Skip to main content

remember you..? ( યાદ છે તને..? )

મિત્રો,

જીવનમાં આપણે નાનપણથી અત્યાર સુધી કેટલા વરસ કાઢી નાંખ્યા છે તેની ગણતરી જ્યારે જ્યારે બર્થ ડે આવે ત્યારે જ થાય અને એ બર્થ ડે ની તૈયારી લગભગ એક મહિના પહેલા શરૂ થઈ જતી હોય એમાંય જો મિત્રોને ખબર હોય કે મહિના પછી તમારો બર્થ ડે આવે છે તો એ મિત્રો એકબીજાને ફોન કરીને તમારી ( જેમનો બર્થડે હોય ) મનપસંદ વસ્તુ કઈ છે એના વિશે ઇન્કવાયરી કરે અને બર્થ ડેના દિવસે તમને એવી ગમતી વસ્તુ આપીને સરપ્રાઈઝ આપે અને ત્યારે તમે પણ એ મનગમતી વસ્તુ ને જોઈને કદાચ ખૂબ જ ખુશ થઈ જાઓ.

યસ, કેમકે દરેક વસ્તુ સાથે માણસની એવી યાદો સંકળાયેલી હોય છે કે એ વસ્તુ ને જોતા જ યાદોનું વાદળ તમારી આસપાસ રચાઈ જાય અને એ વાદળમાં દેખાય યાદોની સિરીઝ..યાદગાર વસ્તુ સાથે માણેલી કેટલી સુંદર પળો..તમને યાદ આવી જાય


.
મિત્રો, દરેકના જીવનમાં એવી કોઈ ને કોઈ વસ્તુ હોય જ છે કે જે એમને ખુબ જ પ્રિય હોય બાળપણમાં કોઈને સાયકલ ગમતી હોય કોઈને વિડીયો ગેમ ગમતી હોય કોઈને પોતાના શુઝ,ટી શર્ટ, બંગડી, બક્કલ, ઘડિયાળ  , પીન , રીબીન ગમતા હોય, કોઈને પેન્સિલ રબર , કમ્પાસ કે ચોકલેટની રેપર..ગમતી હોય અમુક વ્યક્તિતો એટલી  જૂની અને ઝીણી ઝીણી નાની નાની યાદોને સંઘરી રાખતા હોય છે..જેમકે એકાદ બે જુના પાનાં, પ્રેમ પત્રો, ફોટા, ડાયરી, કોઈ બુક , જેમાં પહેલીવાર લખેલા શબ્દો , પેલી ડ્રોઈંગ બુક કે જેની અંદર સૌ પ્રથમવાર નાનકડું ટ્રી દોર્યું હોય અને એમાં રંગ પૂર્યા હોય, નાનકડો બોલ, બેટ ગેમ , બાઈક ની ચાવી..નાની દીકરીઓ એ પોતાની સાચવી રાખેલી ઢીંગલી, બાર્બી ડોલ આવી કંઇક યાદોને યાદ કરાવતી વસ્તુઓ હોય.

 મને યાદ છે હજુ પણ ઘણા લોકો પાસે પેજર પડ્યા હશે , જયારે મોબાઈલ નહોતા આવ્યા અને આપણી આસપાસ પુશ બટન ફોન હતા..ત્યારે પેજર આવેલા..એ લોકો એવી રીતે લઈને ફરતા જાણે સોનાનું બિસ્કિટ હોય..આજેય ઘણાએ સાચવી રાખ્યા હશે , એનાં પછી મોબાઈલ આવ્યા સૌ પ્રથમ તો મોબાઈલ પણ લગભગ પા કિલો ના આવતા, કોઈના ઘરમાં હશે જ, એન્ટીક તરીકે.  આજકાલ તમને એકદમ સ્લિમ મોબાઇલ દેખાય છે મારા એક મિત્ર મોબાઈલ વાપરતા ત્યારે લગભગ 35 રૂપિયા પર મિનિટે આપતા હતા, અને ગર્વથી મોબાઇલ લઇને ફરતા,  ધીરે ધીરે પછી ધીરુભાઈ ના દીકરા એ પાંચસો રૂપિયામાં મોબાઇલ આપવાનું શરૂ કર્યું અને આજે તો મોબાઈલ કચરો વીણનારાં પણ રાખતા હોય છે, ટૂંકમાં યાદગીરી કદાચ નોકિયા 3310 હજુ ઓન કોઈના ઘરે ડ્રોઅર હશે.

ઘરમાં મમ્મી પપ્પા ની યાદગાર વસ્તુ, ભાઈ-બહેનોની યાદગિરી એમને ગમતી વસ્તુઓ તે બધી સાચવીને રાખવાની સંઘરીને રાખવાની મજા જ કંઈ ઓર છે.

મારી પાસે પણ મારી નાનપણની ઘણી યાદો છે જેમાં કવિતા,ગઝલ લખતો એ નાનકડી ડાયરી છે, મેં મારી જાતને લખેલો પત્ર છે , મારી દીકરીએ લખેલ પ્રથમ પત્ર છે , વેલેન્ટાઇન કાર્ડ, ડાયરીમાં  સરસ મજાનું ફૂલ છે, કરમાયેલું પણ સુગંધી, એક પાંદડું છે, રૂમાલ , ફૂટપટ્ટી...ઘણું..ઘણું.. મેં સાચવી રાખ્યું છે એ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ કે જેને જોઈને ભૂતકાળમાં સરી પડું છું, મોઢું હસતું હોય છે પણ આંખો ભીની થઈ જાય છે..
 
તમારી પાસે પણ એવી કોઈ વસ્તુ હશે જ ને ? એકવાર આજે તે વસ્તુને જોઈને જૂની યાદ ફરી તાજી કરવાની કોશિશ કરજો ને.. આમ તો કંઈ લખવાની ઇચ્છા નહોતી શું લખું વિચારતો હતો ત્યાં મનગમતી વસ્તુઓ ઉપર આટલું લાંબું ભાષણ લખી નાખ્યું કદાચ કંટાળી ગયા હશો પણ મિત્રો સાચું કહું અત્યારે હું મારી સામે મારી યાદગીરી રૂપે એ બધી વસ્તુ લઈને બેઠો છું જેને જોઈને ઘણું યાદ કરું છું.

વસ્તુઓ જોતા આજે વસ્તુઓએ મને શું કહ્યું હશે એ મારા વિચાર અહી રજુ કરી બ્લોગ ને વિરામ આપું છું. 

વર્ષો પછી કેમ જુએ છે મને ?
ફરી સાંભરે છે કોઈ તને ?
એકલતા સતાવે ત્યારે  હું યાદ આવું ?
એકાંતમાં બેઠો હોય ત્યારે જ સતાવું.
ચાલ, મન ભરી જોઈ લે મને.
હાથોમાં લઇ સ્પર્શ કરી લે હવે.
એને સતત યાદ કરવાની હું ચાવી છું.
તારી અકબંધ રાખેલી કહાની છું.
જોઇશ મને કે ફરી જાદુ કરી જઈશ,
હોઠે હસજે ભલે પણ હૈયું ભીનું કરી જઈશ. 
દરેક વસ્તુમાં દેખાશે તારું જ પ્રતિબિબ તને.
વર્ષો પછી કેમ જુએ છે મને ?
ફરી સાંભરે છે કોઈ તને ? 

અશોક. 

સમજે તે સમજદાર 

Friends,

The number of years we have spent in life since childhood is calculated only when the birthday comes and the preparation for that birthday starts about a month ago. If friends know that your birthday is coming months later, then those friends. Call each other and inquire about your favorite (who has a birthday) and surprise you by giving you something you like on your birthday and then you too will probably be very happy to see that favorite thing.

Yes, because with every thing there is such a memory of man that a cloud of memories is formed around you as soon as you see that thing and a series of memories appear in that cloud .. how many beautiful moments you have with the thing..you remember
.
Friends, everyone has something in their life that they love very much. Someone likes bicycles in childhood. Someone likes video games. Someone likes their own shoes, T-shirt, bracelet, buckle, watch. Someone likes pencil rubber, compass Chocolate wrapper..some people like to keep such old and tiny little memories..as a couple of pages, lovebirds, photos, diary, a book, the first words written in it, the drawing book in which the first small The tree is painted and painted, a small ball, a bat game, the key to the bike ... the little daughters have their own dolls, Barbie dolls and other things that remind them of such memories.


 I remember many people still had pagers, when mobiles did not come and we had push button phones around..then the pagers came..the people carried them as if they were gold biscuits..today many would have saved them, after that Mobiles came. First of all, mobiles also come in about a quarter of a kilo, it must be in someone's house, as an antique. Nowadays you see a very slim mobile. A friend of mine used to give a mobile for about 35 rupees a minute when he was using it, and proudly carrying a mobile, slowly Dhirubhai's son started giving a mobile for five hundred rupees and today even mobile waste weavers keep it. In short, the memory will probably be a drawer on someone's home Nokia 3310 still on.

Memories of mom at home, memories of dad, memories of siblings.

I also have many memories of my childhood in which writing poetry, ghazals is a small diary, a letter I wrote to myself, the first letter written by my daughter, Valentine's card, nice fun flower in the diary, dried but fragrant, a leaf, handkerchief , Footpath ... a lot .. a lot .. apart from what I have saved, there are also many things that I look forward to in the past, my mouth is smiling but my eyes get wet ..
 
Do you have any such thing? Try to refresh the old memory by looking at that thing once today .. I didn't want to write anything like this, what was I thinking to write? I am sitting with everything that I remember seeing a lot

Looking at things today, let me pause the blog by presenting my thoughts on what the thing might have told me.

Why do you look at me years later,
Does anyone hear you again?
Do I remember only when loneliness haunts me?
Persecution only when sitting in solitude.
Come on, take a look at me.
Take it in hand and touch it now.
I am the key to remembering it constantly.
I am your story kept intact.
See me do magic again,
Even if I smile with my lips, I will make Haiyu wet.
Your reflection will appear in everything.
Why look at me years later.
Does anyone hear you again?

Ashok.



Understandably sensible
google translate



Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...