Skip to main content

u r fighter. [ શ્રેષ્ઠ છે જ તું ]

મિત્રો, 

માણસ ગમે તેટલો ખુશ હોય પણ એને કોઈક તો દુ:ખ હોય જ અને ન હોય તો એ દુ:ખ ઉભું કરી લે. અને પછી દુ:ખની માત્રા સુખ કરતા વધતી જાય અને હસતો રમતો માણસ અચાનક ગુમસુમ , ચુપ ચુપ થઇ જાય અથવા તો એકલો એકાંતમાં સરી પડે. અને છેલ્લે એવું પગલું ભરે કે લોકોનેય આશ્ચર્ય થાય. અને એકાએક ચોપડી બંધ. નવો દિવસ નવી શરૂઆત અને નવા લોકો. સમયાંતરે એ માણસ ક્યારે ભુલાઈ જાય ખબર જ ન પડે. શારીરિક રીતે જીમ,યોગા, ડાયેટકરીને ફીટ રહેતા અનેક લોકો માનસિક રીતે નબળા હોય છે. 

 


આપણા સમાજમાં કેટલાય લોકો માનસિક રીતે ચિંતિત છે. મીનાકુમારી, મેરીલીન, મનરો, પ્રિન્સેસ, ડાયેના, વર્જીનીયા વુલ્ફ, વિન્સ્ટન ચર્ચિલ આ બધા વચ્ચે શું સામ્ય છે? જાણો છો? બધા ડિપ્રેશનના દર્દી હતા. લગભગ દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક હતાશાનો સામનો કરવાના પ્રસંગો આવે જ છે. પણ જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તે ડિપ્રેશન તરીકે ઓળખાય છે.  
.
કોઈ વાર આપણી અપેક્ષા મુજબનું પરિણામ ન આવે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ અથવા ક્યારેક આપણી ઇચ્છા વિરુદ્ધ કોઈ કામ થયું હોય ત્યારે અકળાઈ જતા હોઈએ કે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. ક્યારેક કારણ વગર દુ:ખી થઈ જઈએ છીએ કે ઉદાસ રહીએ છીએ. પરંતુ ડિપ્રેશનની ઉદાસીનતા એક અલગ જ પ્રકારની છે. વાતે-વાતે ગુસ્સે થઈ જાય, સ્વભાવ ચીડિયો થઈ જાય, ખાલીપો અનુભવે, મારી કોઈને જરૂર નથી એવા અંતિમ વિચારો આવે, હોપલેસ અને હેલ્પલેસ ફીલ કરે, અનેક પ્રયત્નો પછી પણ પોતાના નકારાત્મક વિચારો પર કન્ટ્રોલ ન રાખી શકે, માથાનો દુખાવો, બૅક-પેઇન, પેટમાં દુખાવો થવો જેવી કોઈ પણ દેખાતાં ચોક્કસ કારણો વિનાની શારીરિક તકલીફો ડિપ્રેશનની નિશાની છે.

 સુશાંત સિંગ નાં કેસમાં જાણવા મળ્યું કે એ ડિપ્રેશનમાં હતો અને લગભગ એક મહિનાથી ડિપ્રેશનની દવા નહોતો લેતો, ૫-૭ કરોડ એક ફિલ્મના લેતા સુશાંતનાં હાથમાંથી ૬-૭ ફિલ્મો છીનવાઈ ગઈ હતી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં નેપોટીઝમ નો એ શિકાર હતો. [ નેપોટીઝમ એટલે હિન્દીમાં ભાઈ ભતીજા વાદ, કે આપણા ખાસ સગા સંબંધી નાં સંતાનને જ આગળ લાવવામાં મદદ કરવી. ] આવું તો દરેક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે પણ એવું કરનારા નંગ સામે લડવાની હિમ્મત જોઈએ , કંગન પહેનકર નહિ કંગના બનકર લડના પડતા હૈ. 

થોડે ઘણે અંશે ડિપ્રેશન માટે જવાબદાર છે આપણી અત્યારની લાઇફ-સ્ટાઇલ. સતત દોડધામભર્યા જીવનમાં અસુરક્ષિતતા અને સ્પર્ધામાં ટકી રહેવાના ભારોભાર દબાણ. કંઈક ગુમાવી દેવાનો ડર કે એવી કોઈ ઘટના તેને ડિપ્રેશન તરફ ધકેલે છે. પરીક્ષામાં ફેલ થવાય કે ઓછા ટકા આવે, કોઈ પ્રિયજનનું અચાનક અવસાન થાય, પોતાને ગમતી જૉબ ન મળે કે ગમતી કૉલેજમાં ઍડ્મિશન ન મળે, પ્રેમિકા કે પ્રેમી તરફથી દગો થાય, પોતાને જોઈતું મહત્વ લોકો પાસેથી ન મળે જેવાં કારણોને લીધે વ્યક્તિ એક પ્રકારનો તનાવ અનુભવે છે જેનું પરિણામ આવે છે ડિપ્રેશનમાં. આ સિવાય કોઈ બાબત લાંબા વખતથી પજવતી હોય અને કેમેય કરીને એનો ઉકેલ ન મળતો હોય કે એમાંથી છૂટી શકાય એમ ન હોય ત્યારે તો પણ એક પ્રકારનું સ્ટ્રેસ અનુભવાય છે જે લાંબા ગાળે ડિપ્રેશનના દ્વાર સુધી લઈ જાય છે.  
 
ડિપ્રેશનથી બચવા શક્ય હોય તો આટલું કરી શકાય.
થોડોક લાઇફ-સ્ટાઇલમાં બદલાવ કરાય, નિયમિત કસરત કરો. રોજની ૩૦ મિનિટથી ૬૦ મિનિટ સુધી કસરત કરવાનું શેડ્યુલ બનાવો અને જુઓ કમાલ.સંતુલિત ડાયટ : બધાં જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એ પ્રકારનું ભોજન તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બન્ને માટે જરૂરી છે.  
એ સિવાય પૂરતી ઊંઘ ઊંઘની તમારા મૂડ પર પણ સૌથી વધારે અસર હોય છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા એ લોકોની ડિપ્રેશનની સ્થિતિ વધુ વકરે છે. મિત્રો સાથે વાતચીત, કે અમુક દિવસે નાનકડી પાર્ટી.કરવી. ચિંતા કરાવતી હોય એવી બાબતોથી દૂર રહો. મનથી પજવતા હોય એવા સંબંધોથી દૂર રહો કે એ પ્રકારના કામને તિલાંજલી આપી દો. હસીમજાકભર્યા વાતાવરણમાં રહો.  

બાકી તો 

સમજે તે સમજદાર. 

Friends,

No matter how happy a man may be, he must be sad and if he is not, he can make him sad. And then the amount of sorrow increases more than happiness and the smiling sports man suddenly disappears, becomes silent or gets better in solitude alone. And last but not least, the headline made you laugh. And abruptly closed the book. A new day, a new beginning and new people. It is not known when the man will be forgotten from time to time. Many people who are physically fit in gym, yoga, diet are mentally weak.


Many people in our society are mentally anxious. Meenakumari, Marilyn, Monroe, Princess, Diana, Virginia Woolf, Winston Churchill What do they all have in common? Do you know? All were patients of depression. Almost everyone in life experiences frustration from time to time. But if this condition lasts for a long time it is known as depression.
.
Sometimes we get frustrated if the result is not what we expected, or sometimes we get frustrated or angry when something goes against our will. Sometimes we get sad or depressed for no reason. But the apathy of depression is of a different kind. I get angry, I get irritable, I feel empty, I have final thoughts that I don't need, I feel hopeless and helpless, I can't control my negative thoughts even after many attempts, I have headaches, back pain, Depression is a symptom of any physical problem without any apparent cause, such as abdominal pain.

 In the case of Sushant Singh, it was found out that he was depressed and had not been taking anti-depressant medication for about a month. After taking Rs 4-5 crore for one film, he had snatched 3-4 films from Sushant's hands. [Nepotism means brother nephew hair in Hindi, or to help bring our special people forward. ] This happens in every industry but those who do so need courage to fight against Nang, not wearing bracelets but bracelets.

Our current lifestyle is largely responsible for depression. Insecurity in life and constant pressure to survive in competition. Fear of losing something or something like that pushes him towards depression. A person feels a kind of stress due to reasons such as failing the exam or getting low percentage, sudden death of a loved one, not getting the job he likes or not getting admission in the college he likes, betraying his girlfriend or boyfriend, not getting the importance he wants from people. The result is depression. Apart from this, even when something has been bothering you for a long time and it cannot be solved or cured by camouflage, a kind of stress is felt which can lead to depression in the long run.
 
This can be done if possible to prevent depression.
Make some lifestyle changes, exercise regularly. Schedule 30 to 30 minutes of exercise daily and see the amazing. Balanced diet: A diet that provides all the nutrients is essential for both your physical and mental health.
Adequate sleep also has the greatest effect on your mood. People who don't get enough sleep are more likely to get depressed. Conversation with friends, or having a small party on a certain day. Stay away from things that are worrying. Stay away from annoying relationships or give up such work. Be in a humorous atmosphere.

If left


Understandably sensible.

©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...