Skip to main content

Why are you angry..? [ ગુસ્સો કેમ કરો છો..? ]

મિત્રો , 
  • મારા મિત્ર સરસ મજાનાં કામમાં બીઝી હતા.. ત્યાં અવાજ આવ્યો.."આ પાણીનો નળ જુઓને બંધ નથી થતો.."લગભગ પચ્ચીસમી વાર એમની પત્ની બોલી ત્યાં જ પતિદેવ ઉભા થયા અને ગુસ્સામાં નળ ની ટોટી  એટલી જોરથી ટાઈટ કરવા ગયા કે આજીવન નળ ખુલે જ નહિ અને નળની ટોટી આખી ફરી ગઈ અને નળમાંથી જ બ્હાર નીકળી ગઈ અને ઉડ્યો પાણીનો ફુવારો આખા કિચનમાં..
  • મમ્મીએ બન્ટી ને ખાલી એટલું જ કહ્યું કે આખો દિવસ શું પબજી રમ્યા કરે છે.ભણવાનું પણ કરને..ત્યાં તો બંટીએ  ગુસ્સામાં મોબાઈલ દીવાલમાં પછાડ્યો અને પબજીનાં બધાં સિપાઈઓ ક્યા વિખેરાઈ ગયા ખબર ન પડી..
  • પ્લેટફોર્મ પર ઉભેલા અને એકસો પચ્ચીસ ઓફિસમાં ઓડીશન આપ્યા બાદ એક પણ સીરીયલ કે ફિલ્મ માં કામ ન મળતાં એક ઉગતા કલાકારે..ગુસ્સામાં સામેથી ધસી આવતી ટ્રેન નીચે ક્યારે પડતું મૂકી દીધું ખબર જ ન પડી..
  • દિકરી બારમાંની પરીક્ષામાં ફેઈલ થઇ એટલે ઘરના બધા એને એટલું બોલ્યા કે દિકરીએ ગુસ્સામાં પોતાના રૂમમાં દીવાલ પર માથું પછાડ્યું અને દિકરીને તરત જ હોસ્પિટલ માં લઇ જવી પડી..જ્યાં તે આજે કોમા માં છે. 
મિત્રો , આ બધી જ ઘટનાઓ માં એક વાત સાવ કોમન છે ગુસ્સો..


યસ, ગુસ્સો જે હોય માત્ર અમુક પળ માટે પણ એ યાદગીરી એવી છોડી જાય કે ક્યારેક આખું જીવન પસ્તાવાનો વારો આવે. આજના સમયમાં તો ગુસ્સો કન્ટ્રોલ કરવો લગભગ અશક્ય થઇ પડ્યું છે. કેમકે એક તો લોકડાઉન એમાં બજાર ડાઉન એમાય કામ ડાઉન એમાં નો ઇન્કમ...સામાન્ય માણસનો એક જ મિત્ર..ગુસ્સો..અને ગુસ્સો કાઢવાનું હાથવગું સાધન  ઘરના લોકો..પત્ની, બાળકો કે ઘરની વસ્તુઓ..

મારા એક મિત્ર નાં ઘરે હું ગયો હતો ત્યાં એના દિકરાના રૂમની ઘરની દીવાલો ઉપર વિચિત્ર રાક્ષસો જેવા મોઢા ચીતર્યા હતા..મેં એના દિકરાને જ પૂછ્યું  કે આ શું છે ? તો મને કહે કે આ પપ્પા..મમ્મી આ મોટીબેન..અને આ મારી ટીચર..બધા સાથે એટલી નફરત કે બધાના વિચિત્ર મોઢા દીવાલ પર હતા..
મિત્રો ગુસ્સો ક્યારેય કોઈનો મિત્ર ન હોઈ શકે..અને એ આવે ત્યારે સુનામી સાથે લાવે..જે મનગમતી વસ્તુ કે સંબંધ ને ધ્વસ્ત કરી જાય..

ગુસ્સાને કાબુમાં રાખવાનું સિમ્પલ ગણિત છે શાંતિ..બે પળ માટે આંખ બંધ કરી ક્યાંક બેસી જવું..અથવા તો એ જગ્યા પરથી જ ખસી જવું..જ્યાં ગુસ્સાનું નિર્માણ થવાની તૈયારી હોય..આજની જનરેશનનાં નાના બાળકો ને આ શીખવાડવાની બહુ જ જરૂર છે..એમને જરાક કઈ કહો કે એ તરત ગુસ્સે થઇ જાય, 
પ્રેમી પ્રેમિકાના ગુસ્સામાં તો હમશા લગભગ પ્રેમીએ જ ન્હાઈ નાખવાનો વારો આવે..
પ્રેમિકા ને તો નારાજ થવાની મોનોપોલી ઇન બિલ્ટ હોય..જો કે એમાંય સરવાળે તો નુકસાન બંને ને જ થાય..સ્કુલ ટીચર અને વિદ્યાર્થી વચ્ચે જીત હમેશા ટીચરની થાય..જો કે એમાં એમની ઈચ્છા વિદ્યાર્થીના ભણતર ને સુધારવાની હોય..હા અમુક કેસ માં ટીચર પર્સનલ થઇ જતા હોય છે ત્યારે પસ્તાવાનો વારો આવે છે. અને વિદ્યાર્થીનાં પેરેન્ટસ ની માફી પણ માંગવી પડે છે. [ જાત અનુભવ ]

વાત વાતમાં ગુસ્સે થતા લોકો પણ બહુ જોયા છે જે પોતાનું કામ કરાવવા હમેશા ગુસ્સા નો જ સહારો લેતા હોય છે. જેને  સરવાળે દગાબાજ લોકો જ ભટકાતા હોય છે. 

વર્ષો પહેલા તમે કોઈને પ્રેમ કરતા હો એ અત્યારે પણ તમને પ્રેમ કરતાં હશે એ જરૂરી નથી..કદાચ એમને તો તમારા પ્રેમની ખબર પણ ન હોય..અને તમે એક તરફી પ્રેમ માં ગુસ્સે થઇ તમારા જ જીવન ની પથારી ફેરવતા હો..

તમારા બાળક ને ફોરેન ભણવા જવું છે અને તમારી એટલા બધા રૂપિયા ખરચવાની શક્તિ નથી અને બાળકને ચોક્ખી નાં પાડી દીધી કે નહિ જવા મળે અહિયાં જ ભણો..અને બાળકે ગુસ્સામાં કોઈ એવું પગલું લઇ લીધું કે આખો પરિવાર દુ:ખી થઇ જાય..

દોસ્તો..ગુસ્સાનો સામનો ગુસ્સાથી જ ન હોય..એના માટે એક વ્યક્તિએ શાંત રહેવું જ પડે તો જ બાજી બગડતી  અટકે..દરેક કામ ગુસ્સો કરવાથી પુરા ન જ થાય..

ગુસ્સો, ક્રોધ શા માટે આવે છે એ વાત ગીતાજી માં શ્રીકૃષ્ણએ જણાવી છે, તેમણે કહ્યું છે કે ‘ઇચ્છા પૂરી નહીં થવાથી, ધાર્યું નહીં થવાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધને લીધે માણસ સારાનરસાનો વિવેક ગુમાવી દે છે. શાણપણ ગુમાવી દે છે, સંસ્કારોની સ્મૃતિ ગુમાવી દે છે. એનાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય નષ્ટ થઈ જાય છે.’

શોર્ટ એન્ડ સિમ્પલ..ક્રોધ હંમેશાં પોતાનું ધાર્યું ન થાય, અપેક્ષા સંતોષાય નહીં, ઇચ્છાપૂર્તિ ન થાય ત્યારે જ આવે છે, એ સિવાય કોઈ સંજોગોમાં આવતો નથી કે આવી શકતો નથી. 

ગુસ્સો આવ્યો..ધેટ મીન્સ કે એ ક્યાંક હતો અને તમારામાં આવ્યો..તો તમે એને તમારી અંદર આવતા ન રોકી શકો..? જો એ આવે જ નહિ તો પ્રોબ્લેમ થાય જ નહિ..ગુસ્સાને કાબુમાં કરવાના ઉપાયો એક નહિ હજાર છે..યોગા, મેડીટેશન, શાંતિ..વગેરે,,
છેલ્લે..ક્રોધ વિશેનાં નુકસાન સાથે વિરામ..[ ગુસ્સે નહિ થતા યાર...]


ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે.

Anger (ક્રોધ) એ Danger (ભયાનક) થી એક જ શબ્દ પાછળ છે.

જ્યાં ક્રોધ હોય છે ત્યાં હમેશા દુખ હોય છે.

ક્રોધ મુર્ખતામાં શરુ થાય છે, અને પશ્ચાતાપ માં પરિણમે છે.

ક્રોધ એ ઓછા સમયનું ગાંડપણ છે.

જયારે જયારે તમે ગુસ્સે થાવ છો ત્યારે ત્યારે તમે તમારા હાર્ટ ને નુકસાન કરો છો. 

ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપણી જાત ઉપર લેવા બરાબર છે.

ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે.

ક્રોધના કારણ કરતા તેનું પરિણામ વધુ વેદનામય હોય છે.

ક્રોધ એસીડ જેવો છે, એ જેમાં રહેલો છે તેને પહેલા નુકશાન પહોચાડે છે.

સમજે તે સમજદાર. 

Friends,

My friend was busy with nice fun work .. there was a noise .. look at this water tap it doesn't stop And the faucet went all over and out of the faucet and a fountain of water flowed all over the kitchen.
Mom just told Bunty what Pubji has been playing all day. Even to study .. there Bunty angrily knocked on the mobile wall and did not know where all the Pubji sepoys were dispersed ..
After standing on the platform and auditioning in one hundred and twenty five offices, not a single serial or film could get a job, a rising artist..I don't know when the angry train fell down ..
The daughter failed the exam in the bar, so everyone in the house said so much that the daughter angrily hit her head on the wall in her room and had to take her to the hospital immediately ... where she is in a coma today.

Friends, one thing that is very common in all these incidents is anger.


Yes, anger, whatever it may be, leaves the memory for just a few moments, sometimes for the rest of your life. In today's world it is almost impossible to control anger. Because one is lockdown, the market is down, my work is down, there is no income ... the only friend of the common man..the anger..and the handy tool to get rid of anger is the people of the house..wife, children or household items ..

When I went to a friend's house, there were strange monsters on the walls of his son's room. I asked his son what it was. So tell me that this Dad..Mommy this Motiben..and this is my teacher..Have so much hatred with everyone that everyone's weird mouths were on the wall ..
Friends Anger can never be anyone's friend..and bring with it a tsunami when it comes..which destroys a favorite thing or relationship ..

The simple math of controlling anger is peace..sitting somewhere for a moment or sitting somewhere..or moving away from the place where anger is ready to build..there is a great need to teach this to the young children of today's generation Is .. tell him a little bit that he gets angry immediately, in the anger of the lover, it is almost always the turn of the lover to take a bath ..
If the girlfriend has a built-in monopoly to be annoyed..but the sum of these is the loss ..
The victory between the school teacher and the student does not always happen to the teacher. However, his desire is to improve the student's learning. Yes, in some cases, when the teacher is becoming personal, it is the turn of remorse. And the student's parents also have to apologize. [Quality experience]
I have also seen a lot of people who get angry in conversation, who always resort to anger to get their work done. In addition, only deceitful people wander.
It is not necessary that you love someone years ago and still love you..maybe they don't even know about your love..and you get angry in one sided love and turn the bed of your life ..
Your child is going to study abroad and you do not have the strength to spend so much money and if the child is not cleansed or not, study here..and the child took such a step in anger that the whole family would be sad ..

Guys..do not face anger with anger..for that a person has to stay calm, the game will stop getting worse..every work will not end with anger ..

In Gitaji, Lord Krishna explains why anger, anger comes, he says that ‘anger is created by not fulfilling a wish, not being expected. Anger causes a person to lose his sanity. Wisdom loses, memory of sacraments loses. It destroys the intellect and when the intellect is destroyed, man is destroyed. '

Short and simple .. Anger does not always come on its own, expectation is not satisfied, desire comes only when it is not fulfilled, except it does not come or cannot come under any circumstances.

Anger came..that means that it was somewhere and came in you..so you can't stop it from coming inside you ..? If it doesn't come then there will be no problem..there are not a thousand ways to control anger..yoga, meditation, peace..etc.
Finally..pause with the loss of anger .. [don't get angry man ...]


Anger robs a man of at least a minute of happiness.

Anger is one word behind Danger.

Where there is anger there is always sorrow.

Anger begins in foolishness, and results in repentance.

Anger is short-lived madness.

You hurt your heart whenever you get angry.

To be angry is to take revenge on ourselves for the sins of others.

Anger burns man from within.

The result is more painful than the cause of anger.

Anger is like acid, it harms what it contains first.

Understandably sensible.
google translate.

©

Comments

  1. yes we all need to learn the skill of anger management.. keep cool ..jay ho

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા