Skip to main content

best company..[ પરમ મિત્ર ]

મિત્રો, 

દરેક વ્યક્તિ પોતાના સ્નેહી સ્વજનો સાથે રહેતો હોય છે અને આખો દિવસ ચોવીસ કલાક બધા સાથે સંપર્કમાં હોય છે, સવાર પડે કે પત્ની, બાળકો, મમ્મી,પપ્પા,ભાઈ, ભાભી કે પરિવારના અન્ય સભ્યો સાથે ઘેરાયેલો અને કોઈ પાળેલું પેટ [ પશુ પક્ષી ] ઘરમાં હોય તો એની સાથે અને હા મોબાઈલ તો અતિ પ્રિય..આવામાં માણસ પોતાની સાથે ક્યારે રહેતો હશે ? યસ..પોતાની જાત સાથે ? એકાંતમાં. 
  


માણસે પોતાના માટે પણ સમય ફાળવવો જ જોઈએ. પોતાના શરીર માટે, સ્વાસ્થ્ય માટે, વિચારો માટે અને ભવિષ્યના આયોજન માટે કે અત્યારે જે ચાલે છે એનાં આગામી સ્ટેપ્સ માટે. અને એ માટે જરૂરી છે એકાંત.માણસ ટોળામાં પણ એકલો રહી શકે છે..જો એ ધારે તો..અને એકલો હોય તોય ટોળાને નથી છોડી શકતો જો મોબાઈલનો બંધાણી હોય તો..આજના સમયમાં ઘરમાં કે બ્હાર અથવા ટેરેસ ઉપર એકાંત શોધતા અનેક લોકો દેખાતા હોય છે.સવારના યોગ શિબિર કે ધ્યાન માં પણ ઊંડા શ્વાસ લેતા એકાંતનો અનુભવ કરનારાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જો કે શારીરિક ફિટનેસ કરતા માનસિક ફિટનેસ માટે અમુક સમયનું એકાંત જરૂરી છે. અને એકાંત માટે ખાસ હિમાલયની ગુફામાં જવું પણ જરૂરી નથી. 

એકાંત શોધતા અનેક એકાંત પ્રેમી હોય છે. કોઈ પ્રેમમાં નાસીપાસ થઈને એકાંત શોધે, તો કોઈ ઘરના, બીઝનેસનાં પ્રોબ્લેમથી પીછો છોડાવવા એકાંત શોધે, કોઈ મનની શાંતિ માટે એકાંત શોધે.. એકાંત માટે પણ અમુક ખાસ જગ્યાઓ હોઈ શકે કોઈને ઘરના એક ખૂણામાં બેસી એકાંત નો અનુભવ થાય તો કોઈને બાલ્કની માં બેઠા બેઠા પણ એકાંત નો અહેસાસ થાય કોઈ કોઈ એકાંતની શોધમાં લોંગ ડ્રાઈવ પર નીકળી જાય તો કોઈ એકલો વેકેશન પર ઉતરી જાય..મુબઈ આસપાસ પનવેલ, પુના, નાસિક, ગુજરાત ઘણાં આશ્રમો છે જ્યાં લોકો મોટી ફિ આપીને એકાંત ની શોધમાં જતા હોય છે.
 


મિત્રો, જાતનાં વિકાસ માટે પણ એકાંત જરૂરી છે. ગમતી કોઈ એક જગ્યાએ બેસી પહેલા મનને શાંત કરવું. આપણી અંદર ઘૂસી ગયેલી નેગેટીવીને બહાર કાઢવી. પ્રકૃતિ થકી મળતી સકારાત્મક ઉર્જાને અંદર ઉતારવી. અને જે જોઈએ છે તેનું રટણ કરવું. સવાલના જવાબ જોઈએ છે તો એ સવાલ વારંવાર જાતને જ પુછવા. એકાંત એટલે દુનિયાથી એકલા થઈ અંતર સુધી પહોંચવું. અંતરમાં બેઠેલા ઈશ્વર સુધી પહોચવું . દરેક સવાલના જવાબ એની પાસે જ મળશે. આ એકાંત જ છે જે આપણને આપણી જાતનું દર્શન કરાવે છે. આપણી અંદર શું ખૂટે છે એ બતાવે છે. જાતને જોતાં છે.  

મૂળ તો એકાંતનો ખાસ મિત્ર છે મન. જો મન કાબુમાં હોય તો આનંદિત એકાંત ગમે ત્યાં માણી શકાય.એટલે બની શકે તો પોતાના માટે પણ એકાંત માં બેસવાનું રાખજો. અને જાત સાથે ચેટીંગ કરજો મઝા પડશે. છેલ્લે મારી સરસ મઝાની ચાર લાઈનો સાથે  બ્લોગ ને વિરામ.

મારા જ એકાંત મા હું એટલો વ્યસ્ત રહું છું,
આ દુનીયાને શું ખબર કે હું કેટલો મસ્ત રહું છું.
જાણે અજાણે ઈશ્વરનો અનુભવ કરી લઉં ક્યારેક .
અરીસા સામે ઉભા રહી, માત્ર જાત ને જ કહું છું. 

અશોક.


સમજે તે સમજદાર. 


Friends,

Everyone lives with their loved ones and stays in touch with everyone 24 hours a day, in the morning whether they are surrounded by wife, children, mom, dad, brother, sister-in-law or other family members and have a pet in the house. So with that and yes mobile is very dear .. when will a man live with himself? Yes..with yourself? In solitude.


Man must also set aside time for himself. For one's own body, for health, for thoughts and for planning for the future or for the next steps of what is going on now. And it requires solitude. A man can be alone in a crowd..if he assumes..and can't leave the crowd if he is alone..if there is a mobile bond..there are many people looking for solitude at home or outside or on the terrace nowadays. The number of people who experience solitude by taking deep breaths even in the morning yoga camp or meditation is increasing day by day. However mental fitness requires some time of solitude rather than physical fitness. And it is not even necessary to go to a special Himalayan cave for solitude.

There are many solitary lovers who seek solitude. If someone finds solitude after falling in love, if someone seeks solitude to get rid of the problems of home and business, if someone finds solitude for peace of mind. There may be some special places for solitude. Some people feel solitude even while sitting on the balcony. If someone goes on a long drive in search of solitude, then someone goes on a vacation alone.

Friends, solitude is also necessary for the development of the species. Calming the mind before sitting in any one place you like. The negative that has penetrated inside us has gone out. Bringing in the positive energy received from nature. And repeat what is wanted. If you want an answer to a question, ask yourself that question again and again. Solitude means reaching the distance alone from the world. Reaching God sitting in the distance. He will find the answer to every question. It is this solitude that makes us see ourselves. Shows what is missing inside us. Teaches rather than self-observation.

Originally, the mind is a special friend of solitude. If the mind is under control, happy solitude can be enjoyed anywhere. If possible, keep sitting in solitude for yourself. And enjoy chatting with quality. Finally pause the blog with four lines of great fun.

In my solitude I am so busy,
Does this world know how cool I am? ..
Sometimes I experience God unknowingly.
Standing in front of the mirror, I just say to myself.


Understandably sensible
google translate
©


 

 

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...