Skip to main content

laughter therapy..[ હસે તેનું કોઈ દિ ન ખસે. ]

મિત્રો , 

લોકડાઉન અનલોક થયું ને લોક પૃથ્વીલોક પર નીકળી પડ્યા અને ઈશ્વરે [ સરકારે ] ફરી લોક ડાઉન કરવું પડ્યું તોય..કીડીનું ઝુમખું એકવાર કીડીયારા માંથી બ્હાર નીકળે પછી એને પાછું કીડીયારામાં થોડી નખાય..એમ લોકો એકવાર ઘરની બ્હાર નીકળ્યા એમ સમજીને કે હવે..કોરોના એટલે એક જાતનો તાવ છે જે આઠ દસ દિવસ આવશે જે આદુ, મરી ફુદીનો તુલસીનો ઉકાળો પીવાથી દુર થઇ જશે.હોસ્પિટલ માં કોરોના નાં દર્દીઓ કે જેમણે ૧૫ , ૧૭ લાખ રૂપિયા ભર્યા હતા એમને ચાંદીના ગ્લાસમાં ઉકાળો આપતા હતા..બાબાએ દવા કાઢી પણ એનો બીજા "બાબા" એ વિરોધ કર્યો..અને અંતે પ્રચાર ન કરવાની શરતે મંજુરી મળી ગઈ..ટૂંકમાં પ્રચાર ભરપુર થઇ ગયો. 

લોકોને બ્હાર નીકળતા અટકાવવા ઇન્દ્ર દેવે મશીન ઓન કર્યું અને વરસ્યો મેઘ મુંબઈ પર..વ્હોટ્સએપ પર કોરોના ને બદલે મુંબઈ માં ક્યા ક્યા પાણી ભરાયા  અને ક્યાં લોકોને હાલાકી થઇ એના વિડીયો મેસેજ આવવાના શરુ થઇ ગયા..વરસાદમાં મુંબઈ ની બે જગ્યા  ફિક્સ છે એક સાંતાક્રુઝ નો મિલન સબ વે અને દાદર હિન્દમાતા...એ સિવાય મરીનડ્રાઈવ અને ગેટવે ઓફ ઇન્ડિયા નાં ઉછળતા મોજા અચૂક જોવા મળે,  ગમે તે વરસનાં ફોટા , વિડીયો તમે મૂકી શકો...આજકાલ ન્યુઝ ચેનલ પર ન્યુઝ જોતા લાગે કે આ તો સમાચાર ગ્રુપમાં આવી ગયા..સાલા કઈક નવું બતાડો ને...


ટૂંકમાં લોકોને ઘરમાં રાખવામાં સરકાર નિષ્ફળ ગઈ પણ ઈશ્વર જીતી ગયો..ભલે બે ત્રણ દિવસ હોય પણ લોકો ઘરમાં ભરાઈ રહ્યા...ઉપરવાળાની ૨૦-૨૦ ની મેચ આટલી સ્લો હશે એની કોઈને કલ્પના નહોતી.. આવનારા મહિનાઓમાં ઘણા લોકો કાયમને માટે ઘરમાં ભરાઈ રહેશે એવો માહોલ દેખાય છે. ઘરમાં કરો શું ? તો કહે ઓન લાઈન મુશાયરા, કવિ સંમેલન , સ્ટેન્ડઅપ કોમેડી , કપિલ ને જુઓ...રફી , કિશોર અને લતા દીદીની ઓનલાઈન એટલી બધી બળી ગયેલી ઝેરોક્સ સાંજ પડ્યે સોશ્યલ મીડિયા પર શરુ થઇ જાય કે ઉપર સ્વર્ગમાં પણ કિશોરદા રફી સાબ ને પૂછતાં હશે કે આપણે આવું ગાતા હતા..?

ટૂંકમાં વાત ફરી કરીએ હાસ્ય ની હસવાની કે હસાવવાની જેમને આદત છે એ તો દુઃખમાં પણ હાસ્ય શોધી જ લે છે. આ સમય પણ નીકળી જશે એમ સમજી કોરોના, વરસાદ અને કામકાજ પર કોમેડી કર્યા કરે છે. જો કે માણસે હંમેશા હસતા રહેવું જોઈએ..જે લોકો નથી હસી શકતા એ બિચારાઓ લાફ્ટર કલબના આજીવન સભ્ય હોય છે. કોરોનાંનાં પોઝીટીવ કેસ માં જે લોકોને ક્વોરોટાઈન કર્યા હતા એ લોકો પણ ક્રિકેટ રમી ને આનદ માં રહેતા હતા..ક્યાંક ગીતો ગાતા હતા , ને અમુક સોગીયું મોઢું કરી અમારું શું થશે ? એમ વિચારતા હતા. અરે ભાઈ હાસ્યની ગોળીઓ નથી મળતી નહિ તો ડોકટરો કે બાબાઓ એ વેચી વેચી ને જ કરોડપતિ બની ગયા હોત. હાસ્યથી બ્લડ પ્રેશર કાબુમાં રહે, મગજ એકદમ સતેજ રહે , અને હસતો નર સદા સુખી , જે ન હસે એ સદા દુખી. 

મિત્રો ઘરે બેસી આજેય મહેમુદ,જલાલ આગા,આઈ એસ જોહર સાબ ની ફિલ્મો જોઈ નાખજો..જેની કોપી નવી જનરેશન નથી કરી શકતી...અથવા તો ગુજરાતી રંગભૂમિ નાં કોમેડી કિંગ ગુજ્જુભાઈ સિધાર્નાંથ રાંદેરિયા નાં નાટકો કે સંજય ગોરડિયા, આશિષ ભટ્ટ નાં નાટકો કે ગુજરાતી ડાયરા કિંગ માયાભાઈ આહીર , સાઈ રામ દવે , ભાગ્યેશ વ્યારા  કે મિલન ત્રિવેદી સુભાષ ઠાકર ને સાંભળી લેવા.. 
ચાર્લી ચેપ્લીન કાકા નાં શબ્દોમાં કહું તો તમે હસશો તો જગત આખું તમારી સાથે હસશે પણ રડવું તો તમારે એકલાએ જ પડશે. હાસ્ય વગરનો દિવસ વ્યર્થ દિવસ ગણાય , માટે સદા હસતાં રહો...

મૂળમંત્ર હાસ્યમેવ જયતે.. આ સમય પણ નીકળી જશે અને આવનારો સમય પણ ખુબ સરસ હશે. ભરતી આવે તો ઓટ આવવાની જ. હસતા રહો મસ્ત રહો વ્યસ્ત રહો..[ ઓફિસનું કામ ન હોય તો રસોડાનું કામ કરતા રહો ] 
છેલ્લે હસતાં હસતાં  બ્લોગ વિરામ કરીએ.. 

રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
*****
ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
*****
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.
*****
અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી): અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો? તમે તો
પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ: તે શુ પરણેલા પુરુષો ના કપડાં ફાટતા નહીં હોય?

જય હો..
સમજે તે સમજદાર. 



Friends,

The lock down was unlocked and the locks fell on the earth locks and God [the government] had to lock them down again .. once the swarm of ants came out of the ants then they were thrown back into the ants..these people once went out of the house that now..corona means There is a kind of fever which will come for eight to ten days which will go away by drinking a decoction of horizontal, peppermint and basil. At the hospital, the patients of Corona who had paid Rs. 15, 16 lakhs were boiled in a silver glass. Indra Dev machine to stop people from going out. Turned on and rained on the cloud Mumbai .. Instead of Corona on Whats App, video messages started coming in about which water flooded in Mumbai and which people were killed .. Two places in Mumbai are fixed in the rain, one is Santa Cruz's Milan Subway and Dadar Hindmata ... Apart from that, you can definitely see the bouncing waves of Marine Drive and Gateway of India, you can post photos, videos of any year ... Nowadays, looking at the news on the news channel, it seems that this has come in the news group. ...

In short, the government failed to keep people at home but God won..even though it was two or three days, people were filling the house ... no one could have imagined that the match of 2020 would be so slow .. in the coming months many people will be filling the house forever. Is. What to do at home? So watch online Mushaira, Poet Convention, Standup Comedy ... Rafi, Kishore and Lata Didi's online Xerox burns start in the evening so much that even in heaven, teenagers will be complaining to Rafi Saab that we used to sing like this .. ?

Let's talk briefly again. Those who have a habit of laughing or laughing can find laughter even in sorrow. Understanding that this time will also pass, Korona does comedy on rain and work. However, a person should always be smiling. People who cannot laugh are poor lifelong members of the Laughter Club. The people who were quarantined in the positive case of Corona were also enjoying playing cricket..and some were wondering what would happen to us. Hey brother, if you don't get laughter pills, doctors or grandparents would have become millionaires just by selling them. Laughter keeps blood pressure under control, brain stays fresh, and smiling males are always happy, those who don't laugh are always sad.

Friends, sit at home and watch the films of Ajay Mahmood, Jalal Aga, IS Johar Saab. Bhagyesh Vyara or Milan Trivedi to listen to Subhash Thacker .. In the words of Charlie Chaplin uncle, if you laugh, the whole world will laugh with you, but if you cry, you will have to be alone. So keep smiling ...

Moolmantra Hasyamev Jayate .. This time will also pass and the time to come will also be very nice. If the tide comes, the oats will come. Keep smiling be cool be busy .. [if you don't have office work keep doing kitchen work]
Finally, let's pause the blog with a smile.

Ramesh went to the shop of worms, macaws as well as livestock.
Ramesh: Do you keep monkeys and rats?
Shopkeeper: Yes, how much?
Ramesh: One hundred monkeys and fifty rats.
Shopkeeper: So Mankad! Fifty rats! What do all these people have to do?
Ramesh: The house has to be vacated, and it has to be returned as it was.
*****
Gamdiyalal: Doctor, I have a suspicion that someone is chasing me.
Give me medicine to get rid of my superstition.
Doctor: No, it is not a superstition. Your previous bill is pending so my compounder is chasing you!
*****
Wife: Look, daughter is like a big marriage now. Now go somewhere!
Husband: I have seen many places, but I have not found the right idol yet. Whatever you get
There are fools like donkeys.
Wife: If my Bapuji had kept thinking like this, I would have remained a virgin.

*****
Amthalal was sewing his khamis.
Motiben (neighbor): Ouch Amthalal! What are you doing If you
Are you wearing this torn khamis even though you are married?
Amthalal: Why aren't the clothes of the married men torn?



Jai Ho..
Understandably sensible.

google translate 
©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...