Skip to main content

tea..tea..tea..tea..[ ચા..ની..ચાહ..વાહ..આ..હ..]


મિત્રો ,
 
એક તો રવિવાર ની સવાર અને સામે ગરમા ગરમ ચા..આ...હ.., વા...હ લખવા માટે વિષય શોધવો પડે ? 


દુનિયાનો કોઈ એવો ખુણો નહીં હોય જ્યાં ચા નહીં મળતી હોય, હા ચા ના પ્રકાર ભલે જુદા જુદા હશે પણ ત્યાં ચા તો મળતી જ હશે, અલગ અલગ ભાષામાં અલગ અલગ ચા , ચહા, ચાઈ, ટી, બીજા એનક નામો હશે પણ આપણાં માટે મસ્ત મસાલા વાળી ચા.  શુભ કે અશુભ  દરેક અવસરે તમને ચા અચૂક મળી જાય, ગુજરાતમાં અને મને જાણ છે ત્યાં સુધી દરેક જાતિ માં  મરણ થઇ ગયું હોય અંતિમ ક્રિયા થઈ ગયા પછી ડાઘુઓ ઘરે પાછા આવે તો સૌપ્રથમ એમને હાથ પગ ધોવડાવીને ઘરમાં બેસાડીને ચા પીવાડાવવાનો રિવાજ છે. આજકાલ તો મેં સ્મશાનમાંપણ ચા પીતા લોકો જોયા છે. અને ભાઈ શુભ પ્રસંગે દીકરીને જોવા માટે જ્યારે છોકરા વાલા આવે ત્યારે..તો..કિચનમાં એક ડાયલોગ અચૂક સંભળાય..જા  તું ચા લઈને જા...સારું લાગશે...

  

દોસ્તો, વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે. ચાની લગભગ છ જાતો છે: સફેદ, પીળી, લીલી, ઉલોંગ (કાળોનાગ), કાળી, અને પૂઅર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અને કાળી છે , દરેક ચા એક જ ઝાડમાંથી બનાવવામાં આવે છે પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને સફેદ ચાના કિસ્‍સામાં તેને અલગ રીતે ઉગાડવામાં આવે છે. પુરર ચા આથવ્યા પછીની ચા છે જે ઘણીવાર દવા તરીકે વાપરવામાં આવે છે..( રામદેવ બાબા વાપરે છે કે નહીં ખબર નથી )

ચા ની ચાહ જ એવી ઉત્તમ છે ને તે છૂટતી નથી. સ્કૂલ કોલેજ નાં મિત્રો આજે દરેક બિઝનેસમાં સેટ થઇ ગયા પછી પણ મળતા હોય ને તો સૌથી પહેલી વાત કહે "ચાલો ક્યાંક બેસીને ચા પીએ"  અથવા તો કોઇ એવી જગ્યાએ જ મળે કે જ્યાં સરસ મજાની "કટીંગ" મળતી હોય.  ચા મિત્રોને ભેગા કરવાનું ભેગા રાખવાની એક કડી છે. જેમ દોસ્તી મિત્રતા પ્રેમ આ બધામાં એક નશો છે તેમ ચા માં  એક નશો છે જે  જલ્દી છૂટતો નથી. સુંદરી, ગોલ્ડન, ટીપટોપ,મસાલા,લીલા મસાલા,રબડી,શક્કરકમ,પાની કમ, મલાઈ મારકે. અનેક નામો છે..આ ચા...હ રસના.  

 એક લેખક તરીકે મને ખબર છે કે મને થોડી થોડી વારે આવો નશો જોઈએ અને ઘણા લેખકો એવા પણ જોયા છે કે જેમને  રાતના બે પેગ પીએ નહીં ત્યાં સુધી એમને લખવાની કિક ન લાગે. લગભગ લેખકો રાત્રે અડધી રાત્રે કે વહેલી પરોઢે લખતા હોય છે. ત્યારે પણ કોઈ ની બાજુમાં ગ્લાસ ભરેલો હોય તો કોઈ ની બાજુમાં ચાનો કપ. જેથી પેન ચાલે સપાસપ. અમુક મિત્રો તો ચા હાથમાં પકડી હોય ને સોગંદ ખાતા હોય " દોસ્ત ચા હાથમાં છે ખોટું નહિ બોલું" જાણે કોર્ટમાં ગીતા પર હાથ મૂકી સોગંદ ખાતા હોય.  

અમુક જગ્યા ના ચાના સ્વાદ પણ તમારા મોઢે રહી જતા હોય છે જેવી રીતે રાજકોટમાં જઈએ તો ત્યાં ખેતલાઆપાની ચા ખુબ જ વખણાય છે અમદાવાદમાં જઈએ ત્યારે મને યાદ છે ત્યાં લક્કીની ચા અને બન મસ્કા બહુ ફેમસ છે. અને મુંબઈમાં તો ભૂલેશ્વર, હીરા બજાર, મલાડ હીરા બજાર, દાદર કાંદીવલી મહાવીર દાદર દરેક જગ્યાએ મસ્ત ચા મળે છે અને મુંબઈની ખાસ તો લીલી ચા બહુ ફેમસ,  

મને યાદ છે જેવી રીતે અત્યારે સી.સી.ડી. કોફી ની ચેઈન છે એવી રીતે શંકર વિલાસ હિન્દુ હોટલનાં   ઘણી જગ્યાએ  બોર્ડ દેખાતા અને ત્યાંની ચા પીવા લોકો રીતસર લાઈન લગાડતા મેં જોયેલા છે. ૬૦  પૈસા આખી ચા પીધી છે અને આજે દસ રૂપિયાની કટીંગ મળે છે.  પણ ચા તો એવી જ છે ઘણા વ્યક્તિઓ ના હાથની ચા પણ તમે ભૂલી ન  શકો મારી દીકરી બહુ સરસ ચા બનાવે છે,  મારા મિત્રના ઘરે પણ ઘણીવાર ખુબ સરસ ચા પીધી છે,  એ લોકો તો સ્પેશિયલ ચા નો મસાલો બનાવે છે.  

વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે સારી નહિ એવા મારા ડોક્ટર મિત્ર કહે છે, કોઈ પણ વસ્તુનો અતિરેક આપણને નુકસાન તરફ જ દોરી જાય છે. અને તેમાં ચા પણ બાકાત નથી.  
 
યાર બહુ થયું ચા..ચા...છેલ્લે ચા વિશેની એક સરસ રચના સાથે બ્લોગ ને વિરામ આપીએ. 

(રાગ – હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ – ‘મરીઝ’)

હું ક્યાં કહું છું આપની બા હોવી જોઈએ,
પણ મળવા તમને આવું તો ચા હોવી જોઈએ.

ચા એકલી થી તો મને ચાલતું નથી ;
શીરો ખાવા મળે એ માટે કથા હોવી જોઈએ.

મારા જેવા માટે તો ચા અમૃત જ તો છે;
પંચામૃતમાં ચા ઉમેરવાની પ્રથા હોવી જોઈએ.

ઓફીસમાં કામ વચ્ચે તો બહુ ટાઈમ ના મળે;
ચા પીવા માટે સ્પેશિયલ રજા હોવી જોઈએ.

દિવસમાં એક પીવો ત્યાં સુધી તો ઠીક છે ‘સાક્ષર’
બાટલા ચડાવવા પડે એવી ટેવ ના હોવી જોઈએ

સમજે તે સમજદાર. 

Friends,
 
One is Sunday morning and hot tea in front .. do you have to find a subject to write this ... h .., va ... h?

There is no corner of the world where tea is not available, yes even though the types of tea will be different but there will be tea, there will be different tea, tea, tea, tea, other glasses names in different languages ​​but cool spices for you Tea. Good or bad, every time you get tea, in Gujarat and as far as I know, every caste has died. Nowadays I have even seen drinking tea in the cemetery. And when the boy comes to see his brother and daughter..then..a dialogue is definitely heard in the kitchen..go you go with tea ... it will feel good ...

Guys, tea is the second most widely consumed beverage in the world after water. There are about six varieties of tea: white, yellow, green, oolong (black), black, and poor. The varieties commonly found in the market are white, green, oolong, and black, each tea is made from the same tree but processed differently and grown differently in white tea cases. Purar tea is a tea after fermentation which is often used as medicine. (I don't know if Ramdev Baba uses it or not)


Tea is the best tea and it does not go away. School-college friends meet today even after they're set in every business, and the first thing they say is, "Let's sit down and have a cup of tea," or find someone at a place where there's a lot of fun "cutting." Tea is a link to keep friends together. Just as friendship is an intoxication in all of this love is an intoxication in tea that does not go away quickly. Sundari, Golden, Tiptop, Masala, Lila Masala, Rabadi, Shakkarkam, Pani Kum, Malai Marke. There are many names..this tea ... of interest.

 As a writer I know I should get drunk every now and then and I have also seen many writers who don't feel like a kick to write until they drink two pegs a night. Most writers write in the middle of the night or early in the morning. Even then, if there is a glass next to someone, then a cup of tea next to someone. So that the pen runs smoothly. Some friends are holding tea in their hands and swearing "friend, tea is in their hands, don't speak wrong" as if they are swearing in court with their hands on Gita.

The taste of tea from some places is also in your mouth. Just like if we go to Rajkot, Khetlaapa tea is very much appreciated there. When we go to Ahmedabad, I remember that Lucky's tea and Bun Maska are very famous there. And in Mumbai, Bhuleshwar, Hira Bazar, Malad Hira Bazar, Dadar Kandivali, Mahavir Nagar, you can find great tea everywhere and especially the green tea of ​​Mumbai is very famous, I remember the way CCD is now. I have seen boards appearing in many places of Shankar Vilas Hindu Hotel as if it is a chain of coffee and people drinking tea there are lining up. I have drank whole tea for 20 paisa and today I get a cut of ten rupees. But tea is just like that. You can't forget the tea in the hands of many people. My daughter makes very good tea. She has often had very good tea at my friend's house. Those people make special tea spice.

Excessive tea is not good for health, says my doctor friend, too much of anything leads to harm. And tea is no exception.


Yaar bahu thayu cha..cha ... finally let's pause the blog with a nice composition about tea.

(Raag - Where do I say you should be - ‘Patient’)

Where I say you should be,
But you should have tea to meet.

Tea alone does not make me walk;
There should be a story to get Shiro to eat.

For people like me, tea is nectar;
There should be a practice of adding tea to Panchamrut.

There is not much time between work in the office;
There should be a special holiday for drinking tea.

Drink once a day until it's okay to be 'literate'
Bottling should not be a habit

Understandably sensible.

google translate 

©

Comments

  1. ચા ની સાક્ષીએ જે સબંધ બંધાય એ તૂટતાં નથી

    પણ આ વાત કોફીની દીવાની દુનિયા ક્યા સમજે છે

    વાહ મજા આવિ ગઈ.....ચા. ની ચાહત જ અનેરી છે..

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...