મિત્રો ,
એક તો વરસાદ અને ઉપરથી ઘરમાં બંધ વારંવાર એક જ વાત સુઝે ચા મુકો..અને ગરમા ગરમ કઈક બનાવો...એક કામ કરો ભજીયા જ કરોને..
ત્યાં તો દીકરીએ યુ ટ્યુબ ખોલ્યું અને કહ્યું પપ્પા ક્યા ભજીયા ખાવા છે ?
પનીર ભજીયા, પાલક ભજીયા , બટેટા નાં ભજીયા,બ્રેડ પકોડા, કાંદા ના ભજીયા, મરચાના ભજીયા , ફીશ ભજીયા [ વેજ ] મગની દાળ નાં ભજીયા, મેથીનાં ભજીયા..કારેલાના ભજીયા,ટામેટા નાં ભજીયા..ભીંડાનાં ભજીયા..??
ત્યાં અર્ધાંગીની બોલી બસ કર બેટા નહિ તો ઘરમાં થશે કજીયા..આ તારા પપ્પા ઇન્દ્ર દેવની જેમ હુકમ કરશે કે કરો પનીર,મેથી અને દાળ નાં ભજીયા..અને હું એમને કહીશ કે નીચે જઈ પનીર અને મેથી લેતા આવો..તો આખું સ્વર્ગલોક માથે લેશે...
ટુંકમાં વરસાદમાં જે ભજીયા હોય એ ભજીયા ગમે..અને સાથે ચા..આ..હ...ભજીયા નો સ્વાદ સત્યનારાયણ નાં પ્રસાદ જેવો હોય..ગમે તેટલો ખાવ વધુ ખાવાનું મન થઇ આવે.
અને એવામાં આવ્યો એક સરસ મજાનો મેસેજ..જે ભજીયા ઉપર જ હતો..એટલે આપની સાથે શેયર કરવાનું મન થઇ આવ્યું..
સવાલ :
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો કે..
ચોમાસામાં ભજીયાં ખાવા શાં માટે આરોગ્યપ્રદ છે ?
જવાબ :
ચોમાસામાં વાતાવરણ પલટાતાં પાચનક્રિયા ધીમી પડે છે. સ્વાસ્થ્ય સારું રાખવા હળવો ખોરાક લેવો જરૂરી છે. ભારે ખોરાક લેવાથી જઠર અને આંતરડા ઉપરાંત લીવર અને હાર્ટ પર અવળી અસર થાય છે.
પાણી અને તેલ બન્ને માંથી તેલ વજનમાં હલકું ગણાય, કારણ કે તેલ પાણીમાં તરે છે.
ભજીયાં તેલ કરતા પણ હલકા છે. કેમ કે, તે તેલમાં તરે છે.
આ પરથી સરવાળે કહી શકાય કે ભજીયાં (પાણી અને તેલ) બન્ને કરતા હલકા છે.
ઉપરાંત ભજીયાંમાં ગળપણ હોતું નથી. ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મેદસ્વીતા ને મધુપ્રમેહ વધારે છે.
ભજીયાં સાથે ચટણી લેવાતી હોય છે. કોથમીર અને આમલી મૂળ તો વનસ્પતિ ગણાય. ભજિયામાં વેરાયટી મુજબ લીલાં મરચાં અને મેથી પણ હોય છે. તબીબો એ લીલોતરી ખાવાની ભલામણ કરે છે.
ભજીયાંમાં ચણાનો લોટ હોય છે. ચણા પ્રોટીન છે. દાળ પણ હોય છે. એ ય પ્રોટીન છે. બોડી બિલ્ડીંગ માટે મોંઘા પ્રોટીન પાવડર ખાવાનું ફરજીયાત હોય છે, જે પ્રોટીન ભજિયામાંથી મળી રહે છે.
ભજીયાંમાં બટેટા-ટમેટાં પણ હોય છે. બટેટા તો ફરાળમાં ય ખવાય એવા હળવા. અને વળી એમાં સ્ટાર્ચ હોય. જે વોશિંગની જેમ ચોખ્ખું કરે પેટને અંદરથી. ટમેટાંમાં વિટામીન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે ને રક્તને શુદ્ધ કરે.
ભજીયાંમાં ક્યારેક લસણ પણ હોય છે. જે હૃદય માટે ખૂબ સારું એવા સંશોધનો થયા છે. ભજિયામાં કેળાં હોય તો કેલ્શિયમ અને ડુંગળી હોય તો એન્ઝાઈમ્સ મળે છે. ભજિયાંમાં મરી હોય છે. જે પાચકરસ પેદા કરે છે. સીંગતેલમાં તળાય છે ને સીંગ તો પ્રોટીનથી ભરપૂર હોય. તેલ તો દીવામાં વપરાય ત્યારે પ્રકાશ આપે. કડક થયેલા સ્નાયુઓને ઊંજણ (લુબ્રીકેશન) કરે છે.
વળી, ભજીયાં ખાધા પછી તૃપ્ત આત્મા બીજું ભોજન ટાળે છે. જેથી ઉપવાસ જેટલા ફાયદા પણ થાય છે.
માટે, વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે કે ચોમાસામાં ભજીયાં ખાવા આરોગ્યપ્રદ અને આનંદદાયક છે !
મોચામાં પાણી આવી ગયું હોય તો અત્યારે જ ઓર્ડર આપી દ્યો..ભજીયા નો..અને હેય..એન્જોય કરો લોક ડાઉન...
છેલ્લે ભજીયા જેના થકી મળ્યા એ વરસાદ ને અનુલક્ષીને ચાર લાઈનો...અને બ્લોગ વિરામ.
વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું
બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ
કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું
વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે
ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે,
કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર
બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે
સમજે તે સમજદાર.
Friends,
One is rain and the same thing is often said from the top of the house.
There, the daughter opened YouTube and said, "Daddy, which bhajiya do you want to eat?"
Paneer Bhajiya, Palak Bhajiya, Potato Bhajiya, Bread Pakoda, Onion Bhajiya, Chili Bhajiya, Fish Bhajiya [Veg] Mangi Dal Na Bhajiya, Fenugreek Bhajiya. Indra will order like Dev to make paneer, fenugreek and dal bhajiya..and I will tell him to go down and get paneer and fenugreek..then he will take the whole heaven ...
In short, the bhajiya that is in the rain is like bhajiya..and sateh cha..a..h ... the taste of bhajiya is like the prasad of Satyanarayana..it makes you feel like eating as much as you like.
And there was a nice funny message..which was on Bhajiya..so I decided to share it with us ..
Question:
Give scientific reasons and explain that ..
Why is it healthy to eat fritters in monsoon?
Answer:
In monsoons, digestion slows down due to climate change. It is important to eat light food to stay healthy. In addition to the stomach and intestines, heavy eating affects the liver and heart.
Oil from both water and oil is considered light in weight, as the oil floats in the water.
Fries are also lighter than oil. Because, it floats in oil.
From this it can be said that Bhajiyas (water and oil) are lighter than both.
Also, fritters do not have sweetness. Sugar is harmful to health. Obesity increases diabetes.
Sauce is served with fritters. Coriander and tamarind roots are considered a vegetable. Bhajiya also has green chillies and fenugreek according to the variety. Doctors recommend eating greens.
Bhajiyas contain chickpea flour. Chickpeas are a protein. There are also lentils. It is a protein. For bodybuilding it is mandatory to eat expensive protein powder, which is found in protein fritters.
The fritters also contain potatoes and tomatoes. Potatoes are light enough to eat in a frying pan. And it has starch in it. Which cleans the stomach from the inside like washing. Tomatoes contain vitamin C. Which boosts the immune system and purifies the blood.
Fritters sometimes contain garlic. There has been a lot of research that is very good for the heart. Calcium is found in bananas and enzymes are found in onions. Fritters contain peppers. Which produces digestive juices. Peanuts are soaked in oil and peanuts are rich in protein. Oil gives light when used in lamps. Lubricates tightened muscles.
Also, after eating fritters, the satisfied soul avoids another meal. So there are as many benefits as fasting.
Therefore, it is scientifically proven that eating fritters in monsoon is healthy and enjoyable!
If there is water in the mocha, order it right now..no bhajiya..and hey.. enjoy enjoy lock down ...
Finally Bhajiya who got tired got four lines corresponding to the rain ... and blog break.
How about being with you in the pouring rain?
Even rain feels like rain
All come out here wearing umbrellas and raincoats
Someone gets it, which feels like getting wet
Your memory begins with the first drops of rain
Then a whole sea forms in front of the eyes,
I wish you were walking on a wet road together
Just the same thought constantly arises in the heart
Understandably sensible.
google translate.
©
monsoons with bhajiya platter is awesome combination n tempting to. no one on this earth can escape from this
ReplyDelete