Skip to main content

old is always gold [ વડીલોની સંગાથે ]

મિત્રો ,

છેલ્લા બે-ત્રણ દિવસથી ઘણી બધી પોસ્ટ અને ઘણા બધા મેસેજ વાંચ્યા પછી એકની એક વાત સતત માથામાં વાગ્યા કરે છે,
જો તમે ડિપ્રેશન હોય તો અમને સંપર્ક કરો, 
અલ્યા ડિપ્રેશન નબળા મનના હોય એને આવે , જેમનાં મન મક્કમ હોય એમને કઈ નો થાય . 
તમે દુઃખી હો તો અમારી સાથે વાતો કરો જો, 
તમે એકલા હો તો ખોટા અને ખરાબ વિચારો કે ડિપ્રેશનથી દૂર થવા અમારી સાથે વાતો કરો , 
અમે તમારા માટે જ છીએ , 
આ મારો નંબર છે.  
તમે અમારા મિત્ર છો.. વગેરે વગેરે ..
ઘણાને એમ થઈ આવે કે ઓહ આખી દુનિયા મારી જ છે યાર..લોકને મારી કેટલી ફિકર છે.  પણ જ્યારે ખરેખર કોઈની જરૂર પડે ત્યારે કદાચ જે વ્યક્તિએ આવું કોપી પેસ્ટ કર્યું  હોય એને ફોન કરો ત્યારે કહે  કે  પાંચ મિનિટમાં તને ફોન કરું છું આટલું બોલીને એ ફોન મૂકી દે આવું બની પણ શકે. 

પણ માણસ એકલો ક્યારે પડી જાય ? અત્યારે તો મને લાગે છે કે એકલો પડવા નું સૌથી મોટું કારણ મોબાઇલ છે. મોબાઈલ માં બધું હોવા છતાંય માણસ એકલો, એક ઘરમાંપાંચ વ્યક્તિ રહેતી હોય અને દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય તો બધી  વ્યક્તિ એક સાથે બેસીને તો વાત કરી જ ન શકે , દીકરી બેડરૂમમાં મોબાઈલ પર હોય વાઈફ  કિચનમાં મોબાઈલ પર હોય અને દીકરો ડ્રોઇંગરૂમમાં  પપ્પા સાથે હોવા છતાં પણ બંને અલગ-અલગ મોબાઈલ પર હોય અને દાદાજી કે દાદીજી પણ પોતાના મોબાઈલમાં જેવું આવડે એવું સર્ફિંગ કરતા હોય. 

 


મિત્રો મને એમ લાગે છે કે માણસ નું માણસ વચ્ચે  અંતર જે વધ્યું છે એનું કારણ કદાચ ભેગા રહેવા છતાં ભેગા નથી હોતા એ હોઈ શકે. પહેલા તો પ્રથા હતી કે ઘરના દરેક સભ્યો વડીલ પાસે અચૂક થોડીવાર બેસે. પોતાના મનની વાતો કરે , સલાહ સુચનની આપ લે કરે જેનાથી મન મગજ હળવા થતાં. પણ હવે ? 

દરેક ઘરમાં એક વડીલ હોય છે અને આજકાલ વડીલ એટલે પરિવાર નો ફેમીલી ફોટો કમ્પ્લીટ કરનાર વ્યક્તિ. 
જેમને સમયસર જ્યુસ આપવો,  દવા આપવી તેમને સમયસર જમવા આપી દેવું સાંજના મંદિરે કે હવેલીએ  જાય  ,  ત્યાંથી  પાછા આવે તો  ફરી એમની જમવાની તૈયારી એમને ગમતી ખીચડી કે જે કંઇ એમને ગમતું હોય એ ભાવતી વસ્તુ બનાવી દેવી અને   દવા ફાકી આપીને   ફરજ પૂરી કરવી કે બસ હવે વડીલ છે. કેટલો સમય કાઢવાનાં ?

હું નાનો હતો ત્યારે મને ખબર છે કે એટલે મારી મમ્મી કે મારી બાજુમાં રહેતા માસી હતા એમને ત્યાં પણ સાંજના ભાગવત વાંચવા જતા અને અલકમલકની વાતો કરતાં એ વખતે  તો મોબાઈલ હતા નહીં બધા હાલતા ચાલતા વ્હોટ્સ એપ જેવા હતા. બધાનાં સમાચાર મળે.  એ બધી ઘટનાઓ અત્યારના સમયમાં દેખાતી ઓછી થઈ ગઈ છે . ઘણા ઘરમાં વડીલો સાથે બધા કલાક બે કલાક બેસીને વાતો કરતા હશે ? કરતા હોય તો વધારે સારું , વડીલો સાથે જમવાની  વડીલો સાથે વાતો શૅર કરવાની, અત્યારની અને જૂની જનરેશન બધી સાથે બેસીને વાત કરે તો માઈન્ડ ફ્રેશ  થાય અને ડિપ્રેશન માં માર્ગ મળે  અને જીવવાની પણ મઝા આવે બાકી પોતાના મનમાં જ વિચારોમાં ઘુંટાતા  મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહીએ તો કદાચ વડીલોના અનુભવો એમની વાતો કે એમને જે કહેવું હોય તે કદાચ એ ભગવાન ની છબી સામે બોલતા હોય , મેં ઘણા વડીલો ને એકલા એકલા બડબડ કરતા જોયા છે. જેમને ઘણું ઘણું કહેવાની ઈચ્છા હોય પણ એમને સાંભળનાર કોઈ ન હોય. 
વડિલ કાયમનાં શાંત થાય એ પહેલા એમની સાથે બેસી એમની વાતો સાંભળી એમને શાંતિ આપજો.  

બગડેલા કેસ ને સુધારે તે વકીલ અને જે કેસ બગડવા જ ન દે એ વડિલ. ઘરના વડીલની આંખ ક્યારેય ભીની ન થવા દેવી કેમકે છત ટપકે ને ત્યારે દીવાલો પણ ભીની થાય. 
વડીલ ને વટવૃક્ષ એમજ નથી કહેતા. ઘણા ટાઢ તડકા સહન કરીને એમણે અનુભવ મેળવ્યા હોય છે. 

એક નાનકડી વાર્તા યાદ આવે છે એ વાર્તા લખીને કદાચ હું મારા મનની વાત તમારા સુધી પહોંચાડી શકું તો સારું વાર્તા સાથે જ આ બ્લોકને વિરામ આપીશ.

આજની જનરેશન નાં એક દિકરાના ઘરમાં દાદાજી હતા સાહેબ વર્ક ફ્રોમ હોમ કરતા એટલે ઓફિસનું બધું કામ ઘરમાં લઇ આવેલા. દાદાજી ની વાતો અવાર નવાર દીકરાને કાંટાની જેમ ખૂંચતી. અને એકવાર દીકરાએ કહી દીધું કે બાપુજી તમારી સલાહ અમને કાંટાની જેમ ખુંચે છે. અમે હવે નાના બાળક નથી. અમને સમજ પડે છે.  બાપુજીએ પ્રેમથી કહ્યું દીકરા મને લાગે છે કે તારા અમુક પગલાથી પરિવાર પીંખાઇ જશે એટલે હું તને સાવચેત કરતો હોઉં છું મને ખબર છે કે મારી વાતો તને ગળે નથી ઉતરતી પણ પરિવાર ને એક રાખવો એ મારી ફરજ છે એટલે..

દીકરાએ કહ્યું બસ હવે એક શબ્દ નહિ તમે તમારું કામ કરો. ટેબલ પર પોતાનું કામ કરવા લાગ્યો જ્યાં બધા કાગળો ઉડી ન જાય એટલે એણે ટાંકણી મારી હતી. દાદાજીએ હળવેકથી દીકરાના કાગળીયાઓમાંથી ટાંકણી કાઢી લીધી અને બધા પાના ઉડ્યા દીકરાને આવ્યો ગુસ્સો જેમ તેમ કરી એણે પાના ભેગા કર્યા અને ફરી ટાંકણી   
લગાડી દીકરો બોલ્યો બાપુજી  આ શું ગાંડા જેવી હરકત કરો છો , બાપુજી બોલ્યા એમાં ગાંડા જેવી હરકત શું કરી મેં તો કાગળમાંથી ટાંકણી ને દુર કરી. દીકરો બોલ્યો આના લીધે તો પાના બધા એકસાથે છે. આ ખુંચે છે એટલે તો બધા ભેગા છે. બાપુજીએ કહ્યું બેટા મારું કામ પણ આ ટાંકણી જેવું છે બધાને લાગે હું ખુંચું છું પણ મારું કામ તો તમને ભેગા રાખવાનું છે. 

થોડો સમય વડીલ સાથે વિતાવાજો બધું જ જ્ઞાન ગુગલ પર નથી મળતું. 

સમજે તે સમજદાર.  

friends,

After reading a lot of posts and a lot of messages over the last two-three days, one thing after another keeps ringing in my head,
Contact us if you are depressed,
Other depressions come to those who have a weak mind, nothing happens to those who have a strong mind.
Talk to us if you are sad, if you are alone, talk to us to get rid of wrong and bad thoughts or depression, we are for you, this is my number. You are our friend .. etc etc ..
Many people think that the whole world is mine, man ... how much people care about me. But when you really need someone, maybe call the person who has copied and pasted it and say, "I'll call you in five minutes."

But when does a man fall alone? Right now I think the biggest reason for being alone is mobile. Despite everything in mobile, a man lives alone, five people live in one house and if everyone has a mobile, all the people can't sit together and talk, daughter on mobile in bedroom. Even if the wife is on the mobile in the kitchen and the son is with the father in the drawing room, both are on different mobiles and the grandparents are also surfing in their mobiles.



Friends, I think the reason why the distance between man and man has increased may be that they do not get together even though they are together. At first, it was customary for each member of the household to sit with the elder for a while. Speak your mind, take advice and suggestions which will lighten your mind. But now?

Every household has an elder and nowadays an elder is a person who completes a family photo.
Give juice to them on time, give medicine to them, give them food on time. Is now an elder. How much time to spend?

When I was young, I know that my mother or my aunt who lived next to me used to go there to read Bhagwat in the evenings and talk about Alkamalak. In many homes, it would be better to sit and talk with the elders for two hours all the time. If the rest of us are absorbed in the thoughts in our minds, then maybe the experiences of the elders, their words or whatever they have to say may be speaking against the image of God, I have seen many elders blabbering on alone. Anyone who wants to say a lot but has no one to listen to them. Before the elder calms down, sit down with him and calm him down.

The lawyer who corrects the spoiled case and the elder who does not allow the spoiled case. Never let the eyes of the elder of the house get wet as the roof drips and the walls get wet too.
The elder is not called a banyan tree. He has gained experience by enduring many cold sun.

If I can convey my thoughts to you by writing a story that reminds me of a short story, I will pause this block with a good story.

In the house of one of the sons of today's generation, there was a grandfather who did all the office work from home rather than work from home. Grandpa's words pierced his son like a thorn from time to time. And once the son said that Bapuji your advice pierces us like a thorn. We are no longer small children. We understand. Bapuji said with love, son, I think that some of your steps will hurt the family, so I warn you, I know that you do not like my words, but it is my duty to keep the family together.

The son said just a word now you do your job. He started doing his work on the table where all the papers did not fly so he had to quote. Grandpa lightly removed the citation from his son's papers and all the pages flew away. The son got angry as he collected the pages and cited again.
Lagadi's son spoke Bapuji, what are you doing like a madman, Bapuji said, what are you doing like a madman, I removed the citation from the paper. The son said that because of this the pages are all together. This pulls so all together. Bapuji said, "Son, my work is also like this quote. Everybody thinks I am stuck, but my job is to keep you together."
 


Understandably sensible.
google translate

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા