Skip to main content

hobby must go on..[ શોખ નો હોય જો વિષય..]

મિત્રો , 

આ લોકડાઉન માં જેટલું નુકસાન થયું છે એટલા જ તો ન કહેવાય પણ થોડાં ઘણા ફાયદા જરૂર થયા છે. અઢી ત્રણ મહિનાથી ઘરમાં ઘરકેદ રહેલા લોકોના મનમાં ધરબાયેલા શોખ પણ દૂધના ઉભરાની જેમ બ્હાર આવવા માંડ્યા.

નાનપણમાં પાળેલા કે વિચારેલા અથવા સ્કુલ કોલેજ કાળમાં વિચારેલા જે ફરજની જાળમાં સપડાઈને અધૂરા રહી ગયા હોય અથવા તો પુરા જ ન થયા હોય એવા શોખ આ લોકડાઉનમાં ઘણા દેખાયા. કેટલા ક્રિએટીવ મિત્રો, સગા સંબંધીઓ આપણી આસપાસ છે એ ખબર પડી.


જે સાહેબ આખો દિવસ ઓફિસમાં સ્ટાફ અને પ્યુન ની સાથે રહેતા હોય એ અચાનક ઘરના રસોડામાં સેન્ડવીચ અને પીઝા પાસ્તા બનાવવા લાગે તો કેવું લાગે, અરે યાર સારું જ લાગે..મનમાં રહેલો રસોઈયો લોકડાઉનમાં બ્હાર  આવ્યો..રસોઈ કળા પણ એક શોખ જ છે ને, ઘણી બહેનોએ ઘેર બેઠા પેઈન્ટીંગ કરવાનું શરુ કર્યું અને મનમાં ધરબાઈ રહેલા શોખ ને ફરી એક્ટીવ કર્યા, ગીટાર, વાંસળી નાં સુર ગમે, વગાડવાનું મન થાય પણ સમય નો અભાવ..આ વખતે ઓન લાઈન ગીટાર પણ શીખ્યા હશે અને વાંસળી કે તબલાની પણ સંગત કરી હશે ,   યોગા , મેડીટેશન , કવિતા પઠન , વાર્તા વાંચન, સારા પુસ્તકો વાંચવાનો શોખ હતો પણ એ  શોખ રોજના કામમાં ક્યાંક દબાઈ ગયો હતો, આ ફુરસદનાં સમયમાં પુસ્તકો પરની ધૂળ ખંખેરી એમાં રહેલા શબ્દો માણ્યા, કવિતા  લેખન કર્યું, અંગ્રેજી , ફ્રેંચ કે જર્મન ભાષા શીખવાનું બાકી હતું એ શોખ ઓનલાઈન ક્લાસ માં પુરા થયા હશે , ઝૂમ અને વેબિનાર પર અનેક લેકચર અટેન્ડ કર્યા હશે , 

શોખ નો વિષય હોય તો એ શોખ પૂરો કરતા સમય ક્યાં પસાર થઇ જાય ખબર જ ન પડે, અને કોણે કહ્યું કે આપણા શોખ પુરા કરવા સમય નથી હોતો , જો મનગમતી પ્રવૃત્તિ કરવી હોય તો સમય આપમેળે નીકળે જ , મેં ભગવદ ગીતા વાંચવાનું નક્કી કર્યું અને એ હવે પૂરી પણ થશે, પેઈન્ટીંગ બનાવ્યા , કવિતાઓ લખી , લઘુકથા પર હાથ અજમાવ્યો અને હા બ્લોગ લખવાનું સપનું હતું જે હવે પૂરું થયું..રોજ એકાદ વિષય પર મનમાં આવે એ લખી નાખું. 

મિત્રો શોખ સારા હોય એ જ સારું બાકી અમુક ચતુરને ઢંગધડા વગરના શોખ પણ હોય કે કોઈનો મોબાઈલ કે કોમ્પ્યુટર કેમ હેક કરવું , બીજાના વ્હોટસ એપ માં કેમ ઘૂસવું , અગાશીની પાળીએ ચાલવું , ઉભા રહીને એકટીવા ચલાવવું આ બધા શોખ નાં વિષય ખરા પણ આવા અઘરા શોખ પર અખતરા ન કરાય નહિ તો..આપણે વિચારીએ કે ચાર માણસો શું કહેશે..અને છેલ્લે ચાર માણસો એટલું જ કહે.." રામ નામ સત્ય હૈ "

તો ટૂંકમાં તમે પણ તમારા મનના કોઈ સારા શોખ ને ફરી જીવંત કરી માંડી પાડો..અને મસ્ત રહો..મોજમાં રહો..એક નાનકડી કવિતા સાથે આજના બ્લોગ ને વિરામ આપીશ. 

દરેક શોખની પોતાની આગવી પહેચાન હોય છે,

શોખ ઉંમર પ્રમાણેના મહેમાન હોય છે,

સારા શોખ રાખનારા સારા ઈન્સાન હોય છે,

શોખમાં રાખવાનું પ્રમાણભાન હોય છે,


શોખનું આપણી જીંદગીમાં પ્રગાઢ પ્રદાન હોય છે,

યુવાનીમાં ખરાબ શોખથી બચવાનું આહવાન હોય છે,

સારા શોખ રાખનાર સારા ઇન્સાન હોય છે,

ખરાબ શોખ બની જાતો મોતનો સામાન હોય છે,


દરેક દરેક પોતાના શોખમાં ગુલતાન હોય છે,

સમાજ સેવા જેવા શોખમાં પોતાની શાન હોય છે,

સારા શોખ રાખનારા સારા ઇન્સાન હોય છે,

સારા શોખ માન વધારે, ખરાબ શોખ અપમાન હોય છે.

ભરત ઠાકર.

શોખ નો વિષય છે આપ શોખીનો માટે, શોખથી વાંચજો..બાકી તો..

સમજે તે સમજદાર.


Friends,

Not to mention the damage done in this lock down, but a few more benefits are needed. The hobbies in the minds of the people who have been under house arrest for two and a half months also started coming out like a surge of milk.

Many of the hobbies that were nurtured or thought of in childhood or thought of in school and college, which have fallen into the trap of duty and remained unfulfilled or have not been fulfilled, appeared in this lock down. Find out how many creative friends, relatives are around us.



What if a gentleman who has been living in the office all day with the staff and Pune suddenly starts making sandwiches and pizza pasta in the kitchen of the house, it feels good, man. Many sisters started painting at home and reactivated their hobbies. They like to play guitar, flute but lack of time. This time they must have learned guitar online and also played flute or tabla. Reading poetry, reading stories, reading good books was a hobby but that hobby was suppressed somewhere in the daily work, in this leisure time the dust on the books was rubbing, enjoying the words in it, writing poetry, learning English, French or German was a hobby online class Would have finished in, attended several lectures on Zoom and Webinar,

When it comes to hobbies, one never knows where the time will come to fulfill one's hobbies, and who said that we do not have time to pursue our hobbies, if we want to do our favorite activity, time will come automatically, I decided to read the Bhagavad Gita and that Now it will be completed, I made paintings, wrote poems, tried my hand at short stories and yes I had a dream of writing a blog which has now come true..I will write whatever comes to my mind every day.

Friends, if the hobby is good, it is only good. Some clever people also have hobbies without pretense, how to hack someone's mobile or computer, how to get into someone else's Whats App, how to walk on the roof, how to stand up and run Activa. If no experiment is done..we think what four men will say..and lastly four men will say the same .. "Ram naam satya hai"

So in a nutshell, you too can revive any good hobby in your mind..and have fun..stay in fun..I will pause today's blog with a short poem.

Each hobby has its own distinctive identity,

Hobby is a guest according to age,

Good hobbyists are good people,

Hobby is standard,



Hobby has a profound effect on our lives,

In youth there is a call to avoid bad hobbies,

A good hobbyist is a good person,

Bad hobbies are death goods,



Everyone has their own hobbies,

Hobbies like social service have their own decency,

Good hobbyists are good people,

Good hobbies are more respectable, bad hobbies are more insulting.

Bharat Thackeray.

Hobby is a subject for you hobbyists, read with hobbies..the rest ..



Understandably sensible.
google translate.

©







Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...