Skip to main content

suicide u like ? [ મોજમાં રે'વું ]

મિત્રો , 

કોઈ વિષય શોધવાનો આજે વિચાર જ ન આવ્યો કેમકે જ્યારથી સુશાંત સિંહ ની આત્મહત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારથી મગજમાં અને મનમાં એક યુદ્ધ શરુ થઇ ગયું કે ભણેલો ગણેલો માણસ પણ એટલો અભણ હોઈ શકે કે એણે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવું પડે ? ગઈકાલે જ મેં કહ્યું હતું કે મારી દીકરી ધોની ને આદર્શ માને છે અને એની ફિલ્મ માં શુશાંતે ધોની નો રોલ કર્યો હતો , અને એ ફિલ્મ અનેકવાર દીકરીએ જોઈ, એને આ વાતની ખબર પડી ત્યારે એ પણ બે ક્ષણ માટે ચુપ થઇ ગઈ , મારું પર્સનલ માનવું છે કે આત્મહત્યા એ જીવનની લડાઈથી ભાગવાનું અંતિમ પગલું છે. આમ તો લોકો આપણને દરેક સમસ્યાઓનો સામનો કરવાનું , પોઝીટીવ વિચારવાનું કહે છે અને મક્કમતાથી લડવાનું , ઝઝૂમવાનું કહે છે અને એક ઉમદા કલાકાર જેણે પોતાના દમ પર નામ અને શોહરત મેળવ્યા એ અચાનક આમ આત્મહત્યાનું પગલું ભરે એ આશ્ચર્ય અને બેવકૂફી કહેવાય.



છીછોરે નામની ફિલ્મમાં તો સુશાંતે જ લોકોને આત્મહત્યા ન કરવાની સલાહ આપી હતી , ફિલ્મ ધોનીમાં પોતાના લક્ષ્યને હાંસલ કરવા કેમ હિમ્મતથી દરેક મુસીબતનો સામનો કરવો એ શીખવાડ્યું અને અસલી જીવનમાં હાર માની લીધી ? 
સફળતા મેળવવી સહેલી છે એને સંભાળી રાખવી બહુ જ મુશ્કેલ, કદાચ  આ વાત પણ સુશાંતના જીવનમાં લાગુ પડી શકે ઉગતા સુરજને દરેક સલામ કરનારા મળે એ જરૂરી નથી અમુક સુરજ પર પત્થર ફેંકનારા કે કાદવ ઉછાળનારા પણ ખૂણે ખાંચરે ભરાયેલા હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જે દેખાય છે એ બધું સાચું નથી જ હોતું એ સો ટકા નહિ પણ દોઢસો ટકા સાચી વાત છે. લોકડાઉન નાં સમયમાં ઘરમાં પડ્યા પડ્યા ક્લાકારોનેય કાટ લાગી ગયો અને વિચિત્ર વિચારોના વમળમાં વીંટળાઈ ગયા કે હવે શું થશે ? શુટિંગ ક્યારે શરુ થશે ? આગળ કામ કેમ થશે ? એમાંય પાછી એક નહિ અનેક લોન તથા આટલું મોટું નામ. સમાજ શું કહશે ? અમુક કારણો એવા હોય છે જે સ્મશાનની આગ સાથે રાખ થઇ જતા હોય છે અને આજીવન સમાજ સામે આવતા જ નથી. લોકોને સંભળાય છે માત્ર અલક મલક ની વાતો અને દરેક મોઢે આત્મહત્યાની એક નવી જ વાર્તા સંભળાય છે. દિવ્યાભારતી નો દાખલો આંખ સામે જ છે. અને આ લેખમાં જ લખેલી એક લાઈન ફરી લખું છું " સફળ માણસનાં સો દુશ્મન"

દોસ્તો જીંદગી બહુજ નસીબવાળાઓને મળે છે. આ સંસારનાં કુદરતી સુખોને માણવાનો અવસર દરેકના નસીબમાં નથી હોતો, માન્યું કે જીવન જીવતા ક્યારેક ટેન્શન આવી જાય પણ એનો અંત મૃત્યુ તો ન જ હોય. રસ્તે ચાલતા ક્યારેક ઠેસ લાગે તો પગ ન કાપી નખાય. લટકીને મરવા કરતા લડીને મરવું સારું. બહુ જ ટેન્શન આવે તો એક રસ્સી લઈને ઝાડની ડાળી પર બાંધી આત્મહત્યા કરવા કરતા એ નાં પર હીંચકા ખાઈ લેવા. ટેન્શન લેવું હોય એ લે. આપણે મોજમાં જીવી લેવું. 

આજની જનરેશન ને તો ખાસ શીખવાડવું કે ભાઈ આવા આત્મહત્યા જેવા પરાક્રમ કરવા કરતાં જીંદગી સાથે બે બે હાથ કરી નાખવી. સ્કુલ કોલેજમાં ઓછા માર્ક આવ્યા કે ફેઈલ થયા કે પ્રેમમાં પેલી એ નાં પાડી કે પેલાને બીજી ગમી જાય તો  છોકરાઓ ને જીવન જીવવા જેવું ન લાગે , અરે ભાઈ ઈશ્વરે દુનિયામાં અનેક રંગો બનાવ્યા છે એક રંગ ન મળે તો બીજો રંગ વાપરીને હોળી રમી લેવી. પણ ઘરમાં હોળી પ્રગટાવવી નહિ. કોલેજમાં ફરી મહેનત કરવી અને છોકરી કે છોકરો તો સામેથી આપણી પાસે આવે એવી નામના મેળવવાની. 

જિંદગીથી હારવાનું નહિ જિંદગીને માણવાનું , દુઃખ વગર કોઈ સુખ નથી અને સુખ છે એને શાંતિ નથી. બાકી જે ખુશ છે એ જ મસ્ત રહી શકે છે હસો અને હસાવતા રહો.. ને હે....ય જલસા કરોને યાર. પણ આત્મહત્યા નો વે. 

સમજે તે સમજદાર. 

Friends,

The idea of ​​finding a subject did not come up today because since the news of Sushant Singh's suicide was heard, a war has started in the mind and heart that even an educated man can be so illiterate that he has to take the step to commit suicide? Just yesterday I said that my daughter considers Dhoni as an ideal and Sushant played the role of Dhoni in her film, and that film was seen many times by my daughter, when she found out about it, she also fell silent for two moments, I believe my personal That suicide is the final step in escaping the battle of life. Thus people tell us to face every problem, to think positively and to fight with determination, to fight and for a noble artist who has gained name and fame on his own to take such a sudden step of suicide is called surprise and stupidity.

In the film Chichhore, it was Sushant who advised people not to commit suicide. In the film, Dhoni taught them to face every adversity with courage to achieve their goal and gave up in real life.


Success is easy to achieve, it is very difficult to handle, maybe this also applies to Sushant's life. Not everyone who greets the rising sun needs to be found. Some people who throw stones at the sun or throw mud are also crammed into the corner. Not everything that appears in the film industry is true, it is not one hundred percent but one hundred and fifty percent true. During the lockdown, Klakaroney fell into the house, corroded and became wrapped in a whirlpool of strange thoughts, what will happen now? When will the shooting start? Why work next? Not one but many loans and such a big name. What will society say? There are some reasons that are reduced to ashes by the fire of the cemetery and do not come in front of the society for life. People hear only Alak Malak's stories and every mouth hears a new story of suicide. The example of Divyabharati is in front of the eye. And I rewrite a line written in this article, "A Hundred Enemies of a Successful Man."

Friends, life is for the lucky ones. Not everyone has the opportunity to enjoy the natural pleasures of this world, believing that sometimes there is tension in life but death does not end there. If you sometimes feel hurt while walking on the road, do not cut your legs. Better a poor horse than no horse at all. If there is a lot of tension, it is better to take a rope and tie it to a tree branch than to commit suicide. Take the tension you want. Let us live in merriment.

To teach today's generation in particular that brother should do two things with life rather than committing such a suicidal act. There were low marks in school or college, they failed or they refused in love, if they like each other, the boys will not feel like living life, oh brother God has created many colors in the world, if you don't get one color, you can play Holi using another color. But do not light Holi at home. To work hard again in college and to get a name that comes to us from a girl or a boy.

Not to lose life, to enjoy life, there is no happiness without sorrow and there is no peace without happiness. Only those who are happy can be happy. Keep laughing and keep laughing. But no way of suicide.

Understandably sensible.

     google translate 

©
 

Comments

  1. Nice motivational Blog showing the right way to live the life👍👍

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...