મિત્રો ,
કલમ ને જો છુટ્ટી મૂકી દયો.. તો એ ક્યારેક એવું લખી નાખે કે મુસીબત વગર ઇન્વીટેશને ડોરબેલ વગાડ્યા વગર ઘરમાં આવી ચડે , વિકાસ ની વાત કરતી સરકારે વિકાસ ને જ મોતને ઘાટ ઉતાર્યો ત્યારે મહાકાલનાં દર્શન કરીને નીકળેલને વિકાસને કાલ ભરખી ગયો , ઘણા લોકો ખુશ થયા. અને ઘણા કહેવા લાગ્યા કે "અમને તો ખબર જ હતી કે આવું જ થશે." સુશાંત સિંગ નાં મૃત્યુ બાદ અનેક રાઝ રાઝ રહી ગયા છે એ ક્યારેય ખુલશે કે નહિ એની ખબર નથી એમ, વિકાસ નાં નર્કારોહણ બાદ એ કેટલા મહાનુભાવોનાં નામો સાથે લઇ ગયો છે એની જાણ કદાચ કોઈને નહિ હોય..જો કે રાજકરણમાં કોણ દોસ્ત અને કોણ દુશ્મન એની ખબર પડતી જ નથી...
અરે રાજકારણ શું..કોઈ પણ ક્ષેત્રમાં દોસ્ત અને દુશ્મન ની ઓળખ શક્ય જ નથી.
શત્રુ, દુશ્મન,પ્રતિસ્પર્ધી, સામોવાડી, વેરી, એનીમી...અનેક નામો છે આ ન દેખાતા કે ન ઓળખાતા મિત્ર નાં. જે સમય આવ્યે ક્યારે કોની તરફ સરકી જાય એ કહેવાય નહિ. તમે જેમને પોતાના અંગત સમજીને ઘણી અંગત વાતો શેયર કરો અને એ ભાઈ સમય આવ્યે શેર બજારની ટેરેસ પર ચઢીને તમારી અંગત વાતોની ફાઈલ જગજાહેર કરી નાખે..હૃદયની હાર્ડ ડિસ્ક અંગત જ હેક કરી શકે..આવા હિતશત્રુ દરેકના હીટલીસ્ટ માં એટલે કે મોબાઈલના લીસ્ટમાં હોય જ છે પણ એમને ઓળખી શકવા અશક્ય છે. જો કે દુશ્મનનાં પણ અનેક પ્રકાર છે..કોઈ તરત જ કોલર પકડી ને ફેંસલો કરે.. તો કોઈ મોટા માથાનો સંપર્ક કરી વાર્તા પૂરી કરવા સોપારી આપે, કોઈ સમયની રાહ જુએ અને ખરા સમયે જ દગો કરી જાય અને કોઈ તમારી સાથે જ રહીને તમારા દરેક પગલાંની ખબર દુશ્મન ને પહોચાડે..જો કે મને તો આટલા જ પ્રકારની ખબર છે.. બાકી તો વિષ્ણુસહસ્ત્ર નામ કરતાય ચાર ગણા દુશ્મન નાં પ્રકાર નીકળે ..ટૂંકમાં દુશ્મન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના હિરો જેવા સીધા લાગે પણ કલરફૂલ ફિલ્મના વિલન જેવા હોય..જે વિભીષણ પણ હોઈ શકે અને રાવણ પણ..શકુનિ પણ હોઈ શકે અને વિષકન્યા પણ...ક્યારે કયો વેશ ધારણ કરશે એ ન કહી શકાય.કોરોના જેવા દેખાય નહિ પણ હોય..સાવચેત રહેવું.
જે તમારી સાથે બોલતો કે બોલતી પણ ન હોય એને તમારી આખી કુંડળી ખબર હોય અને જે આખી જીંદગી તમારી આસપાસ રહ્યો હોય એને તમારી દુખતી નસ ની ખબર ન હોય. જો કે શત્રુ ચાલાક હોય તો અવસરનો જ લાભ ઉઠાવે..અને જ્યારથી ચાણક્યનીતિ લખાઈ છે ત્યારથી ઘણાં લોકો એને ઘોળીને પી ગયા છે..આજે ચાણક્ય ગુરુ હોત તો એ પણ પોતાની નીતિ સિવાયની અનેક મહાન ગુરુ આત્માઓએ લખેલી નીતિઓ વાંચતા હોત..અથવા સમજતા હોત..કે મારુબેટુ આવું તો મેય ન્હોતું વિચાર્યું..આજની તારીખમાં દુશ્મન તમારું કરી નાખે એના પછી તમને ખબર પડે કે યાર આપણું કોઈ કરી ગયું..તમે જ્યાં કામ કરતા હો ત્યાં તો આવા અનેક હિત શત્રુઓ હોયજ..જે ઉધઈ ની ઓલાદ જેવા હોય..તમે એમને નડો નહિ તો પણ એ તમારા ઉપર નજર રાખીને જ બેઠા હોય, જ્યાં તમે કોઈ સારા પ્રોજેક્ટમાં કે કોઈ નવી શરૂઆત કરો ત્યાં આ ઉધઈ પોતાના ઈંડા મૂકી જાય અને ખોતરવાનું શરુ કરી દે...કોઈને તમારી પાછળ છુ કરી દે..નાં તો એ શાંતિ થી જીવે ના તમને જીવવા દે..પેલી કહેવત જેવું..હું તો મરું પણ તને નહિ છોડું...
જો કે આ તો મને આજ સુધીનાં જે અનુભવો થયા છે એનાં પરથી આટલું લખાયું હજુ પણ ઘણું લખી શકાય એમ છે પણ આજે આટલું જ, હા એક ખાસ વાત દરેક ચતુર સમજતા હોય છે કે એમને બધાની ખબર છે..અને આગળ વધવા પોતાના જ પ્રતિસ્પર્ધી નાં કામ અટકાવવા સામ,દમ,દંડ,ભેદ ની નીતિ થી તમને હરાવવા મથતા હોય છે પણ એ ભૂલી જાય છે કે તમે જે રમત રમો છો એનો ખરો ચેમ્પિયન ઉપર બેઠો છે..જે ક્યારે કયો દાવ રમશે એની આજ સુધી કોઈ માઈનો લાલ સમજી નથી શક્યો..અને સમજી શકશે પણ નહિ...
જો કે દુશ્મન કોઈ જન્મજાત નથી હોતા..એ સમય અને સંજોગો સાથે ડેવલપ થતા હોય છે..આજકાલ લોકડાઉન માં ભગવદ ગીતા વાંચું છું જેમાં એક શ્લોક છે..એમાં પ્રભુ કહે છે કે આપણી ઇન્દ્રિયો પણ આપણી દુશ્મન બની શકે છે..
“તસ્માત્ યસ્ય મહાબાહો નિગૃહિતાનિ સર્વશઃ
ઇન્દ્રીયાણિ ઇન્દ્રીયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ૨/૬૮”
અર્થઃ
“ તેથી હે મહાબાહો ઇન્દ્રીયોના વિષયોમાં જેની ઇન્દ્રીયો ચારે બાજુથી વશમાં આવી ગયેલી છે તેની બુદ્ધિ સ્થિર થયેલી કહેવાય છે.”
ઇન્દ્રીયોને વશ કરવાની વાત છે. આપણી ઇન્દ્રીયો આપણી દુશ્મન પણ બની શકે છે અને તે આપણી દોસ્ત પણ બની શકે તેમ છે, પરંતુ આનો આધાર આપણા ખુદ ઉપર રહેલો છે. જો આપણે ઇન્દ્રીયોને વશ ન કરી શકીએ તો એને લીધે જે પરિણામો આવે છે તે છેવટે આપણને નુકસાનકારક જ હોય છે. ઇન્દ્રીય જ્યારે નુકસાન થાય તેવું ફ્ળ આપે ત્યારે તે આપણી દુશ્મન કહેવાય.ઇન્દ્રીયને દોસ્ત બનાવી દઇએ તો બેડો પાર થઇ જાય છે.
ટૂંકમાં ટકી રહેવાની રમતમાં ક્યારેક અટકી જવું સારું..બીજાને આગળ વધતાં બળતરા કરવા કરતા ક્યારેક એમને આગળ વધવામાં મળ કરી જો જો આનદ મળશે..બાકી તો...
સમજે તે સમજદાર..
Friends,
If you let go of the pen .. then sometimes it will be written that without any trouble the invitation will come home without ringing the doorbell. . And many began to say, "We knew this would happen." It is not known whether many secrets that have remained after the death of Sushant Singh will ever be revealed or not, no one will know how many dignitaries he has taken with him after the hell of development. However, who is a friend and who is an enemy in politics. Don't know
What is politics..It is not possible to identify friend and foe in any field.
Enemy, foe, rival, samovadi, vari, anime ... there are many names for this unseen or unknown friend. It is not said when the time will come. You can share many personal stories with the person you understand and the time will come when the brother will climb on the terrace of the stock market and make public the file of your personal stories. Such enemies are in everyone's hit list i.e. in the list of mobiles but it is impossible to identify them. However, there are many types of enemies. Someone immediately grabs the collar and decides, then someone will approach the big head and hand over to complete the story, someone will wait for the right time and betray at the right time and someone will stay with you and take your every step. Knows deliver to the enemy..although I know the same kind of information .. otherwise the name of Vishnu Sahastra turns out to be four times the type of enemy..in short the enemy looks straight like the hero of a black and white movie but is like the villain of a colorful movie..which horror But it can be and Ravana can also be..Shakuni can also be and Vishakanya can also be ... It cannot be said when he will wear what disguise.like corona u not seen but he/she near u.
Anyone who speaks or does not speak to you knows your entire horoscope and those who have been around you all their lives do not know your aching vein. However, if the enemy is clever, he will take advantage of the opportunity..and many people have drunk it since the Chanakya policy was written..if there was a Chanakya Guru today, he would have read the policies written by many great Guru souls besides his own policy..or would have understood Would..then the enemy will do it to you today, then you will know that one of us has done it..there will be many such enemies wherever you work..who are like the offspring of locusts..even if you don't attack them If it is just keeping an eye on you, wherever you start a good project or a new start, this weevil will lay its eggs and start digging ... otherwise it will not live in peace, it will not let you live ... like that saying. I will not leave you even if I die ...
Although this is what I have written so far from the experiences I have had so far, it is still possible to write a lot, but today it is the same, yes, one special thing that everyone cleverly understands is that they know everything..and not their own rivals to move forward. They try to beat you with the policy of Sam, Dum, Dand, Bheed to stop the work but they forget that the real champion of the game you are playing is sitting on it. No one has ever understood which game will be played. ..And can't understand ...
Although enemies are not innate..they develop with time and circumstances..nowly I read the Bhagavad Gita in lockdown which has a verse..in it the Lord says that our senses can also be our enemy ..
“Tasmatyasya mahabaho nigruhitani sarvasah
Indriyani Indriyarthebhya: Tasya Pragya Pratishtita 2/3 ”
Meaning:
"Therefore, O Mahabaho, in the subjects of the senses, the intellect of one whose senses have been subdued from all sides is said to be stable."
It is a matter of subduing the senses. Our senses can be our enemy and our friend, but it depends on us. If we cannot control the senses, the consequences are ultimately detrimental to us. When the senses give the fruit that is damaged, it is called our enemy. If we make the senses friends, then the bed is crossed.
Sometimes it is better to get stuck in the game of survival in short .. sometimes it is better to keep moving than to irritate others.
Understandably sensible ..
google translate.
©
Comments
Post a Comment
hii friends if u like my post pl comment