મિત્રો,
કહેવત છે કે "ડર કે આગે જીત હૈ.." તો ડર કે પીછે ક્યા હૈ..? મારા હિસાબે ડર કે પીછે જિદ્દ હૈ..તભી તો ડર કે આગે જીત હૈ..ડર ની ડગર પર ચાલતા આસપાસ, સામે કે પાછળ કોણ કેવું હશે અથવા કેવું ભટકાશે એની ખબર ન હોય પણ જો ડરની રાહ પર મંઝીલ પહોંચવાની જિદ્દ હોય તો ડર ઉપર જીત મેળવી ફતેહ હાંસલ કરી શકાય.
કોઈ પણ માણસ માં ડર જન્મજાત નથી હોતો..આપણા જ ઘરના ડર મનમાં મગજમાં ભરે છે..અબુધ નાનકડું બાળક તો બિન્દાસ પગથીયા પાસે ચાલ્યું જાય..પણ એની સાથે જે હોય એ જ હાથ પકડીને કહે..ત્યાં ન જવાય..ભમ્મ થઇ જવાય..થોડુક સમજણું બાળક રસ્તો ક્રોસ કરે તો તરત હાથ પકડતા કહીએ ગાડી જો આજુ બાજુ..એ સિવાય ભણતર નો ડર સૌથી મોટો મગજમાં રોપી દેવામાં આવે.." ભણીશ નહિ તો ભજન કરવાનો વારો આવશે.." ભણ..ભણ..ભણ..સ્કુલ કોલેજની લાઈફ પૂરી થાય ત્યાં જોબ માં બોસ નો ડર આપેલું ટાર્ગેટ પૂરું નહિ થાય તો..નોકરી જશે..એક તો માંડ માંડ નોકરી મળી છે..અને આવા ડર ની સાથે સાથે મનમાં ઘર કરી જાય અંધારાનો ડર, ભૂતનો ડર..ઉધાર લીધા હોય અને સમય પર પાછા ન આપી શકીએ તો " હમણાં વસુલીનો કોલ આવશે" એનો ડર.. બાળકો કોલેજમાં હોય અને બેન્કમાં બેલેન્સ નીલ બોલાતી હોય અને ફિ ભરવાનો સમય નજીક આવે તો કોલેજમાં લોકો શું કહેશે એનો ડર..પરિવારમાં લગ્ન હોય અને નાનામાં નાની વાત ને ધ્યાન રાખી સાવચેતી સાથે પ્રસંગ પૂરો કરવાનો ડર..જો કઈ બાકી રહી ગયું તો સમાજ શું કહશે..? સમાજ માત્ર તમને ડરાવશે..જો તમે ડર્યા વિના પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ હશો તો મજાલ છે કોઈ તમને ડરાવી જાય..રૂપિયા આપણે ભેગા કરવાના, આપણે ખરચવાનાં..લોન લીધી હોય તો આપણે ભરવાની અને ચાલવાનું લોકો ખુશ રહે એમ.? શા માટે ભાઈ..? આપણી મરજીના આપણે માલિક છીએ..કોઈ ડરાવે તો પણ એને કહેવાય તું તારું કર ને ભાઈ...
જો કે ડર અને ડેરિંગ બે ભાઈબંધ કહેવાય..લોકો હમેશા કહેતા હોય " તું યાર શું ડરે છે..? ડેરિંગ કરી નાખ.." ડેરિંગ કરીને કામ તો કરીએ પણ...ન કરે નારાયણ અને કરે સ્વામિનારાયણ પાસા ઉંધા પડે તો..? તો ફરી શરૂઆત..શૂન્યમાંથી સર્જન પણ જીતવાનું નક્કી..
મારા એક મિત્રની જ વાત કહું..સરસ મજાની ફેક્ટરી ચાલતી હતી..ધમધમતો વેપાર હતો..બેંકવાળા સામેથી બીઝનેસ લોન આપવા રેડી..અને એ જ દરમ્યાન એમણે ડેરિંગ કરીને કાંદિવલીમાં ફ્લેટ નોંધાવ્યો..લગભગ એંશી લાખનો ફ્લેટ હશે જેના માટે ચાલીસેક લાખની લોન લીધી..મનમાં હતું કે લોન ભરાઈ જશે..સમય સારો ચાલે છે..પણ મનના કોક ખૂણે એક ડર પણ હતો..અને એ જ થયું..કોરોના કાળ શરુ થયો..બીઝનેસ ઠપ્પ, આવક માં જેમની પાસે લેવાના છે એમણે છ મહિના વરસ નો સમય માંગ્યો..પાસે જે રૂપિયા હતા એ ફ્લેટનાં જી.એસ.ટી અને બીજા ખર્ચા માં વપરાયા..હવે બે મહિના બાદ પઝેશન છે અને મહીને લગભગ સાઈઠ હજારનો બેન્ક હફતો...એમની હાલત શું હશે એ કલ્પી શકીએ..અને રોજ ડર તો ખરો જ કે આગળ શું થશે..? અધૂરામાં પૂરું..એમનાં જ પરિવારના સભ્યને કોરોના થયો..લાખોપતિએ લોકો પાસે માંગવાનો વારો આવ્યો અને એના ડર ની જગ્યા શ્રદ્ધાએ લીધી અને હવે ભગવાન તું જ એક આશરો..કહી રોજ ઈશ્વરનું નામ..
સુપરસ્ટાર લેખક , દિગ્દર્શક, સંગીત દિગ્દર્શક કલાકારો લઈને પણ અદ્ભુત નાટક ફિલ્મ બનાવો લાખો કરોડો ખરચી નાખ્યા હોય તો પણ રીલીઝ નાં દિવસે નિર્માતાનાં મનમાં ડર હોય જ કે ક્યા હોગા..? અને સાથે ભગવાનને પ્રાર્થના તો ખરી જ કે પ્રભુ સૌ સારું કરજો..જે નાખ્યા છે એટલા આવી જાય તોય..બસ..
મૂળ વાત ડર સદાય સાથ નથી છોડતો પણ હા ડર ને હાવી થવા દ્યો તો તમને પછાડી જ નાખે..એનો સામનો કરી ફિનિક્સ પક્ષી ની જેમ રાખ માંથી બેઠા થઇ ફરી જીંદગીની લડત શરુ કરીએ તો..કહેવાય કે ડર કે આગે જીત હૈ..છેલ્લી વાત..કોઈના લગ્ન હોય ત્યારે લોકો વરરાજા ને ડરાવતા હોય કે દોસ્ત તું તો ગયો...હવે આખી જીંદગી તારું હસવાનું બંધ, તું થઇ ગયો હસબંડ..આખરે સાત ફેરા ફરીને પત્ની ઘરે આવે..અને બન્નેનાં સ્વભાવ મળતા હોય બન્નેના જીવનમાં પારદર્શિતા હોય..એકબીજાને સમજીને આગળ વધતા હોય..ત્યારે લગ્ન કર્યાનો ડર ઓસરી જાય.
પત્ની પતિનો સાથ આપે અને આગળ વધવા પ્રેરણા આપે..ક્યારેક સલાહ સૂચનની આપ લે માં પણ ભાગ લે..પત્નીએ આપણા મિત્ર સર્કલને જોયા ન હોય પણ એમની વાત સાભળીને પણ અંદાજો આવી જાય કે સામે કેવું નંગ છે..
ઈશ્વરે દરેક સ્ત્રીને એક ગજબની સિકસ્થસેન્સ આપી જ છે..માણસ ઓળખવાની. ડર વખતે કોઈ નિડર લીડર આપણી સાથે હોય તો પછી બીજું શું જોઈએ..? સારા નરસા કપરા કાળમાં બીજું કોઈ સાથે હોય કે ન હોય ત્યારે માત્ર અને માત્ર પત્ની સાથે હોય તો એને જોઇને એટલું જ કહેવાનું મન થાય કે "સલામ છે તને મહારાણી."
છેલ્લે એક કવિતા સાથે બ્લોગને વિરામ.
ક્યાં સુધી હું ડરીશ જીવનમાં ?
ક્યાં સુધી અટકતો રહીશ જિંદગીમાં ?.
તારે જ તારી કેડી કંડારવાની છે..
કોઈ હાથ નહિ પકડે જિંદગીમાં.
સાથે હોવાનો દાવો તો સૌ કોઈ કરે છે અહી..
મળે છે એમ જાણે એ જ સહારો મંઝીલ ભણી.
અનુભવ થાય ત્યારે ખબર પડે છે કે..
આ પણ "એના" કામ માટે જ આવ્યો જીંદગીમાં.
આદત પાડી લેજે હવે નિડર બનવાની.
જોયું જશે જે ઘટનાઓ આગળ થવાની..
શીખ્યો છે, અને શીખતો રહેજે બધેથી..
સફળ થઈશ તો બધા આવશે બધા સામેથી જિંદગીમાં.
અશોક ઉપાધ્યાય.
સમજે તે સમજદાર.
Friends,
There is a saying that "Dar ke aage jeet hai .." So what is fear or behind ..? In my opinion, there is fear or stubbornness behind..there is fear or victory ahead..who walks on the path of fear, around, in front or behind, who will be like or how to wander, but if there is fear, if there is stubbornness to go to the destination, then fear Victory can be achieved by winning over.
Fear is not innate in any human being..fear of our own home fills the mind .. Abudh a small child walks to Bindas Pathiya..but he holds the same hand with him and says..don't go there..bhamma Let's go..a little understanding child, if he crosses the road, let's immediately hold his hand and say if the car is on this side..but the fear of learning should be planted the biggest .. "If I don't study, it will be my turn to do bhajan." ..If I finish school-college life, if the target given by the boss in the job is not met..the job will go..one has barely got a job..and with such fear, the fear of darkness, the fear of ghosts will take root in the mind. Fear of "now the recovery call will come" if borrowed and can't pay on time .. Fear of what people will say in college if the children are in college and the balance in the bank is talking and the time to pay the fee is near .. there is marriage in the family and Fear of finishing the event with care keeping in mind the smallest thing..what will the society say if there is anything left ..? Society will only scare you..if you are ready to face the situation without fear then it is funny if someone scares you..the money we have to collect, we have to spend..if we have taken a loan then people will be happy to pay and walk. Why brother ..? We are the owners of our wishes..even if someone scares us, it is called you do your duty, brother ...
However, fear and daring are called two brothers .. People always say "What are you afraid of man ..? Dare to do it .." Tofri start..but decided to win..say only a friend of mine..there was a nice fun factory running..there was a booming business..based to give a business loan from a banker..and meanwhile he dared and registered a flat in Kandivali .. There will be a flat of about eighty lakhs on which I took a loan of forty lakhs..I thought that the loan would be repaid..time is a good variable..but there was also a fear in the corner of my mind..and that is what happened..the era of coro started..business Stop, those who have to take in income did not ask for time for six months..the money they had was used for GST and other expenses of the flat..now there is possession after months and a bank week of about sixty thousand per month ... We can imagine what his condition will be..and the daily fear is real or what will happen next ..? Incompletely finished .. In this, the family member got coroned at home .. It was the turn of the millionaire to ask the people and his fear was replaced by faith and now God is the only refuge .. Say God's name every day ..
Make a wonderful film with superstar writers, directors, music directors and actors. Even if millions have been spent, what will happen if there is fear in the mind of the producer on the day of release ..? And at the same time, I pray to God that God will do the best .. make the film a super hit ..
The basic thing is that fear does not always leave you, but if you let fear prevail, it will knock you down. Facing it, if we sit down from the ashes like a phoenix bird and start the fight of life again, it is said that fear is the next victory. Talk..someone is getting married or people are scaring the groom or friend you are gone ... now you have stopped laughing for the rest of your life, you have become a husband .. finally the wife comes home after seven rounds..and transparency in the life of both Yes..if they understand each other and move forward..then the fear of getting married disappears.
The wife accompanies the husband and inspires him to move forward. Sometimes he also participates in the exchange of advice and suggestions.
God has given every woman a wonderful sixth sense..to recognize a man. Good, if there is a fearless leader with us in times of fear, then what else do we need .. If a good narcissist is with someone else in difficult times or not, if he is only with his wife, then seeing him, it makes me want to say, "
Finally break the blog with a poem.
How long will I be afraid in life?
How long will I stay in life ?.
You have to make your own ladder ..
No one holds hands in life.
Everyone here claims to be together.
The same Saharo Manzil Bhani as if found.
When you experience, you know that ..
This also came to life only for "her" work.
Get into the habit of being fearless now.
See what happens next.
Have learned, and will continue to learn from everywhere ..
If I succeed, all will come in front of all in life.
Ashok Upadhyay.
Understandably sensible.
google translate
©
Comments
Post a Comment
hii friends if u like my post pl comment