મિત્રો,
આ બ્લોગ લખ્યો સવારે ૫ વાગે અત્યારે ટાઈપ કરવાનો સમય મળ્યો.
બે મહિનાથી કોરોનાનો કકળાટ ચાલતો હતો ત્યાં એની ફૈબાનો તોફાની દીકરો નિસર્ગ [ તોફાન ] અચાનક આવી ચઢ્યો , ન્યુઝ ચેનલોએ જાણે વરરાજા વિઝીટ પર આવવાના હોય એમ નિસર્ગ તોફાનની આગાહીઓ કરી.એકસો પચ્ચીસ વર્ષ પછી આવું મોટું તોફાન આવાનું હતું અને હવામાન ખાતાની ફરી એકવાર હવા નીકળી ગઈ, કોઈ હવામાન ખાતાનો માણસ ભૂલથીય કોઈને નહિ કહે કે હું હવામાન ખાતામાં કામ કરું છું.
માણસના મગજમાં કોરોના ઘર કરી ગયું એની જગ્યા થોડા સમય માટે નિસર્ગએ લીધી , સાથે કેરેલામાં મલ્લાપુરમ માં પ્રેગનેન્ટ હાથણીને કોઈએ અનાનસમાં ફટાકડો નાખીને ખવડાવી દીધું અને અચાનક ફટાકડો હાથણીનાં શરીરમાં ફૂટ્યો, એના જડબા અને દાંત નાં ચીથરા ઉડી ગયા , હાથણી ત્રણ દિવસ સુધી તરફડતી પાણીમાં ઉભી રહી અને આખરે એણે શ્વાસ છોડ્યો, અમેરિકામાં એક ગોરીયાએ અશ્વેત અમેરિકન નાં ગળા પર ગોઠણ રાખ્યો અને એ મૃત્યુ પામ્યો જેની પાછળ લોકોનો આક્રોશ વધ્યો અને અમેરિકા સળગ્યું , આખરે પોલીસે માફી માંગવી પડી.
તોફાન આવશે તો શું થશે એની આગાહીઓ વચ્ચે નિસર્ગ ચાર છ ઝાડ, એક બસ સ્ટોપ , ચાર પાંચ મકાનના છાપરા ઉડાડીને મુંબઈને હાય હલ્લો કરી , અલિબાગમાં કબડ્ડી કરી રમી ગયું.
નિસર્ગ નો હાઉ જેટલો ચેનલે દેખાડ્યો એટલો ગાજ્યો નહિ.
ખરેખર એક નામ મગજમાં ઘર કરી જાય ને તો કા દિવસની પથારી ફરી જાય અથવા તો દિવસ સુધરી જાય.
આપણે તો માનવી , પાંચ તત્વનાં બનેલા એકસાથે અનેક ભાવ મનમાં પળે પળ બદલાતા રહે, પ્રેમ,લાગણી,કરુણા,વાત્સલ્ય,સુખ,દુખ,શોક,હર્ષ,મમતા,કરુણા,ક્રોધ,પાગલપન ક્યા પળે કયો ભાવ પ્રગટ થશે એ કહેવાય નહિ એમાય જો સવારનાં કોઈ સારી વ્યક્તિનો મેસેજ કે ચહેરો જોઈ લીધો તો દિવસ સારો જાય ને વ્હોટ્સએપ ખોલતા જ કોઈ નમુના નો મેસેજ વાચ્યો તો આખો દિવસ એને મનમાં ને મનમાં ગાળો દેતા હોઈએ.
સવારના સૌ પ્રથમ મોબાઈલ ઉપાડવા કરતા વડીલોના કહ્યા પ્રમાણે ભગવાન નું નામ અને એના દર્શન સાથે જાગીએ તો દિવસ સારો જ જાય . [ મારો અનુભવ છે ] બાકી તો અમુક નંગ મોબાઈલમાં મેસેજ નો એવો મારો કરતા હોય જાણે એ સુવાક્યોના સાગરમાં જન્મ્યા હોય.
એની વે..લખતા લખાઈ જાય છે બોલી નથી શકાતું..એટલે જ કહું છું સમજે તે સમજદાર.
એક સરસ કવિતા સાથે આજની સભા સમાપ્ત કરીએ.
ઝાપટું આવ્યું અચાનક યાદનું ,
ઠેઠ અંદર સુધી પલળી ગયો હું.
વાદળની બુંદો એ તો , માટીને મહેકતી કરી દીધી.
પણ દિલની યાદોએ પાંપણોને વહેતી કરી દીધી.
પૂછશે ઘરે કે કેમ પલળ્યા હતા ?
તો કહીશું રસ્તામાં ભાઈબંધ મળ્યા હતા.
મિત્રને મિત્ર તરફથી વર્ષાનાં આગમને સપ્રેમ.
સમજે તે સમજદાર.
Friends,
I wrote this blog, I got time to type now at 5 in the morning. While Corona had been raging for two months, Anne Fabia's naughty son Nisarg [storm] suddenly came, news channels predicted a Nisarg storm as if the bridegroom was coming to visit. One hundred and twenty five years later such a big storm was coming and the weather changed , No meteorological man will mistakenly tell anyone that I work in the meteorological department.
Nature took the place of the corona's home in a man's mind for a while, with a pregnant elephant in Mallapuram in Kerala being fed a firecracker in a pineapple and suddenly the firecracker exploded in the elephant's body, its jaws and teeth flew away And finally he let out a sigh, a white man in America put a knee on the neck of a black American and he died behind which the outrage of the people increased and America burned down, finally the police had to apologize.
Amidst the predictions of what would happen if the storm came, nature blew up the roofs of four or six trees, a bus stop, four or five houses and attacked Mumbai.
The channel did not shout as much as Nisarg No How.
Really a name makes a home in the mind and either the bed of the day goes back or the day improves.
We human beings, made up of five elements together, keep changing prices in the mind from time to time, love, feeling, compassion, affection, happiness, sorrow, grief, joy, affection, compassion, anger, insanity. If you see a good person's message or face in the morning, then the day will go well and if you read a sample message as soon as you open WhatsApp, you will be spending the whole day in your mind.
According to the elders, instead of picking up the mobile phone first thing in the morning, if we wake up with the name of God and His vision, the day will be better. [My experience is] the rest of them are texting me on their mobiles as if they were born in a sea of quotes.
Anyway..writing is written, can't be spoken..that's what I'm saying, he understands, he is sensible.
Let’s end today’s meeting with a nice poem.
Suddenly the memory came,
I sank to the inside.
The droplets of the cloud made the clay fragrant.
But the memories of the heart made the eyelids flow.
Will ask why they were soaked at home?
So let's say we met brothers on the road.
Love the arrival of the rain from friend to friend.
Understandably sensible.
google translate.
Unda vicharo vyakt thayache....vachta vachta khabarj na padi kyare post puru thaigayu bas vachta jaiyye....khubaj saras and bhav bharya sabdoma batavelu ek sundar vichar....Awsome
ReplyDelete