Skip to main content

love is blind. really ?


મિત્રો , 

આ બ્લોગના શિર્ષકને વાંચી એક સાથે ઘણા વિચારો મનમાં આવી જાય કે પ્રેમ વિષેની કઈ વાત હશે ? 
પણ મારા પ્રેમની એક વાત હોય તો જણાવું. મેં તો એક નહિ અનેક સાથે પ્રેમ કર્યો છે, નાનો હતો ત્યારે બા સાથએ , બા એ જ ભગવાન ને પ્રેમ કરતા શિખવ્યું , ભગવાન થકી મળ્યા સારા મિત્રો એમને પ્રેમ આજેય કરું છું , મિત્રો ની સંગતથી સારા કામે જોડાયો અને કામ ને પ્રેમ કરવા લાગ્યો , કલમ પકડીને લખતા શીખવાડનાર ગુરુને પ્રેમ અને સૌથી વધુ આ બ્લોગ જે વાંચે છે એને પ્રેમ કરું છું. 
મેં હંમેશા જેને ચાહ્યા છે એમેને અનહદ ચાહ્યા છે , મારા કામની પ્રથમ મિટિંગમાં જ હું કહું છું કે "તમે મને સ્ક્રીપ્ટ લખવાના પાંચ  હજાર આપશો કે પાંચ લાખ પણ મારી ઈમાનદારી તો એટલી જ હશે , હું શબ્દો સાથે બેઈમાની કરી જ ન શકું. એ તો કલમને આધીન છે. અને કલમ માં સરસ્વતીને.
પ્રેમ નાં અનેક રંગો મેં કહ્યા એવા જોયા પણ છે, 
પ્રેમ ક્યારેય જુનો કે નવો હોતો જ નથી , પ્રેમ તો પ્રેમ હોય છે. સાચા પ્રેમની વ્યાખ્યા લખવા માટે કદાચ હું બહુ જ નાનો છું પણ એટલી ખબર છે કે એકવાર થયેલો સાચો પ્રેમ મનની પાટી પરથી કોઈ ભૂસી નથી શકતું. 
ખરેખર જે પ્રેમ કરે એ ગાંડો જ હોય, એને પ્રેમ મળે નહિ પણ એના પ્રેમ માટે એ સતત ચિંતા કરતો જ હોય.દુનિયામાં પ્રેમનાં અનેક ઉદાહરણો છે પણ દરેકને પોતાનો પ્રેમ સૌથી અલગ લાગતો હોય છે. 
મારા જેવો પ્રેમ કોઈ કરી જ ન શકે. 
આવું અરીસા સામે ઉભા ઉભા દાઢી કરતા બોલતો હોય અને પાછળથી અવાજ આવે ઝટ નાહી લ્યો...
પ્રેમ નાં પરમાત્મા એક અને માત્ર એક જ ભગવાન કૃષ્ણ જેને હું તું કહીને બોલાવું છું. કેમકે મારા પ્રેમ માં પરમાત્મા વસે છે અને એટલે જ ઈશ્વર સાથે મેં તમે નો વ્યવહાર નથી રાખ્યો, 
એક્ચ્યુલી મારા ઈશ્વરે જ મને તમે નહિ તું કહેવાનું કહ્યું છે. 



તમે કરતા તું માં વધારે આત્મીયતા હોય છે. એટલે જ પ્રેમનાં પ્રથમ પગથીયે બન્ને તમે માંથી તું થઇ જતા હોય છે. 

યાર આજે તો ગાડી પ્રેમના રવાડે ચઢી ગઈ. નવી નવી બ્લોગ લખવાની શરૂઆત છે ને કદાચ એટલે ,  મારી વાત તો કરી જ નહિ , પણ આમાં મારા પ્રેમની ઘણી વાત આવી ગઈ. 
ચાલો એક સરસ મઝાની પ્રેમ ની પરિભાષા સમજાવતી નાનકડી વાત સાથે બ્લોગને વિરામ આપીએ. 

"અનુભૂતિ" 

એક અત્યંત ગરીબ માણસ તેની પત્ની સાથે રેહતો હતો. એક દિવસ તેની પત્ની, જે અત્યંત લાંબા અને  સુંદર વાળ ધરાવતી હતી, એ તેને પોતાના વાળની સારી સારભાર માટે એક કાંસકી લાવી આપવા કહ્યું. પતિએ અત્યંત ખેદ સાથે તેની પત્નીને ના પડી. એણે તેને સમજાવ્યું કે તેની પાસે હાલ તેની કાંડા ઘડિયાળનો તૂટેલો પટ્ટો ઠીક કરાવવાના પણ પૈસા નથી. પત્નીએ પણ પોતાની માંગણી પ્રત્યે 
દુરાગ્રહ ના રાખ્યો. 
        
પોતાના કામે જતી વખતે તે માણસ એક ઘડિયાળની દુકાન પાસેથી પસાર થયો.એણે પોતાનું ઘડિયાળ અત્યંત ઓછા ભાવમાં વેચી તે પૈસામાંથી પોતાની પત્ની માટે કાંસકી ખરીદી.
        
સાંજે ઘેર આવીનેએ હાથમાં કાંસકી સાથે તેની પત્નીને ભેટ આપવા માટે તૈયાર હતો. પરંતુ તેની પત્નીના એકદમ ટુંકા વાળ જોઈ તે ચોંકી ગયો. તેની પત્નીએ પોતાના વાળ વેચી તેની કાંડા ઘડિયાળ માટે નવો પટ્ટો ખરીદ્યો હતો.
        
એક સાથે બંને ની આંખોમાંથી અશ્રુ વેહવા લાગ્યા, પોતાના ક્રિયાઓની નિરર્થકતા વિશે વિચારીને નહિ, પરંતુ તેમના એક બીજા પ્રત્યેના પ્રેમથી ભાવુક થાય ને ... !!


કોઈને પ્રેમ કરવાથી વધારે મહત્વપૂર્ણ છે કોઈના પ્રેમની અનુભૂતિ, પરંતુ સૌથી ઉમદા છે તમે જેમને પ્રેમ કરો છે તેમના તમારા પ્રત્યેના પ્રેમની અનુભૂતિ!

  
તું જ અત્ર તત્ર સર્વત્ર. , તને પામવું ક્યા જરૂરી છે તું જુએ છે એ જ બસ છે. 

સમજે તે સમજદાર. 

Friends,

After reading the title of this blog, many thoughts come to mind at once that what will be the talk about love?

But let me know if there is one thing about my love. I have fallen in love with not one but many, with Ba when I was young, Ba taught me to love the same God, God got tired, good friends, I love him today, I joined good work with the company of friends and started loving work, Kalam I love the guru who teaches me to hold and write and most of all I love what this blog reads.

I have always loved the one I love the most. In the very first meeting of my work, I say, "You will give me five thousand for writing a script or even five lakh. My honesty will be the same. I cannot be dishonest with words. That is subject to the clause." And Saraswati in the article.

Love is never old or new, love is love. I may be too young to write a definition of true love, but I know that once true love can be erased from the mind.

I have seen many colors of love as I have said, really the one who loves is crazy, he does not get love but he is constantly worried for his love. There are many examples of love in the world but everyone finds their love the most different.
No one can love like me.
If he is standing in front of the mirror and shaving his beard and the sound comes later ...

The Paramatma of love is the one and only Lord Krishna whom I call you. Because God dwells in my love and that is why I have not dealt with you as God, actually He is the one who told me to tell you not you.

There is more intimacy in you than in you. That is why in the first step of love, both of you are going to become you.
Dude, today the car climbed the ladder of love. Not only did I talk, but I got a lot of talk about it. Let's pause the blog with a small talk explaining the definition of a nice fun love.


"Realization"

A very poor man was living with his wife. One day his wife, who had very long and beautiful hair, asked him to bring her a comb for better care of her hair. The husband fell in love with his wife with great regret. He explained that he did not even have the money to fix the broken strap on his wristwatch. The wife also responded to his request
Don't be prejudiced.
        
On his way to work, the man passed by a watch shop. He sold his watch at a very low price and used the money to buy a comb for his wife.
        
Coming home in the evening, he was ready to give a gift to his wife with a comb in hand. But he was shocked to see his wife's very short hair. His wife sold her hair and bought a new belt for her wristwatch.
        
Tears started flowing from both their eyes at the same time, not thinking about the futility of their actions, but getting emotional with their love for each other ... !!


More important than loving someone is the feeling of someone's love, but the most noble is the feeling of love for you by those you love!

  
You are everywhere. The only thing you see is what you need to settle down.

                                                           


Understandably sensible.

google translate

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...