Skip to main content

AB positive [ કોરોના અને જલસા ]

મિત્રો , 

સરકાર કહે છે કે તમે તમારી જવાબદારીએ કામધંધે નીકળો અને રોજ એવા મેસેજ મળે છે કે બની શકે તો ઘરમાં જ રહો. ઘરમાં બસીને બ્હારનું  કામ ન થાય અને બ્હાર જઈએ તો કામ પૂરું ન થાય , ઉઘરાણીવાળાઓને હજુ કોરોના નડે છે, જેમને આપવા છે એ લોકો માટે કોરોના ની તકલીફ ચાલુ છે અને જેમણે લેવાના છે એ બિચારા મોબાઈલ રીફીલ કરી કરીને ઉઘરાણી નાં ઈમોશનલ મેસેજ કરતા રહે છે. આવી મંદી માં સંઘરી રાખેલા બે ચાર હજાર પણ કામ આવે.કોરોના નો ફફડાટ એટલો છે કે ચાઈના વોર, વિકાસ યાદવ જેવી ખબરથી પણ ન્યુઝ દુનિયામાં કોઈ અસર જોવા નહિ મળી. હા અમિતાભ બચ્ચન ને કોરોના પોઝીટીવ આવ્યો તો ન્યુઝ વાળા ને નવો મસાલો મળ્યો..અને ન્યુઝમાં સાત હિન્દુસ્તાની થી લઈને અત્યારસુધીની અમિતાભ બચ્ચન ની લાઈફ જર્ની દેખાડવાની શરૂઆત થઇ ગઈ..સાથે અભિષેક ને પણ કોરોના પોઝીટીવ નાં સમાચાર આવ્યા તો આખા ભારતમાં લોકો પ્રાર્થના કરવા લાગ્યા, કોરોના ને જાણે જલસા હોય એમ એ જલસામાંથી બ્હાર નીકળવા તૈયાર નહોતો અને ઐશ્વર્યા અને આરાધ્યા ને પણ આલુ..લુ..લુ..કરી ગયો અને એ બંને પણ કોરોના પોઝીટીવ ની કતારમાં આવી ગયા. જો કે સુખી સંપન્ન પરિવારનાં લોકો છે અને ડોક્ટરનાં કહેવા પ્રમાણે બધાને કોરોના નાં પ્રાથમિક લક્ષણ છે એટલે વધુ ટેન્શન નથી અને આમેય બચ્ચન સર સાથે આખો દેશ નહિ આખી દુનિયા છે..એમને અને પરિવારને ઈશ્વર હમેશા હેમખેમ રાખે. જો કે રેખાજી નાં ગેટકિપર ને કોરોના પોઝીટીવ આવ્યો અને રેખા જી નું ઘર સીલ થયું એ જાણી લોકો આશ્ચર્યમાં પડી ગયા.કારણ જે હોય તે...

ઈમોશનલ મેસેજ ની સાથે સાથે જોક્સ પણ બનવા લાગ્યા..જો કે અમિતાભ અને રેખાજી ઉપર આ સમયે જોક્સ કરવા એ સારું ન કહેવાય...અમિતાભજી નાં બંગલાની બ્હાર ન્યુઝ વાળા એવી રીતે ભેગા થઇ ગયા હતા જાણે એમને અને કોરોના ને ઘર જેવા સંબંધ હોય.અને વરસાદમાં જલસા બંગલોને સેનેટાઈઝ કરવા આવેલા મ્યુનિસિપલ કામદારોનાં ઇન્ટરવ્યુ લેતા હતા " આપ કિતને લોગ હૈ ? અબ ક્યા કરેંગે સફાઈ મેં ? સફાઈ કે ક્યા ક્યા સામાન હૈ આપકે પાસ..? કામદારે કહ્યું ૮ ઝાડું દસ લીટર સેનેટાઇઝર ઔર હમ સોલાહ આદમી. ન્યુઝ ચેનલ ને સલામ.  
                                            

અમારી સોસાયટીમાં જ લીફ્ટ માં એક બ્લ્યુ રંગની પી. પી.ટી. કીટ  મળી આવી જેને કોઈ હાથ લગાડવા તૈયાર નહોતું, આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ..સેક્રેટરી અને વોચમેન બધા કામે લાગી ગયા..લીફ્ટ બંધ અને કોઈકે તો મ્યુનિસિપલ વાળા ને કોલ કરી દીધો એટલે સાફસફાઈ કર્મચારીઓ પણ પી.પી.ટી. સુટ માં આવી ગયા..લોકો સોશ્યલ ડીસ્ટન્સ રાખી અંદર અંદર વાતો કરતા હતા..ત્યાં ૩૦૨ વાળા મંજુલા કાકી આવીને લીફ્ટમાંથી પેલું પી.પી.ટી કીટ ઉપાડી બોલ્યા..આ મારી દીકરી નો રેનકોટ છે એ લીફ્ટ માં ભૂલી ગઈ હતી..સોરી...એ તો ચાલ્યા ગયા પણ બધાની બોલવાની હિમ્મત નહોતી કેમકે મંજુલાબેન સેક્રેટરીનાં બા હતાં. 

જો કે જોત જોતામાં કોરોના ને ચોથું બેઠું..અને હજુ કેટલું ટકશે એની ખબર નથી લોકો કહે છે કે બાબો દિવાળી કરીને જશે..[ દિવાળી બગાડીને ] કદાચ ભારત ગમી જાય તો છવ્વીસમી જાન્યુઆરી ના ધ્વજ વંદન પણ કરે..ટૂંકમાં કોરોનાને અતિથી માની એની સાથે ગોઠવાઈ જવાનું..અને આ અતિથી ક્યારે જશે એની કોઈ તિથી નથી..ઈશ્વર દરેકને હિમ્મત આપે.. 
એક સરસ મજાની રચના સાથે બ્લોગ ને વિરામ.

કયાંક કોઈ એક એવું,
પારકુ હોવું જોઈએ.

જે નથી આપણું છતાંય,
આપણું હોવું જોઈએ.

નામ વગરના સંબંધ માં પણ,
એવું એક નામ હોવું જોઈએ.

એનો હાથ પકડી બેસવું છે,
એમ આપણું મન કહેવું જોઈએ.

નથી જ જોઈતું કશું જ મારે,
તારી પાસેથી દોસ્ત.

બસ તારા ચહેરા પર,
નિમૅળ હાસ્ય હોવું જોઈએ.

આવું કહેનાર કોક તો,
જીવનમાં હોવું જોઈએ.

જે નથી આપણું છતાંય,
કોઈ આપણું હોવું જોઈએ

સમજે તે સમજદાર. 


friends 

The government says you go out of your way to work and get the message every day that if possible stay at home. If the work is not done at home and if we go out, the work is not completed, the collectors are still suffering from corona, the problem of corona is going on for those who have to give and the poor who are about to take it keep on sending emotional message of collection by refilling the mobile. Even two or four thousand saved in such a recession will come in handy. Yes, if Amitabh Bachchan got positive from Corona, then the news people got a new spice. And the news started showing Amitabh Bachchan's life journey from seven Hindustanis till now. Corona was not ready to get out of the party as if it was a party and Aishwarya and Aaradhya were also beaten and both of them came in the queue of corona positives. However, there are people from happy affluent families and according to the doctor, everyone has the primary symptom of Corona, so there is no more tension and the whole country, not just the whole world, is with Ameya Bachchan Sir. May God always keep him and his family together. However, people were surprised to know that Rekhaji's gatekeeper got a positive corona and Rekha ji's house was sealed. Because whatever it is ... along with the emotional message, jokes also started to be made. However, jokes on Amitabh and Rekhaji at this time It is not a good thing to do. Newsmen outside Amitabhji's bungalow gathered as if he and Corona had a home-like relationship. Me? Safai ke kya kya samaan hai aapke paas ..? Kamdar said કહ્યું Zadu ten liter sanitizer aur hum solah aadmi.



In our society in the same elevator a blue colored p. P.T. A kit was found which no one was ready to touch, word spread in the whole society..Secretary and Watchmen all went to work..Lift closed and someone even called the municipal one so the cleaning staff also went to PPT. Went in a suit..people were talking inside keeping social distance..there was Manjula aunty from 202 who came and picked up the PPT kit from the elevator and spoke..this is my daughter's raincoat she forgot in the elevator..sorry ... He left but not everyone had the courage to speak as Manjulaben was the secretary's ba.

However, Corona sat fourth in Jyot Jyot..and still don't know how long it will last. People say that he will go after Diwali .. [spoiling Diwali] maybe if he likes India, he will also salute the flag of 26th January .. To be arranged..and there is no date when this guest will leave..God give courage to everyone ..
Pause the blog with a nice fun composition.

Someone like that somewhere,
Should be parku.

Which is not ours though,
Should be ours

Even in a nameless relationship,
That should be a name.

To hold his hand,
That is what our mind should say.

I don't need anything,
Friend from you

Just on your face
There should be pure laughter.

If Coke says so,
Should be in life.

Which is not ours though,
Someone should be ours

Understandably sensible.

google translate 
©




Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા