not visible in the mother's mouth. A parent who doesn't care about the child's happiness and sorrow when it comes to educating and raising a child when the child says to the mother, "I check if you are raising me properly or not ...?" Then it starts to happen man ... Parents always want to see their child successful..Every father has a wish that in the future  I will be known through my son ..


However in modern times, people do not understand the upset mood of the parents in setting themselves up and do not even talk to them properly. As children get older, they become smarter along with smart phones. However, the topic of generation gap between father and children has been attracting people since time immemorial. Be it movies, serials or dramas, children and The friction between father and mother is always presented in front of the audience by writing it in a serious or humorous way. The pair of mother-in-law living or suffering in the Amy Generation Gap has become very famous. If my play "We will live like this" was about a capricious old man living in an old age home who gave his life for his children and was forced to stay in the ashram for different reasons by his children ... his eyes were wet with laughter. And a lot of people seemed to be giving of themselves. About this play, I went to the old age home at Gorai. My eyes got wet when I saw the old people there. After listening to their experiences, I felt like complaining to God that what is wrong with these people? But even if Vidhata writes the diary of destiny, we have to sign the last page here.

In a nutshell .. in a nutshell .. I just started writing..now finally in a nutshell ... love mommy and daddy in your house very much..and just listen if he speaks When there is no one to do it, if you are blabbering on alone ... you will never get rid of the person you are through..then finally pause the blog with a short poem ..


In the shadow of surviving parents,

By speaking two words in Whalpan, let's take a look,

After the lips are parted,

What do you do with Ganga water?

Bless the distance,

Embrace a moment with a true heart,

Nat mastak when there is no life,

What do you do by bowing to the image?

Time will tell, goodbye,

Loving hand will never move on you,

Lakh karsho upaya te vatsal lhavo nahi male,

Then what do you do by putting a picture in the living room?

 

Haiyat hoy tyare haiyu tenu tharjo,

Spring comes in autumn, keep that deal,

After merging into Panchbhuta, this body,

What do you do by throwing the bone in the Ganges?

REPORT THIS A

You will get everything by spending money, you will not get parents,

Gone are the days, what will you do with millions?

You can't find someone who says 'baka' by turning his hand away from love

Then with borrowed love, what will you do with tears well?


Understandably sensible.

google translate.

©


Comments

  1. very true and touching article.. more then respect we should give our time to our parents at there old age

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...