Skip to main content

by mistake..[ ભૂલ થઇ ગઈ..]

મિત્રો,

આજે સવારે લગભગ ૬ વાગે એક કોલ આવ્યો મને થયું કે આ છ વાગ્યામાં કોનો ફોન હશે..? આજકાલ માઠા સમાચારનો વાયરો છે એટલે મનમાં થયું કે કોઈ ગયું કે શું ? ફોન ઉપાડીને હલ્લો બોલ્યો ત્યાં ફોન કપાઈ ગયો..મેં જોયું મારા એક મિત્રનો જ ફોન આવેલો..ત્યાં થોડીવારે મેસેજ આવ્યો.."સોરી ભૂલથી લાગી ગયો.."
એક તો રવિવાર એમાં શુભ સવાર..આરામથી પથારીમાં પડ્યા રહેવાની ઈચ્છા થાય એવું વાતાવરણ..એમાં આવો કોલ..રવિવારની સવાર સ્વાહા..


ભૂલ જો કે આમ જ થઇ જાય અને જ્યારે ભૂલ થાય ત્યારે કોઈ તરત રીએક્ટ કરે અથવા તો કોઈ રીએક્ટ જ ન કરે..અથવા કોઈ તમને ભૂલ યાદ કરાવે ત્યારે તમે એક્સેપ્ટ કરો કે હા મારાથી ભૂલ થઇ છે. દાળ શાકમાં મીઠું વધારે પડી જાય તો પત્ની કે મમ્મી તરત ન કહે કે મીઠું વધારે પડી ગયું છે જમતી વખતે પપ્પા કે ભાઈ કે બ્હેન કહે કે મીઠું વધારે છે ત્યારે કબુલ કરવું પડે કે હા આજે મીઠું જ...રાક વધારે પડી ગયું છે. ભૂલ માત્ર રસોઈ કરતા જ ન થાય અનેક જગ્યાએ થાય, ભૂલ નાં અનુભવો મને તમને થયા જ હશે  . 
જાતે થે જાપાન પહુચ ગયે ચીન સમજ ગયે નાં..ટીકીટ કઢાવવાની હોય દાદર ની અને સામેવાળો આપે દહીસરની પછી ખબર પડે સામેવાળાની સાંભળવામાં ભૂલ થઇ ગઈ એ સોરી કહી તમને સાચી ટીકીટ આપે. બેન્કમાં કેશિયર બહુ  જલ્દી ભૂલ ન કરે પણ રૂપિયા ભરવા આવેલો કસ્ટમર ફાટેલી નોટ બંડલમાં નાખી દે અને જ્યારે પકડાય ત્યારે "ભૂલ સે આ ગયા હૈ..અબ લે લો નાં બેંક મેં ચલ જાયેગા... " બહુ જ ઉતાવળિયા યુવાનો પરીક્ષામાં શું લખી આવ્યા છે એ ઘરે આવ્યા પછી ખબર પડે..માથે હાથ દઈને કહે યા...ર આ સવાલ નો જવાબ મેં ભૂલથી બીજો લખી નાખ્યો..મને આવડતો હતો પણ..ઓહ..શીટ્ટ...યાર...ક્રિકેટમાં કેપ્ટન સમજાવીને મોકલે કે શોટ નહિ મારતો..અને પ્લેયર સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઇ જાય..યાર ભૂલથી બેટ ઉપડી ગયું..

અમારા એક નાટકની સૌથી મોટી ભૂલ ની વાત યાદ આવી..નાટક હતું બિરલા ક્રિડા કેન્દ્ર ચોપાટી અને સાંજનો શો..હાઉસફુલ નાટક ટિકીટો વહેચાઈ ગઈ..જામ પેક હું એ વખતે નાટકમાં રોલ કરતો અને સાથે બેકસ્ટેજ ની જવાબદારી સંભાળતો..નાટક શરુ થવાના એક કલાક પહેલા અમે ચેક કરીએ કે બધું બરાબર છે કે નહિ..ત્યાં અમને સેટિંગવાળાનો કોલ આવ્યો કે "હમ તો થિયેટર પહુચ ગયા હૈ.." ઇધર કોઈ નહિ હૈ , અમે કહ્યું કિધર હૈ ? ઇધર તો સેટ નહિ આયા..એ કહે હમ કાલીદાસ ખડા હૈ..[ કાલીદાસ નાટ્યગૃહ મુલુંડ માં છે ] અમે કહ્યું અરે ભાઈ બિરલા મેં શો હૈ..ચોપાટી, તુમ કાલીદાસ કહા પહુચ ગયા ? તો એ કહે યાર..ભૂલ સે યહાં આ ગયા...એની ભૂલનાં લીધે અમે લાગી ગયા..પણ શો મસ્ટ ગો ઓન...દરેક નાટ્યગૃહમાં એકાદ બોક્સ સેટ પડ્યો જ હોય..નસીબ જોગે બિરલા માં પણ હતો..અમે બોક્સ સેટ લગાડ્યો આસપાસ નાં મિત્રો નાં ઘરેથી પડદા, કપડાની વ્યવસ્થા કરી એક નિર્માતાને ત્યાંથી મ્યુઝીકની વ્યવસ્થા થઇ અને હિમ્મત પૂર્વક પ્રેક્ષકદેવ ને જણાવ્યું કે સેટ આવતા હજુ બે કલાક થઇ શકે જો અનુમતિ હોય તો બોક્સ સેટ અને મ્યુઝીક જે મળ્યું છે એના સહારે નાટક કરીએ..પ્રેક્ષક દેવ ખુશ થયા અને નાટક ભજવાયું સુપર ડુપર શો રહ્યો. 

ટૂંકમાં ભૂલથી ભૂલ થાય તો ક્યારેક નુકસાન મોટું થાય અથવા તો ક્યારેક ભૂલમાં ફાયદો પણ થઇ જાય.ભૂલથી મોઘા ભાવના લીધેલા શેયર ક્યારેક જે ભાવમાં લીધા હોય એનાથી ચાર ઘણા વધી જાય અને અનાયાસે જ લોટરી લાગી જાય. અમુક વખતે જાણી જોઇને કરેલા કાર્યને પણ ભૂલમાં ખપાવી દેવામાં આવે છે. અમુકને તો ખબર હોય છે કે ભૂલ ક્યારે કરવી અને ક્યારે નહિ કરવી. 


ભૂલ સુધારવાનો એક જ ઉપાય છે કે ભૂલ ન કરવી..સાવચેતી થી બે ચાર વાર ચકાસીને કામ કરવું..લખતી વખતે મારાથી પણ ઉતાવળે ગ્રામર માં ભૂલ થઇ જાય છે પણ હવે સાવચેતી રાખવાનો પ્રયત્ન કરું છું..હોશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક બને પણ ભૂલથી માણસ હોશિયાર બને એ ચોક્કસ. 

ભૂલની ભૂલ ભુલામણી માં આપણે ભૂલથી અટવાઈ જઈએ એ પહેલા મને મારી ભૂલો બતાડતા મિત્રોને આ લાઈન અર્પણ કરી બ્લોગ ને વિરામ..
 
મિત્રતા નિભાવવામાં મેં કચાશ નથી રાખી 
હા પણ 
મિત્રોની ભીડ મેં કદી પચાસ નથી રાખી 

વેઢે ગણાય એટલા જ નમૂના રાખ્યા છે 
હા પણ 
એક એક નમૂના મેં નાયાબ રાખ્યા છે 

આમ તો એ મારી પાગલોની ફોજ છે 
હા પણ
તેમના વગર જીવનમાં ક્યાં મોજ છે 

સુખમાં સહભાગી થવાનું ચુકતા નથી 
હા પણ 
દુઃખમાં સાથ આપવાનું મુકતા નથી 

એમની કંપની મને ભારી લાગે છે.
ભૂલ દેખાડે મને તો સારી લાગે છે. 

એમણે કરેલી મજાક પણ જક્કાસ લાગે 
હા પણ 
એ ના ચીડવે તો દિવસ ઉદાસ લાગે 

આવા ગાંડાઓ મારી સાથે ભટકાયા છે 
હા પણ 
તોય મારા શ્વાસ તેમનામાં અટવાયા છે

સમજે તે સમજદાર.

Friends,

This morning at around 9 o'clock a call came to me. Whose phone will be at this 6 o'clock ..? Nowadays, there are wires of bad news, so it occurred to me that someone went or not? I picked up the phone and attacked, the phone was cut off..I saw a friend's phone call..there was a message .. "Sorry, I got it by mistake."
One is good morning on Sunday..at atmosphere that makes you want to stay in bed comfortably..this is a call..sunday morning swaha ..


However, the mistake is made in this and when a mistake is made, someone reacts immediately or no one reacts at all. Or when someone reminds you of a mistake, you accept that yes, I have made a mistake. If there is too much salt in the lentils, the wife or mother should not immediately say that the salt is too much. When the father or brother or sister says that the salt is too much while eating, one has to admit that yes, the salt has become too much today. Mistakes don't just happen in cooking, they happen in many places, you must have experienced mistakes.

You have reached Japan by yourself, China has not understood. If you want to get a ticket, you have to go to Dadar and the person in front of you will find out after Dahisar. The cashier in the bank does not make a mistake very soon but the customer who comes to pay the rupee throws the torn note in the bundle and when he is caught, he said, "I made a mistake. Now take it, I will leave the bank ..." When he comes home, he finds out..he puts his hand on his head and says ... I wrote the answer to this question by mistake..I knew but..oh..shit ... man ... in cricket the captain explains and sends that Don't hit the shot..and the player gets out in the circle of hitting six..dude, the bat went off by mistake ..

I remembered the biggest mistake of one of our plays..the play was Birla Krida Kendra Chopati and evening show..housful play tickets were sold..jam pack I used to roll in the play at that time and handle the responsibility of backstage at the same time..a An hour ago we check if everything is ok or not..there we got a call from the setting that "we have reached the theater ..." there is no one here, we said where is it? There is no set here .. He says we are Kalidas standing .. [Kalidas Natyagriha is in Mulund] We said hey brother Birla I am show..Chopati, where have you reached Kalidas? So he says dude..I went here by mistake ... we got stuck because of his mistake..but the show must go on ... there must have been a box set in every theater..un luck was also in Birla..we A box set was set up, curtains and clothes were arranged from the house of friends around, a producer arranged music from there and boldly told the audience that it could be two more hours before the set came, if allowed, let's play with the box set and the music we got. ..Audience God was happy and the play was a super duper show.

In short, if a mistake is made by mistake, sometimes the loss is big or sometimes the profit is even gained by mistake. Sometimes even deliberate actions are mistaken. Some even know when to make a mistake and when not to.

The only way to correct a mistake is not to make a mistake .. to work carefully by checking a couple of times .. while writing, I make a mistake in grammar in a hurry but now I try to be careful ..Sometimes it happens that a smart person makes a mistake but it is certain that a mistake makes a person smart.

Before we get stuck in the mistake of making a mistake, I dedicated this line to my friends who showed me my mistakes and paused the blog.
 
I have no qualms about maintaining friendships
Yes too
The crowd of friends I never kept fifty

We have kept as many samples as we can count
Yes too
One sample I have kept unsurpassed

So that's my crazy army
Yes too
Where is the fun in life without them

Don’t pay to participate in happiness
Yes too
Do not give up in grief

I find his company overwhelming.
I feel good if it shows a mistake.

The joke he made also sounds jakkas
Yes too
If you don't get annoyed, the day will feel sad

Such madmen have wandered with me
Yes too
So my breath is stuck in them

                                   
Understandably sensible.




Comments

  1. બહુ સુંદર આર્ટિકલ....

    ReplyDelete
  2. bahut badhiya .. aapki tariff 'na karne ki' mistake hum bilcul bhi nahi karenge :) God bless ..keep writing .

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...