Skip to main content

Devotee and devotion [ ભગત અને ભક્તિ.. ]

મિત્રો,

લોકડાઉનમાં ઘરમાં બેઠા બેઠા લોકોએ સૌથી વધુ જો કોઈનું નામ લીધું હય તો એ છે ભગવાનનું નામ..હે પ્રભુ હવે બસ કરો , ભગવાન આ કેવો સમય છે ? પ્રભુ આ કોરોના કાળ ક્યારે પૂરો થશે ? ભગવાન મારે તમારા મંદિરે આવવું છે પણ બ્હાર નીકળવાનું તમે જ બંધ કરાવ્યું છે. આવા અનેક સવાલો ભક્તોના મનમાં થયા હશે અને થતા હશે, સાથે સાથે ભક્તિનો મહિમા પણ વધતો ગયો હશે. 

ભક્તિ નાં પણ અલગ અલગ કેટલા પ્રકાર છે. પ્રભુ ભક્તિ, માતૃ, પિતૃ ભક્તિ, દેશ ભક્તિ, જે ગમતી વસ્તુ હોય એની પાછળ "ભક્તિ" શબ્દ લગાડો એટલે થઇ ગયા તમે એના ભગત. જો કે સૌ પ્રથમ તો ઈશ્વર, અલ્લાહ કે પ્રભુની ભક્તિ જ આવે..જેના થકી આપણે ટકી રહ્યા છીએ..આવા ઘોર કલિયુગનાં મિડલમાં આપણને ચાર ચાર મહિનાથી ચારેબાજુ બધા ૨૦૨૦ રમે છે ત્યારે એકાદ ફટકો આપણને નથી પડ્યો અને હેમખેમ રાખ્યા છે એ એમનો ઉપકાર.ભક્તો પણ અંત: કરણ થી ઈશ્વરનો આભાર માનતા હશે જ. 

આ શ્રાવણ મહિનામાં તો બાબુલનાથ નાં ભોલાનાથની ભક્તિ કેમ ભુલાય..મહાદેવને એક ક્ષણની પણ ફુરસદ ન હોય..એમના ભક્તો સવારે પાંચ વાગ્યાથી બમ્મ ભોલે કરતા પાણી,ઘી, દૂધ,દહીં અને મધ સાથે શિવજીની એવી સેવા કરતા હોય કે શિવજી પણ કહેતા હશે બસ કર ભક્ત..મને અશ્રુ આવી જશે..તને જે જોઈએ હું જરૂરથી આપીશ. અમુક સજ્જન જે મંદિરે  મૂર્તિ પૂજન એટલી શ્રદ્ધા સાથે કરતા હોય કે પાછળ લાઈનમાં ઉભેલાએ પ્રેમથી કહેવું  પડે..ભાઈ અમેય લાઈનમાં છીએ..અથવા મહારાજ કહેતા હોય..ચાલો આગળ વધતા રેજો..અમુક ભગત  એવા પણ જોયા છે કે જે એકટીવા પર જતા હોય અને એક તરફ મંદિર આવે તો પ્રેભુને ચાલુ એકટીવાએ પ્રભુને જોઇને માથું નમાવે..અરે ભાઈ સામે જો ને..એક તો માથે હેલ્મેટ..એમાય ચાલુ સ્કુટર અને એમાં અંતરમાં ઉભરાતી ભક્તિ..કદાચ ભગવાન આવી એકટીવ ભક્તિ જોઈ સાક્ષાત ઉપર ન બોલાવી લે... સાઈડ પર  ગાડી પાર્ક કરીને પ્રભુને પ્રસાદ ધરાવી લે ને..પણ નહિ ચાલુ ગાડીએ જ એને પ્રિય પ્રભુ સ્માઈલ કરતા દેખાય..અમુક તો ઈશ્વરનાં સાનિધ્યમાં એટલા ખોવાઈ જાય કે આખો " મૈ ઔર મેરે ઈશ્વર " નો એપિસોડ શૂટ થઇ જાય..ધીમે ધીમે ભગવાન સાથે વાતો કરતા હોય..અથવા તો ઉઘરાણી આવી જાય એની કામના કરતા હોય.. શત્રુ અને હિતશત્રુનાં નામ બોલી..આખા પરિવારની સુખ શાંતિની કામના કરતા હોય...વી.આઈ.પી. ભક્તો ને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે..લાંબી લાઈન હોય તો પણ મોટા માણસો સીધા ભગવાનની સામે...એમની પૂજાની થાળીથી માંડી દક્ષિણાની રકમ પણ મોટી હોય..અને ભગવાનને હાથ જોડી જવાની ઉતાવળ પણ એટલી જ હોય..જો કે આ લોકડાઉન માં આવી ભક્તિમાં ઓટ આવી છે અને દરેક મંદિરનાં ચોપડામાં ખોટ આવી છે. એટલે આ વખતે ભગવાન ઘરે ઘરે જઈને દર્શન આપશે..લાલબાગનાં રાજા ઓનલાઈન દર્શન આપશે..


જો કે ઈશ્વર ભક્તિમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસને લીધે જ મુંબઈ ટકી ગયું છે..જ્યારે જ્યારે મુંબઈ પર દુઃખના સંકટના વાદળો ઘેરાયા છે મુંબઈની પચરંગી પ્રજાએ ભગવાન નાં શરણમાં આશરો લીધો છે. અને ઈશ્વરે દરેકને સાચવ્યા છે અને હંમેશા સાચવતા રહેશે..છેલ્લે એક નાનકડી વાર્તા સાથે આજના બ્લોગ ને વિરામ.

એક સામાન્ય માણસ ગુરુ પાસે ગયો અને કહ્યું ગુરુદેવ મારે દીક્ષા લેવી છે. મને આપનો શિષ્ય બનાવો. ગુરુએ પૂછ્યું કે તારે "મહેબુબ' બનવું છે કે "મહેબુબા..?" માણસ મુઝાઇ ગયો કે આ શું પ્રશ્ન થયો ? મહેબુબ કે મહેબુબા..?

ગુરુ એ કહ્યું કે બાજુના ગામમાં જા અને ગામનાં પાદરે એક ફકિર બેઠા છે એમને મળી આવ..માણસ તો તરત ગયો અને એમણે ગામની બ્હાર એક ફકીર જોયા અત્યંત દયનીય અવસ્થા, ફાટેલા કપડા,સાવ ગરીબ ભૂખ્યા.. જેની પાસે કોઈ આવે તો એને આશીર્વાદ આપતા જાય..

માણસે ગુરુને આવી જણાવ્યું કે એ ફકિર પાસે કઈ જ ન્હોતું છતાય બધાને આશિર્વાદ આપતા હતા..ગુરુએ કહ્યું હવે બીજા ગામમાં જા ત્યાં પણ તને એક બીજા પ્રભુ ભક્ત મળશે..માણસ ગયો..પ્રભુ નાં ભક્ત ને એણે મર્સિડીઝ ગાડીમાંથી ઉતરતા જોયા જેમને બધા પગે લાગતા...દંડવત કરતા અને દાન નો તો વરસાદ થઇ ગયો એમના પગમાં..

માણસે ગુરુને પૂછ્યું પ્રભુ એક ભક્ત સાવ ફકીર અને એક ભક્ત આટલા અમીર..??
 
ગુરુ બોલ્યા જે ફકિર છે એ મહેબુબ છે અને જે અમીર છે એ મહેબુબા...

મહેબુબ હંમેશા આપવામાં માને છે..અને મહેબુબા હંમેશા માંગવામાં..
[ વાર્તા કર્ટસી સલીમ ભાઈ ] 

સમજે તે સમજદાર.  

Friends,

Most of the people sitting at home in the lockdown, if they have mentioned anyone's name, it is God's name. Lord, when will these corona times end? Lord, I want to come to your temple but you have stopped me from going out. Many such questions may have occurred in the minds of the devotees and at the same time the glory of devotion may have increased.


There are many different types of devotion. Prabhu bhakti, mother, father bhakti, country bhakti, put the word bhakti behind whatever you like, then you have become its bhagat. However, first of all, devotion to God, Allah or the Lord comes through which we are surviving. Devotees must also be thankful to God from the end.

In this month of Shravan, Bholanath of Babulnath does not have a single moment of leisure. His devotees have been serving Shivaji with water, ghee, milk, curd and honey since five o'clock in the morning. I will bring whatever I want from anywhere. Some gentlemen who worship in the temple with such faith that those standing in the back line have to shout..Brother Ameya is in the line..or Maharaj is saying..let's go ahead Rejo..I have also seen some Nangs who are going on Activa And if the temple comes on one side, he bows his head when he sees the Lord in action. Oh, if he is in front of the brother, one is a helmet, the current is a scooter and the devotion that arises in the distance. The real God is seen smiling in the current car..some are so lost in the presence of God that the whole episode of "Mai Aur Mere Ishwar" is shot..speaking slowly talking to God..or doing the work of collecting Yes .. Speak the names of enemies and enemies .. If the whole family is working for happiness and peace ... VIP. Devotees should be given special treatment..even if there is a long line, big men are directly in front of God..the amount of Dakshina from their worship plate is also big..and the haste to join hands with God is the same..although this lockdown Such devotion has come to an end and every temple book has been lost. So this time God will go from house to house and give darshan .. Raja of Lalbagh will give darshan online ..

However, Mumbai has survived only because of unwavering faith and trust in devotion to God. While Mumbai is surrounded by clouds of misery, the cosmopolitan people of Mumbai have taken refuge in God. And God has saved everyone and will always save .. Finally break today's blog with a short story.

A common man went to Guru and said Gurudev I want to take initiation. Make me your disciple. Guru asked do you want to be Mehboob or Mehbooba ..? The man wondered what the question was. Mehboob or Mehbooba ..?
The Guru said go to the next village and meet a fakir sitting at the foot of the village. The man left immediately and he saw a fakir in charge of the village. He was in a very miserable condition, torn clothes, very poor.

The man came to the Guru and told him that the fakir had nothing but he was giving blessings to everyone..Guru said now go to another village there you will find another devotee of God..the man is gone..he saw the devotee of God getting out of the Mercedes car Lagta ... and the rain of donations fell at his feet ..

The man asked the Guru, "Lord, is a rice fakir and a devotee so rich?" Guru said that the fakir is Mehboob and the one who is rich is Mehbooba ...

Mehboob always believes in giving..and Mehbooba always believes in asking ..
[Story courtesy Salim Bhai]

Understandably sensible.
google translate.
©


 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...