મિત્રો ,
એક તો રવિવાર એમાં ગુરુવાર એટલે કે ગુરુ નો વાર , ગુરુ પૂર્ણિમા. સવારથી મેસેજ બોક્સ ફુલ્લ..ગુરુ દેવો ભવ :, ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ, જેમની પાસેથી કઈ શીખ્યા એ સર્વે ગુરુ ને વંદન..આવા અનેક મેસેજ જોઈ..એના જવાબ આપી આપીને એક નાં એક ફોટા કોપી પેસ્ટ કર્યા અને બધાના જવાબ આપ્યા.
ગુરુ શિષ્ય પરંપરા માં માનનારા દરેકનાં જીવનમાં દરેકના કોઈ ને કોઈ ગુરુ હોય છે, અને તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રનાં પણ ગુરુ હોય છે. જેમના હાથ નીચે તમે શીખ્યા હો, જેમની પાસેથી તમારા ક્ષેત્રની નાની નાની વાતો જાણવા મળી હોય શીખવા મળી હોય એ ગુરુ , એ સિવાય એ જ ક્ષેત્રમાં અનેક એવા લોકો પણ મળ્યા હોય જે તમારા મિત્ર, સાથી કે તમને શાબાશી આપનારા હોય પણ હકીકતમાં એ તમારા પ્રતિસ્પર્ધી હોય , તમે ઈમાનદારીથી કે ઈમોશનલી એમની સાથે જોડાયેલા હો અને એ તમારી નબળી કડીઓ જાણી તમને જ પાછળ રાખતા હોય..તમને ખબર ન પડે એ રીતે એ "અજાણ્યા ગુરુ" તમારી સાથે રિલેશનમાં હોય છે, જો કે કોમ્પિટિશન કયા ક્ષેત્રમાં નથી હોતી ? અને ટકી રહેવાની સ્પર્ધામાં આવા ગુરુઓ ગલીએ ગલીએ અથવા ચા ની ટપરી પર ભટકાઈ જ જતા હોય છે, તમારે સજાગ રહેવું પડે.
પણ ક્યારેક રમત રમાઈ ચુક્યા બાદ તમને ખબર પડે કે તમે પણ એ રમતના ભાગ હતા.
ગુરુ પ્રભુ તુલ્ય હોય છે. પણ આજના જેટ યુગ માં શિષ્ય ને સાચી સલાહ આપનાર સંસારી ગુરુ જલ્દી મળવા મુશ્કેલ છે, તમે કોઈ ગુરુકુળ કે તપોવન અથવા આશ્રમનાં ગુરુ ની ભક્તિ કરતા હો તો એ તમને માત્ર સંસારમાં કેમ જીવવું એ જ શીખવાડતા હોય છે,
આપણે આ ફાની દુનિયામાં એક શરીર લઈને આવ્યા છીએ અને એક દિવસ પંચતત્વમાં વિલીન થઇ જઈશું, આત્મા અમર છે...માટે અત્યારથી પ્રભુ ભક્તિ માં મન લગાડી આ માનવ ભવ છેલ્લો પાર કરીને મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરતા રહો , પ્રભુને ભજતા રહો. પુણ્ય કરતા રહો..પાપથી ડરતા રહો...વગેરે..
ભાઈ જેમના પેટ ભરાયેલા છે એમને હરિદ્વાર કે ચારધામ સુઝે...એમને આ વાત લાગુ પડે બાકી જે રોજે રોજ કુવો ખોદી પાણી સીંચતા હોય અને પરિવાર લઈને જીવતા હોય એમને માટે તો કાર્યક્ષેત્ર જ કુરુક્ષેત્ર છે..જ્યાં કૌરવ કોણ અને પાંડવ કોણ એની ખબર હોતી જ નથી..તમે જ અર્જુન અને તમે જ શ્રી કૃષ્ણ..લડો જે સામે હોય એની સાથે તમારી સમજ પ્રમાણે..
ટૂંકમાં ગુરુ વિના જ્ઞાન નહિ, એ વાત સાચી પણ આજના સમાજ માં તમારે પણ સતર્ક રહેવું પડે..
કેમકે તમને મળનાર કે તમારી સાથે વાતો કરનાર કદાચ તમારોય ગુરુ હોઈ શકે.
મારી અનુભવ ની ડાયરીમાં મેં નોંધેલા ગુરુનાં આટલા પ્રકાર છે. [ બે વાર વાંચવાની છૂટ છે..]
ગુરુ હોય..
ગુરુ મળે..
ગુરુ મળતા હોય..
ગુરુ મળેલા હોય..
ગુરુ સારા હોય..
ગુરુ બિચારા હોય..
ગુરુ બની જાય..
ગુરુ કહેવાય..
ગુરુ આપી જાણે..
ગુરુ કાપી જાણે..
ગુરુ કામ કરી નાખે..
ગુરુ કરીયે નાખે..
ગુરુ દેખાય..
ગુરુ ન પણ દેખાય..
ગુરુ સાચા હોય..
ગુરુ ખોટાય હોય..
ગુરુ વિશાળ હોય..
ગુરુ અનેક હોય..
ગુરુ કોઈ પણ હોય..
ગુરુ ગુરુ હોય...
સમજે તે સમજદાર...
Friends,
One is Sunday and Thursday is the time of Guru, Guru Purnima. Message box full from morning..Guru Devo Bhava: Greetings from Guru Purnima, from whom I learned what I learned.
Everyone who believes in the Guru Shishya tradition has a Guru in their life, and a Guru in the field in which you are. The guru under whose hands you have learned, from whom you have learned the smallest details of your field, apart from you have also met many people in the same field who are your friends, comrades or admirers but in fact they are your rivals. , Whether you are sincerely or emotionally attached to them and they know your weak links and keep you behind..the way you don't know, these unfamiliar gurus are in a relationship with you, however, in which field there is no competition and such gurus Wandering down the street or on a tea pot, you have to be careful. But sometimes after playing a game you realize that you too were a part of that game.
guru is equal to God. But in today's jet age, it is difficult to find a worldly guru who gives true advice to a disciple. If you worship a gurukul or a guru of Tapovan or an ashram, they only teach you how to live in the world. We are and one day we will merge in Panchatatva, the soul is immortal ... so from now on keep on trying to get salvation by crossing the last of this human bhav by keeping your mind in devotion to the Lord, keep on worshiping the Lord.
Brother, this applies to those whose stomachs are full. For those who dig wells and irrigate water every day and live with their family, Kurukshetra is the only field of work. You are Shri Krishna..fight against it as per your understanding ..
In short, it is true that there is no knowledge without a guru, but in today's society you also have to be vigilant ... because the one who meets you or talks to you may be your guru.
There are so many types of gurus I have noticed in my diary of experience.
guru is ..
Meet Guru ..
If you meet Guru ..
If Guru is met ..
guru is good ..
If Guru is poor ..
Become a Guru ..
Called Guru ..
Guru knows how to give ..
guru knows how to cut ..
guru will work ..
Guru kariye nakhe ..
guru appears ..
guru does not even appear ..
guru is true ..
If guru is wrong ..
guru is huge ..
guru is many ..
guru is anyone ..
Guru Guru Hoy ...
It makes sense ...
google translate
©
સમય પ્રમાણે ની સચ્ચાઈ .બહુ જ સાચું સત્ય પ્રગટ કર્યું.
ReplyDelete