મિત્રો ,શુભ સવાર.
આજનો બ્લોગ લખવાની શરૂઆત કરતા પહેલા મગજમાં કેટ કેટલી ભૂતકાળની યાદો છેલ્લા બે દિવસથી મમળાવતો રહ્યો છું, યસ નાનપણની જ યાદો , વીર વિઠ્લદાસ ચંદન સ્ટ્રીટ , ત્યારે સમય પણ કેવો હતો, મમ્મી [ બા ] લાજ કાઢતા, પપ્પા [ બાપુજી ] સામે એક શબ્દ બોલવાની હિમ્મત ન થાય. પાંચ પૈસા ની પીપર , સંતરા પીપર, જીરાગોળી, નાનકડી ગોળ સફેદ કાળા ચટ્ટા પટ્ટા વાળી ઠંડી પીપર , એકદમ નાનકડા ગોળ બિસ્કીટ જેના ઉપર રંગબેરંગી ક્રીમનું ટોપિંગ હોય , જે પહેલા ખાઈ જઈએ , ક્રીમ વાળા બિસ્કીટમાંથી પહેલા ક્રીમ ચાટી જવાનું, આઠ આનાનું દહીં લાવતો અને એક રૂપિયાનું દૂધ. ચાર આનાની ચા ની પડીકી , પંદર પૈસા નાં ચાર સમોસા સ્કુલની બ્હાર બહુ ખાધા , યાદ છે મને કે સ્કુલની બાજુમાં જ એક માળો બાબુ ભુવન જ્યાં પહેલે માળે હું નર્મદાબેન ને ત્યાં બાલમંદિર માં જતો. [ છ વર્ષ હશે ત્યારે , કદાચ ] નાક વહેતું હોય અને બા સેફટીપીન સાથે એક રૂમાલ ખિસ્સા પર લગાડી આપે. તેલ નાખેલા ચપ્પટ વાળ અને આંખમાં કાજળ , મારા માથે પણ કાળો ટીકો કર્યાનું યાદ છે. બાળમદિરમાં સેવ મમરા નાનકડી એલ્યુમીનીયમની ડીશ માં આપતા. ત્યાર બાદ જ્યાં રહેતા એ જ મકાન ની સામે સ્કુલ શેઠ પેરાજ પદમશી મ્યુનીસીપલ ગુજરાતી શાળા. વડગાદી , ગુજરાતી માધ્યમ . કાળા રંગનું બોર્ડ , જે સમય જતા એક તરફ નમી ગયું હતું. અને સમયાંતરે સ્કુલ પણ બંધ થઇ ગઈ. લોકો મુંબઈ થી પ્રા માં રહેવા ચાલ્યા ગયા અને મસ્જીદ બંદર વેપારનું હબ બની ગયું.એ જ સ્કુલ માં ભણવાનું શરુ કર્યું. ઘર સામે જ હતું એટલે ક્યારેક ચાલુ સ્કુલે ઘરે આવીને પાણી પી ને પાછા સ્કુલમાં ભાગી જતો.સાતમી સુધી ત્યાં ભણ્યો પછી સાજન ભાઈ મહેર અલી સ્કુલ , ત્યાર બાદ કચ્છી વિશા ઓસવાલ સ્કુલ અને છેલ્લે બાબુ પન્નાલાલ પુરણચંદ જૈસન હાઈસ્કુલ , તાંબા કાંટા. આજેય સ્કુલ નું મકાન અડીખમ છે અને સ્કુલ ખાલીખમ.
દિવાળી નાં દિવસોમાં રંગોળી અને ફટાકડા ખુબ વેચ્યા , ચોપડા પૂજન વખતે દસ પૈસા અને ચાર આનાની લક્ષ્મી નાં ફોટા વેચતો, લોકો ચાર આનાના પંદર પૈસા આપી ને ચાલ્યા જતા. અને હું દસ પૈસા માટે પાછળ દેડતો.આઠ રૂપિયાના ચપ્પલ અને એક રૂપિયામાં મોટા ઓટલા વાળા મકાન પર ગણપત પાસે વાળ કપાવતો. શંકર નાં મંદિરે રોજ દૂધ ચઢાવવા બા અચૂક મોકલે , ઘરમાં ગમે તેટલું દૂધ આવે એક નાનકડી વાટકી ભગવાન ની અલગ રાખીતી. ક્યારેક મંદિર ન જવાય તો વાટકી માં રાખેલું દૂધ બપોર પછી હું પી જતો.
કેવા હતા દિવસો..આપણા ઘરે ભાવતું ન બન્યું હોય, ત્યારે બાજુવાળા માસીના રસોડામાં હકપૂર્વક ઘૂસીને દાળભાત ખાઈ શકાય એવા પાડોશી હતા. કહ્યા વગર જેને ઘરે ધામા નંખાય એવા દોસ્તો હતા. વાઈફાઈ નહોતું અને ઘાઈઘાઈ પણ નહોતી.સંતાનો માબાપને એ.ટી.એમ. મશીન નહોતા ગણતા અને સંતાનો માબાપના આધારકાર્ડ બનતા.ઘરમાં ઉમ્મરલાયક નોકરને રામુ નહી, પણ રામુકાકા તરીકે બોલવામાં આવતા.
રમવા માટે સાચા મિત્રો હતા, ફેસબૂક ફ્રેન્ડઝ નહીં.બાળકોની પીઠ ભારેખમ દફતર ઉઠાવવા માટે બની છે એ જ્ઞાનનો સદંતર અભાવ હતો.માણસના મનમાં..અને બહારની હવા બંનેમાં..પ્રદૂષણ ખૂબ જ ઓછું હતું.
અમારી ગલીની બાજુમાં દરિયાસ્થાન સ્ટ્રીટ , ખાઉધરા ગલી , ભીખુ ભાઈ ભજીયા વાળા , મહેશ ની દાબેલી , શંકર ની પાણીપુરી અને અન્ના નાં ઢોસા. ત્યાં જ બાજુમાં દેવજી પ્રેમજી નો માળો , સ્કૂલ મિત્ર મનીષ અને કનુ આમને ત્યાં પણ બહુ ધામા નાખ્યા , મનીષ નાં ઘરે એમના અન્નપુર્ણા જેવા મમ્મી કુસુમબેન એમના હાથની રસોઈ આજ સુધી યાદ છે. મસાલા વાળી ચા , આહ..વાહ..ખાખરા ,મુગળી,મિત્રો નાં બિલ્ડીંગ માં ચાલીમાં સુઈ જવું.ગણપતિ , નવરાત્રી ચાંદીનો ગરબો , વહાણમાં નવદુર્ગા,લગભગ ચાલીસ કિલો ચાંદીનું માતાજીનું છત્ર, કનુ મનીષ સાથે કલાકો બારીએ બેસી ગપ્પા મારવા.ચાલીમાં રહેતા દરેક ને જોઈ ત્યારે કવિતા બનાવેલી.
જલ સે પતલા ગોપાલ હૈ [ કડકો ] વીરેન્દ્ર ભૂમિ સે ભારી [ જાડિયો
જોખમ અગન સે તેજ હૈ..મંજુલા કાજલ સે કારી.
सूरज के घोड़े को रोक सकता तो....
ReplyDeleteGolden memories can be just sit and recalled now...
ReplyDeletechildhood memories are golden memories
ReplyDeleteMujhhe ye sikke maangta hai 😀
ReplyDelete