Skip to main content

love u life [ real incident of my life ]


શુભ સવાર મિત્રો , 

લખવાની મઝા આવે છે, અને તમારી સાથે મારા મનની વાતો શેયર કરવાની ઉત્સુકતા વધતી રહે છે , ઘણું કહેવું છે અને ઘણું કહેતો રહીશ , બસ તમે પરિવારના સભ્યની જેમ સાથે જોડાયેલા રહેજો. આજે એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે છે તો મારી જ આપવીતી , પણ લેખક તરીકે મેં એને શબ્દોમાં લખી રાખી છે, મારા જ જીવનનો એક અંશ, મારો સ્વ અનુભવ. જે આજે તમારી સાથે શેયર કરું છું જેનું નામ છે "પ્રેરણા"

પ્રેરણા
બે સગા ભાઈઓ હરીશ અને અશોક   .
એમનો મોટો હરીશ  કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો નાનો ભાઈ અશોક એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. 

ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, હરીશ યાર ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મિત્રતા ! બીજું કોણ વળી ?’ પેલા હરીશે દારૂડિયાએ જવાબ આપ્યો, ‘મારા મિત્રો જોયા છે ?  , સવાર સાંજ એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ પિતા એન હું પણ શીખ્યો. અને રોજ રાત્રે ઘરે આવીને મારી વાઈફ પર હાટ ઉપાડતો. પીધા બાદ કોઈ ઝાપટે ચડી જાય તો એનોય વારો કાઢી નાખતો.  હવે તમે જ કહો ! આવા મિત્રો આસપાસ હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. 

ત્યાર બાદ એ બીજા નાના ભાઈ અશોક પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા મિત્રો ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.
હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા મિત્રો  તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! ભાઈ મારા મિત્રો એ નહોતા જે મોટાભાઈના હતા , અમે જે ગલીમાં રહેતા એની બાજુની ગલીમાં રહેતા મિત્રો મારા મિત્રો હતા. જેમાં એક પાનના ગલ્લે બેસતો અને સાથે કોલેજ જતો અને બાપુજીને સાચવતો , એક મિત્ર મારી સાથે ક્લાસમાં હતો અને હીરા બજારમાં આગળ વધવાની વાતો કરતો , એક મિત્ર શેર બજારમાં નોકરી કરતો. સાચું કહું છું. એમની સાથે રહી રહીને હું હંમેશા આગળ વધવાની વાતો જ શોખ્યો છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે મોટાભાઈ જેવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, મિત્રોની સંગતને લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !

મિત્રો, દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. બન્ને તમને તમારા મિત્રોમાંથી જ મળે છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

અશોક ઉપાધ્યાય 


Good morning friends

It's fun to write and I'm eager to share my thoughts with you, I have a lot to say and a lot to say, just stay connected like a family member. Today I am going to say something that is my own giving, but as a writer I have written it in words, a part of my own life, my own experience. Which I am sharing with you today is called "Inspiration"

Inspiration
Two siblings Harish and Ashok.
His eldest son Harish was addicted to drugs, alcohol and had fallen into a trance. He often got into fights at home. He also beat his wife and children frequently. While another younger brother Ashok was a successful businessman. Was very cheerful, loving and family oriented. He was highly respected in the society.

He was counted among the few distinguished persons of the village.
Many were surprised. What could be the reason for the difference between the two brothers, even though they were children of the same parents and raised in the same environment? So one of them decided to get the crown of this secret. First he went to his brother who was in a bad mood and asked, "Harish yaar, where did you get the inspiration for everything you are doing now?" Who do you think is responsible for the situation you are in today? '
‘Friendship! Who else? ’The drunkard replied,‘ Have you seen my friends? , Morning and evening he himself was addicted to drugs. Alcohol but also father n I also learned. And every night he would come home and pick up the hat on my wife. If there was a rush after drinking, Anoi would remove the turn. Now you just say! If such friends are around, we too will gradually become like them! The questioner was right.

Then he went to another younger brother, Ashok. The brother was highly respected and lived a high life. He also asked her the same question she had asked her alcoholic brother, "Where did you get the inspiration for everything you are now, everything you do?" Who do you think is responsible for the situation you are in today? '
‘My friends! Who else? 'Replied the dignitary.
Now the man who asked the question was surprised. Not without asking, ‘But your friends were alcoholics, drug addicts and quarrelsome. How can that be your inspiration? '
‘Hey! Brothers were not my friends who were older brothers, friends who lived in the street next to the one we lived in were my friends. In which a friend was sitting in a leafy alley and going to college and saving Bapuji, a friend was in class with me and talking about moving forward in the diamond market, a friend was working in the stock market. To be honest. Staying with him has always taught me to move on. That has been my inspiration. 'I would say that I was determined that life like my elder brother would not be mine and if it came then I would never be! And you see, the result of the company of friends is right in front of your eyes! '
The man who asked the question also found it to be absolutely true!

Friends, the world has everything positive and negative. Both you get from your friends. What we get out of it is up to us!

Ashok Upadhyay

google translate.

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...