Skip to main content

daughter are A blessing. [ દિકરી વ્હાલનો દરિયો ]


મિત્રો , 

સાચું કહું તો , વાતની શરૂઆત માટે  આજે કોઈ વિષય મળતો નહોતો  અને અચાનક અવાજ આવ્યો , 
પપ્પા ચા પીવા આવોને.
વાઈફ નો પણ અવાજ આવ્યો..
ક્રિષ્નાએ ચા બનાવી છે , પહેલા એ પી લ્યો પછી લખવા બેસો. 
અને વિષય મળી ગયો. દિકરી.
કિશું ને મારા શેડ્યુલની ખબર હોય એટલે ક્યારેક એ મને ચા પીવડાવીને સરપ્રાઈઝ આપે. એના હાથની ચા એટલે આ..હ..આમેય મને કિડનેપ કરવો હોય તો સામે મસ્ત મસાલાવાળી  મૂકી દેવાની આય એમ સરેન્ડર..

આજે દીકરી વિષે મારા મનની કેટલીક વાત કવિતા [ મારી વાઈફ ] પ્રેગ્નેન્ટ હતી ત્યારેપરિવારના ઘણા લોકો પૂછતાં કે દીકરો આવશે કે દીકરી ? અને અમે બંને એકસાથે કહેતા કે દીકરી. 

નામ પણ નક્કી હતું ક્રિષ્ના , દિકરો આવે કે દિકરી નામ તો આ જ રહેશે ક્રિષ્ના. અને ઈશ્વરે અમારી વાત સાંભળી સરસ મજાની દિકરી આપી. 
જોત જોતામાં ક્યારે  ૨૧ વર્ષની થઇ ગઈ ખબર જ ન પડી નાનકડી કીશું ને નર્સરી થી માંડી સ્કુલ સુધી મુકવા જવાની ડ્યુટી મારી જ રહી છે જે મેં વફાદારી પૂર્વક નિભાવી છે. બાઈક પર આગળ બેસતી અને હાઈટ વધતા બાઈક પર પાછળ બેસવા લાગી. કોલેજમાં એ એકલી જાય છે. 

દિકરી ની તુલના ક્યારેય કોઈ સાથે થઇ જ ન શકે ઘણા કહે કે મારે દિકરી નહિ પણ દિકરો છે. પણ હું માનું છું કે દિકરી એ દિકરી જ બસ..એને કોઈ સાથે સરખાવાય નહિ. નાનપણથી પરિવારમાં ઉછરેલી દીકરી સમજણ નાં પાઠ મનમાં જ ભણી લેતી હોય છે એ બોલે નહિ પણ એને સમજાય બધું. આજે દીકરીઓ પણ  ભણીગણીને તૈયાર થઇને  ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.
 
એટલે કહેવાય છે કે દીકરી ઘરની દિવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાશ પાથરી દે છે. .
 
દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે ઘણાં નમૂનાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ....આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે  ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર લાદી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં એડજસ્ટ થવામાં.  છતાય દિકરીની કોશિશ કરે છે સાસરિયામાં સૌનુ દિલ જીતવાનુ.. કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનુ સ્થાન બનાવવાનુ અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દિકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે. 
 
જ્યા સુધી દીકરી પિયરમાં હોય ત્યા સુધી કોઈ ચિંતા નહી પણ જ્યારે સાસરિયામાં આવે એટલે તે ગમે તેટલી હોશિયાર હોય તો પણ તેને નવેસરથી બધુ શીખવુ પડે છે .. નવી રીત ભાત અપનાવવી પડે છે.. નહી તો તારા પિયર જેવુ અહી નહી ચાલે, અમારે ત્યા આવુ કોઈ નથી ખાતુ, જેવા વાગ્બાણ સંભળાવનારા પણ હોય છે. .  
 
દીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં તેઓ તેને નજર ભરીને જોઈ પણ ન શકે કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે.

ડોટર ડે નાં એના માટે મેં લખેલી નાનકડી વાત તમારી સાથે શેયર કરીને આજના બ્લોગ ને વિરામ આપીશ. 

જીવવા માટે જેટલી જરૂરત હવા અને પાણીની છે..
એટલી જ જરૂરત મને હમેશા વ્હાલી "દીકરી" તારી છે..
તું નહોતી તો કંઈ નહોતો હું , 
તું આવી ને પૂરો થયો..
"નામ" થી ઓળખાતો હું "પપ્પા" બની સંપૂર્ણ થયો..
તું રહે જો આંખ સામે તો દર્શન મથુરા કાશી છે..
જીવવા માટે જેટલી જરૂરત...
જીવું ભલે હું મન ભરીને , પણ શ્વાસ તારો આભારી છે..
તારા સ્વપ્ન પૂરા કરવા , એ જ પ્રતિજ્ઞા મારી છે..
ખુશ હંમેશા તુજને જોવા કણ કણ વિખરી જઈશ..
તુજને ખુશ જોઈ ફોટામાંય.. હું તો ખુશ હોઈશ..
જ્યાં જઈશ ત્યાં તું કુળનું નામ ઉજળીશ ખાત્રી છે..
જીવવા માટે જેટલી જરૂરત..

પપ્પા. 
દીકરી દિવસે..એક વિચાર..

સમજે તે સમજદાર 

Friends,

To be honest, there was no topic to talk about today and suddenly there was a noise,
Dad came to drink tea.
Wife's voice also came ..
Krishna has made tea, first sit down to write after drinking.
And got the subject. Daughter.
Someone knows my schedule so sometimes he surprises me with a cup of tea. The tea in his hand is this..h..I surrendered if I want to kidnap him.

Some of the things that came to my mind today about Kavita Kavita [my wife] was pregnant when many in the family asked if the son would come or the daughter? And we both said together that daughter.


The name was also decided Krishna, if the son comes or the daughter's name will be Krishna. And God listened to us and gave us a nice funny daughter.
I don't know when I turned 21 in Jyot Jyot. It is my duty to drop the little things from nursery to school which I have faithfully fulfilled. Sitting on the front of the bike and sitting on the back of the bike as the height increases. In college he goes alone.

A daughter can never be compared to anyone. Many say that I have a son and not a daughter. But I believe that a daughter is just a daughter ... she cannot be compared to anyone. The daughter who has been brought up in the family since childhood is learning the lessons of understanding in her mind not only speaking but also understanding everything. Today, even daughters are ready to study and do high jobs. A cultured daughter moves forward with love.
 
That is to say, the daughter spreads laughter, joy and excitement wherever the lamp of the house is. .
 
 
Whether the daughter is studying in KG or studying in college, whether she is a virgin or married, the daughter is always the daughter for the parents. In childhood, a daughter may have fun, but when she grows up, she takes things in stride. When the daughter goes to the father-in-law after marriage, many people ask what the bride has brought in Kariyavar. But don't understand that mother-father, home, family, village like the sea of ​​love ... has come to leave all this and win your heart. When this is accepted by the society, the fragrance comes in the life of the daughter. The arrival of the new bride in-laws is like the birth of a new child. In-laws impose all the responsibilities of their home on the new bride as soon as the bride arrives, but it also takes time to adjust to a new and unfamiliar home and the most unfamiliar people. Chhatay tries to win everyone's heart in Sasaria .. tries to make her place in the new house and tries to make the people of the new house adopt her as a daughter and shower love on her.
 
No worries as long as the daughter is in the pier, but when she comes to the in-laws, no matter how smart she is, she has to learn everything from scratch. No one eats, there are those who hear such rhetoric. .
 
The daughter is a heartbeat for the father. Even a man who has never cried in his life cries with tears when he says goodbye to his daughter as a father. So God forbid that the daughter should ever be so far away from the father that in the last days of the father they could not even look at him or drink a teaspoon of water.

I will pause today's blog by sharing with you the little thing I wrote for Daughter's Day.

All that is needed to survive is air and water.
I always need your "daughter" so much ..
If you weren't, I wouldn't be,
You came and finished ..
Known as "Naam", I became "Pappa".
If you live, Darshan Mathura Kashi is in front of your eyes.
How much do you need to live ...
Even if I live with my mind full, but the breath is thankful to you.
To fulfill your dream, the same vow is mine.
I will always be happy to see you.
I will be happy to see you happy in the photo ..
Wherever I go, I am sure the name of the clan will shine.
As much as needed to live ..

Dad.
On daughter's day..a thought ..


Understandably sensible

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...