Skip to main content

New beggining [ નવી શરૂઆત ]

 મિત્રો,

 "જન્મદિન મુબારક હો," આમાં તો એવું પણ ન બોલાય કેમકે જન્મદિન કોનો છે તો કે લોકડાઉનનો. હા ભાઈ લોકડાઉનનો જન્મદિવસ આવ્યો અને ગયો. એક વર્ષનો થયો આ કોરોના. યાદ છે ને અગાશી,બારી અને બાલ્કનીમાં થાળી વગાડી હતી અરે ઘણાંએ તો થાળી વગાડતા સોસાયટીમાં અને રોડ ઉપર ગરબા પણ કર્યા હતા.શંખ ફૂંકાયા,ડમરું વગાડ્યા,મંજીરા અને તબલા સાથે નાસિક ઢોલ પણ વાગ્યા હતા પણ મારો બેટો કોરોના બિન્દાસ કોકના લગનમાં નાચતો હોય એમ નાચી નાચીને આખા દેશની ઊંઘ હરામ કરતો રહ્યો.અને હજુય કરે છે. બધાનાં કામ ધંધા કાચબાની ચાલ જેવા થઇ ગયા અને હજુ પણ એવી જ હાલત છે. 

કોણ પહેલા શરૂઆત કરે ? દરેક વ્યવસાયના લોકો એમ જ વિચારે છે કે કોઈ કામકાજ શરુ કરે તો અમે શરૂઆત કરીએ.લગ્નમાં ગયા હોઈએ અને ચાંદલો લખાવ્યા બાદ કોણ પહેલા જમવાની ડીશ ઉપાડે છે અને જમવાનું શરુ કરે છે, એનું ધ્યાન રાખે એમ કોણ પહેલા ધંધાની  શરૂઆત કરે છે , કોણ પ્રથમ આગળ વધે એટલે અમે શરુ કરીએ એવી હાલત છે. ફિલ્મોના થિયેટર શરુ થયા અને સાતથી આઠ લોકો જન,ગણ,મન કરવા ઉભા થાય, નાટકો એકલ દોકલ થાય છે એ પણ પચાસ ટકા પ્રેક્ષકો સાથે.દર રવિવારે જન્મભૂમી પ્રવાસીમાં જેમ આખું પાનું ભરી નાટકોની એડ જોવા મળતી એ ક્યારે જોવા મળશે એ ખબર નથી. જો કે નિર્માતાઓ સારા સારા નાટક સાથે બજારમાં આવવા રેડી છે પણ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે અત્યારે કોણ પ્રથમ શરૂઆત કરે એની જ બધા રાહ જુએ છે.  

એમાય મનમાં ડર ખરો કોરોનાની બીજી લહેર શરુ થઇ છે તો સરકાર ક્યારે કયા નિયંત્રણો મૂકી દે કહેવાય નહિ.રોજ બધા માસ્ક અને મજબુરી સાથે નીકળી પડે છે અને ઘરે આવી પ્રાર્થના કરે છે કે આવતીકાલ સારી આવે.પાછલા એક વર્ષના દરેકના અનુભવ પરથી એક ફિલ્મ બની શકે એવી એવી ઘટનાઓ દરેકના જીવનમાં બની છે.

ટૂંકમાં જે હિમ્મત કરી આગળ વધશે એ જીતશે જ. 

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા. 

સમયની આ દુષ્ટતા તો જોવો
આરામ છે,તો ય સારો નથી જ..

દોડ્યા પડ્યા ઉઠ્યા ભાગ્યા ઘણુંય
લીધું દીધું કમાયુ કે ખોયું ય ઘણું
હિસાબોની આ દુષ્ટતા તો જુવો,
આંકડા છે, તે ય કામના નથી જ…
 
બધું જ હાથવગું છે એવું ય નથી
કે સાવેય ખૂટી પડ્યું એવું ય નથી
જરૂરીયાતોની આ દુષ્ટતા તો જુવો
વિકલ્પો છે, તો ય ગોઠતાં નથી જ…

ધીરજ તો છે, શ્રધ્ધા ય ખરી
તો આશા કેરી જ્યોત ય ખરી
ભવિષ્યની આ દુષ્ટતા તો જુવો

આગમનાં ઓથાર હટતાં નથી જ.. 

સમયની આ દુષ્ટતા તો જોવો
આરામ છે,તો ય સારો નથી જ..  

સમજે તે સમજદાર 



Friends,

 "Happy birthday," it doesn't even say that because it's someone's birthday or a lockdown. Yes Brother Lockdown's birthday came and went. This Corona was one year old. I remember playing the thali in the agashi, window and balcony. Many of them even played garbi in the society and on the road. Nachi Nachi kept depriving the whole country of sleep. And still does. Everyone's business has become like a tortoise's move and it is still the same.

Who starts first? People in every business think that if someone starts a business, then we start. We have gone to a wedding and after writing the chandelier, who picks up the dinner dish first and starts eating, it depends on who starts the business first, who starts first. Growing up is a condition we start with. Theaters of films have started and seven to eight people stand up to do jana, gana, mana, plays are done alone with fifty per cent of the audience. Although the producers are ready to come to the market with a good play, according to the government's guidelines, now everyone is waiting to see who starts first.


The second wave of fear corona has started in my mind. I don't know what restrictions the government will impose. Every day all go out with masks and compulsions and pray at home that tomorrow will be better. A film can be made from everyone's experience of last one year. Such events have happened in everyone's life.

In short, the one who dares to move forward will win.

Finally before pausing the blog.

Look at this wickedness of time
If there is comfort, then it is not good.

I ran and got up and ran a lot
Earned or lost a lot
Look at this wickedness of the accounts,
The statistics are, they don't really work.
 
Not everything is handy
That doesn't seem to be missing
Look at this wickedness of needs
If there are options, they are not configured.

Patience is, faith is true
So the hope is true
Look at this evil of the future
The source of income does not go away.

Look at this wickedness of time
If there is comfort, then it is not good.


Understandably sensible



Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...