મિત્રો,
– કિરણસિંહ ચૌહાણ
વર્ષો પહેલા એક નાટકમાં જોક્સ સાંભળ્યો હતો..પતિદેવ ઓફિસેથી ઘરે આવે છે અને પત્નીને પતિદેવના ખભેથી એક લા..બો વાળ મળે છે અને શરુ થાય છે વાળની રામાયણ..પત્ની પૂછે છે કે આ વાળ ક્યાંથી આવ્યો..? પતિ કહે છે મને ખબર નથી..પત્ની ની શંકા વધતી જાય છે અને પતિ બિચારો વ્યર્થ સ્વબચાવ કરે છે. આખરે વાત છુટાછેડા સુધી પહોચી જાય છે..પણ છેલ્લે હેપ્પી એન્ડ થાય છે, મુખ્ય વાત હતી વાળ ની..બાલ કી બબાલ હંમે સોને નહિ દેતી.
જી હા મિત્રો, વાળની સાર સંભાળમાં જ અડધી થી અડધી માંથી અડધી જીંદગી નીકળી જતી હોય છે..ઉમરની સાથે સાથે વાળ પણ પોતાની કળા બતાડે..એમને કેમ સંભાળવા એની સલાહ આપનારા પીક અવર્સમાં વિરાર ચર્ચગેટ લોકલમાં જેટલા પેસેન્જર હોય એટલી સલાહ મળી શકે એ સિવાય બાબા રામદેવની ગોળી થી લઇ ડોક્ટર હાથી ની ટેબ્લેટ તો ખરી જ.
વાળ ની સૌથી વધુ ફિકર સ્ત્રીઓને હોય છે જો કે પુરુષોને પણ ફિકર હોય છે પણ એમની ફિકર ખોપરેલ તેલ કે કેશ સુધા અથવા કેશ કાંતિ કે ઇન્દુલેખાથી પૂરી થઇ જાય પણ સ્ત્રીઓ આમળા,શિકાકાઈ, દહીં, લીંબુનો રસ, એન્ટી હેયર ફોલ શેમ્પુ, કન્ડીશનર, સિરમ..યાર બ...સ આનાથી વધારે નથી ખબર પણ બીજી ઘણી વસ્તુઓ વાળની સંભાળ માટે જરૂરી છે. બાથરૂમ માં માથું ધોયા બાદ વાળનો જત્થો દેખાયો તો ટેન્શન શરુ...અને જો કાંસકી ફેરવતા બે ચાર ની બદલે બત્રીસ પાંત્રીસ વાળ આવ્યા તો તો રસોઈ કરતા કરતા પણ વારે ઘડીએ વાળ પર હાથ જાય સરવાળે દાળ કે શાકમાં વાળ નાં દર્શન થાય તો નવાઈ નહિ. જો કે વાળ એ સ્ત્રી નું ઘરેણું છે પણ ઘરેણાં રસોઈમાં થોડી વપરાય..( પાર્ટ ઓફ જોક ) લાંબા વાળ ના વખાણ તો શૃંગાર શતકમાં ભરતુહરિ એ પણ કર્યા છે. કેશ કલાપ નો વાર્તાલાપ અખંડ કલાકો સુધી ચાલી શકે. અમુક ચેનલ પર "વાળ સંભાળ" પર ૧૫, ૨૫ એપિસોડની આખી શ્રેણી બને છે. કોઈ સીરીયલમાં વાળ ઉપર એપિસોડ કરવો હોય તો લગભગ આઠ દસ એપિસોડ તો રમતા રમતા થઇ જાય. જો કે વાળની વધુ ફિકર શહેરની સ્ત્રીઓને હોય છે એવું મને લાગે છે ગામડાની સ્ત્રીઓ તો હે..ય ખાઈ પી ને મસ્ત એમના કામકાજમાં વ્યસ્ત જે વાળની સંભાળ રૂટીન તેલ નાખીને કે દર બે ચાર દિવસે ધોઈ ને કરી લેતી હશે..અને તમે માર્ક કરજો ગામડાની સ્ત્રીઓનાં વાળ સુંદર અને લાંબા હશે. સ્ત્રીઓને વાળની કાળજી લેતા બહુ સારી રીતે આવડે છે..પણ વાળ ખરવાનું સૌથી મોટું કારણ ચિંતા...જો કે વાળ ખરવાની ચિંતા હોય તો વાળ ખરવાના જ ને..
શહેર માં ચિંતા બહુ એટલે નીતનવા તેલ, શેમ્પુ વાલા ને જલસા, બક્ખા, ડ્રાય વાળ, સિલ્કી વાળ, કર્લી વાળ, કાળા વાળ , બેં મોઢાનાં વાળ , ચીકણા વાળ, ભૂરા વાળ..યાર...અનેક જાતના વાળ..અને એટલી જ જાતના શેમ્પુ , સાબુ , તેલ અને ડોક્ટર. ખરતા વાળ અટકાવવાના સરસ મજાના સોફીસ્ટીકે ટેડ દવાખાના [ જી હા દવાખાનાં ] બિલાડીના ટોપ ની જેમ ફૂટી નીકળ્યા છે..જ્યાં વાળની સંભાળ માટે હજાર થી માંડી લાખો રૂપિયા ની ટ્રીટમેન્ટ થાય છે.
જો કે તમે બિન્દાસ " મારા વાળ જગતમાં સૌથી સુંદર છે" એમ માની ને મસ્ત રહો હસો , અને મોજ કરો..તો મજાલ છે કે વાળ ને તમારા જેવા મસ્ત વ્યક્તિના માથેથી ખરવાની ઈચ્છા થાય ? જો કે સમય સમય નું કામ કરે અને ઉમર પ્રમાણે ઉપરવાળો આપણી હેયર સ્ટાઈલ પણ બદલતો જાય..
આમ તો વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળની ઉપેક્ષા તેમાનું એક કારણ છે. નીત નવા રસાયણ વાળા શેમ્પુ તેલ નો વાળ પર ઉપયોગ, અતિશય ગરમી આપીને વાળને સ્ટાઈલ આપવી વગેરેથી વાળ ખરવાની સમસ્યા થાય, આમેય મગજ ગરમ એમાં વધારે ગરમી આપવાની...ઘણીવાર કોઈ જાતની બીમારી, આહાર, દવાઓનું સેવનથી વાળ ખરવા લાગે છે. કેટલીક વાર એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. ઉંમર વધવા સાથે ઘણાં કારણો તેમાં ઉમેરાતા જાય છે.
પુરુષો ને પણ વાળની સમસ્યા પજવતી હોય છે..જાતે ઉછેરેલું સરસ મજાનું હર્યું ભર્યું પીપળાનું ઝાડ અચાનક એના પાન ખરવા લાગે..ત્યારે થોડુક તો લાગી આવે..એમાંય કોઈ મિત્ર અમુક સમય બાદ મળે અને કહે "યાર તારા વાળ જાય છે ?" ત્યારે જ્યાં હોઈએ ત્યાંથી ચાલ્યા જવાનું મન થાય..
જો કે હવે તો દરેક પુરુષો પણ વાળની સરસ મજાની ટ્રીટમેન્ટ કરાવતા થઇ ગયા છે. હેયર વીવિંગ અને ટ્રાન્સપ્લાન્ટ કે વિગ જેને છાપરું પણ કહેવાય..એમાં આજે અનેક પ્રકાર આવ્યા છે..
જાની રાજકુમાર ની વિગ જગ જાહેર હતી જે એમના આવસન બાદ પણ નહોતી કઢાઈ [ "વિગ સાથે જ મારી અંતિમ વિધિ કરવી" એવી એમની ઈચ્છા હતી ] , સુપર સ્ટાર રજનીકાંત થી માંડી અમિતાભ બચ્ચન અને ઘર ઘરમાં જાણીતો કપિલ શર્મા પણ વિગ પહેરે છે. જેમને ફાવે એ પહેરે અને જેમને ન ફાવે એ બિન્દાસ પોતાનાં પર ગર્વ કરે..જેમ વધેલું પેટ સુખી માણસ ની નિશાની કહેવાય એમ વાળ જાય [ ટાલ પડે ] તો રૂપિયા આવે એવું કહેવાય..
જેન્ટ્સ પાર્લરમાં એન્ટર થાવ કે તમારા વાળ કાપતા કાપતા તમને સલુન વાળો બીજી ટ્રીટમેન્ટ માટે ફોર્સ કરતો જ રહે , નાટક સીરીયલ માં તો મને ખબર છે કે કલાકાર નો મેકઅપ કરતા કરતા મેકઅપ મેંન વાળની વાત કાઢે અને એકાદ મહિના માં તો એ કલાકાર માટે વાળની ટ્રીટમેન્ટનો એક સારો રેફરન્સ શોધી લાવે જ્યાં એનું કમીશન હોય. [ એવું સાભળ્યું છે ]
એનીવે..બહુ ચલાવ્યું વાળ પુરાણ.. ટૂંકમાં સમય અને સંજોગોને માં આપી ઉમરની સાથે સાથે ખુશ રહેતા શીખી જવું..જાતને આરીસમાં જોઈ ગર્વ કરવો..અને મસ્ત રહેવું. છેલ્લે વાળ પરની એક કવિતા સાથે..બ્લોગ ને વિરામ..
તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદી એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
…તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે
એ
એના સમયે આવે.
ભલે થાય
સફેદી એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
…તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે
એ
એના સમયે આવે.
– કિરણસિંહ ચૌહાણ
નિખાલસ રહો..સ્વસ્થ મસ્ત રહો..ચિંતા છોડો અને ખુશ રહો..
સમજે તે સમજદાર.
Friends,
I heard jokes in a play years ago..Patidev comes home from the office and the wife gets a la..bo hair from Patidev's shoulder and the Ramayana of hair begins..wife asks where did this hair come from ..? Husband says I don't know..wife's suspicion grows and husband defends his thoughts in vain, eventually the matter reaches to divorce..but finally happy end happens, the main thing was hair..bal ki babal hame sone nahi Giving.
Gee yes friends, half to half life is lost in the essence of hair care .. Hair also shows its art with age .. Virar Churchgate local who gives advice on how to take care of them can get as much advice as Baba except Baba. From Ramdev's pill to Doctor Hathi's tablet, it is real. Women are most concerned about hair although men are also concerned but their worries are met with coconut oil or Kesh Sudha or Kesh Kanti or Indulekha but women Amla, Shikakai, Yogurt, Lemon Juice, Anti Hair Fall Shampoo, Conditioner, Serum ..Dude ... I don't know more than this but many other things are necessary for hair care. If after washing the head in the bathroom, a bunch of hair appeared, the tension started ... and if thirty-two or thirty-five hairs came instead of two or four while turning the comb, then it would not be surprising if the hair was seen in the lentils or vegetables. Although hair is a woman's ornament, long hair has been praised by Bhartruhari in the makeup century. The conversation of Cash Kalap can last for uninterrupted hours. If you want to do an episode on hair in a serial, about eight to ten episodes will be played. However, it seems to me that the women of the city are more concerned about the hair. The women of the village are busy with their work. Women's hair will be beautiful and long. Women know how to take care of their hair very well..but the biggest reason for hair loss is anxiety ... if there is anxiety about hair loss then it is only hair loss .. in the city there is a lot of worry about fresh oil, shampoo, jalsa, bakkha, dry Hair, silky hair, curly hair, black hair, two facial hair, greasy hair, brown hair..dude ... many kinds of hair..and the same kind of shampoo, soap, oil and doctor. The cool fun sophistication of preventing hair loss has erupted like the cat's head of Ted Hospital [G Yes Hospital] .. where thousands to millions of rupees are spent for hair care.
However, if you think that Bindas "my hair is the most beautiful in the world", smile and have fun..so it's funny that a person like you wants to lose his hair? However, it works from time to time and our hairstyle also changes with age.
There are many causes for hair loss. Hair loss is one of the reasons. The use of brand new shampoo oil on the hair, styling the hair by giving excessive heat, etc., causes hair loss problem. We also give more heat to the brain while heating it ... Often some kind of disease, diet, taking medicines causes hair loss. Sometimes more than one cause is responsible. Many causes are added to it with age.
Men are also bothered by hair problem..the fun is over. Then I feel like walking away from where I am..now every man is getting a nice fun hair treatment. Hair weaving and wig which is also called roof .. There are many types of it today..Jani Rajkumar's wig was public which was not even after his Marthia Kadhai [he wanted to have the last rites with the wig], from Rajinikanth to Amitabh Bachchan and Kapil Sharma, who is known at home, also wears a wig. Whoever wears fave and who doesn't fave, Bindas should be proud of himself. As the enlarged belly is said to be a sign of a happy man, if the hair goes, money will come. Enter the gents parlor or force you for another salon treatment while cutting your hair. Keep doing it, in the drama serial, I know that the make-up man talks about the hair rather than the make-up of the artist and in a month or so, he will find a good reference of the hair treatment for the artist where he has a commission.
Anyway .. I have done a lot of hair Purana .. In a short time, given time and circumstances, to learn to be happy with age .. to be proud to see oneself in the mirror .. and to be cool. Finally with a poem on hair..pause the blog ..
If your hair turns white
Whatever happens
White is a symbol of holiness.
On your face
Wrinkles occur
… So let it come
Maybe you in it
Lost your happy occasions
Accounts are found.
I will not be afraid if your body trembles
Because of the trembling
Of unsupported vibrations
There may be heavy rain.
If your old age comes
Let him come calmly.
Just be so careful
That
a
Come at that time.
- Kiran Singh Chauhan
Be honest..be healthy..leave worries and be happy ..
Understandably sensible.
googl translate
©
happiness is the key of healthy life n success .. nice article
ReplyDelete