Skip to main content

high class man. [ રાજા માણસ ]

મિત્રો , 
માણસનો ક્લાસ તમે શેના પરથી નક્કી કરી શકો ? 
જ્યારે જ્યારે દેશ પર કોઈ સમસ્યા કે કોઈ આપત્તિ આવે તો દરેકના મોઢે એક વાત અચૂક સંભળાય " આ બિચારા મિડલક્લાસનાં  માણસો કેમ જીવતા હશે ?" 
પણ મિડલક્લાસનાં માણસો જીવી જાય છે , કેમ ? એ તો એ જાણે અને એમના ભગવાન.

ત્રણ પ્રકારના માણસોની વાત હંમેશા નીકળે છે અપરક્લાસ, મિડલ ક્લાસ [ અથવા અપર મિડલ ક્લાસ ] અને લોઅર ક્લાસ. 


અપર ક્લાસ ને કોઈ ટેન્શન નથી એમને ઈશ્વરે એટલું આપ્યું હોય છે કે કયાં વાપરવું એનો વિચાર કરતા હોય છે, જે કમાતા હોય એમાંથીય દસ ટકા ઈશ્વરને અચૂક આપતા જ હોય છે. અને ઈશ્વર દસ ટકામાં રાજી પણ થઇ જતા હોય છે, એ સિવાય દાન ધર્મ, ભગવાનને ચઢાવો, મમ્મી પપ્પા નાં નામની તકતીઓ વગેરે..રૂપિયા છે તો ક્યાંક તો વાપરવા પડેને. અરે હા આ સિવાય આલીશાન જીવન તો ખરું જ બેન્ક માં કરોડોની લોનની ઉધારી બોલાતી હોય પણ દીકરી કે દીકરાના લગ્નમાં પૈસો પાણીની જેમ ખર્ચાય કેટરિંગ થી માંડી ડીજે, ડાંડિયા,મહેંદી,હલ્દી દરેક દિવસે એક એક રીવાજ  એવી રીતે ઉજવાય કે લગ્ન ક્યારે છે એની જ ખબર ન પડે અને છેલ્લે લગ્નના દિવસે વર વધુની સરપ્રાઈઝ એન્ટ્રી.ક્યારેક બલુનમાં તો ક્યારેક હેલિકોપ્ટરમાં તો ક્યારેક સ્ટેજની નીચેથી બ્હાર નીકળે.

જમણવારમાં થાળીમાં એટલી વાનગીઓ કે કેટરિંગ વાળો પણ ભૂલી જાય કે આ આપણે ત્યાં બન્યું છે કે બ્હારથી આવ્યું છે. ટૂંકમાં અપરક્લાસ ને અપાર મઝા.
 
એના પછી આવે મિડલક્લાસ, [ અથવા અપર મિડલ ક્લાસ ]  આ ક્લાસ પર ખરેખર હસતા હસતા રડવું આવી જાય. રિવાજના કુવામાં એવા ડૂબેલા હોય  કે બિચારાની એક હાથે તાળી પડી જાય. આજીવન કામ કામ અને  કામ જ  કરતો આ ક્રલાસનો   મહીને અમુક ખર્ચો ફિક્સ, અઠવાડિયે હોટલમાં જવાનું , સાથે ઝમાટો, સ્વેગી તો ખરું જ અને મેકડી કે ડોમિનોઝ ની કુપન પણ વાપરવાની,મંદિરે જાય તો ખિસ્સામાં સો , બસ્કેસો પાંચસોની નોટ જોઈ પાછી મૂકી દે અને દસ ની નોટ નથી એમ મનમાં કહી કાન પકડી ભગવાનની માફી માંગી પાંચ નો સિક્કો નાખે.  મોલમાં જાવ તો ડિસ્કાઉન્ટ જોઈને રૂપિયા કાઉન્ટ કર્યા વગર શરુ. અને મહિના નાં અંતમાં લાઈટ, ટીવી,મોબાઈલ રીફીલ અને મેઇન્ટેનન્સ નાં હિસાબ કરતા અચૂક બોલાચાલી થાય પણ નવા મહિનાની શરૂઆતમાં પાછી ગાડી જેવી હતી એવી સ્પીડ પકડી લે.પેટ્રોલ નાં ભાવ ભલે વધે પણ મિડલક્લાસ વગર પેટ્રોલે ભાગતો જ હોય બિચારો.ફિ માફી કરાવીને ભણાવે , લોન લઈને લગ્ન કરાવે અને આખી જીંદગી ઘરના, ગાડીના હફ્તા ભરવામાં નીકળી જાય અને જતા જતા દિકરાને ખો આપતો જાય. 

હવે છેલ્લે વારો આવે લોઅર ક્લાસ. આમને માટે બધા એક સરખા. જયારે જુ ત્યારે દુખી નાં દુખી ભગવાન નાં મંદિરે જાય તો ભગવાન રડી પડે કે આવ્યો પાછો. અરે ભાઈ તું તારા કર્મો ભોગવે છે એમાં હું શું કરું ? લોઅરક્લાસ માટે આખી દુનિયા સ્વર્ગ સમાન હોય એમને કોઈ ફિકર નહિ ભગવાન ને જનમ દિયા હૈ તો વો હંમે જિન્દા રખેગા. કઈ ન કરે તોય સાંજે કે રાત્રે એમને શોધતા કોઈ નબીરાના છોકરાઓ એમને ફૂડ પેકેટ આપી જાય. એમનમ સુઈ જાય તો કોઈ ધાબળો ઓઢાડી જાય અને નેતાઓ તો એમના માટે લાલ જાજમ પાથરી દે. દવા થી માંડી પીવા સુધીની સુવિધા કરી આપે. બાકી તો તમને ખબર છે.

અત્યારે જે સમય ચાલે છે એ સમયમાં તમે ક્યા ક્લાસમાં આવો છો એ તમને સમજાઈ જ ગયું હશે. દરેક ક્લાસને ઈશ્વર સાજા સારા રાખે. જેમ બસમાં કે ત્રણમાં મુંબઈનો માણસ થોડી વારે બીજાને બેસવા જગ્યા આપી માણસાઈ બતાડતો હોય છે એમ અહિયાં પણ માણસાઈ બતાડનાર પડ્યા છે જેમણે પોતાની એડ કરવાની જરૂર નથી લાગતી પણ અચૂક એ એકબીજાને સાચવી લે છે પછી એ વ્યક્તિ ગમે તે ક્લાસનો હોય પણ ગમે - તે ક્લાસ નો થઇ જાય છે. કેમકે એમને સાચવી લે છે કોઈ ફર્સ્ટક્લાસ. જેની ન કોઈ ઓળખ હોય છે કે ન કોઈ છબી એ આવે છે અને એનું કામ કરી ચાલ્યો જાય છે. 

સમજે તે સમજદાર. 

Friends,
From what can you determine a man's class?
Whenever there is a problem or a calamity in the country, one thing inevitably comes to mind: "Why are these poor middle class people living?"
But middle class men live, why? He knows it and his God.

There are always three types of people, the upper class, the middle class [or the upper middle class] and the lower class.



The upper class has no tension, God has given them so much that they are thinking about what to use, they are giving ten percent of what they earn to God. And God is also getting satisfied in ten percent, apart from charity, offerings to God, plaques in the name of mom and dad, etc. If there is money, it has to be used somewhere. Oh yes, apart from this, a luxurious life is like borrowing crores of rupees in a bank, but in a daughter's or son's wedding, the money is spent like water. No more falling and finally more surprise entry on the wedding day. Sometimes in a balloon, sometimes in a helicopter, sometimes out from under the stage.

They also forget to fold the dishes so that the plate has throw-catering feasts that we have been there. In short, the upper class has immense fun.
 
Then comes the middle class, [or the upper middle class]. This class is really smiling and crying. Immersed in the well of custom so that the poor person claps with one hand. Fix some of the expenses of this cralas month of working and working for a lifetime, going to the hotel for a week, along with Zamato, Swiggy if true and also using coupons from McDee or Domino's Saying that there is no note in his mind, he grabbed his ear, apologized to God and put a five coin. If you go to the mall, see the discount and start without counting the rupee. And at the end of the month, there is a lot of fighting over lights, TVs, mobile refills and maintenance, but at the beginning of the new month, the speed is back to normal. He gets married on a loan and spends his whole life in the house, in the car week and loses his son.

Now it is the turn of the lower class. All the same for this. Whenever you go to the temple of the saddened saddened god, the god cries or comes back. Hey brother you enjoy your deeds, what should I do? For the lower class, if the whole world is like heaven, they don't care, if God is born, He will always keep them alive. No matter what, in the evening or at night, some Nabira boys looking for him would give him a food packet. If he falls asleep, someone will take off his blanket and the leaders will lay a red carpet for him. Facilitates everything from medicine to drinking. The rest you know.

In the current time, you must have understood which class you belong to. God bless every class. Just like in a bus or three, a Mumbai man shows humanity by giving space to others to sit for a while, there are also human beings who don't feel the need to help themselves, but inevitably save each other, no matter what class the person belongs to. Is done. Because no first class can save them. Who has no identity and no image comes and goes.


Understandably sensible.
google translate.

©

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...