Skip to main content

gossip..to be..continue.. [ ગોસિપ..કરો..કરતા રહો..]

મિત્રો,

દર વખતની જેમ મગજમાં વિચાર ચાલતો હતો કે કયા વિષય પર લખીએ આ વખતે ઘરવાળા ને પૂછ્યું કોઈ એક વિષય આપો ત્યાં અર્ધાંગિની હસતા હસતા કહ્યું "ગોસિપ" ઉપર લખો..
 
દરેક પત્નીનો પ્રિય વિષય મારી પત્નીએ મને કહ્યો..બોલો કે ગોસિપ ઉપર લખો..
યસ, વિષય કેટલો સરસ છે ગોસિપ કરવી , કે વાતો કરવી, બોલ બોલ કરવું..ચર્ચા કરવી, કુથલી,વાટવું.. દરેક નો અર્થ તો એક જ થાય અને  પહેલાના વખતમાં ગોસિપ કરવા માટે સામે પણ એક પાત્ર જોઇએ અને હવે તો ગોસિપ હાથવગું થઈ ગયું છે, તમે એકલા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે એક નહીં અનેક સાથે એકસાથે... ગોસિપ કરી શકો, તમારા મોબાઇલમાં એટલા બધા ગ્રુપ હોય જેની  અંદર ઘણા મિત્રો હોય એમની સાથે તમે એકસાથે કલાકો સુધી એમના ચહેરા જોઈને ગોસિપ કરી શકો.. 



ગોસિપની બાબતમાં પુરુષો કરતાં સ્ત્રીઓ નું નામ વધુ ચર્ચાતું હોય છે [  જો કે પુરુષોય ઓછાં નથી ] કેમ કે બે સ્ત્રીઓ, બેનપણીઓ, બે મિત્રો ગમે ત્યારે મળે તો તરત જ તેમની વાતો શરૂ થઈ જતી હોય છે ડ્રેસ ક્યાંથી લીધો ? બુટ્ટી ક્યાંથી લીધી ? કયા પાર્લરમાં જાય છે ? ડાયેટિંગ માં શું લે છે ? ત્યાંથી લઈ વરસાદના ચપ્પલ લીધા ? ક્યાંથી શાક લે છે ? તું કેવી રીતે આલુ પરાઠા બનાવે છે કે પાણીપુરી માં કયો મસાલો વાપરે છે..? કયો શેમ્પુ વાપરે છે..મોબાઈલમાં રિફિલ કેટલાનું કરાવે છે.. ? આવી અનેક વાતો હોઈ શકે અમુક કામની અને અમુક બહુ...જ કામની..કોઈપણ વિષય પર સ્ત્રીઓ કલાકો બોલી શકે છે.. ગોસિપ કરવા માટેની જગ્યાઓ પણ ઘણી હોય છે, આપણે ન વિચારી શકીએ એવી જગ્યાએ પણ ગોસિપ થઈ શકે છે જેમ કે મંદિરમાં, મોલમાં, બગીચામાં, રેસ્ટોરેન્ટમાં, શાકમાર્કેટમાં..

મહિલાઓની જેમ પુરુષો પણ કુથલી તો કરતા જ હોય છે, તેમને પણ અલગ અલગ વિષય ઉપર ચર્ચાઓ કરવાની આદત હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે પુરુષો બિચારા બહુ લાંબા સમય સુધી સતત બોલબોલ ન કરી શકે, પણ કોઈનું વાટવું એમને પણ ગમતું હોય છે.

મેં એવા કલાકારો જોયા છે જે સેટ પર ફુરસદમાં બેઠા હોય..ત્યારે કહે.." ચાલ આપણે વાટીએ" 
ક્યારેક બે મિત્રો મળે ત્યારે પોતાની વાત કરવાને બદલે કોઈ ત્રીજા મિત્ર ની જાણકારી મેળવવામાં કે ચોથા ના કામકાજ વિશે જાણવામાં  અથવા પાંચમાંના  પરિવારની વાત જાણવામાં વધારે ઉત્સુક અને આતુર હોય છે. બહારથી ઘરે આવેલા પતિ ને જેટલી બહાર ની માહિતી નથી હોતી તેનાથી વધુ આખો દિવસ ઘરમાં બેઠી રહેલી પત્નીને બહાર ની વાતો વધુ ખબર હોય છે સોસાયટી, કીટી પાર્ટી, ફ્રેન્ડ સર્કલ, સંતાનો નામ સ્કુલ ફ્રેન્ડ્સ ની વાત પોતાના પરિવારની, પતિદેવના પરિવારની ઘણી જાણકારી એક કેવી રીતે મેળવી લેશે એ તો માત્ર એ જ જાણે.. અમુક બેનપણી અને સ્ત્રીઓના તો વાતો કરવાનો ટાઈમ પણ ફિક્સ હોય છે, ઘરના કામ પૂરા થાય બપોરે કિચનની સાફસફાઈ થઈ ગયા પછી કદાચ અડધો કલાક એક કલાક [ વામકુક્ષિ ] પહેલા બહેનપણી સાથે વાત થાય ત્યારે આખા બ્રહ્માંડના સમાચાર ની આપ-લે થઇ જતી હોય છે, સાંજ પડે ત્યારે ચા પીધા પછી અથવા તો ભગવાનને દીવાબત્તી કર્યા પછી પિયરમાં મમ્મી સાથે અથવા તો પરિવારના બીજા કોઈ સગા સંબંધી સાથે વાત કરવાનો સમય ફિક્સ હોય છે, આવું મેં ક્યાંક વાંચ્યું નથી.. મેં જોયેલું છે..અનુભવ્યું છે અને અત્યારે અહીંયા લખ્યું છે.

હું એવા ઘણા વ્યક્તિઓ ને ઓળખું છું જેમને ગોસિપ કરવાની સારી ટેવ છે, એકબીજાની સારી નરસી વાતો જાણીને મિત્રો અંદર અંદર ક્યારેક એકબીજાને મદદ પણ કરી લેતા હોય છે, જેની પરિવારના લોકોને ખબર પણ નથી પડતી, ગોસિપ માત્ર એક બીજાને ઉતારી પાડવા કે એકબીજાની જાણકારી મેળવીને એને બદનામ કરવા માટે જ નથી હોતી.. ક્યારેક સારી ગોસિપ પણ કોઈક વ્યક્તિની મદદ કરી શકે છે. અને આવા લોક ડાઉન માં તો એવા ઘણા ઉદાહરણ છે કે પોતાના મનની વાત હળવી કરવા માટે વાતો કરવા કોઈ જોઈએ..ચોવીસ કલાક ઘરમાં બેઠા હોઈએ, કોઈ જ કામકાજ ન હોય ત્યારે પતિદેવનું મગજ ઓલરેડી બહેર મારી ગયું હોય..એવા સમયે એમને સંભાળનાર પત્ની કેવી રીતે ઘરના કામો સંભાળતી હશે એ તો એ જ જાણે..આવા સમયે કોઇ બહેનપણી સાથે કે પરિવારના કોઈ સ્નેહી સ્વજન સાથે બે ઘડી વાતો કરીને હળવા ફૂલ થઈ મગજને શાંત રાખી શકાય અને આનંદથી જીવાય.

ટૂંકમાં આજના ગોસિપના જે સાધનો વિકસ્યા છે એ માટે ખરેખર ઇશ્વરને આભાર  માનવો જોઈએ જેથી કરીને મગજમાં અને મનમાં ભરી રાખેલી વાતો એકબીજા સાથે શેયર થાય, મન હળવું થાય અને એકબીજાને મદદરૂપ થઈ શકીએ
બસ..હવે..એક નાનકડી વાર્તા સાથે આજે બ્લોગ નહીં વિરામ આપીશ.

એક મેડમની દીકરી કોઈ સાથે વાતો ન્હોતી કરતી..હંમેશા ચૂપચાપ બેઠી પોતાનું ભણવામાં કે બીજા કામકાજમાં ધ્યાન આપે, એની મમ્મીએ કહ્યું બેટા તું પણ તારી ફ્રેન્ડ સાથે વાતચીત કરતી જા દીકરીએ કહ્યું મને ગોસિપ કરતા નથી આવડતું..ત્યારે મમ્મીએ કહ્યું ગોસિપ માં શું મોટી વાત છે..બેસ્ટફ્રેન્ડ ને રોજ મેસેજ કરવાના, હાય હલ્લો..હાઉ આર યુ..અમે મજામાં છીએ તમે મજામાં હશો, અમે ફરવા જઈએ છીએ તમેય ફરવા જતા હશો એમ આગળ વધતા જવાનું..
15 દિવસ પછી મમ્મીએ દિકરીને ને પૂછ્યું ગોસિપ કરે છે ? તો તું દિકરી બોલી હા મમ્મી કરું છું..મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે મેસેજ કરું છું..મમ્મીએ પૂછ્યું શું લખ્યું તે મેસેજમાં ? દીકરીએ કહ્યું મેં લખ્યું કે અમે મજામાં છીએ તમે મજામાં હશો ? મારા પપ્પા એ ધંધામાં દેવાળું કાઢયું છે, તારા પપ્પાએ પણ કાઢ્યું હશે..મારી મમ્મીને અઠવાડિયાથી મલેરિયાનો તાવ આવે છે.. તારી મમ્મીને પણ આવતતો હશે.. ગઈકાલે મારા ભાઈ ભાભીનો સાથે ઝઘડો થયો હતો તારા ભાઈ ભાભી નો પણ ઝગડો થયો હશે.

ટૂંકમાં ગોસીપની પણ એક વિધિ હોય છે, જે દરેકને નથી આવડતી..

સમજે તે સમજદાર.

Friends,

Like every time, the thought was running in my mind on which subject to write. This time I asked the householder to give me one subject. Ardhangini smiled and said "Write on gossip".
 
Every wife's favorite subject my wife told me..speak or write on gossip ..
Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either, Gossiping, Buzzing, Bingeing, Buzzing, Binging, Bingeing, Buzzing Gone, you can gossip in many corners of the world, not just one, but many together, there are so many groups in your mobile with so many friends, you can gossip with them by looking at their faces for hours together.



In the case of gossip, the names of women are more talked about than men [men are not inferior] because if two women, benpani, two friends meet at any time, their conversation starts immediately. Where did the dress come from? Where did Butti come from? Which parlor do you go to? What to take in dieting? Took rain slippers from there? Where do you get vegetables from? How do you make aloo paratha or what spice do you use in Panipuri ..? Which shampoo is used .. how much refill is done in mobile ..? There can be many such things, some work and some very ... work .. women can talk for hours on any subject .. there are many places to gossip, gossip can happen even in a place we can't think of, like in a temple , In the mall, in the garden, in the restaurant, in the vegetable market ..

Like women, men also tend to do kuthali, they also have a habit of discussing different topics. The only difference is that poor men can't talk for a long time, but they also like to crush someone.

I have seen artists who are sitting on the set in their spare time..then say .. "Let's go"
Sometimes when two friends meet, they are more eager to get to know a third friend or to know about the workings of the fourth or the family of the fifth than to talk about themselves. The wife who stays at home all day knows more about the outside world than the husband who comes home from outside. Society Kitty Party Friend Circle Children's Name School Friends Talk How to get a lot of information about one's family, husband's family. So only he knows .. Some beggars and even women have a fixed time to talk, after the kitchen is done in the afternoon when the kitchen is done, maybe half an hour to an hour before [the left] talking to the sister when the news of the whole universe- After drinking tea in the evening or after lighting a candle to God, there is a fixed time in the pier to talk to mom or any other relative of the family, I have not read this anywhere .. I have seen .. I have experienced And now written here.

I know a lot of people who have a good habit of gossiping, friends who know each other's good narcissism and sometimes help each other inside, whose family members don't even know it, gossip just to tease each other or get to know each other. Not just for slander. Sometimes even good gossip can help someone. And in such a lock down, there are many instances where one should talk to ease one's mind. Sitting at home for twenty-four hours, when there is no work, the husband's brain is already dead. How can a wife take care of him at such a time? He is the only one who knows how to take care of household chores. At such a time, by talking to a sister or a close relative of the family for two hours or by knowing their own words, one can become a light flower, keep the mind calm and live happily.

In short, we should really thank God for the tools that have developed in today's gossip so that the things that are in our minds and hearts can be shared with each other, our minds can be relaxed and we can help each other.
Just..now..I will not pause the blog today with a short story.

A madam's daughter didn't talk to anyone..always sit quietly and concentrate on her studies or other chores, Anne's mother said go son talk to your friend too Daughter said I don't know how to gossip..then mom said what a big deal Yes..to message your best friend every day, hi hello..how are you..we are fine you will be fine, we are going for a walk you are going to go for a walk ..
15 days later mom asked her daughter gossiping? So you say daughter, yes, I am doing mom .. I am texting with my best friend .. mom asked what did you write in that message? The daughter said I wrote that we are fine will you be fine? My dad has gone bankrupt in business, your dad must have gone bankrupt too..my mom has been suffering from malaria for weeks .. your mom must have been coming too .. yesterday there was a quarrel with my brother bhabhi your brother bhabhi must have had a quarrel too.

In short, gossip also has a ritual, which not everyone likes.



Understandably sensible.

google translate.

©

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા