મિત્રો ,
શુભ સવાર , દિવસ ચઢતો જાય છે અને માણસ પડતો જાય છે , સમજે તે સમજદાર. જો માણસ પડતો ન હોત તો આજે ભગવાને હિસાબ બરાબર કરવા બંધ બારણે ચોપડો લઈને મંદિરમાં ન બેસવું પડત. વડિલો કહેતા કે બધું અહિયાં જ છે એ વાત મને તો હંમેશા સાચી લાગી છે. જન્મ પછીનું જીવન ખબર છે. પણ મૃત્યુ પછીનું કોઈને ખબર નથી. તો મૃત્યુ પહેલા જ એવું જીવી જઈએ કે લોકો વ્યક્તિને નહિ વ્યક્તિત્વ ને યાદ કરે.
દરેક વ્યક્તિ પોતાની નજર મુજબ જુએ છે.
મેં એક ભિખારીને દસ રૂપિયા આપ્યા અને પૂછ્યું કે ભાઈ ધાર કે તને મહારાષ્ટ્ર રાજ્યની દસ લાખ ની લોટરી લાગે તો તું શું કરે ?
પહેલું કામ હું મોટર ખરીદું..
કેમ ?
સાહેબ ભીખ માંગવા ઘરે ઘરે પગે જવું પડે છે પછી હું મોટરમાં જઈશ.
ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ.
આ જ સવાલ મેં ઝુપડામાં રહેતા બબન ને પૂછ્યો કે દસ લાખ ની લોતર લાગે તો તું શું કરીશ ?
સાહેબ હું સૌથી પહેલા મારા ઝુંપડાનું છાપરું રીપેર કરાવીશ , વરસાદમાં પાણી બહુ આવે છે.
પાણીનું ટીપું સાગરમાં પડે તો ખારું બની જાય , ખાબોચિયા માં પડે તો ડહોળું ગંદુ બની જાય ,
સર્પ નાં મોઢામાં પડે તો ઝેર બની જાય અને સ્વાતી નક્ષત્ર માં કોઈ છીપ માં પડે તો મોતી બની જાય.
ભિખારી અને બબન બન્ને પોતાની પાત્રતા મુજબ બોલ્યા. જો તમને દસ લાખની લોટરી લાગે તો....
ના..નાં..મારે જવાબ નથી જાણવો , જવાબ તમે જ અરીસા સામે જોઇને આપજો.
છેલ્લે એક આડવાત
આપણે જે છીએ એના કરતા અલગ દેખાવાની હંમેશા કોશિશ કરીએ છીએ પણ જેવા છીએ એવા ઓળખાઈ જ જઈએ છીએ. વ્યક્તિ કપડા, ગાડી,બંગલો,પૈસો બધું જ વસાવી શકે , વ્યવહારમાં પણ સ્ટાઈલીશ બની શકે પણ યાર સંસ્કાર તો ઇનબિલ્ટ જ હોય.
સમજે તે સમજદાર.
Friends,
Good morning, the day rises and the man falls, he understands wisely. If man had not fallen, he would not have had to sit in the temple today with a book at the closed door to settle his account with God. The elders have always told me that everything is here. Know the life after birth. But no one knows after death. So let's live before death so that people remember the personality, not the person.
Everyone sees according to their own gaze.
I gave ten rupees to a beggar and asked him what would you do if you got a lottery of one lakh from the state of Maharashtra?
The first thing I do is buy a motor.
Why
Sir I have to walk from house to house to beg then I will go in the motor.
Khuda jab deta hai to chappar phadke deta hai.
This is the same question I asked Baban, who lives in a hut, what would you do if it cost you a million rupees?
Sir, I will repair the roof of my hut first, there is a lot of water in the rain.
If a drop of water falls into the sea, it becomes salty, if it falls into a puddle, it becomes dirty.
If it falls in the mouth of a snake, it becomes poison and if it falls in the oyster in Swati Nakshatra, it becomes pearl.
Both Bhikhari and Baban spoke according to their merits. If you think a lottery of one million ....
No..no..I don't know the answer, you give the answer by looking in the mirror.
Finally an Advat
We always try to look different from what we are, but we become known as we are. A person can wear clothes, car, bungalow, money, everything, he can also be a stylist in practice, but the manners are inbuilt.
Understandably sensible.
google translate
©
Mesmerising words with the best Advat which is so true.
ReplyDeleteતું, તું અને ફક્ત તું. ........આજ તો સાચો પ્રેમ છે બાકી બધા તો વ્યવહાર છે
ReplyDelete