Skip to main content

you r not lord , man

મિત્રો , 
આજનો દિવસ એવો છે ને કે શરૂઆત કેમ કરવી એની સમજ નહોતી પડતી , ગઈકાલથી કોરોના ની સાથે સાથે નિસર્ગ નામના તોફાનની આગાહી થવા માંડી , બે મહિનાથી ઓલરેડી બધા ઘરમાં ભરાયા છે અને સરકારે કહ્યું કે બે દિવસ ઘરની બ્હાર નહિ નીકળતા , અરે ભાઈ ઘરમાં જ છીએ હવે ઘરમાંથી કયાં બાથરૂમ માં જઈએ ? આમેય કોરોના નો કકળાટ ચાલે છે અને એમાં આ નવીમુસીબત , જો કે મુંબઈકર ને મુસીબત સાથે ડાંડિયા રમતા આવડી ગયું છે. એટલે આ સમય પણ નીકળી જશે. કર્યા કર્મોના અહિયાં જ ભોગવવા પડે.એ ઉક્તિને સાચી પાડતો એક સરસ મેસેજ મારા પરમ મિત્રએ મને મોકલ્યો.
 
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું, લાલસા જાગી તોડવાની. 
આંખ તો ફળ તોડી ન શકે તો..
પગ ગયા ફળ તોડવા,
પગથી પગ ફળ ન તોડી શકાય એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ એને ખાધું.
આમ જેને દેખ્યું એ ગયું નહિ , જે ગયા એણે તોડ્યું નહિ અને જેણે તોડ્યું એને ખાધું નહિ, 
જેને ખાધું એને રાખ્યું નહિ. ફળ તો ગયું પેટમાં.
હવે જ્યારે માળી એ આ દેખ્યું તો દંડા પડ્યા પીઠમાં , 
પીઠ કહે હાય ..મારો શું વાંક ? પણ જયારે ડંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખમાં 
કારણ કે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

આ છે કર્મ નો સિદ્ધાંત.  
 
મુંબઈ નગરી પણ આવા જ કર્મના સિદ્ધાંત પર ચાલે છે..
અહિયાં જ મારો જન્મ થયો છે એટલે કહું છું, કહેવાય છે મુંબઈમાં પાપ કરનારા કરતા પુણ્ય કરનારા વધારે છે એટલે મુબઈ પરથી સંકટ ટળી જાય છે, સ્કાયલેબ પડવાનું હતું એ ન પડ્યું , સુનામી આવતા આવતા ટાટા કરી ગયું , ધરતીકંપ કોને કહેવાય એ કોઈને અહિયાં ખબર નથી, મુંબઈનાં દરેક ખૂણે ભગવાન વસે છે, મુંબાદેવી , બાબુલનાથ,  મહાલક્ષ્મી, હાજી અલી , માઉન્ટમેરી,  સિદ્વિવિનાયક.. ઘોડીજી દેરાસર..એમનાથી જ મુબઈની સુરક્ષા થાય છે , આ નિસર્ગ નામનો દાનવ પણ  નીકળી જશે..
કઈ નહિ થાય મુંબઈ ને.
પણ ક્યાં સુધી ? 
 

મધ્યમવર્ગ નો માનવી અહિયાં પીસાય છે , કરોડોનાં ફ્લેટ વેચાય છે અને સામાન્ય લોકો માટે જગ્યા નથી. પૈસા નથી કહેનારા ખુબ પૈસા બનાવે છે. સરકાર રક્તદાન કરવાનું કહે છે પણ સામાન્ય માણસનાં રક્ત ચૂસાય છે.આશરે ૧૬ લાખ લોકો કોરોના નાં ડરથી મુંબઈ છોડી ગયા છે. [ જો કે વધારે જ ગયા હશે ] હવે જોઈએ મુંબઈની રફતાર ફરી કેમ પાટે આવે છે. 

ભગવાન પણ મંદિર બંધ કરીને બેઠા છે એટલામાં સમજી જાવ. એનું માર્ચ એન્ડીંગ આ વખતે લાંબુ ચાલ્યું છે. 
મુંબઇનો વારો આવશે અને એક સપાટામાં હિસાબ બરાબર થશે જ. 

આજે મગજમાં જે ગઈકાલથી ચાલતું હતું એ લખી નાખ્યું. 
જય હો..


Friends,

Today is such a day that I didn't know how to start, since yesterday a storm named Nisarg started to be forecast along with Corona, all the houses have been full for the last two months and the government said don't go out for two days, brother we are at home now Which bathroom should we go to from home? We are going through a lot of corona and this new problem is in it, however, Mumbaikar is tired of playing dandiya with trouble. So this time will also pass. I have to suffer the deeds done here. My best friend sent me a nice message that proves the saying true.
 
The eye saw the fruit on the tree, the craving to break.
If the eye cannot break the fruit ..
The legs went to break the fruit,
The fruit could not be broken from foot to foot so the hand broke the fruit and Mho ate it.
Thus the one who saw did not go, the one who went did not break and the one who broke did not eat,
Don't keep what you eat. The fruit went in the stomach.
Now when the gardener saw this, the stick fell on his back,
The back says hi .. what's my fault? But when the stick fell in the back, tears came in the eyes
Because the fruit was the first thing the eye saw.

This is the principle of karma.
 
The city of Mumbai also follows the same principle of karma. This is where I was born, so I say, it is said that there are more pious people in Mumbai than sinners, so the crisis is averted from Mumbai, the skylab was not supposed to fall, Gone, no one knows what an earthquake is called here, God resides in every corner of Mumbai, Mumbadevi, Babulnath, Mahalakshmi, Haji Ali, Mount Mary, Sidvivinayak .. Ghodiji Derasar .. This is what protects Mumbai, this monster named Nisarg also came out No matter what happens to Mumbai.
But for how long?
 

The middle class man is crushed here, crores of flats are sold and there is no room for the common people. Those who say no to money make a lot of money. The government says to donate blood but the blood of ordinary people is sucked. About 1.5 million people have left Mumbai for fear of Corona. [Although more may have gone] Now let's see why Mumbai's pace is slowing down again.
Understand that God is also sitting close to the temple. Its March ending has been long this time.
Today I wrote down what was going on in my mind since yesterday.


સમજે તે સમજદાર. 
Google translate.

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...