- મિત્રો ,
રવિવાર એટલે રજાનો વાર આમ જુઓ તો થોડોક આળસનો વાર આખો અઠવાડિયું કામ કરીને થાક્યા હોય અને રવિવારે મોડા ઊઠવાનું મન થાય પણ આ લોકડાઉનમાં આરામ જ કર્યો હોય તો રવિવારે પણ વહેલી આંખ ખુલી જાય.
બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી લગભગ આઠેક બ્લોગ લખ્યા પણ આલોકડાઉન માં જેમને ખરેખર માન સન્માન આપવાની જરૂર છે એવી જગતની તમામ પત્નીઓને આદર પૂર્વક આજનો આ બ્લોગ અર્પણ.
લોકડાઉનમાં ભલે કોઈ કામ ન કરી રહ્યું હોય પણ જેટલું કામ ઘરની ગૃહલક્ષ્મી એ કર્યું છે. એટલું તો કદાચ સરકારે પણ નહીં કર્યું હોય. વડીલો,સંતાનોની સંભાળથી માંડી પતિદેવની ઈચ્છાઓ પૂરી કરવી , સવારનાં ચા બને ત્યાં બપોરના જમવાની ચિંતા અને બપોરની રોટલી વણાય ત્યારે રાત્રે શું ખાવું છે એના મેનૂ નું ડિસ્કશન , સાથે ઘરનાં સામાન ની ગણતરી,શાકની ગોઠવણ,અને વ્હોટ્સ એપ પર કિટ્ટી ગ્રુપથી માંડી ફેમિલી ગ્રૂપ અને સ્કૂલગ્રુપમાં અપડેટ રહેવું , યુ ટ્યુબ પર રેસિપી,યોગા,અને લેટેસ્ટ ન્યૂઝ જોઈ અપડેટ રહેવું કોઈ આ હોમ મિનિસ્ટર પાસે જ શીખે.
પત્નીની કામ કરવાની અને સમય સાચવવાની કળા ઇનબીલ્ટ હોય છે. હા ક્યારેક એમનામાં આળસ નામનો વાયરસ એન્ટર થઈ જાય,પણ યાર એમને આરામનો હક્ક છે. નારી સર્વત્ર પૂજયંતે નાં સૂત્રને અનુસરી ફરી એકવાર નારી શક્તિને વંદન કરતા એમને સમર્પિત એક કવિતા.
"મળી...ના મળી"
શોધવા બેઠો તો પણ ન મળી
મને મારી આદરેલી આ શ્વાસોની રમતમાં
મને મન ગમતી બે પળ ન મળી...
પછી થયું કે એવી તો ઘણી ઈચ્છાઓ હતી
જે સમયસર કે માપસર ન મળી,
એવા ગુંચવાયા આ રમતમાં કે ખુશીની કોઈ વ્યાખ્યા ન મળી.
ઓફીસ પર જઈને બેઠો.. જે કામ કરતો હતો એ ફાઈલ ન મળી,
બોસ સાથે આંખો મળી.. તો ચહેરા પર એનાં સ્માઈલ ન મળી.
મને યાદ છે
મમ્મીનાં જન્મદિવસે આખુ શહેર ફરી વળ્યો હતો,
પણ કયાંય એગલેસ કેક ન મળી.
કયારેક તું ફોન કરે..અને કહે,
એય ચાલને, સાંજે દરિયા કિનારે જઈ હાથમાં હાથ નાખી બેસીએ..
હું વ્હેલો નીકળ્યો હોઉં..છતાં એજ દિવસે, મને મારી બસ ન મળી.
ખુશ કરવા તને એક વખત લઈ ગયો હતો મોટા મોલમાં.
હાથ જયાં નાખ્યો ખીસ્સામાં પુરતી રકમ ન મળી.
જતી કરવી પડી..ઘણી વાર,મીત્રો સાથેની મોજ-મસ્તી
કામમાંથી કયારેય ફુરસત જ ન મળી.
પણ આ બધાં વચ્ચે એક વાત હું તને ચોકકસ કહીશ,
તું અને સાલી તારી આ લાગણી..મને હંમેશા હાથવગી મળી.
થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને
ત્યારે બાળકોનાં વ્હાલ ની હુંફ મળી..
બરાબર એ જ સમયે રસોડામાં થઈ મારા તરફ તું જે સ્માઈલ ફેંકતી ને,
મને મારી ડાંડી ત્યાંજ ડુલ મળી..
ખબર હોય છે.. ખુબ મોડુ થયું છે જમવામાં,
પણ દાળ ને રોટલી હંમેશા ગરમ મળી.
નાણાકીય કટોકટી.. એટલે મારી રોજનીશી,
પણ ઘર ચલાવામાં તું હોંશીયાર મળી.
આ મારી જીવન ની પતંગ એટલે જ ઉડે છે
કે ફીરકી પકડવા તારા જેવી સાથી મળી.
કેટલાય વેકેશન આપણાં.. બેગમાં જ પડ્યા રહ્યા
પણ તારી આંખોમાં કદી.. ફરીયાદ જોવા ન મળી..
તારી હથેળીએ મારી આંગળીઓ ખબર નહીં કેટલું ચાલી હશે.
જયારે પણ મોકો મળ્યો, એકબીજામાં પરોવાયેલી મળી..
હોય છે હંમેશા વિખરાયેલા.. હું અને દિવસો મારાં
પણ
તારી સાથેની રાતો બધી પરોઢ સુધી વીંટળાયેલી મળી..
ભલેને લાખ ફરીયાદો હોય જીંદગીથી
છતાં..
તારી સાથેની અમાસ બધી, હંમેશા પુનમ બની ને મળી..
કાયમીનો વસવાટ હોય.. એમ તું મારામાં શ્વસતી રહી.
હું શોધતો રહ્યો ખુદ ને "તું" મને મારૂ અસ્તિત્વ બની....... મળી..
જીવન ની અડધી સફર પસાર કરી ચુકેલા સર્વે દંપતિ ને...સમર્પિત
સમજે તે સમજદાર. [ ગમે તો કમેન્ટ કરને યાર...]
Friends,
Sunday is a holiday, so if you are a little lazy, tired from working all week and want to get up late on Sunday, but if you have rested in this lock down, your eyes will open early on Sunday.
Since I started writing the blog, I have written about eighty blogs so far, but today I respectfully offer this blog to all the wives of the world who really need to be respected.
Even if no one is working in the lock down, the government may not have done as much work as Grihalakshmi has done. Elders, from taking care of the children to fulfilling the wishes of the husband, worrying about having lunch at the morning tea and discussing the menu of what to eat at night when the bread is woven, along with the calculation of household items, arrangement of vegetables, and family group from Kitty group on Whats App and Stay up to date in school groups, stay up to date with recipes, yoga, and the latest news on YouTube.
The wife's art of working and saving time is inbuilt. Yes, sometimes a virus called laziness enters Emma, but Yar M has the right to rest. Following the motto of Nari Sarvatra Pujayante, once again a poem dedicated to Nari Shakti.
"Found ... not found"
Even if I sat down to search, I could not find it
In this game of breaths I adore
I didn't get the two moments I liked ...
Then it happened that there were so many desires
Which was not found on time or in scale,
There was no definition of happiness in this confusing game.
I went to the office and sat down .. I couldn't find the file I was working on,
I got eyes with the boss .. I didn't get a smile on his face.
I remember
On mom's birthday the whole town turned up again,
But I couldn't find an eagles cake anywhere.
Sometimes you call..and say,
Hey, let's go to the beach in the evening and sit hand in hand.
I left early but on the same day, I did not get my bus.
To make you happy I once took you to a big mall.
Not enough money in the pocket where the hand was placed.
Had to leave..Most times, having fun with friends
I never got any time off from work.
But in the midst of all this I will tell you one thing for sure,
You and Sally, this feeling of yours..I always found it helpful.
Tired and ripe when stepping into the house
Then the warmth of children's love was found ..
Exactly at the same time you smile at me in the kitchen,
I found my stem there ..
I know .. it's too late to eat,
But dal and bread always got hot.
Financial crisis .. that is my daily routine,
But you got clever in running the house.
This is the kite of my life that flies
Got a mate like Tara to catch that spin.
How many vacations are left in our bags
But never in your eyes .. no complaint was seen ..
I don't know how long your fingers will be in your palm.
Whenever the opportunity arose, we found each other engaged.
Are always scattered .. me and my days
Also
The nights with you were wrapped up till dawn ..
Even if there are lakhs of complaints from life
Although ..
Amas with you all, always become Poonam and get ..
May you live forever .. so you kept breathing in me.
I was searching for "you" and I found my existence .......
Dedicated to the survey couple who have gone through half a journey of life
Understandably sensible.[ if u like pl comment yaarr..]
google translate.
hii read your blog its good , keep it up ashok ji.
ReplyDeleteVery Nicely put Ashok Bhai.. Wives are really Unsung Hero Of Every House... Keeeepp Writng Such beautiful Articles....
ReplyDeleteThere are very few who respects women inspite of doing loads of work.. You dedicated this blog for them with respectful words.. Thanks alot , its too good.
ReplyDelete