Skip to main content

lazy no - 1 [ આળસુ નમ્બર - ૧ ]

મિત્રો,

રોજ રોજ લખવું એ પણ સહેલું નથી , કયા વિષય પર લખું ? શું લખું ? કેવી રીતે તમારી સામે રજૂઆત કરું એ વિચારમાં જ ક્યારેક આખો દિવસ નીકળી જાય , અને ક્યારેક આળસ ચઢે અને લખવાનું મગજમાં જ રહી જાય , પાના ઉપર ન ઉતરે. જો કે આળસ ખંખેરી લખવું જ પડે કેમકે ન લખું તો એમ થાય કે આજે કેમ કઈ નથી લખ્યું અને આખરે આજે આળસ ઉપર લખવાની ઈચ્છા થઇ. 

જગતમાં સૌથી આળસુ જો કોઈ હોય તો એ આપણે પોતે, પેટ વધ્યું છે અને ઓછુ કરવું છે પણ ચાલવા જવાની આળસ, વજન વધ્યું છે ઓછું કરવાનું ડોકટરે કહ્યું છે, પણ બર્ગર,પીઝા ,પાણીપુરી, કોલ્ડ્રીંકને  નારાજ નથી કરી શકતા.મોબાઈલ કે રિમોટ હાથમાં આવ્યું કે સમય ક્યા નીકળી જાય ખબર જ ન પડે , ઘરની કોઈ વ્યક્તિ ઘડિયાળ બતાડે ત્યારે સમયનું ભાન , અને જ્ઞાન થાય.સરવાળે ચાલતું બધું ધીમું પડે અને ધીમું પડેલું અટકે એનું નામ આળસ.   


કઈ કરવાનું મન ન થાય, બસ આરામથી મસ્ત પથારીમાં પડ્યા રહેવાનું મન થાય એ આળસ. ઘરના વારંવાર બુમ પાડી પાડી ને થાકી જાય અને મોબાઈલ કે ટીવી લેપટોપ માંથી  ધ્યાન બીજે ખસે જ નહિ એ આળસ. 

જરૂર કરતાં વધારે આરામ એ પણ આળસ છે. જો કે ગરીબીનું મૂળ જ આળસ છે. આળસ લાગે છે આપણને મસ્ત મજાની પણ એના પરિણામ હંમેશા યાદ રહી જાય એવા હોય છે. આળસ કરવામાં ભલે કદાચ મઝા આવે પણ એ મઝા કરતાં હજાર ગણી સજા ભોગવવી પડે છે. ચાણક્ય એ કહ્યું છે  કે, આળસુ માણસને આલોકનું ભૌતિક સુખ પ્રાપ્ત થતું નથી અને મૃત્યુ પછી પણ તેની સદગતી થતી નથી.  

જો કે મેં એવા ઘણા આળસુ જોયા છે જે આખી જીંદગી કઈ ન કરે તોય આરામથી ખાઈ શકે. 
બાપદાદાનાં પૈસે જલસા કરી શકે અને એવાય લોકો સાથે ઓળખ છે જે સતત મહેનત કરી આળસ કર્યા વિના હંમેશા કામ કરવા એલર્ટ રહેતા હોય છે. જો કે કામ પ્રત્યે તો એલર્ટ રહેવું જ જોઈએ , કહેવાય છે કે તક ક્યારેય કહી ને નથી આવતી એટલે તક ને સમજી એને ઝડપી લેવામાં આળસ કરી તો...ક્યારેક પસ્તાવાનો વારો આવે. એટલે સમજ્યા વિચાર્યા વગર દરેક કામ હાથમાં પણ ન લઇ લેવાય ક્યાંક બુદ્ધિ સાથે દુર દ્રષ્ટિ નાં ચશ્મા પહેરી ફાયદો નુકસાનનો પણ વિચાર કરાય.પહેલા મને લખવાની આળસ હતી, પણ હવે લખવાની આદત પાડવાની કોશિશ ચાલુ છે એટલે જ આ લોકડાઉનમાં પણ કઈક લખ્યાનો આનંદ મળે. 

તમારી સાથે શેયર કરું એટલે અમુક મિત્રોના ફિડબેક પણ મળે એટલે બંધ ગાડીમાં પેટ્રોલ પુરાય અને ધીમે ધીમે આગળ વધતી રહે. રૂપિયા મળે કે ન મળે મન ને આંનદ મળે , પેન ને કાટ ન લાગવો જોઈએ.  આળસ વિષેની એક સરસ વાત વાંચી હતી,

આલ્બર્ટ આઈનસ્ટાઈન જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તેમને કંઈપણ આવડતું નહોતું અને તેમાં ખાસ કરીને બીજગણિતનો વિષય અને આઈનસ્ટાઈન માટે માથાનો દુખાવો હતો. આઈનસ્ટાઈન મુસાફરી કરતા હોય ત્યારે કેટલા પૈસા આપવા અને કેટલા પૈસા પાછા લેવા એનો હિસાબ પણ તેમને આવડતો નહોતો. આટલું બધું એમનું ગણિત કાચું હતું. પરંતુ એમણે દૃઢ સંકલ્પ કરીને ઉત્સાહ અને પુરુષાર્થ દ્વારા પોતાની જાતને ઘડી તો એ જ બીજગણિતના વિષય દ્વારા એ મહાન ગણિતશાસ્ત્રી બન્યા અને પોતાનું નામ રોશન કર્યું.

આળસ વિશેની બીજી એક નાનકડી વાર્તા શેયર કરી આજે બ્લોગ ને વિરામ. 

એક ગુરુ હતા. તેમના આશ્રમમાં તે અને તેમનો શિષ્ય રાત્રિ પડી એટલે સૂતા હતા. ત્યારે ગુરુજીએ પોતાના શિષ્યને કહ્યું કે, આ દીવો ઓલવી નાંખ. આ આળસુ શિષ્યને પથારીમાંથી ઊભું થવું પરવડે તેમ ન હતું. તેથી કહ્યું કે, ગુરુજી આંખો બંધ કરી દો. અજવાળું નહીં આવે.

થોડીવાર થઈ એટલે ગુરુએ શિષ્યને કહ્યું કે, બહાર વરસાદ આવે છે કે શું? જોઈ આવ. તેટલામાં એક બિલાડી આશ્રમમાં આવી એટલે શિષ્યે કીધું કે ગુરુજી! બિલાડી ઉપર હાથ ફેરવો. વરસાદ આવતો હશે તો તે પલળેલી હશે નહીં તો કોરી હશે.”

પછી ગુરુએ થોડીવાર રહીને કહ્યું કે, આશ્રમનો દરવાજો ખુલ્લો રહી ગયો લાગે છે માટે બંધ કરી આવ. ત્યારે શિષ્ય કહે કે, ગુરુજી બે કામ મેં કર્યા. હવે એક કામ તમે કરો.

આળસુ કેવા હોય એ અંગે આ દ્રષ્ટાંત ઘણું બધું કહી જાય છે. આવો હોય તેને શિષ્ય કે સજ્જન કહેવાય ખરો?

જીવનના કોઈપણ ક્ષેત્રમાં જેમણે- જેમણે સફળતા મેળવી છે તેના પાયામાં અવિરત પુરુષાર્થ રહેલો હોય છે.-માટે આળસને દુર કરી આગળ વધતા રહીએ. 

સમજે તે સમજદાર. 



Friends,

Writing every day is also not easy, on what subject should I write? What to write Sometimes the whole day goes by in the thought of how to present to you, and sometimes laziness rises and writing stays in the mind, not landing on the pages. However, I have to write laziness because if I don't write, then why didn't I write something today and finally I wanted to write about laziness today.

If there is anyone in the world who is lazy, it is that we have increased stomach and want to lose weight, but the urge to go for a walk, the weight has increased. You don't know when you leave, when someone in the house shows the clock, you realize the time, and you become knowledgeable. After all, when all this happens, it's called laziness.

Laziness is when you don't feel like doing anything, you just feel like lying in bed in comfort. Laziness is the result of frequent shouting at home and getting distracted from mobile or TV.

Excessive rest is also laziness. However the root of poverty is laziness. We feel lazy
Even the funniest results are always remembered. Even though laziness may be fun, it can be punished a thousand times over. Chanakya has said that the lazy man does not get the material happiness of light and even after death he does not recover.

However, I have seen many lazy people who can eat comfortably for the rest of their lives. Bapdada's money can make a party and he is acquainted with people who are always alert to work without getting lazy. However, one must be alert towards work, it is said that opportunity never comes, so if one understands the opportunity and is lazy in taking it fast ... sometimes it is the turn of remorse. However, not every task should be undertaken without understanding it. The advantages and disadvantages of using foresight should also be considered. Before, I was lazy to write, but now I am trying to get in the habit of writing, that is why I enjoy writing something even in this lockdown.
Sharing with you also means getting feedback from some friends so that the petrol in the closed car is refilled and it continues to grow slowly. Read a nice thing about laziness,

He didn't know anything about Albert Einstein when he was in school and it was especially a subject of algebra and a headache for Einstein. Einstein did not even know how much money to give and how much to take back while traveling. All this mathematics was crude. But if he made himself determined by zeal and zeal, he became a great mathematician through the same subject of algebra and made his name bright.

Pause the blog today by sharing another short story about laziness.

There was a guru. He and his disciple slept in his ashram at night. Then Guruji said to his disciple, light this lamp. This lazy disciple could not afford to get out of bed. So said, Guruji close your eyes. The light will not come.

After a while, the Guru asked the disciple, "Is it raining outside?" Let's see One of the cats came to the ashram and the disciple said Guruji! Rotate hands over the cat. If it rains, it will be wet, if not, it will be dry. ”

Then Guru stayed for a while and said, the door of the ashram seems to be left open so let's close it. Then the disciple says, Guruji, I did two things. Now a job you do.

This illustration says a lot about laziness. Is it true that he is called a disciple or a gentleman?

In any field of life, those who have achieved success have a relentless pursuit of masculinity. Therefore, let's move forward by eliminating laziness.


Understandably sensible.
google translate.

©

Comments

  1. Very beautifully explained the 'effects of being lazy'. I am one of them but now I will change myself.

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...