Skip to main content

Time never come again.

મિત્રો, શુભ સવાર. 

વાગ્યા છે સવા બાર.એક્ચ્યુલી ભારતીય પ્રથા પ્રમાણે આ લોકડાઉન માં બધાની સવાર લગભગ બપોરનાં જ પડતી હોય છે, સમયસર કોઈ કામ થતા જ નથી , જે માણસ સમયની કદર કરે છે સમય એની કદર કરે છે. આવું મેં ઘણી જગ્યાએ લખ્યું છે, અને સૌથી વધુ ગુસ્સો તો કોઈની રાહ જોવાનો આવે, જ્યારે કોઈએ તમને ૧૨ વાગ્યે ક્યાંક મળવા બોલાવ્યા હોય , તમે બાર માં પાંચ ઓછીનાં ઉતાવળા, દોડી દોડીને રીક્ષા પકડી અધીરા થઈને પહોચી જાવ અને એ ભાઈ કે બેન સમયસર ન આવે તો તમે ફોન મેસેજ કરી કરીને એનું માથું ખાઈ જાવ અને એમાય સામેવાળી વ્યક્તિ જો તમારા ફોન મેસેજના જવાબ ન આપે તો...યાદ આવી ને.? આવી પરિસ્થિતિ માંથી તમે પણ પસાર થયા જ હશો. જો કે આ માયાવી મુંબઈ નગરીમાં જે સમયે મળવું હોય એના કરતા પંદર વીસ મિનીટ પહેલાનો જ સમય આપવો એવું મારું માનવું છે, જો કે હું હંમેશા સમયને માન આપી દરેક મીટીંગ માં પાંચ દસ મિનીટ પહેલા પહોચી જઈ સામેવાળાને સરપ્રાઈઝ આપું છું. અને ક્યારેક સામેવાળા મિત્રો પણ સમજી જાય છે કે આ લેખક ને ત્રણ વાગ્યાનું કહ્યું છે તો એ દસ મિનીટ વહેલો જ આવશે. [ જો કે મારા માટે આ સારી વાત છે. અને મને પણ સમયસર પહોચવું ગમે છે , મારા લીધે કોઈ રાહ જુએ એ મને ન ગમે ] 

સમયની સાથે સાથે સંબંધ ની વાત પણ કરી લઈએ મિત્રો તમારા મતે શું છે સંબંધ ? હું સંબંધ ને કાંચની સરસ મઝાની ફ્રેમ સાથે સરખાવું સાચવો તો આજીવન શોભા વધારે અને જો ન સાચવો તો તૂટી જાય. 


જો કે અનેક પ્રકારના સંબંધો છે આ દુનિયામાં પતિ - પત્ની  નાં , માં - દીકરાના , બાપ - દીકરી નાં , ભાઈ બેન નાં , મિત્ર મિત્રનાં , પ્રેમી પ્રેમિકા ના લાંબુ લીસ્ટ બને.. પણ સંબંધ ટકે છે લાગણી પર , ભાઈના મનમાં ભાઈ માટે લાગણી હોય તો સંબંધ ટકે નહિ તો ક્યારેક  એ માત્ર  ફરજ પૂરી કરવાનો વ્પયવહાર બને. સંતાનો મોટા થઇ ગયા પછી માં બાપ સાથે કેવા સંબંધ રાખે છે એના વિષે આપને કહેવાની જરૂર નથી , બાળપણ માં  તમે કોઈ સાથે લાગણી થી બંધાયા હો અને સમયાંતરે એ વ્યક્તિ તમારાથી દુર થઇ જાય ઘણાં વર્ષો બાદ એ વ્યક્તિ અચાનક સામે આવે તો શું જે લાગણી પહેલા હતી એવી જ લાગણી અત્યારે હોય ? વચ્ચે કેટલા વર્ષો વીત્યા જેમાં અનેક સુખ દુખ ઉતાર ચઢાવ તમેય જોયા અને એમણે પણ , એમાં શુદ્ધ લાગણી બન્ને પક્ષે હોય એ જરૂરી નથી. 
ભાઈ પ્રેમી પ્રેમિકાના સંબંધની તો વાત જ શું કરવી આ સંબંધ ટક્યો તો ભયો ભયો અને ટક્યા બાદ વિફર્યો તો ભયો ભયો..
પતિ પત્નીનાં સંબંધ વિષે એટલું જ કહીશ કે બન્ને એકબીજાની નબળાઈ સમજી હંમેશા એકબીજાને સાચવી લે તો સંબધ આજીવન ટકી જાય , એક બોલે અને એક સાંભળે એ જ સારું , બંને બોલે અને આખું ગામ સાંભળે એવું કરવા જતા સંસ્કાર અને ઉછેર દેખાઈ આવે. 
શરતો પર સંબંધ ટકે નહિ, જ્યાં સમાધાન છે ત્યાં સંબંધ છે. સંબંધ પર હંમેશા અલ્પવિરામ મુકાવું જોઈએ નહિ કે પૂર્ણ વિરામ.

સમજે તે સમજદાર. 

સંબધ વિષે ની એક સુંદર રચના અહિયાં મુકું છું આશા છે તમને ગમશે. 

સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.

-સર્વદમન

Friends, good morning.

It is half past twelve. According to the Indian practice, in this lockdown, everyone's morning falls almost at noon, no work is done on time, a man who appreciates time appreciates time. I have written this in many places, and the most annoying thing is to wait for someone, when someone has called you to meet somewhere at 12 o'clock, you arrive at the bar in a hurry, less than five, and if you do not arrive on time, brother or Ben, you send a phone message. Do it and eat his head and if the person in front of Amy doesn't answer your phone message ... remember and you must have gone through such a situation. However, I think it is better to give fifteen to twenty minutes earlier than the time you want to meet in this delusional Mumbai city, although I always give time and arrive at each meeting five to ten minutes earlier and surprise the other person. And sometimes even the friends in front understand that if this writer has been told three o'clock, it will come ten minutes early. [However this is a good thing for me. And I also like to arrive on time, I don't like anyone waiting for me]

Let's talk about the relationship over time. Friends, what do you think is the relationship? I like to compare the relationship with a nice fun frame of glass, then life will be more beautiful and if I don't save, it will break.
 

Although there are many types of relationships in this world, there is a long list of husband-wife, mother-son, father-daughter, brother-in-law, friend-friend, boyfriend-girlfriend. But the relationship lasts on feelings, if there is feeling for brother in brother's mind. So if the relationship doesn't last, sometimes it's just a matter of fulfilling the duty. You don't have to tell me about the relationship that the father has with the children after they grow up. In childhood, you were emotionally attached to someone and from time to time the person gets away from you. Feeling we have 'Run out of gas' emotionally? How many years have passed in between in which you have seen many ups and downs of happiness and he too, it is not necessary that there is pure feeling in both sides.
What to talk about the relationship between brother and girlfriend, if this relationship lasted, I was scared and if I broke up after Takya, I was scared.
All I can say about the relationship between husband and wife is that if both of them understand each other's weakness and always protect each other, then the relationship will last a lifetime.
There is a relationship where there is a relationship, not a relationship on terms.

Understandably sensible.

I put here a beautiful composition about the relationship, I hope you like it.

The relationship is the way,
Which has no speed-breaker.

The relationship is a straight line,
In which there is no cut anywhere.

Relationship is a river,
Which goes on incessantly.

Relationship is the ocean,
Deep and wide.

Relationship is the sky,
Which has no end.

Relationship is the sun,
God who appeared.

Same in relationship A,
Against whose love no one.

Relationship is poetry,
The heart of the poet.

-Sarvadaman

google translation

©

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...