Skip to main content

There should be humanity [ માણસાઈ તો હોવી જોઈએ ]

 મિત્રો,

ઘણા દિવસો બાદ ફરી એકવાર કરી છે બ્લોગ લખવાની શરૂઆત. વિષયો તો અનેક મળે પણ દરેક વિષય લખતાં કઈક નડે, અને કલમ અટકે. પણ છતાંય મનમાં એ જ વિષય ઘૂંટાયા કરે અને આખરે સમય નીકળી જાય અને બીજા કામમાં લાગી જઈએ.કોરોનાનો કકળાટ ઓછો થવાનું નામ નથી લેતો ત્યાં વેક્સીનનું વાવાઝોડું આવ્યું.બધા લઇ ગયા અને અમે રહી ગયા એમ બધાને મેસેજ આવતા થઈ ગયા કે તમે વેક્સીન લીધી ? અહિયાં વેક્સીન સેન્ટર ખુલ્યું છે, ત્યાં ચાર છ કલાકે નંબર આવે છે. આ કંપનીની વેક્સીન સારી પેલી કંપનીની અસરકારક નથી. આવી અનેક અફવાઓથી મોબાઈલ ભરેલા છે. સાથે મોઢે માસ્ક તો જરૂરી છે જ. 

આવું તો હજુ કેટલા મહિના ચાલશે રામ [ મંદિર બનાવનાર ] જાણે. પણ આ સમય દરમ્યાન માણસમાં ક્યાંકને ક્યાંક માનવતા જાગી ઉઠી છે, અને એના એક નહિ અનેક દાખલાઓ રોજ દેખાય છે. જો કે છેલ્લા એક વર્ષનાં સમયે માણસને ખરેખર માણસ બનાવી દીધો છે. નાનામાં નાનો માણસ પણ આપણને કંઈક શીખવાડી જાય છે. એવું જ નાના માણસની માણસાઈનું એક સરસ ઉદાહરણ મિત્ર ગ્રુપમાં આવ્યું જે આપણી સાથે શેયર કરવાનું મન થઇ આવ્યું. નાનકડી વાત છે અને મેં એનું ટાઈટલ આપ્યું છે "માણસાઈ". 

હું બસમાં ચડી ગયો. ભીડને અંદર જોઇને હું પરેશાન થઈ ગયો. બેસવાની જગ્યા નહોતી. બસ, પછી એક વ્યક્તિએ તેની બેઠક ખાલી કરી. ખાલી પડેલી બેઠકની બાજુમાં ઊભેલો માણસ ત્યાં બેસી  શકતો હતો, પરંતુ તેના બદલે તેણે મને બેઠક આપી.

પછીના સ્ટોપ પર, ફરીથી એવું જ બન્યું. તેણે પોતાની બેઠક બીજાને આપી. આખી મુસાફરી દરમ્યાન 4 વાર આ બન્યું. તે માણસ એક સામાન્ય કામદાર જેવો લાગતો હતો, કામ પર લાંબા દિવસ પછી ઘરે પાછો ફરતો હતો ...

છેલ્લા બધા સ્ટોપ પર જ્યારે  બધા ઉતર્યા ત્યારે મેં તેની સાથે વાત કરી.

"દર વખતે જ્યારે તમે ખાલી બેઠક મેળવતા હો ત્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને તમારી બેઠક કેમ આપતા હતા?"

તેના જવાબથી મને આશ્ચર્ય થયું.

"મેં મારા જીવનમાં વધારે અભ્યાસ કર્યો નથી કે મને ઘણી વસ્તુઓ ખબર નથી. મારી પાસે પણ વધારે પૈસા નથી. તેથી મારી પાસે કોઈને આપવા માટે કંઈ નથી. તેથી જ હું આ રોજ કરું છું. તે કંઈક છે હું સરળતાથી કરી શકુ .

"આખો દિવસ કામ કર્યા પછી હું થોડો લાંબો સમય ઊભો રહી શકું છું. મેં મારી બેઠક તમને આપી અને તમે કહ્યું  આભાર . મને સંતોષ મળ્યો કે મેં કોઈ માટે કંઇક કર્યું.

હું દરરોજ આ કરું છું અને લાગે છે કે હું કોઈ રીતે ફાળો આપી રહ્યો છું. હું રોજ આભાર મેળવું  અને દરરોજ ખુશ છું કે મેં કોઈને કંઇક આપ્યું. "

 હું અવાક હતો !!! દૈનિક ધોરણે કોઈક માટે કંઇક કરવા માંગતા હો તે અંતિમ ઉપહાર છે.

આ અજાણી વ્યક્તિએ મને ઘણું શીખવ્યું -

અંદરથી ધનિક બનવું કેટલું સરળ છે! 



સુંદર કપડાં, બેંક ખાતામાં ઘણાં પૈસા, મોંઘા ગેજેટ્સ, એક્સેસરીઝ અને લક્ઝરી અથવા તો શૈક્ષણિક ડિગ્રી - તમને સમૃદ્ધ અને ખુશ કરી શકે છે અથવા નહીં પણ; પરંતુ આપવાનું એક નાનું કૃત્ય તમને રોજિંદા સમૃદ્ધ અને સુખી લાગે તે માટે પૂરતું છે 

બ્લોગને વિરામ આપતા પહેલા..


વહેતું રહેશે આ વ્હેણ સમયનું , , ,

એ ક્યાં કદી રોકાય છે . . .

આજ તારો તો કાલ મારો હશે , , ,

સમય સૌનો બદલાય છે . . .

હોય છે ક્યારેક હસતો ચહેરો ને , , ,

ક્યારેક આંખ છલકાય છે . . .

ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું , , ,

ને તોયે ચુપ રહેવાય છે . . .

આવે કસોટીઓ જીંદગી ની જ્યારે , , ,

સંબંધો ત્યારે પરખાય છે . . .

મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં પણ , , ,

દિલમાં કો'ક જ સચવાય છે . . . !


સમજે તે સમજદાર 


Friends,


After many days Ari has started writing a blog. There are many subjects, but every subject has something to write, and the pen stops. However, the same subject lingers in the mind and eventually the time runs out and we get down to other work. The vaccine center is open here, the number arrives there at four or six o'clock. This company's vaccine is not as effective as the company's. Mobiles are full of many such rumors. Also, a face mask is necessary.


Ram [the builder of the temple] knows how many more months it will take. But during this time, humanity has awakened somewhere in man, and not one but many examples of it appear every day. However in the last one year time man has really made man. Even the youngest man teaches us something. A great example of such a small man's humanity came in a group of friends who decided to share it with us. It's a small thing and I call it "manhood".

I got on the bus. I was shocked to see the crowd inside. There was no seating. Just then a guy vacated his seat. The man standing next to the empty seat could have sat there, but instead he gave me a seat.

At the next stop, the same thing happened again. He gave his seat to another. This happened 4 times during the entire trip. The man looked like a normal worker, returning home after a long day at work ...

I talked to him when everyone landed at the last stop.

"Why did you give your seat to someone else every time you got an empty seat?"

I was surprised by his answer.

"I haven't studied much in my life that I don't know many things. I don't even have much money. So I have nothing to give to anyone. That's why I do it today. It's something I can easily do.

"After working all day I can stand a little longer. I gave you my seat and you said thank you. I was satisfied that I did something for someone.

I do this every day and feel like I’m contributing in some way. I get thankful every day and happy every day that I gave something to someone. "

 I was speechless !!! Wanting to do something for someone on a daily basis is the ultimate gift.

This stranger taught me a lot -

How easy it is to be rich on the inside!

Beautiful clothes, lots of money in a bank account, expensive gadgets, accessories and luxury or even an educational degree - can make you rich and happy or not; But one small act of giving is enough to make you feel rich and happy everyday



Before pausing the blog ..


The flow of time will continue to flow,,,
It never stops. . .
Today your star will be mine tomorrow,,,
Times change. . .
Sometimes with a smiling face,,,
Sometimes the eye is flooded. . .
Sometimes knowing a lot,,,
Ne toye chup rahevay che. . .
When the tests of life come,,,
Relationships are then judged. . .
Even in many life relationships,
Only Ko'k is preserved in the heart. . . !


Understandably sensible

google translate 


Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...