Skip to main content

believe in your self. [ "તું" તારામાં જ શોધ તુજને ]

મિત્રો , 

દરેકના જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ પ્રેરણા બની જાય છે, એવું નથી કે તમારી પ્રેરણા મૂર્તિ સાથે તમે સતત સંપર્ક માં હો જ , એને જોઇને કે એને મળ્યા વિના માત્ર એની વાતો કે એનાં ચિત્રો જોઇને પણ મોટીવેશન મળી રહે છે. મારી દીકરી ધોની ને આદર્શ માને છે અને હંમેશા એનાં વિષે વાતો કરતી હોય કે કઈ પરિસ્થિતિમાં ધોની હતો અને આજે એ ક્યા છે. 
 


દોસ્તો, પ્રેરણા ભાઈ,બ્હેન,મમ્મી,પપ્પા,ગુરુ,મિત્રો ગમે તેના માંથી મળી શકે. અને દરેકની કોઈને કોઈ સારી વાત પ્રેરણા બની શકે. હા માત્ર આપને એ વાતને પોઝીટીવ વે માં લેવી પડે. ક્યારેક તમારા સ્પર્ધક જેની સાથે તમે સતત સંઘર્ષમાં હો અને એની સાથે ધંધાકીય કોમ્પિટિશન હોય એની કોઈ વાત પણ તમારા માટે મોટીવેશન બનીશકે. આમ તો આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ થતી હોય જેમાંથી કઈક શીખી શકાય પણ આપણે ધીરે ધીરે ચાલવામાં નહિ પણ દોડવામાં માનીએ છીએ, એકસાથે આઠ દસ પગથીયા ન જ ચઢી શકાય એના માટે એક એક પગથીયું જ ચઢવું પડે. ઉતાવળે કોઈ કામ ન થાય. મનમાં ઘર કરી ગયેલી વાત તમને આખું જીવન મોટીવેટ કરી શકે એમ એક આદર્શ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ તમને આગળ વધવા , સંઘર્ષ કરવા નિમિત્ત બની શકે. 

હું જીવનમાં હંમેશા બે વ્યક્તિથી પ્રભાવિત થયો છું એક અમિતાભ બચ્ચન અને બીજા કપિલ શર્મા. અમિતાભ બચ્ચન નાં જીવનનાં ઉતાર ચઢાવ અને સંઘર્ષ કાળ કોઇથી અજાણ્યો નથી ઘર, ગાડી બંગલો બધું જ ચાલ્યું ગયું છતાય હિમ્મત હાર્યા વિના ફરીથી નવી શરૂઆત કરી કૌન બનેગા કરોડપતિ સાથે બીજી ઇનિંગ શરુ થઇ જે આજ સુધી ચાલુ છે, હેટ્સ ઓફ. કપિલ શર્મા નાં જીવનની ઘટનાઓ પણ આવી જ રહી પંજાબથી આવી કોમેડી સર્કસમાં સ્ટેન્ડઅપ કોમેડી કરતા કરતા કલર્ધસ પર સુનીલ ગ્રોવર સાથે ધ કપિલ શર્મા શો અને જોત જોતામાં આકાશની ઉંચાઈએ પહોચી અભિમાન કહો કે નસીબના જોરે મિત્ર એવા સુનીલ ગ્રોવર સાથે અણબનાવ થયો અને કપિલ શર્મા નો શો બંધ થયો નિરાશાની ગર્તામાં ધકેલાઈને નશા નાં રવાઈ ચઢી ગયો આખરે માં નાં આશિર્વાદથી ફીનીક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઇ એણે મિત્રો સાથે ફરી શો શરુ કર્યો અને આ વખતે મદદ કરી ભાઈજાન સલમાન ખાને એમણે પોતાના પ્રોડક્શનમાં ધ કપિલ શર્મા શો ફરી શરુ કર્યો અને આજે ફરી કપિલ શર્મા ક્યા છે એ સૌ કોઈ જાણે છે. 

આ બંને મહાન વ્યક્તિનાં જીવનની બીજી બાજુ પણ હશે જ જે મારા કરતા વધારે તમને ખબર હશે પણ હું હંમેશા પોઝીટીવ વિચારું છું અને મને આ બન્ને વ્યક્તિ જોશ અને ઝનુનથી ભરેલા લાગ્યા છે. 

મારા જીવનમાં પણ ઘણી એવી વ્યક્તિ છે જેની વાતો આજે પણ યાદ કરતા આગળ વધવાની હિમ્મત વધી જાય , ઘણી બાયોપિક વાંચી છે અને વાંચું છું. પણ જયારે જ્યારે એકલો બેઠો હોઉં ત્યારે હું મારામાં મને જ શોધતો હોઉં કે હજુ શું ખૂટે છે ? 

જેમની પાસેથી કોઈ નવી વાત શીખવા મળી એ મારા આદર્શ બાકી  ઈશ્વર પર વિશ્વાસ અખૂટ છે કેમકે એમનાથી વધારે આપણને કોણ ઓળખે ? એમનાથી કઈ છુપાવી શકાય છે ? જે કોઈનેય ન કહેવું હોય એ પણ એને ખબર પડી જાય છે બોલો. એટલે સૌથી બેસ્ટ ફ્રેન્ડ જો કોઈને બનાવવો હોય તો ઈશ્વરને બનાવવો. 

મારી સાથે જ બનેલી એક નાનકડી ઘટના તમને કહી ને આ બ્લોગ ને વિરામ આપીશ.
હું ડોમ્બીવલી રહેતો હતો , નાટકમાં કામ કરવાની ઈચ્છા હતી એ વખતે પ્રાગજી ડોસા સાહેબ નાં નાટકો વિષે સાંભળેલું , અને મને બહુ ઈચ્છા હતી કામ કરવાની , ત્યારે એક મિત્રએ કહ્યું હતું કે 
" નાટકમાં તારું કામ નહિ." અને એ વાત મગજમાં ઘર કરી ગઈ , મેં નક્કી કર્યું કે દોસ્ત હવે તો હું નાટકોમાં કામ કરીને જ દેખાડીશ. કુદરતી હું ગીરેશ દેસાઈ સર સુધી પહોચ્યો જેમને મને ભવન્સ માં નાટ્ય શિક્ષાપીઠમાં સ્કોલર શીપ આપી અને નાટકોમાં બેકસ્ટેજ કરતો થયો.  
મને યાદ છે એક દિવસ ભાઈદાસમાં મુકેશ રાવલજી ને નાટકમાં અભિનય કરતા જોઈ એવું નક્કી કરેલું કે એકવાર આમની સાથે જરૂર કામ કરીશ અને મારા લખેલા સૌથી સફળ નાટક પરણે તે પત્ની ને શરણે માં મુકેશ સર હતા. એ સિવાય પણ એમની સાથે ઘણું કામ કર્યું અને એમની પાસે ઘણું શીખવા પણ મળ્યું. એક નાટકમાં અમદાવાદની ટુર માં અમે એક મહિનો રૂમ પાર્ટનર હતાં. ત્યારે આ વાત એમને કરી હતી.

એટલે ટૂંકમાં કોઈને કોઈ વ્યક્તિ કે એના શબ્દો તમારું મોટીવેશન હંમેશા વધારતા રહે છે. બસ જરૂર છે એ વાત ને સતત વાગોળતા રહેવાની.
પાણી નાખતા રહીએ તો ઝાડ હંમેશા લીલું જ રહે.
સમજે તે સમજદાર.  


 Friends,

A person becomes an inspiration to everyone in their life, it is not that you are in constant contact with your inspiration idol, you can get motivation just by looking at it or seeing its pictures without seeing or meeting it. My daughter considers Dhoni as an ideal and always talks about the situation in which Dhoni was and where he is today.

Friends, inspiration, brother, sister, mom, dad, mentor, friends can be found in anything. And everyone can be inspired by something good. Yes, you just have to be more discriminating with the help you render toward other people. Sometimes a competitor with whom you are in constant conflict and with whom there is a business competition can also be a motivation for you. Thus there are many events happening around us from which we can learn something but we believe in running and not walking slowly, for not being able to climb eight or ten steps at a time, we have to climb one step at a time. No work done in a hurry. The personality of an ideal person who can motivate you for the rest of your life can also be an excuse for you to move forward and struggle.


I have always been influenced by two people in my life, one is Amitabh Bachchan and the other is Kapil Sharma. The ups and downs of Amitabh Bachchan's life and the time of struggle are not unknown to anyone. Home, car, bungalow, everything is gone, but without giving up, he started anew and started the second innings with Kaun Banega Crorepati which is still going on, Hats off. The events of Kapil Sharma's life are also coming. Instead of doing stand-up comedy in such a comedy circus from Punjab, the Kapil Sharma show with Sunil Grover on Kalardhas and reached the height of the sky while watching Jyot Jhota. After being pushed into the pit of despair, the habit of intoxication went up. Finally, with the blessings of Ma, Phoenix sat down from the ashes like a bird. He started the show again and this time he helped his brother Salman Khan. Everyone knows.

There will be other aspects of the life of these two great people that you know better than me but I always think positive and I find these two people full of passion and passion.

There are many people in my life who still have the courage to go on remembering the words even today, when I am sitting alone I find myself in me what is still missing?

From whom I have learned something new, my faith in my ideal God is inexhaustible, because who knows us better than him? What can be hidden from them? Anyone who doesn't want to say it knows it. So if you want to make the best friend, make God.

Let me tell you about a small incident that happened to me and I will pause this blog.
I lived in Dombivali, I wanted to work in drama, I heard about Pragji Dosa Saheb's plays at the time, and I really wanted to work, then a friend said, "It's not your job in drama." And it made a home in my mind, I decided that now I will show it only by working in plays. Naturally I reached out to Sir Giresh Desai who gave me a Scholarship at the Natya Shikshapeeth in Bhavans and backstage in the plays.
I remember one day when I saw Mukesh Rawalji acting in a play in Bhaidas, I decided that I would definitely work with him once and for all, the most successful play I had ever written was Mukesh Sir. Apart from that, I worked with him a lot and learned a lot from him.

So in a nutshell, a person or his words always increase your motivation. The tree will always be green if we keep on watering the thing that is just needed.

Understandably sensible.

 
 



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...