Skip to main content

health is wealth [ પહેલું સુખ તે જાતે નર્યા ]

 મિત્રો,

કેવો ગજબનો સમય બતાવ્યો છે કુદરતે "જે બીમાર પડશે એ એકલો રહેશે, અને જે એકલો રહેશે એ બીમાર નહિ પડે." 

સાચે જ જાન હૈ તો જહાન હૈ, સ્કુલમાં ગુજરાતીમાં આપણે વાંચતા કે પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર સારું તો સૌ સારું. 

ઘરમાં મોંઘામાં મોંઘુ ડાઈનીંગ ટેબલ છે પણ ખુરશીમાં બેસવાની શક્તિ નથી, ગુલાબજાંબુથી છલોછલ ભરેલો કટોરો નજર સામે જ છે પણ ડાયાબીટીઝ છે, ચોખ્ખા ઘીથી લથપથ એય મજેની સુરતની ધારી આંખો આગળ જ છે પણ શું કામની ? બ્લડપ્રેશર છે. ગરમાગરમ મેથીના ગોટાને લીલાંછમ, તીખાં, તમતમ લવિંગીયા તળેલાં મરચાં છે. પણ એસીડીટી-પિત્ત છે, પીસેલી લાલચટાક લસણની ચટણી છે પણ પાઈલ્સ પ્રોબ્લેમ છે અને એ.સી.રૂમમાં મખમલી સુંવાળી સુંવાળી ડનલોપીલોની મસ્ત પથારી છે પણ ઉંઘ આવતી નથી. આ તે કંઈ જિંદગી કહેવાય ? એટલા માટે જ બધા કહે છે કે : પહેલુ સુખ તે જાતે નર્યા. 

આજના સમયમાં જ્યારે દિવસ એક ટેન્શન સાથે શરુ થાય છે ત્યારે ઘરની જવાબદાર વ્યક્તિ, શરીરે હેમખેમ રહે એવી પ્રાર્થના ઘરના લોકો કરતા હોય છે. "તમે વધારે ટેન્શન નહિ લ્યો, જે બધાનું થશે એ આપણું થશે, આખા ગામમાં તકલીફ છે આપણે એકલા તકલીફમાં નથી, તમે તબિયત સાચવો." આવા અનેક સાંત્વન ભર્યા વાક્યો દરેક ઘરમાં સાંભળવા મળે છે અને એમની વાત પણ સાચી છે. જાન હૈ તો જહાન હૈ. આ કપરો કાળ જો કાઢી નાખીશું તો આવનારો સમય સારો લાગશે જ. બાકી ચિંતા તો આખી જીંદગી રહેવાની જ છે. 

"તબિયત છે તો બધુ છે" ટેન્શન આજનું થોડી છે જન્મ્યા ત્યારથી છે યાદ કરજો સ્કુલથી માંડી આજ સુધીના દિવસો. 

મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી. આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતાને કારણે કદાચ હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય...જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા, જલેબી, સમોસા ફેવરિટ હતા અને ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટલે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું, જેટલીજીની એવી ઈચ્છા હતી કે...પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી, પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું.આ કિસ્સાઓ પર થી આપણે શું શિખવાનું ? વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી, પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું, જે થવાનું છે એ થશે, આ બધુ થવાનાં મુખ્યત્વે કારણ એટલે વધુ પડતો શારીરિક આરામ અને વધુ પડતો માનસિક થાક.અને ટેન્શન. બસ આ બધી બાબતો થી પોતાની જાતને બચાવી લેજો. કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં..પોતાના બાળકો માટે પણ નહીં. કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા, બાળકોનું ધ્યાન રાખી શકશો અને એના માથે બોજ બનીને નહીં રહો, ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે એટલે મહેનત જરૂર કરવાની પણ ચિંતા ટેન્શન  હરગિજ નહીં કરવાની, જીવનમાં પદ, પૈસો, બધુજ અગત્યનું છે, પણ એ બધાથી પહેલા તમારું શરીર છે, એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે...શરીરની સાથે સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો, મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો, શરીર આપમેળે ફીટ હેશે જ અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે..સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.  જે છે એમાં સંતુષ્ટ રહો તો. કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ સુખી સંસાર જરૂર મેળવી શકશો. વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાને બદલેઆ સમય તમને ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો. દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે આ બંનેની જાળવણી તમે ખુદ જ કરી શકો છો, અન્ય કોઈ ચાહે તો પણ નહીં... 

બાકી તો સમજે તે સમજદાર. 

બ્લોગને વિરામ આપતા પહેલા. 

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,

યાદ છે આપવાના કોને કેટલા મારે,
કેટલી છે ઉઘરાણી,એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,


Friends,

What a wonderful time has been shown by nature that those who fall ill will be alone and those who are alone will not fall ill. really jaan hai to jahan hai, I used to read in Gujarati in school that the first happiness was Narya himself. The better the body, the better.

There is an expensive dining table in the house but I don't have the strength to sit in a chair, a bowl full of roses is in front of my eyes but I have diabetes, soaked in pure ghee. There is blood pressure. Hot fenugreek seeds are green, spicy, hot cloves fried chilies. But there is acidity-bile, pistachio reddish garlic is a sticky sauce but there is hemorrhoids and in the AC room there is a nice bed of velvety smooth Dunlop pilo but sleep does not come. Is this what life is called? That is why everyone says: The first happiness is Narya himself.

In this day and age when the day starts with a tension, the people in the house pray that the person in charge of the house stays healthy. You didn't take too much tension, everything will happen to us, there is trouble in the whole village, we are not alone in trouble, you save your health. Many such comforting words can be heard in every home and they are true. Jaan hai to jahan hai. If we get rid of this difficult time, the time to come will be better. The rest of the worries have to last a lifetime.Tension is a bit of a problem today since I was born. Remember the days from school to today.

Manohar Parrikar, Sushma Swaraj and Arun Jaitley. All of them had money, position, ability but they could not pay attention to health due to busyness and it can be said that they lost their lives ... Done and got cancer, Jaitley wanted to live a retired life in the mountains, but that dream remained unfulfilled. What can we learn from these cases? It is reasonable to die due to old age, but it is wrong to die due to illness, whatever is going to happen will happen, the main reason for all this is excessive physical rest and excessive mental fatigue and tension. Just save yourself from all these things. Never work hungry, thirsty for anyone..not even for their own children. Because only if your body is healthy will you be able to move forward, take care of children and not be a burden on it, desires will never end and destiny will have to be found, so the need to work hard, never worry, tension, position in life, money , Everything is important, but first of all it is your body, if you save it then your life is meaningful ... learn to control the body as well as the mind, if the mind is happy and contented, the body will automatically fit and the mind will be relaxed At the same time it will spoil the body and remember one thing that it is very important to be satisfied. If you are satisfied with what you have. Maybe you can't get the height of the sky but you can get the happy world you need. Instead of being overwhelmed by the current financial crisis, learn that this time is teaching you a lot. Everyone has a big and invaluable asset, if there is one, it is a healthy body and a healthy mind. You can maintain both of these yourself, even if no one else wants to ...

The rest is sensible.

Before pausing the blog.

No complaints for the rest of my life,

I just don't remember the last time I had fun,

Busyness is a good thing,

I don't remember when the last holiday came,

I cleared the corners of my eyes,

The water is gone, I don't remember,

Remember how much to give to someone,

How much is the collection, I don't remember,

So i keep a smile on my face

I don't remember ever really smiling,

The rain that soaked my heart,

I don't remember when it rained,

All the desires of the living,

I don't remember when I forgot,

God does not stand in your temple in the queue,

But you don't remember the moment I forgot,

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...