Skip to main content

HABIT..[ આદત છુટશે કે નહિ ? ]

મિત્રો,

આદત પડી છે લખવાની  એ આદત એમ થોડી  જવાની ? 
અટક્યા ત્યાંથી શરુ કરીએ જીંદગીમાં આગળ વધવાની .
 
આજે વાત કરીએ આદતની . 
જી હા મિત્રો માણસની આદત એક એવી કંપની છે જેને છોડતાં ક્યારેક એક પળ ન લાગે અને ક્યારેક આજીવન આદત છોડવાની બાધા લેવામાં જ જાય. મેં એવા ઘણાંય મિત્રો જોયા છે જેમને સારી નરસી આદતો છે..તમનેય કોઈ આદત હશે જ. સવારે વહેલા ઉઠવાની, યોગા,પ્રાણાયામ કરવાની, પૂજા પાઠ કરવાની, સમયસર કામ કરવાની, અથવા કામ ન કરવાની..ચા પીવાની.. જો કે આદતોનું લીસ્ટ બનાવવા બેસીએ તો ઘણી આદત હોય કોઈને એકલા એકલા બડબડ કરવાની , કોઈને દર બે મીનીટે ફેસબુક,વ્હોટ્સએપ જોવાની. ઘણા લોકો પોતાની પાસે જ મોબાઈલ રાખીને સુતા હોય છે એમને અડધી રાત્રે આંખ ખુલે તો સામે ઘડિયાળ હોય છતાં મોબાઈલમાં સમય જોવાની આદત હોય હવે મોબાઈલમાં સમય જોયો છે તો નેટ ઓન કરી કોણ કોણ ઓનલાઈન છે એ પણ જોઈ જ નાખે..અને જો કોઈ ગમતો..કે ગમતી અડધી રાત્રે ઓનલાઈન દેખાય તો મેસેજ પણ ઠપકારી નાખે.."આટલી રાત્રે જાગે છે ? સુવું નથી ?" અને પછી શરુ થાય વાતો..જે સવારની મહાકાલની ભસ્મઆરતી સુધી ચાલે.

 
કોઈ કોઈ મહાનુભાવોને વાત વાત માં સોગંદ ખાવાની અથવા નખ ખાવાની આદત હોય.મારા એક મિત્રને બાબા રામદેવ ની જેમ વાતવાતમાં એક આંખ બંધ કરવાની આદત છે..હા જ્યારે એ શુટિંગ કરતા હોય ત્યારે બરાબર આંખ કંટ્રોલમાં હોય. એક ને વારે ઘડીએ ઇનશર્ટ કરવાની..[ ટી શર્ટ હોય તો ખેચી ખેચી નીચે કરવાની ] એક મિત્રને વારંવાર દાંત ખોતરવાની આદત છે. એની પાકીટમાં અસંખ્ય ટુથપીક પડી જ હોય..કોઈ હોટલમાં જાય તો છેલ્લે બીલ આપ્યા બાદ દસ બાર ટુથપીક બિન્દાસ ખિસ્સામાં નાખવાની આદત એમને આદત નથી લાગતી..ઘણી સ્ત્રીઓ ને હોટલમાં જમ્યા બાદ કે  કિટ્ટીપાર્ટી બાદ મુખવાસ હોલસેલમાં લઇ લેવાની આદત  હોય છે. કોઈને જમવામાં ઉપરથી મીઠું નાખવાની, કોઈને સબડકા લઈને દાળ ભાત ખાવાની, કોઈને પગ હલાવવાની, કોઈને વાળ સરખા કરવાની , કોઈને શાક લીધા બાદ લીબડો કે આદું માંગવાની સૈદ્ધાંતિક આદત હોય છે. ઘણાને પાણીપુરી ખાતા એક્સ્ટ્રા પૂરી માંગવાની તો ભેલ ખાતાં વધારે ચટણી કે થોડા આલુ ડાલોના..દાલ ભી ડાલો..ભેલ બહુત મસ્ત હૈ..કાંદા ભી ડાલોના....ઘણા માલેતુજારોને મોલમાં પ્રાઈઝ ટેગ જોયા વગર ખરીદી કરવાની આદત હોય છે અને એમને જ રસ્તામાં ફ્રુટવાળા સાથે ભાવતાલ કરવાની આદત હોય છે. 

ક્રિકેટ રસિયાઓને ક્રીશ્નામચારી શ્રીકાંત ની આદત ખબર હશે બેટિંગ કરતા પચ્ચીસવાર નાક સાફ કરવાની..અને સચિન ની આદત..યુ ટ્યુબ પર વિડીયો જોઈ લેજો..મિમિક્રી આર્ટીસ્ટ માટે આદત એ વરદાન સાબિત થાય. કેમકે લોકોની આદતો જોઇને જ એ કલાકાર મોટી હસ્તીઓની મિમિક્રી કરી શકે..આજે પણ કોઈ મિમિક્રી આર્ટીસ્ટ કમર પર હાથ મૂકી થોડોક નમીને ઘેરા અવાજમાં " હા..ઈ " બોલે તો નાનકડું છોકરું કહી આપે અમિતાભ ની નકલ કરે છે. અને અવાજ દબાવીને બોલે કે કુત્તે મૈ તેરા ખૂન પી જાઉંગા..તો કહી દે કે આ ધરમજી ની નકલ છે..દેવ સાબની ચાલવાની આદત એમની સ્ટાઈલ આઇકોન હતી અને કિશોરદા ની ગીતોમાં હુબલીંગ કરવાની આદત આજ સુધી કોઈ ગાયક અપનાવી નથી શક્યું. મારા નાનપણનાં એક મિત્રની પાનની દુકાન હતી એને દુકાને બેસી કાગળની ભૂંગળીઓ બનાવવાની આદત હતી , એક મિત્ર ને વાત વાત માં મોઢું ખોલી બે દાંત વચ્ચે આંગળીઓ રમાડવાની આદત હતી. મને એક આદત છે..અમુક કલાકારોના અવાજ કાઢવાની એમની  નકલ કરવાની જે હજુય ક્યારેક ઉભરાઈ આવે છે. લેખક તરીકે અમારે ઓબ્ઝર્વેશન કરવું જ રહ્યું..નવા નવા પાત્રો વિકસાવવા અવનવી આદતો જોતા રહેવાની આદત પાડવી જ પડે. અરીસા સામે ઉભા રહીએ ત્યારે ચહેરા નાં હાવભાવ કે આંખોને રમાડવાની આદત ઘણાંને હશે. ગુસ્સાસો કરવાની કે અચાનક મૌન થઇ જવાની પણ આદત હોય, ઘણા રોમિયોને પ્રેમિકાની ગલીએ આવ જા કરવાની આદત જલ્દી ન છુટે.. 

ઘણી સારી આદતો સમયની વ્યસ્તતા માં અસ્ત થઇ જતી હોય છે..જે અચનાક જ સામે આવી જાય છે અને પછી ફરી થોડા સમય માટે એ આદત ને આનંદ બનાવી રમી લેવાની ઈચ્છા થઇ આવે છે. 

સારી આદત જેવી જ નરસી આદતો પણ હોય..લોકોની વચ્ચે બેઠા હોય તોય બિન્દાસ વા છૂટ [ ગેસનો પ્રોબ્લેમ હોય એમને ] ફાર્ટ કરવાની, જમતી વખતે મોટેથી ઓડકાર લેવાની..વાત વાતમાં જીભ બ્હાર કાઢી બોલવાની, શરદી ન હોય તોય નાક માંથી કચરો કાઢી જીરાગોળી બનાવી ગમે ત્યાં ચોટાડવાની કે ફેંકવાની આદત હોય છે. એ સિવાય પણ અજબ ગજબની અનેક આદતો હોય છે..જેમાંથી સારી આદતનું સ્વાગત છે અને અળવીતરી આદત ને સુધારવાનો પ્રયત્ન કરવો. 

એની વે તમને કઈ આદત છે..? એ સવાલ સાથે ચાર લાઈન માણતા બ્લોગ ને વિરામ આપીએ. 

સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય..
તો જ પ્રેમ થાય…

સમજે તે સમજદાર. 

Friends,

Have you gotten into the habit of writing?
Let's start from there and move on in life.
 
Let's talk about habit today.
Yes, friends, a man's habit is a company that sometimes does not take a moment to quit and sometimes a lifelong habit of quitting. I have seen many friends who have good narcissistic habits..you must have some habits. Getting up early in the morning, doing yoga, pranayama, doing pooja, working on time, or not working .. However, if we sit down to make a list of habits, there are many habits of blabbering on alone, someone looking at Facebook, WhatsApp every two minutes. Many people are sleeping with their mobile phones. If they open their eyes in the middle of the night, they have a clock in front of them, but they have a tendency to see the time in the mobile. Now they have seen the time in the mobile, they can also see who is online by turning on the net. If you like to appear online in the middle of the night, the message will also be reprimanded..wake up so late at night? Not sleeping And then things start..which lasts till morning bhasma aarti.

 
Some dignitaries have a habit of swearing or biting their nails while talking. A friend of mine has a habit of closing one eye while talking like Baba Ramdev. Yes, he is in control of his eyes when he is shooting. A friend has a habit of brushing his teeth frequently. She must have a lot of toothpicks in her pocket. If she goes to a hotel, she doesn't get in the habit of putting ten bar toothpicks in her pocket after paying the last bill. Putting salt on top of someone's meal, eating lentil rice with someone's subadka, shaking someone's legs, straightening someone's hair, And one has a theoretical habit of asking for ginger or ginger after eating vegetables. Many people want to ask for extra puri from Panipuri account, then add more chutney or a few potato dalos than bhel..dal bhi dalo..bhel bahut mast hai..kanda bhi dalona .... many maletujars have a habit of buying without seeing the price tag in the mall and they There is a habit of dealing with fruits on the road.

Cricket fans will know Krishnamachari Srikkanth's habit of clearing his nose twenty-five times while batting..and Sachin's habit..watch the video on youtube..the habit of proving to be a boon for a mimicry artist. Because only by seeing the habits of the people, the artist can mimic big celebrities. Even today, if a mimicry artist puts his hand on his waist and bows a little and says "Hi" in a dark voice, the little boy imitates Amitabh. And he suppresses his voice and says that the dog will drink your blood..then say that this is an imitation of Dharamji..there is no singer who has been able to adopt Dev Saab's habit of walking, cutting his style icon and hubbling in the songs of a teenager. A friend of mine from childhood had a habit of sitting in the shop making paper beads, talking to a friend and playing with fingers between the teeth in two mouths. I have a habit of imitating the voices of certain artists which still emerge from time to time. As writers, we have to make observations. In order to develop new characters, we have to get in the habit of looking for new habits. Many will have the habit of playing with facial expressions or eyes when standing in front of a mirror. Even if Romeo has a habit of getting angry or suddenly falling silent, many Romeos do not give up the habit of coming to his girlfriend's street soon.

Many good habits are lost in the busyness of time..which suddenly comes in front and then for a while again the desire to make the habit a pleasure and play.

Have the same narcissistic habits as a good habit. There is a habit of sticking or throwing. Apart from that, there are many strange habits. Out of which, good habits are welcome and trying to improve other habits.

Anyway, what is your habit? Let's pause the blog that enjoys four lines with that question.
Sarvala ni apeksha e prem na thay,
Even the lure of multiplication does not make love,
And if there is a preparation for subtraction
Love only happens if there is not the slightest fear of division

Understandably sensible.
google translate
©

Comments

  1. I have a habit to read your blogs regularly and make an comment on them..sir is it good habit ?:)

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...