Skip to main content

family no 1 [ મારું ગ્રુપ મારો સંસાર ]

                                                   

મિત્રો,

અમુક સમય પહેલા એકબીજાનાં સંપર્ક માં રહેવા માટે આપણે ઘણા રસ્તાઓ અપનાવતા હતા જેમાં સૌથી મહત્વની વસ્તુ હતી ટપાલ પોસ્ટકાર્ડ, આંતરદેશી, કવર, તાર અનેક પ્રકાર..એના પહેલા કબુતર કે મનગમતા પ્રાણી કુતરા અને ઘોડાઓ પણ સંદેશાઓ પહોચાડતા..આજના જમાનામાં તો એકદમ ફાસ્ટ વ્હોટ્સએપ જેમાં એક નહિ અનેક મિત્રોને સાથે સંદેશ મોકલી શકાય. અને એમાય ગ્રુપમાં હો તો તો ક્યા કહેને..


સ્કુલ ફ્રેન્ડ ગ્રુપ, બીઝનેસ ગ્રુપ , ફ્રેન્ડસ ગ્રુપ , મંદિર ગ્રુપ , માર્કેટ ગ્રુપ , કિટ્ટી ગ્રુપ ૧,૨,૩,૪, જલસા ગ્રુપ , કોરોના ગ્રુપ , કકળાટ ગ્રુપ એવા અનેક ગ્રુપ નાં સભ્ય બનીને આપણે જેમ ધારાસભ્ય હોઈએ એમ બધા તમને ટ્રીટ કરે..અને એમાય રાજા ની જેમ વાત કરે એડમીન, આખો દિવસ ચોવીસ કલાક મોબાઈલ પર જ બેસનાર એડમીનજી સૌથી બીઝી હોય એ દરેકના સવાલોના જવાબ આપીને પોતાને સૌથી વધુ ઈમાનદાર સાબિત કરવાનો પ્રયત્ન કરે..[ જો કે ઈમાનદાર હોય પણ..] અને ગ્રુપમાં પણ એક એક થી ચઢીયાતા મિત્ર હોય છે જે ક્યા પક્ષનાં છે એની જ ખબર ન પડે. જેમને આખી દુનિયાનું નોલેજ હોય અમુક ફોરાવર્ડીયા હોય જે એમને પર્સનલ આવેલો મેસેજ તરત જ ગ્રુપ માં મુકી દે , અમુક કોપી પેસ્ટીયા હોય જે ગુગલ પર ન્યુઝ જોઈ જોઈ ને એની લીંક સીધી ગ્રુપ માં પીરસીને પોતાને સબસે તેઝ સમજે અમુક..એવા ખબરી હોય જેમને દેશના પ્રધાનમંત્રી ને ન ખબર હોય એવી એવી વાતો ખબર..હોય. ચાઈના,નેપાલ,મમતા,સોનિયા,રાહુલ,ટ્રમ્પ,રામદેવ બધાને આમને ઘર જેવા સંબંધ હોય એમની અંદરની વાતો એ ગ્રુપ માં શેયર કરતા હોય , અમુક સીધા જ ટીવી નાં સમાચાર નાં ફોટો તરત મુકે બ્રેકીંગ ન્યુઝ લખીને.અમુક તો ગુગલના જમાઈ જેવા જે કોઈ કઈ લખે કે તરત એનો અળવીતરા જવાબ આપે અને પોતે સૌથી સ્માર્ટ છે એવો દેખાડો કરે..અને અમુક ચતુર નંબર ચાર..જે બધાના મેસેજ  વાંચે અને કોઈ જ ટીકાટીપ્પણી ન કરે માત્ર સ્માઈલી કે ફૂલદાની મુકે અને સવારે સરસ મજાનો સુરજ દેખાય એવું સુવાક્ય પધરાવે. હું હયાત છું એ સાબિત કરવા. કોઈ તો ખાલી જન્મદિવસ અને મેરેજ એનીવર્સરી નાં જ દેખાય.

કિટ્ટી નાં ગ્રુપમાં તો બહેનો ની વાતો પણ રમુજી હોય , સવારનાં ગુડ મોર્નિંગની સાથે સાથે "કોઈ મને આજે સરસ શાક સજેસ્ટ કરોને" થી માંડી આવતી કિટ્ટી માં કઈ કઈ ગેમ રમવાની એના ઉપરની ચર્ચા સાથે તહેવારો નથી ઉજવવાના પણ આપણે ઓન લાઈન ઝૂમ પર ગરબા રમીશું એની વાતો ..જો કે અમુક બહેનોએ ઝૂમ પર ગરબા શીખવાનું શરુ પણ કરી દીધું છે..સાથે સાથે "તરલા તારી દીકરી માટે સરસ સ્થળ છે, અને મીના તારી મામી નો દીકરો માસ્ટર થયો ? તો દિવ્યા ની કિન્નરી મસ્ત છે, વાત કરું ? કિટ્ટી નાં રૂપિયા જલ્દી મોકલાવજો અને મારે કિટ્ટી માં નથી રહેવું ની રકઝટ પણ હોય..

જો કે આ બધી આપણી આસપાસ રહેતા રોજીંદા લોકોની વાત..વિચારો ગામડામાં જ્યાં હજુ  અદાણી ન પહોચ્યા હોય અને અંબાણી પહોચી ગયા હોય ત્યાંનાં મોબાઈલમાં ગ્રુપ કેવા બનતા હશે ? ગ્રુપ નું નામ હશે “ કુવા ની કન્યા ”  જેમાં મેમ્બર છે ડાઈ,વિભા,દિવાળી, સંતોક,રંભા,દેવુ,કનક,કકું અને દયા.

એ જય માતાજી..

જય માતાજી..

કુવે હાલવું સે ? હું ગાગર ભરવા જાઉં સું.

મારા સસરા ત્રણ બીડી પી લે પછી આવું..હમણે એક બીડી પૂરી થઇ.

મારે ગા દોવાની બાકી સે..મન મોડું થાહે.વિયાણી સે એટલે ઝટ દોવા નથ દેતી.

મારે કિકલાને ધવરાવવાનો સે..આખી રાત રો તો તો..

હું થ્યું ?

ઝાડા થઇ ગયા સે.

તને ?

નાં અલી કિકલાને..

પેટ પર દુટી ની આજુ બાજુ ગરમ હિંગ લગાડજે.

અને લવિંગ,સુંઠ નાં પાવડર નો ઉકાળો દે ગોળ વાળો.

હંધુય કર્યું..હવે સુવે કે આવું કુવે..

મારી સાસુ ને ય વા ઉપાડ્યો સે..આ વખતે મુઓ ગોઠણ પર આવ્યો સે.

આખી રાત મોબાઈલ ની લાઈટ ચાલુ રાખી

કોણ જાણે ગામમાં અદાણી ક્યારે આવશે..

હારું સે કે અંબાણી એ મોબાઈલ ચાર્જ કરવા ટાવર ની હારે હારે સોલાર નાખી દીધા સે..

એ હું ઉપડી કુવે..આવો તમ એક પસી એક...

એ મારી ભેશ નવરી કુવે જ ગઈ સે એને પાણી પાજે..હું આવું એના પોદળા વીણતા વીણતા..

આય ઝટ..હાલો જય માતાજી..

એ જય માતાજી..

ગામ ને શહેરમાં આ ફરક તમે થોડુંક તો હસ્યા મરક મરક..

સમજે તે સમજદાર.


 

Friends,


Some time ago we used to use many ways to keep in touch with each other. The most important thing was postal postcards, inland, covers, various types of wires. Before that even pigeons or favorite animals, dogs and horses used to deliver messages. Nowadays it is very fast. WhatsApp in which a message can be sent to not one but many friends. And what to say if you are in Amay group ..

Become a member of many groups like School Friend Group, Business Group, Friends Group, Mandir Group, Market Group, Kitty Group 1, 2, 3, 4, Jalsa Group, Corona Group, Kaklat Group and treat you as an MLA. .And Amay speaks like a king. The admin is the busiest person in the house, sitting on the mobile 24 hours a day. He tries to prove himself to be the most honest by answering everyone's questions. [Even if he is honest ..] and also one in the group. There is a superior friend who does not know which party he belongs to. There are some forwarders who have knowledge of the whole world who immediately send their message to the group, there are some copy pasters who see the news on Google and serve it directly in the group and understand themselves as the fastest. There are some who know the Prime Minister of the country. If you know such things that you don't know, China, Nepal, Mamata, Sonia, Rahul, Trump, Ramdev all have a home-like relationship, they share their inner stories in this group, some even like Bydi, whatever someone writes or immediately gets rid of it. Reply and show that he is the smartest..and some clever number four..who reads everyone's message and does not comment, just puts a smiley or a vase and spreads the saying that a nice fun sun appears in the morning. To prove that I exist. Some just look at birthdays and marriage anniversaries.

Even the sisters in Kitty's group are funny, good morning, as well as someone suggested me a nice vegetable today, not to celebrate the festivals with a discussion on which games to play in Kitty, but we will play Garba on the online zoom. ..However some sisters have even started learning Garba on Zoom..Also Tarla is a great place for your daughter and Meena is your maternal son's master so Divya's kinnari is cool. Send Kitty's money soon and I also have the humor of not staying in Kitty.

However, all this is a matter of everyday people living around us. The name of the group will be "Kuva Ni Kanya" which includes Dye, Vibha, Diwali, Santok, Rambha, Devu, Kanak, Kaku and Daya.


A Jay Mataji ..

Jay Mataji..

How to move? I'm going to fill the jar.

This is what happened after my father-in-law drank three BDs.

I have to sing, my mind is late.

I have to cry all night .. if I cry all night ..

I happened

He got diarrhea.

You?

Na Ali Kiklane ..

Put hot hing on this side of the duti.

And boil cloves and ginger powder.

Hindu did .. now sleep or such a well ..

He took my mother-in-law away. This time Muo came to his knees.

The lights of the mobile remained on all night

Who knows when Adani will come to the village ..

Harun Se or Ambani threw solar in the tower to charge the mobile.

A hu upadi kuve..avo tum ek pasi ek ...

My disguise went to Navri Kuve and she watered it .. I used to weave it like this ..

I zat..halo jai mataji ..

A Jay Mataji ..


The difference between village and city is a little bit of laughter.


Understandably sensible.

google translate.

©

 

 


Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...